Midnight Coffee - 25 books and stories free download online pdf in Gujarati

મિડનાઈટ કોફી - 25 - વીશ લિસ્ટ

નિશાંત : પોતાના લક્ઝરીયસ પ્રાઈવેટ જેટ માં મમ્મી પપ્પાને ફરવા લઈ જવા છે.
પૂર્વી : ઓહ હો!!
પૂર્વી મુસ્કાય ને રાધિકા તરફ જુએ છે.
રાધિકા શરમાય જાય છે.
નિશાંત : વોન્ટ ટુ ડુ ડીપ સી ડાઈવીંગ.
પૂર્વી : એફીલટાવર પર જઈને ગીત ગાવું છે.
નિશાંત : પણ એ તો કહે, કયું ગીત ગાવું છે??
રાધિકા : એ વિચાર્યું નથી.
રાધિકા મલકતા મલકતા જવાબ આપે છે.
પૂર્વી : લુક એટ હર સ્માઇલ.
પૂર્વી ખુશ થતા કહે છે તો રાધિકા ને શરમ આવી જાય છે.
નિશાંત : ચોથી વીશ....
મારા જેવી છોકરીઓ ની મદદ કરવી છે.
તેમને હિંમત આપવી છે.
બસ, ચાર જ વીશ????
રાધિકા : હમણાં આ ચાર જ.
તે મુસ્કાય છે.
રાધિકા : પણ હું મારી પાયલોટ બનાવની ટ્રેનિંગ પૂર્વી ની ડીલીવરી થઈ ગયા પછી જ શરૂ કરીશ અને એ થાય તો મારી એવી ઈચ્છા છે કે ઈન્ડિયા માં કરું તો મમ્મી પપ્પા પાસે પણ થોડું રહેવાય.
હું તેમની સાથે હોવ તો તેમને પણ રાહત રહે.
નિશાંત : બરાબર.
તે ઉભો થઈ રાધિકા પાસે આવે છે.
નિશાંત : Congratulations.
ફોર યોર ફર્સ્ટ વીશ લિસ્ટ.
આઈ એમ વેરી હેપ્પી.
રાધિકા : થેન્કયુ.
પૂર્વી : યાર....
રાધિકા : ખબરદાર જો....
પૂર્વી : મે કઈ કહ્યુ??
તને ભેટી પણ ના શકું પાગલ.
કહેતા તે રાધિકા ને ભેટે છે.

* * * *

દિપક : જેની....
જેની : હા....
દિપક : લે રૂમાલ....
જેની : નથી જોઈતો.
દિપક : હવે રડ નહી.
જેની : એટલે??
દિપક : આટલું જો દુઃખ થાય છે તો....
એક ફોન પણ તારાથી નહી થયો એને.
જેની : હું બહુ ડિસ્ટર્બ હતી.
મમ્મી પપ્પાને મારા વિશે ખબર પડી ગઈ છે દિપક.
દિપક : રાધિકા ડિસ્ટર્બ નહી થઈ હોય તને એવું લાગે છે??
જેની : તું ગુસ્સે કેમ થાય છે મારા પર??
દિપક : તને ભાન પણ છે તારી કેટલી ભૂલો ને રાધિકા એ નજરઅંદાજ કરી છે??
તું તારા કામ ના ટેન્શન માં આવીને રાધિકા સાથે ગમે તેવું વર્તન કરી લેતી છતાં તેણે તને માફ કરી છે અને તારી પડખે ઉભી રહી છે.
તને જ્યારે જરૂર હોય અમે બંને હજાર રહ્યા છે.
પણ જ્યારે જ્યારે રાધિકા ને તારી જરૂર હતી તું ક્યાં હતી જેની??
તારા કુંકીંગ ક્લાસ માં??
ક્યાં તો....
જેની : દિપક....
તે જોરમાં ઘાટો પાડે છે.
દિપક : તમારા સંબંધ માં તું તો હતી જ નહી જેની.
હું અને રાધિકા તો તારા માટે મનોરંજન ના સાધન છીએ ને.
" સટાક " આખાં રૂમમાં અવાજ ગુંજી ઉઠે છે.
જેની ની આંખોમાંથી વધુ ઝડપથી આંસુ વહેવા લાગે છે.
દિપક ના કાનમાં જાણે સીટી વાગવા લાગે છે.
તેના ચહેરા પર આઘાત ભર્યું આશ્ચર્ય તરી આવે છે.
તેને વિશ્વાસ નથી આવતો.
તે કઈ પણ બોલ્યા વિના પોતાનો રૂમાલ લઈ રૂમની બહાર નીકળી જાય છે.
ફરી પોતાના આંસુ લૂછતા લૂછતા જેની ધબ્બ દઈને બેડ પર બેસી પડે છે.

* * * *

રાધિકા : કેમ એકલા બેઠા છો??
તો લિવિંગ રૂમમાં આવતા જ નિશાંત ને પૂછે છે.
નિશાંત : પૂર્વી રૂમમાં એના પપ્પા સાથે વાત કરે છે.
રાધિકા નિશાંત ની બાજુમાં સોફા પર બેસે છે.
નિશાંત : ઘર કેવું લાગ્યું??
રાધિકા : એકદમ મસ્ત.
કઈ પૂછું??
નિશાંત : શું??
રાધિકા : તમે ખુશ છો ને??
નિશાંત : અચાનક આ સવાલ એ પણ....
નિશાંત ચોંકી જાય છે.
રાધિકા : મને કઈક જુદું લાગી રહ્યુ છે.
નિશાંત : મારામાં??
રાધિકા : હંમ.
નિશાંત : ૨ દિવસથી દાદી ની બહુ યાદ આવી રહી છે.
એ કહેતા : હું તો નિશુ ની વહુ નો ખોળો ભરી, આ ઘરની રોનક જોઈ, તેની સાથે હસ્યા - રમ્યા બાદ જ મારા લાલજી પાસે જઈશ.
ત્યારે હું લગ્ન માટે તૈયાર નહતો,
હું કહેતો : હજી તો તમે અમિતાભ બચ્ચન જેટલા થયા દાદી.
એક સદી તો પૂરી થવા દો હજી.
પછી આપણે મોટી પાર્ટી રાખીશું.
મારા દાદી સો રને પણ નોટ આઉટ.
રાધિકા ને હલકું હસવું આવી જાય છે.
નિશાંત : તો દાદી કહેતા : એટલે તું ત્યા સુધી લગ્ન કરશે જ નહી એમ મારા દીકરા??
એવું ના ચાલે.
હું હસી પડતો અને કહેતો : પહેલા મને એવી કોઈ છોકરી મળવા તો દો જે તમારાથી પણ વધુ સુંદર હોય.
અને એમના ગાલ ચૂમી લેતો.
પણ આટલું સાંભળી એ તરત મને પોતાનાથી દૂર કરી દેતા અને કહેતા : જા જેટલી શોધવી હોય શોધી લે.
પણ મારાથી વધુ સુંદર છોકરી તો તને ક્યાંય નહી મળે કહી દઉં છું.
પછી અમે બંને હસી પાડતા અને એ મારા માથે હાથ ફેરવતા.
હું તેમને ચડાવતો....

નિશાંત : તો તમને ઓછી સુંદર વહુ ચાલશે??
દાદી : મારા કાનુડા, બહારી સુંદરતા તો સમય પૂરતી હોય છે.
અને હું તને ઓળખું છું.
જેનું હ્રદય પ્રેમથી ભર્યું અને પારદર્શક હશે એને જ તું પસંદ કરશે.

નિશાંત : આવું કહેતા તે બહુ ખુશ થતા.
અને તે ૭૭ વર્ષ ના હતા પણ એકદમ ફિટ.
રોજ અમે બંને ટ્રેડમિલ પર ચાલતા.
રાધિકા : તમારા ૭૭ વર્ષ ના દાદી ટ્રેડમિલ પર ચાલતા??
રાધિકા ની નવાઈ નો પાર નથી રહેતો.
નિશાંત : હા.
અરે, એ તો રોજ એમની સહેલીઓ સાથે બહાર પણ જતા.
મારી સાથે સ્ક્રેબલ પણ રમતા.
બધું અવનવું બનાવી સૌને ખવડાવતા રહેતા.
અમે બંને સાથે નેટ ફ્લિક્સ પર વેબ સિરીઝ જોતા.
પણ ૪ વર્ષ પહેલા તે....
નિશાંત પોતાના આંસુ લૂછે છે.
રાધિકા ની આંખોમાં પણ આંસુ આવી જાય છે.
પૂર્વી : મને પણ મારી મમ્મી ની બહુ યાદ આવે છે.
ક્યારની પાછળ ઉભી વાત સાંભળી રહેલી પૂર્વી બંને પાસે આવે છે.
ત્રણેય ની નજર મળે છે.
પૂર્વી નિશાંત ની ડાબી બાજુ આવી બેસે છે અને હલકું મુસ્કાય છે.
પૂર્વી : મમ્મી હતે તો અત્યારે પપ્પા એકલા પણ ના હોતે.
બટ ઈટ્સ ઓકે.
ક્યારેક ક્યારેક હું તારી દાદી બની જઈશ અને તું મારી મમ્મી બની જજે.
કહેતા રાધિકા હસે છે.
નિશાંત : દાદી તો તું પહેલેથી જ છે.
તે પણ મજાક કરે છે.
ત્રણેય હસે છે.
પૂર્વી : બહાર ફરવા જઈએ??
રાધિકા : હા, ચાલો.
નિશાંત : એફીલટાવર પર ગીત ગાવા જઈએ.
રાધિકા : શું તમે પણ.
પૂર્વી : શરમાય રાધિકા શરમાય.
તે હસે છે.
રાધિકા : પૂર્વી.
રાધિકા મલકાય છે.
પૂર્વી : તું બહુ ક્યૂટ છે યાર રાધિકા.
અને એકદમ મીઠડી છે.
તને જોઈને છે ને મને કોઈ કોઈ વાર તારા ગાલ ખેંચવાનું મન થઈ આવે છે.
રાધિકા ફરી હસી પડે છે.

* * * *


~ By Writer Shuchi




.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED