મિડનાઈટ કોફી - 24 - ઉડાન Writer Shuchi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિડનાઈટ કોફી - 24 - ઉડાન

રાધિકા ટેરેસ પર આવે છે.
રાધિકા : શું વાતો કરી રહ્યા છો તમે અને ચંદ્ર??
તે નિશાંત ની પાસે બેસે છે.
નિશાંત તેની સામે જુએ છે.
રાધિકા : ઇટસ ઓકે.
નિશાંત : વોટ??
રાધિકા : તમને અત્યારે જે થઈ રહ્યુ છે એ.
નિશાંત : મને શું થઈ રહ્યુ છે??
રાધિકા : મને પણ આવું જ થઈ રહ્યુ હતુ આપણા લગ્ન ની આગલી રાત્રે.
મને તો એટલો બધો ડર લાગી રહ્યો હતો કારણ કે....
નિશાંત : તને હજી પણ મારાથી ડર લાગે છે??
રાધિકા : થોડો.
નિશાંત મુસ્કાય છે.
નિશાંત : કાલે પપ્પા લગ્ન પ્રસંગ નો ભાગ બનશે કે નહી??
એ જ પૂછી રહ્યો હતો ચંદ્ર ને.
રાધિકા : બનશે.
સર્વન્ટ ઉપર તેમની કોલ્ડ કોફી આપવા આવે છે.
રાધિકા : થેન્કયૂ.
સર્વન્ટ મુસ્કાય ને જતી રહે છે.
રાધિકા : ચીયર્સ.
નિશાંત : ચીયર્સ.
બંને મુસ્કાય છે અને કોફી નો સીપ લે છે.
રાધિકા : થેન્કયૂ ચંદ્ર.
તે મુસ્કાય છે.
નિશાંત : તારા વગર મારી બક બક સાંભળી લેવા માટે??
રાધિકા : બસ, એમજ.
નિશાંત : એમજ??
રાધિકા : મન થઈ ગયુ આજે.
આ જીલમિલાતા દોસ્ત નો આભાર માનવાનું.
બંને મુસ્કાય છે.

* * * *

રાધિકા : મારે નથી મળવું.
નિશાંત : મળવું પડે.
રાધિકા : આ કેવી જબરદસ્તી છે??
નિશાંત : તું તારા મમ્મી પપ્પાને મળવાની ના કઈ રીતે પાડી શકે??
તું મહિનાઓ માટે શહેર ની બહાર જઈ રહી છે અને....
રાધિકા : કાલે મળી જ ને તેમને.
નિશાંત : તને અત્યારે મળવા જવામાં વાંધો શું છે??
આપણે આમ પણ એરપોર્ટ પહોંચવાનું છે.
આપણે વધારે નહી રોકાઈ એ ત્યાં.
રાધિકા : તમે ઘરના રસ્તે ગાડી વાળી જ લીધી છે તો હવે....
રાધિકા બબડે છે.
પૂર્વી પાછળ તેની તરફ ફરે છે.
રાધિકા ને ગુસ્સો આવી રહ્યો હોય છે.
પૂર્વી : રહેવા દે ને.
નિશાંત : શું રહેવા દે??
પૂર્વી : આપણે સીધા એરપોર્ટ જતા રહીએ.
નિશાંત : પૂર્વી....
પૂર્વી : પ્લીઝ.
નિશાંત પાછળની સીટ ઉપર બેસી બારીની બહાર જોઈ રહેલી રાધિકા તરફ નજર કરે છે.
પૂર્વી : ડોન્ટ ફોર્સ હર ના.
તે માત્ર નિશાંત ને સંભળાય એટલું ધીરેથી બોલે છે.
નિશાંત : હંમ.
* * * *

પ્લેનમાં

નિશાંત બંને ની વચ્ચે બેઠો હોય છે.
પૂર્વી એ રાધિકા માટે ખાસ વિન્ડો સીટ બૂક કરાવી હોય છે.
નિશાંત : ડર લાગી રહ્યો છે??
પૂર્વી : ના....
નિશાંત : તો તારો ચહેરો....
પૂર્વી : પપ્પા થી છે ને મને જતી જોવાઇ નહી.
એટલે....
બોલતા બોલતા પૂર્વી નો અવાજ ભીનો થઈ જાય છે.
પૂર્વી : એટલે આજે બપોરથી પોલીસ સ્ટેશન જતા રહ્યા.
કાલે લગ્ન ના દિવસે પણ કઈ ખાસ વાત નહી કરી.
રાતે તેમના જતા પહેલા જ્યારે હું તેમને ભેટી ત્યારે તો મન થઈ આવ્યું કે કશે નથી જવું.
હવે પપ્પા કેટલું એકલું રહેશે??
પૂર્વી ની આંખોમાં રોકવા છતાં આંસુ આવી જાય છે.
નિશાંત તેનો હાથ પોતાના હાથમાં લે છે.
પૂર્વી પોતાના આંસુ લૂછે છે.
રાધિકા : એય....!!
મને પ્રોમીસ કોણે આપ્યું હતુ??
તે પૂર્વી ને કહે છે.
પૂર્વી : સૉરી.
તે મુસ્કાય છે.
નિશાંત : ખબર નહી કેમ??
પણ મને બહુ હસવું આવી રહ્યુ છે અત્યારે.
આપણે 3 સાથે પહેલી વાર ટ્રીપ પર જઈ રહ્યા છે.
મને અત્યારે આમ થ્રિલ ફીલ થઈ રહ્યુ છે.
આઈ એમ ઉત્સાહિત રાઇટ નાવ.
રાધિકા અને પૂર્વી હસી પડે છે.
નિશાંત : આઈ લવ યુ ગર્લ્સ.
રાધિકા : ઓહ હો!!
પૂર્વી : સવારે નાસ્તા માં શું ખાધું હતુ??
બંને હસે છે.
નિશાંત : વેરી ફની.
પૂર્વી : આઈ એમ.
રાધિકા : યસ.
ત્રણેય ફરી હસી પડે છે.

* * * *

નિશાંત : કેવું લાગી રહ્યુ છે??
પૂર્વી : કહી નથી શકતી.
નિશાંત : કેમ??
લગ્ન પછી મારી બીક વધારે લાગે છે??
પૂર્વી : હા.
નિશાંત : હા??!!
પૂર્વી : હા.
નિશાંત : ચાલ હવે, પતિ થી કઈ બીવાનું ના હોય.
પૂર્વી હસે છે.
પૂર્વી : રાધિકા શું કરે છે??
નિશાંત : તેના રૂમમાં બેસી કઈ લખી રહી છે.
પૂર્વી : તો બરાબર.
નિશાંત : રાધિકા હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે.
પૂર્વી : હંમ.
નિશાંત : તું બેસ.
તે પૂર્વી ને બેડ પર બેસવા કહે છે અને સાથે તેની બાજુમાં બેસી જાય છે.
નિશાંત : હવે મને કહે આપણે અહીંયા આવવા નીકળ્યા ત્યારથી તને કઈ વાત ખટકી રહી છે??
પૂર્વી : માત્ર ડર.
નિશાંત : શેનો ડર??
પૂર્વી : એ જ કે બધુ બરાબર થશે કે નહી??
2 દિવસ રહીને તું પણ પાછો જવાનો છે.
નિશાંત : આવતો જતો રહીશ ને હું તો.
પૂર્વી : હા.
મને ખબર છે, આવો ડર આ સમયે લાગવો નોર્મલ છે પણ યાર....
નિશાંત : ઈટ્સ ઓકે.
પૂર્વી : એટલે ડર્યા કરું??
નિશાંત : એને ભાવ જ નહી આપ.
પૂર્વી : કેટલું સારું હોત ને જો જીવનમાં અમુક વાતો કહેવા જેટલી જ સહેલી પણ હતે.
હું જ કેટલું પ્રોત્સાહન આપતી હતી બધાને.
નિશાંત : આ બધુ તે જ કહ્યુ ને હમણાં નોર્મલ છે.
તો પછી બસ, જેમ જીવે છે એમ જીવતી જા.
એ ડર આપોઆપ એના સમયે જતો રહેશે.
પૂર્વી : તને ડર લાગે છે??
નિશાંત : પપ્પા બનાવવાનો તો ડર મને પણ લાગી રહ્યો છે.
તે હસે છે.
પૂર્વી મુસ્કાય છે.
બંને બેડ પર લંબા થાય છે.
નિશાંત ધીમે થી પૂર્વી ના પેટ પર હાથ મૂકે છે.
પૂર્વી શરમાય છે.
નિશાંત : છોકરો કે છોકરી??
પૂર્વી : મારે નથી વિચારવું.
નિશાંત : અચ્છા.
પૂર્વી : હંમ.
પૂર્વી આંખો બંધ કરે છે.
નિશાંત તેનું માથું ચૂમે છે.
પૂર્વી ફરી મુસ્કાય છે.

* * * *


~ By Writer Shuchi



.