Punjanm - 53 books and stories free download online pdf in Gujarati

પુનર્જન્મ - 53


પુનર્જન્મ 53


વૃંદા અમોલ સાથે ગઈ. એવું નહતું કે વૃંદાને ક્યારેય કોઈએ પ્રપોઝ કર્યું ન હોય કે અમોલને કોઈ છોકરી પસંદ ન આવી હોય. પણ એક અહેસાસ હોય છે, હદય કોઈને જોઈને ધડકવાનું એક પળ ભૂલી જાય છે. એ વ્યક્તિ ખાસ હોય છે અને એવી જ કોઈ અનુભૂતિ બન્ને અનુભવી રહ્યા હતા. પણ વૃંદા કરતાં અમોલ એ લાગણી માંથી વધારે પસાર થઈ રહ્યો હતો. ફિલ્મ સૃષ્ટિની ઘણી યુવતીઓને એ જાણતો હતો. પણ જે વૃંદામાં જોવા મળ્યું હતું, એ પેલી કોઈમાં જોવા નહોતું મળ્યું.
સૌંદર્ય તો બધામાં હતું પણ જે લજ્જા વૃંદામાં હતી. એજ અમોલને આકર્ષતી હતી. અમોલ વૃંદામય બની વૃંદાની સાથે મોંટ્રિયલની ગલીઓમાં ફરતો હતો. થોડી શોપિંગ કરી બન્ને જમવા ગયા. વૃંદાનું અડધું ધ્યાન આ ખુબસુરત શહેરને જોવામાં વ્યસ્ત હતું.

** ** ** ** ** ** ** ** ** **

બાર વાગે મોનિકા જમીને તૈયાર થઈ રહી હતી. અને અનિકેતનો ફોન આવ્યો.
" હેલો. "
" બોલ અનિકેત કેમ છે. "
" બસ મઝામાં, તું બોલ. "
" હું પણ મઝામાં. "
સ્નેહાને મળ્યા પછી અનિકેતના જીવનનો આનન્દ ગાયબ થઈ ગયો હતો. એ જીવતો હતો પણ લડવાની ક્ષમતા જાણે ખતમ થઈ ગઈ હતી. એ એના કેટલાક કાર્યો પુરા કરવાની ઉતાવળમાં હતો. એ પુરા થઈ જાય પછી શું? એક શૂન્યાવકાશ અનિકેતને મુઝવતો હતો.
" એક કામ હતું. "
" બોલ. "
" મારે એક શોર્ટ ફિલ્મ બનાવવી છે. "
" વોટ? તને ખબર છે, ફિલ્મ બનાવવું કેટલું અઘરું છે. "
" તું ફિલ્મમાં કામ કરીશ? ડાયરેકટર વિશ્વજીત છે. "
" તું સમજતો કેમ નથી ? ફિલ્મ બનાવવી આસાન નથી. ફ્લોપ થાય તો રોડ ઉપર આવી જવાય. "
" તું કામ કરે અને વિશ્વજીત ડાયરેકટર હોય તો ફિલ્મ ફ્લોપ ના થાય. "
" અનિકેત તને અનુભવ નથી. કોઈ પણ ફિલ્મ ફ્લોપ જઈ શકે છે. '
" મોનિકા ક્યાંક એવું તો નથી ને કે મારી પાસેથી પૈસા લેતા સંકોચ થતો હોય એટલે ના પાડે છે? ઠીક છે. હું બીજી કોઈ એક્ટ્રેસ જોડે વાત કરું છું. "
અને અનિકેતનું તીર બરાબર નિશાના પર લાગ્યું. મોનિકા એક પળ ખામોશ થઈ ગઈ.
" અનિકેત હું તારી ફિલ્મમાં કામ કરીશ અને ફાઇનાન્સ પણ કરીશ. "
" ઓ.કે. થેન્ક્સ."
મોનિકાએ ગુસ્સામાં ફોન કાપી નાખ્યો. અનિકેતના ચહેરા પર એક વિજયી હાસ્ય હતું. એણે મોનિકાને સામે રીંગ કરી. મોનિકાએ ફોન રિસીવ કર્યો.
" હેલો. "
" ઓહ, આઈ એમ સોરી. તને ખોટું લાગ્યું. "
" તે મારા માટે એવું વિચાર્યું જ કેવી રીતે કે હું તારા માટે પૈસાની ગણતરી કરીશ?"
" મોનિકા, આઈ એમ સોરી. ફિલ્મ બિલકુલ લો બજેટ છે. માંડ પંદરથી વીસ કરોડનો ખર્ચ છે. એમાંય વિશ્વજીત ઘણી વ્યવસ્થા કરવાનો છે. વિશ્વજીતને પણ ફિલ્મ કમાણી કરે પછી પૈસા આપવાના છે. "
" વિશ્વજીતે તારી ઓફર સ્વીકારી? "
" હા . "
અનિકેતે વિશ્વજીતની શરત કહી નહિ કે મોનિકા કામ કરશે તો જ એ ડાયરેક્શન કરશે.
" ઓ.કે.. "
" આમ ગુસ્સામાં નહિ. જરા પ્રેમથી. "
મોનિકાએ ગુસ્સો ગળી જઇ પ્રેમથી કહ્યું.
" ઓ.કે.. બાબા.. હું તારા પર ગુસ્સે નથી. હવે ખુશ. "
" હા ખુશ. તારીખો કઈ મળશે, મારે જલ્દી છે. "
" હું ટુર પરથી આવું પછી તરત જ. "
" ઓ.કે.. થેન્ક્સ. "
" ઓ.કે.બાય.. સાંજે હું તને કોલ કરીશ. રિસીવ કરજે. "
" ઓ.કે.. "

** ** ** ** ** ** ** ** ** **

મોનિકાએ ટેક્ષી ડ્રાઈવરને એડ્રેસ આપ્યું. લાલ રંગની લીમોઝન ગાડી મોંટ્રિયલની ખુબસુરત સડકો પર સરકતી રહી. પણ મોનિકાને એ બધામાં કોઈ રસ ન હતો. એ આંખો બંધ કરી ચુપચાપ બેઠી હતી. એક ચાર રસ્તા પર સાઈડમાં ગાડી ઉભી રહી.
" મેમ... એડ્રેસ પ્રમાણે આજ જગ્યા છે.. આપનું કામ પતી જાય એટલે ફોન કરજો હું આવી જઈશ. "
" ઓ.કે.. થેન્ક્સ. "
ડ્રાઈવર ગાડી લઈ રવાના થયો. મોનિકાએ એડ્રેસ જોયું. ધમધમતા ચાર રસ્તા પર સામે કોર્નર પર વિશાળ દુકાન હતી. ગિફ્ટ આર્ટીકલ્સ એન્ડ લેડીઝ જેન્ટ્સ નોવેલ્ટીનો શો રૂમ હતો. મોનિકા રોડ ક્રોસ કરી દુકાન તરફ ગઈ. દુકાનનો એક વિશાળ કાચનો દરવાજો હતો. બાકી બધી બાજુ કાચનો શો કેસ હતો. એમાં ઘણી વસ્તુઓ સજાવીને મુકેલ હતી. મોનિકા દરવાજો ખોલી અંદર ગઈ.
અંદર બે સ્ત્રી બે પુરુષો કામ કરતા હતા. ત્રણેક ગ્રાહકો કંઇક જોઈ રહ્યા હતા. શરૂઆતમાં જ એક યુવક ઉભો હતો. એણે મોનિકાને આવકારી..
" વેલકમ મેમ, વોટ કેન આઈ ડુ ફોર યુ."
" થેન્ક્સ. મારે થોડી ગિફ્ટ જોવી હતી. "
મોનિકાએ કાઉન્ટર પાસે ગઈ. એ યુવકે પૂછ્યું
" ક્યા પ્રકારની ગિફ્ટ આપને બતાવું? "
" જેન્ટ્સને આપી શકાય એવી ગિફ્ટ બતાવો. "
એ યુવક દસેક અલગ અલગ ગિફ્ટ લઈ આવ્યો અને કાઉન્ટર પર મૂકી. એ યુવક કંઇક વિચિત્ર નજરે મોનિકાને જોઈ રહ્યો હતો. મોનિકાએ એ દસ ગિફ્ટ જોઈ પણ પસંદ ના આવી . અચાનક એ યુવકના ચહેરા પર એક અજબ ભાવ આવ્યા.
" મેમ, એક વાત પૂછું? "
" યસ. "
" આર યુ મોનિકાજી? "
" યસ. ફ્રોમ ઈંડિયા. "
" આપ એક્ટ્રેસ છો ને? "
મોનિકાએ હસીને કહ્યું " હા, એ જ. તમે ઓળખી ગયા મને. "
" યસ મેમ, યુ આર માય મોસ્ટ ફેવરિટ એક્ટ્રેસ. "
મોનિકાના ચહેરા પર હાસ્ય આવ્યું. એનું કામ સીધું ઉતરી રહ્યું હતું. એ યુવકે કહ્યું.
" મેમ આપ અંદર આવો, હું આપને સરસ ગિફ્ટ બતાવું. "
એ યુવકે કાઉન્ટરનો દરવાજો ખોલ્યો અને મોનિકા અંદર ગઈ. એ યુવકે એક ચેર મૂકી અને મોનિકાને બેસવાનું કહ્યું. અને એ યુવકે મોટે અવાજે કોઈને બોલાવવા કહ્યું.
" સુરભિ, અહીં આવ. જો કોણ આવ્યું છે? મોનિકાજી. માય મોસ્ટ ફેવરિટ એક્ટ્રેસ. કમ ફાસ્ટ. "
મોનિકાનું હદય જોરથી ધડકવા લાગ્યું.

(ક્રમશ:)

03 નવેમ્બર 2020


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED