I Hate You - Can never tell - 69 books and stories free download online pdf in Gujarati

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-69

આઇ હેટ યુ
પ્રકરણ-69
રાજ એનાં મંમી પપ્પા સાથે મોલમાં જઇને પાછો પણ આવી ગયો હતો એનાં હાથમાં એક મોટી પ્લાસ્ટીકની બેગ હતી એણે ફલેટમાં અંદર આવતાંજ મીશા આંટી તાન્યા અને વિરાટને ખડખડાટ હસતાં જોઇને એની ઉદાસી થોડી દૂર થઇ ગઇ અને એણે અધકચરાં શબ્દો જે કાને સાંભળ્યા હતાં એ બોલ્યો કોની ખીચડી રંધાઇ ગઇ ? મીશા આંટી હસતાં હસતાં બોલ્યાં અરે આ છોકરાઓની ક્યારનાં ચોખા કેટલા કાઢવા અને પુલાવ શીખવતાં શીખવતાં એ લોકોએ ખીચડી રાંધી લીધી.
રાજે કહ્યું હાંશ ચલો કોઇકની તો ખીચડી રંધાઇ ગઇ પણ આ હસવાનાં બધા ડાયલોગ ખબર નહીં કેમ નયચનાબેન અને પ્રબોધભાઇને પચ્યા નહીં. એમણે કહ્યું શેની ખીચડી શેનો પુલાવ ? એ લોકોનાં ચહેરાનાં હાવભાવ જોઇને વિરાટ અને તાન્યા હસતાં બંધ થઇ ગયાં. પણ મીશા આંટીને એમનાં હાવભાવ ગમ્યા નહીં એમણે કહ્યું કંઇ નહીં તાન્યા તું હવે રહેવા દે રાજ આવી ગયો છે એ મદદ કરશે અને હાં રાજ મોલમાંથી લાવ્યો છે એ બધું કીચનમાં મૂકી દે.
વિરાટ રાજની સામે જોયું રાજે વિરાટની સામે જોઇને કહ્યું યાર વિરાટ આજે રસોઇનો તારો ટર્ન છે. ઓહો એની તૈયારી હતી બાય ધ વે તું બધાને આજે શું જમાડવાનો ? ત્યાંજ તાન્યા વચ્ચે બોલી અરે વિરાટ તો મસ્ત ટેસ્ટી આઇમીન સ્વાદીષ્ટ પુલાવ, પાપડ, દહીં અને ત્યાં… રાજે કહ્યું મોમ અમારે ત્રણેમાં વિરાટ ખૂબજ સ્વાદીષ્ટ રસોઇ બનાવે છે. ત્યાં તાન્યા રાજ મોલમાંથી લાવેલો એ બેગ ખોલી અને એની આંખો પહોળી થઇ ગઇ એણે કહ્યું મોમ આમાંથી કીચનમાં મૂકવા જેવું શું છે ? એમ કહીને હસી પડી.
રાજે તાન્યાને કહ્યું અરે તાન્યા પાપાનો મૂડ ડ્રીંકનો છે એટલે વ્હીસ્કી બીયર થોડું બાઇટીંગ અને દૂધ-દહીં લાવ્યો છું તમે લોકો કોફી કે છાશ લેશો ને ?
તાન્યાએ કહ્યું અરે એવું કેમ ? અમે દૂધ કોફી છાશ પીવાનાં અને તમે ડ્રીંક લેવાનં એવું કેવું ? ત્યાં બધુ સાંભળી વિરાટ બોલ્યો અરે તારે પહેલાં કહેવું હતું રાજ હું પુલાવ ના રાંધત કંઇક બીજુ બનાવત ડ્રીંક પછી પુલાવ ? અંકલને નહીં ફાવે હું બીજુ કંઇક સરસ ગરમગરમ બનાવી દઇશ.
નયનાબેને કહ્યું અરે વિરાટ દિકરા ચિંતા ના કર પુલાવ પણ ચાલશે અને એમને કંઇ બીજુ ખાવુ હશે તો અમે લોકો છીએ ને અને બનાવી આપીશું. તમે લોકો ટેન્શન ના કરો.
વિરાટે કહ્યું અહીં નહીં આંટી તમે આજે અમારે ઘરે ગેસ્ટ થઇને આવ્યા છો તમે લોકો શાંતિથી વાતો કરો બેસો મને સરસ ગોટા મીક્ષ ભજીયા બધુજ આવડે છે અને ઘરમાં બધુ છેજ બસ ખાલી બેસન કેટલું છે એ જોઇ લઊ હમણાં ચોખા બોઇલ્ડ થઇ જાય પછી હું બધી સબજી સમારીને પછી ગ્રેવીમાં સાંતળીને બનાવી દઇશ. રાજ હસ્તો હસ્તો બધુ સાંભળી રહ્યો એ બોલ્યો માં આ અસ્સલ બ્રાહ્મણ છે એ રાંધી ખવરાવીને જંપશે એને તમે નહીં પહોંચી વળો એને બનાવવા દો.
રાજ આમ કહી રહેલો અને તાન્યા બોલી વાહ તો તો મજા આવશે અને હું એમને મદદ કરીશને મને એ બહાને શીખવા મળી જશે એ ખૂબ ગમ્મત સાથે જ્ઞાન પીરસે છે આઇ લાઇક ઇટ !
બધાં તાન્યાને સાંભળી રહ્યાં. અમીત અને ગોરાંગ અંકલ બધુ સાંભળી રહેલાં. પ્રબોધભાઇએ કહ્યું કંઇ નહી તમારે જે પ્રીપેર કરવું હોય એ કરો અને મિત્રો તો શાંતિથી બેઠાં છીએ અને બેટા રાજ પછી અમારી ડ્રીંકની વ્યવસ્થા કર.
અમીતે કહ્યું હું અહીં બહાર બાલ્કનીમાં તમારાં બેસવાની વ્યવસ્થા કરું ? ગોરાંગ અંકલે કહ્યું ના ના બહાર ખુલ્લામાં ખૂબ ઠંડી લાગશે અહીં અંદર રૂમમાંજ વ્યવસ્થા કરીએ હંજી ગઇકાલે ઇન્ડીયાથી આવ્યા છે અહીંની મોસમથી ટેવાયા નથી વધુ ઠંડી લાગશે બધાને.
અમીતે કહ્યું ઓકે તો હું અહીં રૂમમાંજ બધી વ્યવસ્થા કરું છું એમ કહી રાજની સામે જોયું. રાજ એની વાત સમજી ગયો એણે એનાં પાપાને કહ્યું પાપા અહીં રૂમનો અમે આ કાર્પેટ પર બીજી કાર્પેટ પાથરી તકીયા ઓશીકા મૂકી દઇએ અહીં નીચે કાર્પેટ પરજ બેસી જઇએ ? એ સારું રહેશે બધાં સાથે બેસી શકાશે.
પ્રબોધભાઇએ વ્યવહારીક બનતા કહ્યું હાં હાં એવુજ સારુ રહેશે. મનમાં સમજી ગયાં કે અહીં ફર્નીચરની એટલી વ્યવસ્થા નથી કે બધાને જુદી જુદી જગ્યા આપી શકાય મનમાં વિચારવા લાગ્યા કે રાજ કેમ આવી બધી તકલીફ વેઠે છે ? શા માટે ગૌરાંગ સાથે રહેવા નથી જતો ?
રાજે જાણે એમની વાત સમજી લીધી હોય એમ બોલ્યો પાપા અમારાં માટે આટલી જગ્યા ઘણી છે વળી બધાં ભણીએ અને જુદા જુદા સમયે જોબ કરીએ અમને કદી અગવડ નથી પડી બલ્કે એક અનોખી આઝાદી સાથે બધુ જાતે કરીને શીખવા મળે છે.
નયનાબેન સમજી ગયાં હોય એમ બોલ્યા બેટા તારી વાત સાચી છે. અને તારાં પાર્ટનર્સને મળ્યાં પછી સંતોષ પણ થયો બધાં ખૂબ ડાહ્યાં અને સમજુ છે વળી આ વિરાટ તો રસોઇમાં પણ હુંશિયાર છે.
વિરાટે કહ્યું શરમાતાં અચકાતાં કહયું આંટી અહી આવતા પહેલાં મોમે મારી બધુ શીખવી દીધુ હતું કારણકે મને ખાવાનો ખૂબ શોખ છે. તાન્યા બોલી સુરતીલાલો છે ને એટલે... એ સાંભળી બધાં હસી પડ્યાં.
અમીત અને રાજ ભેગાં થઇને કાર્પેટ પાથરી અને તકીયા ઓશીકા બધાં આજુબાજુ મૂકી દીધાં અને કહ્યું પાપા અંકલ, આંટી માં બધાં અહીં બેસી જાઓ અમે બધુ સર્વ કરીએ છીએ બી રીલેક્ષ. વિરાટે કહ્યું હાં પ્લીઝ બધુ તૈયાર કરીને હું ધીમે ધીમે લાવું છું.
ગૌરાંગભાઇ અને પ્રબોધભાઇ પાથરેલી કાર્પેટ પર બેસી ગયાં. રાજે મોમને બેસી જવા કહ્યું અને સાથે મીશા આંટી પણ બેઠાં. અમીતે બધાને તકીયા ઓશીકા આપ્યાં.
અમીત અને રાજ બોટલ ઓપન કરીને ડ્રીંક બનાવવા લાગ્યાં. વિરાટે આવીને બધાને સોલ્ટેડ કાજુ પાપડ, ફરસાણ બધુ ડીશમાં લાવીને મૂક્યું અમીતે વધારાની સોડા બોટલ ત્યાં મૂકી.
વિરાટ કીચનમાં ગયો અને સલાડ કાપવા માંડ્યો એણે ગેસ પર કઢાઇ મૂકી થોડું તેલ મૂકી એમાં શીંગ અને કાજુ નાંખ્યા અને સાંતળવા લાગ્યો. શીંગ કાજુ પ્રમાણસર રોસ્ટ થયાં એટલે એમાં મરી પાવડર, મીઠું થોડું લાલ મરચુ, તજ પાવડર, લીલા ઝીણા સમારેલા મરચાં ત્થા ડુંગળી ટામેટા કાકડી ઝીણી સમારેલી બધું ભેગું કરી ઉપર કોથમીર ભભરાવીને મોટા બાઉલમાં કાઢી એમાં ત્રણ ચાર ચમચીઓ મૂકીને બહાર લઇ આવ્યો.
બાઉલમાં સલાડ વીથ નટ્સ જોઇને પ્રબોધભાઇ ખુશ થઇ ગયાં એમણે આનંદ સાથે કહ્યું વાહ ઘણાં સમયે આ બાઇટીંગ થયુ થેંક્સ દોસ્ત એમ કહી એક ચમચી લઇને મોઢામાં મૂક્યું અને બોલ્યા વાહ વાહ ખૂબ ટેસ્ટી વાહ મજા આવી ગઇ અને પછી ચીયર્સ કહીને ડ્રીંકની સીપ મારી અને બોલ્યા વિરાટ થેંક્સ.
વિરાટે ખુશ થઇને કહ્યું માય પ્લેઝર સર. તમે શાંતિથી લેજો જરૂર પડે બીજુ બનાવી દઇશ. તાન્યા ક્યારની જોયાં સાભળ્યા કરતી હતી એણે કહ્યું મોમ મને એક ચમચી ચાખવા આપને મીશાબહેને એક ચમચી બાઉલમાંથી ભરીને તાન્યાને આપી.
તાન્યાએ ખાઇને પછી એણે કહ્યું વાઉ શું ટેસ્ટ છે યાર વાહ વાહ વિરાટ કહેવું પડે એમ કહીને એ પોતાની જાતને રોકી ના શકી અને વિરાટને હગ કરીને બોલી થેક્સ યાર.. બધાં તાન્યાને જોઇ રહ્યાં. વિરાટ પણ અચાનક તાન્યા વળગી પડી એ પણ થોડો ખચકાયો ઝંખવાયો એનાંથી એટલુંજ બોલાયું માય પ્લેઝર...
રાજે આ જોઇને તાળીઓથી વધાવતાં કહ્યું મારાં દોસ્તની આંગળીઓ અને હાથ જાદુઇ છે બધુજ એ મસ્ત બનાવે છે. મીશા આંટી તાન્યાને જોઇ રહ્યાં એમનાં હોઠ પર હાસ્ય હતું અને નયનાબેન તરફ જોયુ નયનાબેન મોઢું પડી ગયું હતું.
વિરાટ કીચનમાં જતો રહ્યો અને પુલાવનાં ચોખા બોઇલ્ડ થઇ ગયાં હતાં એ મોટી તાવડીમાં ખાલી કરી ખૂલ્લા કરી નાંખ્યા અને ત્યાં પાછળ તાન્યા આવી તાન્યાએ કહ્યું વિરાટ તું તો જાદુગર છે આઇ વોન્ટ્ ટુ સે યુ સમથીંગ... વિરાટે કહ્યું બોલને ... ત્યાંજ વિરાટનો મોબાઇલ રણકી ઉઠ્યો એણે જોયું તો નંદીનીનો ફોન હતો...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-70


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED