મિડનાઈટ કોફી - 19 - ડિગ્રી Writer Shuchi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

મિડનાઈટ કોફી - 19 - ડિગ્રી

રાધિકા : મે પૂર્વી સાથે વાત કરવા કહ્યુ હતુ.
તેની સાથે ફરી ઝગડો કરવા નહી.
તે રૂમમાં અવતા જ નિશાંત ને કહે છે.
નિશાંત : તેણે વાત જ એવી કરી કે મને ગુસ્સો આવી ગયો.
તે કોટ કાઢતા જવાબ આપે છે.
રાધિકા : કેરિયર વધારે મહત્વની છે કે માતૃત્વ??
નિશાંત કોઈ જવાબ નથી આપતો.
રાધિકા : જવાબ આપો નિશાંત....
નિશાંત : તારા માટે વધારે શું મહત્વ નું છે??
રાધિકા : વાત બદલો નહી નિશાંત.
નિશાંત : આપણે બંને એક જ વાત કરી રહ્યા છીએ.
રાધિકા : અત્યારે મને ખબર નથી એનો જવાબ.
અને મારી અને પૂર્વી જીંદગી ઘણી જુદી છે એક બીજા કરતા અને ક્યારેય તે....
નિશાંત : એ છે જ.
પણ તું એક સ્ત્રી છે અને આ સવાલ નો જવાબ તું પણ આપી જ શકે છે.
રાધિકા : મે કદી આ વિશે વિચાર નથી કર્યો.
નિશાંત : પૂર્વી એ પણ નથી કર્યો.
રાધિકા : તમે શું કહેવા માંગો છો??
નિશાંત : એ જ કે બંને વાત નું પોતાનું મહત્વ છે જીવનમાં.
પૂર્વી એ ડિગ્રી તો લઈ જ લેવી જોઈએ.
પછી ભલે એ આગળ જતા કેરિયર બનાવે કે નહી બનાવે.
એ પૂરું કરી લેવું જરૂરી અને તેના માટે જ વધારે સારું છે.
ભવિષ્યમાં જો તેને કઈ કરવાની ઈચ્છા થાય તો તેના હાથમાં ડિગ્રી હોય.
અને એક વાર આ બધી વાત બાજુ પર મૂકી દે.
આપણી પાસે એમ પણ ડિગ્રી હોવી જ જોઈએ.
રાધિકા : શું કામ??
નિશાંત : મારી પાસે જેટલા કારણઓ હતા મે તને જણાવી દીધા.
તે બેડ પર બેસતા કહે છે.
રાધિકા : પણ તેના માટે પૂર્વી એ ફરી ન્યુ યોર્ક જવું પડશે અને....
તે નિશાંત ની બાજુમાં બેસે છે.
નિશાંત : આખી વાત ત્યા જ આવી અટકે છે.
તેના પપ્પાએ પણ કહ્યુ કે તેણે ડિગ્રી લઈ લેવી જોઈએ પણ જો હવે પૂર્વી ત્યા જાય તો ડિલીવરી પહેલા તેનાથી પાછું અહીં નહી અવાય.
રાધિકા : તેને શું કરવું છે??
નિશાંત : મે પૂછ્યું પણ તેણે કીધું નહી.
મે સમજાવ્યું તે સમજી ગઈ ખરી
રાધિકા : તેને ફરી ત્યા તો નહી જ જવું હશે.
નિશાંત : હંમ.

* * * *

રાધિકા સવારથી પૂર્વી ના ઘરે આવી હોય છે.
બંને UNO રમી રહ્યા હોય છે.
પૂર્વી : હવે ધીમે ધીમે ભૂખ વધારે લાગતી જાય છે.
રાધિકા : નવું નવું બનાવો અને ખાતા જાઓ.
પૂર્વી : ડ્રો 4.
રાધિકા : અરે યાર.
પૂર્વી : ઉપાડો ઉપાડો ૪ પાના.
રાધિકા ૪ પાના ઉપાડે છે.
રાધિકા : કાલે....
પૂર્વી : નિશાંત અને પપ્પાની વાત બરાબર છે પણ....
રાધિકા : તારે શું કરવું છે??
પૂર્વી : હવે તો મને પણ ત્યા જવું જ ઠીક લાગે છે પણ....
રાધિકા : પછી ત્યા જ રહેવું પડે જ્યા સુધી....
પૂર્વી : એ જ.
ફરી પપ્પા થી દૂર....
એ પણ આવા સમયમાં.
એમને ફિકર થાય ને.
રાધિકા : અને તને પણ.
રાધિકા હલકું મુસ્કાય છે.
પૂર્વી : મને....
રાધિકા : એમને તારી અને તને એમની ફિકર થાય.
પૂર્વી : બધા પરીણામ મારી જ જીદ્દ ના છે.
પૂર્વી નીચુ જોઈ જાય છે.
પૂર્વી : હું કેટલી પણ કોશિશ કરું.
અમુક આદતો નથી બદલી શકતી મારી.
હવે ક્યાં સુધી....
રાધિકા : તને નિશાંત ગમે છે??
પૂર્વી : રાધિકા....!!
તે તેની સામે જોતી રહી જાય છે.
રાધિકા : હા....??
પૂર્વી : કઈ પણ નહી બોલ.
રાધિકા : વિચાર કર.
પૂર્વી : શું વિચારું??
અમારી દોસ્તીમાં....
રાધિકા : એક તરફી પ્રેમ પણ હોય શકે.
પૂર્વી : રાધિકા....એ....
રાધિકા : તારી આંખોમાં....
પૂર્વી : સમજાવવાનો પ્રયાસ ના કર.
તે ઉભી થઈ રસોડામાં જાય છે.
રાધિકા મુસ્કાય છે.
પૂર્વી : અને જો હું તેને પ્રેમ કરતી હોત તો કિરણ સાથે ના જોડાતે.
અને આ વાત ની નિશાંત ને પણ જાણ હોતે.
હવે રાધિકા પણ ઉભી થઈ રસોડામાં આવે છે.
પૂર્વી બંને માટે બનાના સ્મુધી બનાવી રહી હોય છે.
રાધિકા : તું નિશાંત ને ખરેખર કહી દેતે કે તું એને પ્રેમ કરે છે??
રાધિકા પૂર્વી ની આંખોમાં જોવા લાગે છે.
પૂર્વી : હા.
રાધિકા : હા??
પૂર્વી : હા.
અમારી બંને વચ્ચે પણ છે ડીફ્રન્સીસ.
બટ વધારે ઉંમર ના ગેપ ને લીધે છે.
અને અમુક ડીફ્રન્સીસ તો સેમ એજ વાળા માં પણ હોય જ ને.
અમારા ડીફ્રન્સીસ ને લીધે હું આટલી મોટી વાત નિશાંત થી છુપાવું એવું નહી કરતે.
રાધિકા : કોઈ વાર એવું થાય,
આપણે પ્રેમને નહી સમજી શકીએ પણ પ્રેમ આપણને સમજી જાય.
તે ફરી મુસ્કાય છે.

* * * *


~ By Writer Shuchi
.


રેટ કરો અને રિવ્યુ આપો

Usha Fulwadhva

Usha Fulwadhva 6 માસ પહેલા

Payal Patel

Payal Patel 7 માસ પહેલા

Dr.sejal Gohel

Dr.sejal Gohel 7 માસ પહેલા