મિડનાઈટ કોફી - 28 - બદલાવ Writer Shuchi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિડનાઈટ કોફી - 28 - બદલાવ

નિશાંત : તું ગાંડી થઈ ગઈ છે કે શું??
નિશાંત જોરમાં ઘાંટો પાડે છે.
નિશાંત : હાઉ કેન યુ ટેલ ધીસ ટુ હર??
પૂર્વી : નિશાંત....
નિશાંત : તને ખબર છે એ કેટલી....
હજી....
આ વાત એને કહેવાની શું જરૂર હતી??
પૂર્વી : શાંત થા.
નિશાંત : શું શાંત થા??
આમ તો નાની નાની વાત પણ મને પૂછ્યા કરતી હોય છે તો આ આટલી મોટી વાત કેમ નહી પૂછી??
તને કઈ....
પૂર્વી ની આંખોમાંથી આંસુ ટપકવા લાગે છે.
પૂર્વી : મારી....
નિશાંત : હવે એમ નહી કહેતી કે તારી પાસે મને આપવા માટે કોઈ જવાબ નથી.
કે પછી મને ગીલ્ટી ફીલ થતુ હતુ એટલે મે એને બધુ કહી દીધુ.
આ કઈ એમ કહી દેવાની વાત છે??
જવાબ આપ....
પૂર્વી તેની ભીની આંખો લૂછે છે.
નિશાંત : પૂર્વી જવાબ આપ.
નિશાંત ફરી જોરમાં બોલે છે.
પૂર્વી : મને ઠીક લાગ્યુ તો જ મે કહ્યુ ને તેને.
નિશાંત : તે વાત સાંભળી ને એની શું હાલત થઈ હશે ખબર છે તને??
પૂર્વી : તે હવે....
નિશાંત : તેને રડવું આવ્યુ પણ હોય તો તેણે તારી સામે તારી આ હાલત ને લીધે નહી જતાવ્યું હોય અને રૂમમાં એકલી રહીને....
પૂર્વી : હાલત....!!
બોલતાં બોલતાં પૂર્વી નો અવાજ ભીનો થઈ જાય છે.
પૂર્વી : તે મારી પણ દોસ્ત છે નિશાંત.
પૂર્વી સ્વસ્થ થતા કહે છે.
પૂર્વી : અમે બંને આખો દિવસ એક બીજા સાથે રહીએ છીએ.
એક બીજા સાથે બધુ શેર કરીએ છીએ.
તેણે મને સામેથી કહ્યુ કે હવે તે તેના ભૂતકાળની અસરોમાંથી મુક્ત છે,
ખુશ છે.
તેને હવે જીવન ગમવા લાગ્યુ છે.
તેનું વીશ લિસ્ટ આગળ વધવા લાગ્યુ છે.
હવે તેને જેની માટે કોઈ ગુસ્સો નથી.
માત્ર ખુશી છે કે તે પોતાનું જીવન પણ સારી રીતે વિતાવી રહી હશે.
એના મને આવું કહ્યા બાદ જ મે તેની સાથે એ વાત કરી હતી અને એને એણે બહુ સહજતાથી સ્વીકારી લીધેલી.
તેના ચહેરા પર કોઈ દુઃખ કે અસર દેખાતી નહોતી મને.
તે હવે બદલાય ગઈ છે નિશાંત.
તે હવે વધારે ખુશ રહેવા લાગી છે.
રસોડામાં કામ કરતા કરતા મારી સાથે ગીતો ગાવા લાગી છે.
ખુલીને નાચવા લાગી છે.
નવું નવું શીખવા લાગી છે.
કેટલી જલ્દી તે ફોટોગ્રાફી શીખી રહી છે અને એને માણી રહી છે.
મારું નાનું નાનું ધ્યાન રાખી રહી છે.
તે બદલાય ગઈ છે.
હવે તારે તારા મનમાં રાધિકા ની જે છબી છે એ બદલવાની જરૂર છે.
પૂર્વી પોતાની ભીની આંખો લૂછે છે.

રાધિકા : અમે આવી ગયા.
રાધિકા અને મમ્મી રાધિકા ના જન્મદિવસ ની ખરીદી કરવા બહાર ગયા હતા.
મમ્મી ને રાધિકા ને કોઈ ખાસ ગીફ્ટ આપવી હતી.

પૂર્વી : ચાલ, નીચે જઈએ.
કહી પૂર્વી નીચે આવવા લાગે છે.
રાધિકા : હાય.
પૂર્વી : કેવી રહી શોપિંગ??
મમ્મી : સરસ રહી.
રાધિકા : મજા આવી.
મમ્મી : અમે તારા માટે કઈ લાવ્યા છીએ.
પૂર્વી : શું??
રાધિકા : ગેસ કર....
પૂર્વી : કઈ ખાવાનું જ લાવી હશે તું તો.
રાધિકા : હા.
તે હસે છે.
મમ્મી બેગ માંથી કેરેમલ પોપકોર્ન નો ડબ્બો કાઢી પૂર્વી ના હાથમાં આપે છે.
પૂર્વી : યાર....!!
પૂર્વી ની આંખોમાં પાણી આવી જાય છે.
મમ્મી : અરે....
શું થયું બેટા??
પૂર્વી : કઈ નહી.
તે પોતાના આસું તરત લૂછી લે છે.
મમ્મી : નિશાંત ઉપર છે??
પૂર્વી : હંમ.
રાધિકા : ચા પીશે ને??
પૂર્વી : : હું બનાવું છું.
રાધિકા : હું બનાવી લઈશ.
પૂર્વી : મને કોઈ કામ તો કરવા દે.
રાધિકા : સારું.
ત્યાં મમ્મી ના મોબાઈલ ની રીંગ વાગે છે.
મમ્મી : નિશાંત ના પપ્પાનો ફોન આવ્યો.
હું વાત કરીને આવું.
કહી મમ્મી ઉપર જતા રહે છે.
રાધિકા અને પૂર્વી રસોડામાં આવે છે.
પૂર્વી :તું કોફી પીશે કે ચા??
રાધિકા : કોફી તું બનાવીશ??
પૂર્વી : પી નહી શકું પણ તેની સુગંધ તો લઈ શકું ને.
આમ પણ નિશાંત માટે બનાવવાની છે મારે.
તે ચા ની અને કોફી ની બંને તપેલી ગેસ પર મૂકી ગેસ ચાલુ કરતા કહે છે.
રાધિકા : હું કોફી પીશ.
પૂર્વી : આઈ ન્યુ ઈટ.
બંને મુસ્કાય છે.
રાધિકા : નિશાંત તારી પર ગુસ્સે થયા??
પૂર્વી રાધિકા સામે જોવા લાગે છે.
રાધિકા : મારે લીધે??
પૂર્વી : ના હવે.
તે ફરી કામ કરવા લાગે છે.
રાધિકા : બીજું શું કારણ હોય શકે ગુસ્સે થવાનું??
પૂર્વી : કોઈ મોટી વાત નથી.
રાધિકા : પણ નિશાંત નો ગુસ્સો બહુ મોટો છે.
પૂર્વી ફિક્કું મુસ્કાય છે.
રાધિકા : તે નિશાંત ને કહી દીધું ને??
પૂર્વી : શું??
રાધિકા : કે તે જેની વિશે મને જણાવી દીધું છે??
પૂર્વી ફરી રાધિકા સામે જોતી રહી જાય છે.
રાધિકા : તારો ચહેરો જોઈ જ હું સમજી ગયેલી.
હમણાં એવી બીજી કોઈ વાત હોય જ ના શકે જેના પર નિશાંત ગુસ્સે થાય.
પૂર્વી : આપણે બંને નિશાંત ને નિશાંત કરતા પણ સારી રીતે ઓળખીએ છે.
પૂર્વી હસે છે.
રાધિકા : દોસ્ત કિસે કહેતે હૈ જાની??
પૂર્વી : સહી બાત.
ચા કોફી બંને તૈયાર થઈ જાય છે.
રાધિકા બંને માટે કપ કાઢી લે છે.
પૂર્વી બંને કપ માં ગાળી લે છે.
રાધિકા : બંને ની સરસ સુગંધ આવી રહી છે.
પૂર્વી મુસ્કાય છે.
મમ્મી તેમની વાત પતાવી ફરી નીચે આવી જાય છે.
મમ્મી : ચા બની પણ ગઈ.
પૂર્વી : તમે બંને બેસો.
હું નિશાંત ને એની કોફી આપી ને આવું.
મમ્મી : મે તેને નીચે આવવા કહી દીધું છે તું બેસી જા બેટા.
દાદર પાસે ઉભેલી પૂર્વી સોફા તરફ આવવા લાગે છે ત્યારે જ પાછળથી....
નિશાંત : ભાઉં......
મમ્મી : નિશાંત!!
પૂર્વી ગભરાય જાય છે.
મમ્મી : પૂર્વી ના હાથમાંથી કોફી નો કપ પડી જતે તો....
નિશાંત : સોરી.
કોફી??
પૂર્વી : તારા અને રાધિકા માટે બનાવી છે.
હું અને મમ્મી ચા પીવાના છીએ.
બંને સોફા પર આવી બેસે છે.
નિશાંત : મને ઘર ટેરેસ યાદ આવી ગઈ.
રાધિકા : કેટલા દિવસ પછી કોફી પીધી....
નિશાંત : કહે છે કે પૂછે છે??
રાધિકા : આમ તો બંને....
નિશાંત : ઘણા દિવસ પછી પીધી મે પણ.
મમ્મી : રાધિકા, આપણે શું લાવ્યા તે બતાવ તેમને....
રાધિકા : અરે હા.
નિશાંત : લેટ મી ગેસ....
મમ્મી : રહેવા દે.
સીધું જોઈ જ લે.
રાધિકા : ટા....ડા....
કોન્ટ્રાક્ટ.
નિશાંત : કેવો કોન્ટ્રાક્ટ??
મમ્મી : વાંચ ખોલી ને.
નિશાંત : મોડલિંગ કોન્ટ્રાક્ટ!!
પૂર્વી : વાઉં રાધિકા!!
નિશાંત - પૂર્વી : Congratulations યાર!!
બોલી બંને એક બીજાની સામે જુએ છે.
રાધિકા હસતાં હસતાં : થેન્કયુ.
મમ્મી : સાથે બીજો કોન્ટ્રેક્ટ પણ છે.
નિશાંત : ફોટોગ્રાફી કોન્ટ્રાક્ટ!!
મમ્મી : એ પૂર્વી એ સાઈન કરવાનો છે.
પૂર્વી : રાધિકા....
રાધિકા : જે મોલ માં અમે ગયા હતા ત્યાં ની એક ઈન્ડિયન ક્લોથ્સ ની શોપ માં અમે એમજ ફરી રહ્યા હતા ત્યાં તે શોપ ના ઓનર અજયજી એ અમારી પાસે આવ્યા અને કહ્યુ કે તે મને તેમની બ્રાન્ડ " ધ ડેકોરેટિવ ક્લોથ્સ " ની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માંગે છે.
મને બહુ નવાઈ લાગી.
તેમણે કહ્યુ તે ઘણા વખત થી કોઈ સારી ઈન્ડિયન મોડેલ ની શોધમાં છે.
અને હવે તેમને તે મળી ગઈ છે.
મે કહ્યુ હું કોઈ મોડેલ નથી.
મમ્મી : પણ તેમને આપણી રાધિકા ગમી જ એટલી ગઈ કે તેમણે રાધિકા ને મોડલિંગ કરવા માટે મનાવી જ લીધી.
મમ્મી ખુશ થતા કહે છે.
પૂર્વી : અચ્છા....
તે રાધિકા તરફ જોતા કહે છે.
રાધિકા ને શરમ આવી જાય છે.
પૂર્વી : કોઈ તો રોક લો.
રાધિકા : પૂર્વી યાર!!
બધા હસી પડે છે.
રાધિકા : મે મારી એક શરત સાથે કોન્ટ્રેક્ટ સાઈન કર્યો છે.
નિશાંત : કેવી શરત??
રાધિકા : એ જ કે હું મારી ફોટોગ્રાફર ને પણ સાથે લઈને આવીશ.
એટલે જ એમણે તારા નામ નો પણ કોન્ટ્રેક્ટ બનાવી આપ્યો છે.
મમ્મી : જ્યારે અમે એમને જણાવ્યું કે તું પ્રેગનેન્ટ છે તો તેમણે તારા નામનો કોરો કોન્ટ્રેક્ટ અમારા હાથમાં આપી દીધો.
એમ કહેતા બેટા કે તારે તારી જે શરતો અને જે આંકડો તારે આમાં લખવો હોય તું લખી શકે છે.
પૂર્વી નિશાંત સામે જુએ છે.
રાધિકા : એમણે આપણને ૧ અઠવાડિયા નો સમય આપ્યો છે બધુ નક્કી કરી તેમને જણાવવા માટે.
અને મને તેમનો મોબાઈલ નંબર પણ આપી દીધો છે.
પૂર્વી : પણ હું રાધિકા....
રાધિકા : સોરી, તને પૂછ્યા વિના મે એ નિર્ણય લઈ લીધો.
મારી પાસે એક જ રસ્તો હતો.
એક તો પહેલેથી જ હું મોડલિંગ કરવા માટે નર્વસ છું.
ઉપર થી ફોરેનર ફોટોગ્રાફર સાથે શૂટ કરવું....
એટલે મે તેમને કહી દીધું.
પૂર્વી ફરી નિશાંત સામે જુએ છે.
મમ્મી : એની સામે શું જુએ છે??
હા કહી દે.
અજયજી એ મને કહ્યુ છે કે તારું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
બસ, તમે બંને ના નહી કહેતા.
તેમની બહુ જ ઈચ્છા છે કે આ શકય બને.
રાધિકા : પ્લીઝ??
નિશાંત : હમણાં તું કરી શકે એમ છે તો હા પાડી દે.
રાધિકા : તું જ કહે છે ને લાઇફ સરપ્રાઇઝ આપે ત્યારે બહુ નહી વિચારવાનું.
મમ્મી : અને કઈ જરૂર પડે તો હું તો હોઈશ જ ને તમારી સાથે દીકરા.
પૂર્વી : ઓકે.
હું....કોન્ટ્રેક્ટ....સાઈન....કરીશ....
રાધિકા : યસ.
પૂર્વી : પણ કાલે આપણે બધા સાથે અજયજી ની દુકાને જઈને એમની સામે જ કોન્ટ્રેક્ટ સાઈન કરીશું.
નિશાંત : ડન.
રાધિકા : તારે મને પ્રેક્ટિસ કરાવવી પડશે.
પૂર્વી : ડોન્ટ વરી.
પૂર્વી મુસ્કાય છે.
રાધિકા : આઈ એમ સો હેપ્પી ફોર યુ.
તે જે વિચાર્યું એ થઈ ગયુ.
નિશાંત : ઓહ હા.
આઈ વોન્ટ ટુ ડુ સમથીંગ ઈન ફોટોગ્રાફી યાર.
તે પૂર્વી ની સ્ટાઇલ માં બોલે છે.
પૂર્વી હસતાં હસતાં નિશાંત સામે જુએ છે.
નિશાંત : બચી ગયો.
રાધિકા : બચી ગયો??
નિશાંત : મમ્મી સામે બેઠી છે એટલે.
નહિતો....
પૂર્વી નિશાંત ને આંખો બતાવે છે.
નિશાંત : જો....જો....
પૂર્વી : તું જો.
નિશાંત : હું તો તને જોઉં જ છું.
નિશાંત મુસ્કાય છે.

* * * *

~ By Writer Shuchi

☺️

.