આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-૭૦ Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-૭૦

આઈ હેટ યુ... કહી નહીં શકું - ભાગ ૭૦

રાજનાં પાપા પ્રબોધભાઈને વિરાટે નટ સલાડવાળું બાઇટિંગ આપ્યું એમને ચાખીને કહ્યું વાહ ખુબજ ટેસ્ટી છે મઝા આવી ગઈ તાન્યાથી રહેવાયું નહીં એણે પણ ટેસ્ટ કરીને કહ્યું વાહ વિરાટ તારા હાથમાં જાદુ છે એમ કહી વિરાટને હગ કરી થેન્ક્સ કહ્યું. વિરાટ પણ થોડો સંકોચાયો અને એટલુંજ કહી શક્યો માઇ પ્લેઝર અને કીચનમાં ગયો. તાન્યા એની પાછળ ગઈ અને કહ્યું વિરાટ મારે તને એક વાત કહેવી છે અને ત્યાંજ વિરાટનો મોબાઇલ રણકયો.
વિરાટે જોયું તો નંદનીનો કોલ હતો એણે તરતજ ઉપાડ્યો એણે કહ્યું હા દીદી બોલો. નંદિનીએ કહ્યું વિરાટ બધું બરાબર છેને ? અમે બધા ક્યારથી ફોનની રાહ જોતા હતા. વિરાટે કહ્યું દીદી હું થોડો કિચનમાં બીઝી હતો અહીં બધા ગેસ્ટ આવ્યા છે એટલે એલોકોની સરભરામાં હતો. અહીં મારો રૂમ પાર્ટનર રાજ એનાં પેરેન્ટ્સ અને એનાં અંકલ આંટી આવ્યાં છે. અને ..... ત્યાં તાન્યા વચ્ચે બોલી વિરાટ તારાં દીદી છે ? એમને કહે હું પણ આવી છું એમ કહી હસવા લાગી.
વિરાટે કહ્યું અહીં તાન્યા પણ આવી છે ગૌરાંગઅંકલ ની દીકરી એને મારા હાથનું બનાવેલું ખુબ ટેસ્ટી લાગ્યું છે. તાન્યાએ કહ્યું વિરાટ હું એમની સાથે વાત કરી શકું? વિરાટ થોડો વિચારમાં પડી ગયો પછી તરતજ તાન્યાને ફોન આપ્યો અને કહ્યું સ્યોર લે વાત કરી લે.
તાન્યા એ ફોન હાથમાં લઇ કહ્યું હાય, દીદી કેમ છો ? હું તાન્યા .... અહીં વિરાટે બધાને ટેસ્ટી ખાવાનું બનાવી ખવરાવ્યું અને હજી મસ્ત પુલાવ જમવાનો છે. બાય ધ વે દીદી તમારો ભાઈ ખુબજ ઇન્ટરેસ્ટિંગ છે...
નંદિનીએ કહ્યું હાય તાન્યા... વિરાટ સાચેજ ખુબ ટેસ્ટી બનાવતો હશે જોકે મને ખવરાવનું બાકી છે એમ કહી હસી અને બોલી કઈ નહીં તમે પરવારો હું પછી ફોન કરીશ વિરાટને આપશો ફોન ?
તાન્યા એ વિરાટને ફોન આપ્યો... નંદિનીએ કહ્યું વિરાટ તું તારી અનુકૂળતાએ ફોન ફરી કરજે હું સમજુ છું તું બીઝી છે. ચાલ પછી વાત કરીશું એમ કહી ફોન મુક્યો.
તાન્યાએ કહ્યું વિરાટ મારે એક વાત કહેવી છે હું મારાં મનમાં જે વાત આવે એ છુપાવી નથી સકતી. સાચું કહું આટલા અલ્પ સમયમાં પણ મને તારામાં ઇન્ટરેસ્ટ પડ્યો છે તું મારો ફ્રેન્ડ બનીશ ? ખબર નહીં મને શુ થઇ ગયું છે કે તે મને .... વિરાટ તાન્યા ની સામે જોઈ રહ્યો અને બોલ્યો હું પણ... યસ વી આર બેસ્ટ ફ્રેન્ડ્ઝ નાઉ. તાન્યા એ કહ્યું થેન્ક્સ એમ કહી કિચનની બહાર નીકળી ગઈ.
ત્યાં રાજ અંદર આવ્યો અને બોલ્યો વિરાટ તેં શુ જાદુ કરી દીધું તાન્યા તો તારી પાછળ...પછી આગળ બોલતા અટક્યો. વિરાટે કહ્યું રાજ મનેજ નથી ખબર આ બધું શુ થઇ રહ્યું છે ? તાન્યા માટે તો તારાં પેરેન્ટ્સનાં મનમાં કંઈક બીજીજ વાત છે એલોકોને અમારી ફ્રેન્ડશીપ નહીં ગમે... આઈ એમ સોરી મારે આવી કોઈ ગેરસમજ નથી થવા દેવી.
રાજે કહ્યું અરે વિરાટ એ એમના વિચાર છે પણ મારાં મનમાં એ ગૌરાંગઅંકલની દીકરી છે મારી બહેન જેવી છે મારાં માટે મારાં જીવનમાં નંદની સિવાય કોઈ નથી તું મનમાં કોઈ સંકોચ નાં રાખીશ બલ્કે મને તો ગમ્યુંજ છે કે તાન્યા જાતેજ મારાં જીવનમાંથી ખસી ગઈ એની પસંદગી હું હતોજ નહીં અને નાં એ મારી પસંદગી હતી.
વિરાટે કહ્યું આટલા ટૂંક સમયમાં આવાં બધાં સમીકરણ કેવી રીતે થાય? એણે મને ફ્રેન્ડ બનવા કહ્યું અને મેં હા પાડી પણ સમય એનો જવાબ આપશે મારી એકજ સ્પષ્ટ વાત છે કે મારાં કારણે તારાં જીવનમાં કોઈ તકલીફ કે ઝંઝાવાત નાં આવે એજ હું ઈચ્છું છું.. રાજે વિરાટને કહ્યું તું નિશ્ચિંન્ત રહે એવું કઈ થવાનું નથી. વિરાટ તેં સાચેજ નટ્સ વિથ સલાડ મસ્ત બનાવ્યું ચાલ તું પણ બહાર તું પણ એલોકો ડ્રિંક્સ લે છે આપણે બિયર તો પીએ બધાં સાથે બેસીએ તું આ પુલાવ પછી બનાવ ચાલ બહાર ...
વિરાટે કહ્યું હું બધું સરખું મૂકીને આવું છું તું બેસ હું આવ્યોજ. રાજે કીચનમાંથી બિયરની ૩ ટીન કાઢ્યા અને એ બહાર ગયો.
વિરાટ બધું કિચનમાં સરખું મૂકી બહાર ગયો. રાજે એક ટીન અમિતને એક વિરાટને આપ્યું બધાં બહાર એક સાથે બેઠાં. નૈનાબેનની નજર વિરાટ અને તાન્યા પરજ હતી. તાન્યાએ રાજને કહ્યું વાહ રાજ તેં અને તારાં ફ્રેન્ડ્ઝ એ બિયર લઇ લીધી મારાં માટે નાં લાવ્યો ? રાજે કહ્યું સોરી.. મને એમ કે તું નહીં લેતી હૉય. તાન્યા એ કહ્યું હાર્ડડ્રિંક્સ નથી લેતી પણ બિયર તો ચાલે. કઈ નહીં હું લઇ લઉં છું એમ કહી એ બિયર લેવા ગઈ.
પ્રબોધભાઇ અને નૈનાબેન એ એકબીજા સામે જોયું. ગૌરાંગભાઈએ રાજને કહ્યું તાન્યાને આ બધું ફાવતું કે ભાવતુંજ નથી આજે ખબર નહીં કેમ એણે મન થયું. કઈ નહીં ક્યારેક ચાલે આમ પણ આજે ખુબ ઠંડી છે.
મિશાબેનએ કહ્યું એતો અહીંના ક્લચરમાં નોર્મલ છે. એ અહીજ જન્મી છે છતાં અહીંનો એણે રંગ નથી લાગ્યો. એતો જાણે ચુસ્ત ઇન્ડીયનજ છે.
મિશાબેને ઈન્ડયન ક્લચરની વાત કરતાં કહ્યું આતો અમેરિકા છે પણ ઇન્ડીયામાં છોકરીઓ શું કરે છે ક્યાં છૂપું છે ? હીપોક્રેટ રેહવું એનાં કરતા જે છીએ એજ રેહવું અને જીવવું અમને વધુ ગમે. કાયમ ઈન્ડયન બધાં ક્રિટિસાઈઝ કરવાં તતપર હૉય પણ પોતે શું કરે છે એ નાં જુએ આઈ હેટ હિપોક્રેટસ....
ગૌરાન્ગભાઈએ કહ્યું હવે સમજી ગયા વધુ નાં બોલ આપણે બધાં ઇન્ડીનજ છીએ. પણ આપણી તાન્યા શું છે આપણે જાણીયેજ છીએ ત્યાં તાન્યા એનું બિયરનું ટીન લઈને બહાર આવી.

પ્રબોધભાઈએ કહ્યું આજની આ પાર્ટી યાદ રહેશે ખુબ મઝા આવી અને એમાયે વિરાટની વાનગીઓ આંગળી ચટાડે એવી છે એમ કહી હસી પડ્યા.
નૈનાબેનએ મિશાબેનને કહ્યું કેમ તમે ડ્રિન્ક કે બિયર નથી લેતા ? મિશાબહેન એ કહ્યું મને એવો કોઈ છોછ નથી મન થાય અને ગૌરાંગને કમ્પની જોઈએ હું તો લઉં છું. પણ નયનાબહેન તમે ?
નયનાબહેન એ કહ્યું પ્રબોધને કમ્પની આપવા લઉં છું મને પણ તમારી જેમ કોઈ છોછ નથી અને હું હિપોક્રેટ નથી.
રાજે કહ્યું મમ્મી આંટી તમારો પેગ બનવું ? નૈનાબેન એ કહ્યું બનાવ અમે પણ લઈએ બધાં લે છે તો મઝા આવશે અને પછી વાતો કરવાની પણ મઝા આવશે છેક અમેરિકા તારી પાસે આવ્યાં પછી રિલેક્સ પણ થઉં છે. ઇન્ડિયા બધાં વિચારો ચિંતાઓ અને સ્ટ્રેસ વધુજ કરીને આવ્યાં છે. એવું હતું અહીં આવ્યાં પછી બધું ગોઠવાય જશે નિશ્ચિંન્ત થઈ જઈશું થોડી મઝા પણ કરીશું પણ ...ઠીક છે પછી વાત એમ કરીને વાત ટૂંકાવી..
નૈનાબેનને બધાં ધ્યાનથી સાંભળી રહેલા. મીષાબેન અને તાન્યા નૈનાબેનના ડાઈલોગ બરાબર ધ્યાનથી સાંભળી રહેલા ...સમજી રહેલા અને ત્યાં તાન્યા અને વિરાટની નજર એક થઈ. તાન્યા એ આંખથીજ વિરાટને કોઈ સંદેશો આપી દીધો.
રાજે મીષાબેન અને એની મમ્મી માટે પેગ બનાવી આપ્યાં. બધાં ડ્રિન્ક લેતા લેતા વાતો કરી રહેલાં. ત્યાં વિરાટ ઉઠ્યો એ કીચનમાં જઈ બીજા સ્નેક્સ - ફરસાણ અને નટ્સ લઇ આવ્યો. બધાની પાસે મૂક્યાં. અમિત બધુજ જોઈ રહેલો પણ એને કશુંજ સમજાતું નહોતું.
બધાં રાજના ભણવા - જોબની વાતો અહીંનું ક્લચર વગેરેમાં પડેલા અને વિરાટ બધાથી દૂર ચેરમા બેઠો. એણે કાનમાં ઈયરફોન પેહેર્યા અને ફોન એના પાપને લગાવ્યો. બધાં પોતાની વાતોમાં મશગુલ હતા માત્ર તાન્યાની નજર વિરાટ પરજ હતી.

વિરાટે વિડિઓ કોલ કર્યો સામે એના પાપા આવ્યાં. વિરાટે બધાં બેઠેલા તોય વાત ચાલુ કરી પેહલા પાપાને કહ્યું અહીં રાજનાં પેરેન્ટ્સ આવ્યાં છે બધાં પાર્ટીમાં છે પછી એણે કહ્યું હું બધાને બતાવું એમ કહીને એણે બધાં દેખાય એમ કેમેરા સેટ કર્યો. તાન્યા જોઈ રહી હતી. અહીં કેમેરામાં વિરાટના પાપાની બાજુમાં નંદિની આવી ગઈ એણે રાજને અને બધાને જોયા અને એ ...
વધુ આવતા અંકે પ્રકરણ 71
-- આપને સ્ટોરી ગમી હૉય તો જરૂરથી તમારા મિત્રો ને શેર કરજો એન્ડ રિવ્યૂ જરૂરથી આપશો