Lite - 3 - Roshani books and stories free download online pdf in Gujarati

લાઈટ - 3 - રોશની!!

રોશની!!

...

વાતાવરણ માં મશગુલ હતી ફેરી અને લાકડાના જુના-પુરાણા મકાન ના પગથિયે બેઠી હતી. તેના મોઢા પર સુંદર સ્મિત હતું પરંતુ તેને મન તો પેલા રંગો માં કયો રંગ છે જે તેના ચિત્ર માં વપરાશ નથી થયો, કઈ જગ્યા ચુકી ગઈ છે અને હજી શું છે જેના લીધે તેનું કુદરતી દૃશ્ય તેના અનુભવ ને આકાર નહિ આપતું. આ બધું વિચારતી ફેરી ને અચાનક કોકે પાછળ થી ખભા પર હાથ મુક્યો અને ફેરી ડરી ગઈ કારણ, નેના હતી નહિ તો કોણ હતું?

ફેરી હિંમત કરી ને પાછળ ફરી જોવા કે આખેર કોણ છે અને પાછળ ફરતા ફેરી ડરી ગયી, તેની આંખો પોહડી થય ગયી, તેના શરીર ના અંગ થોડા સમય માટે અકળાય ગયા હોય તેવું લાગ્યું અને થોડા સમય પછી પોતાની સ્થિતિ સ્વસ્થ થતા તે બૂમ પાડી ઉઠી..."હે.....કોણ???"

...

ફેરી ને તેની આંખો પર વિશ્વાશ થતું નોતું, તે જે જોઈ રહી હતી તેતો તેને કલ્પનાજ કરી હશે. અને કલ્પના માં કલ્પના નોતી કરી કે વાસ્તવિક દુનિયા માં ભી એવું થશે.

એક નાનું અમથું વાદળ જેવું કૈક જીવ કે વિચિત્ર આકાર વાળું પ્રાણી જે ફેરી ની એકદમ સામેજ ઉડતું હતું. વાદળ જેવું દેખાતું તે જીવ ધીરે ધીરે ફેરી ની નજીક આવ્યુ અને તેના ખભા પર હાથ રાખવા ગયું, ત્યાં તો ફેરીએ પોતાનો ખંભો આઘો ખસેડી દીધો અને બોલી, "આ કઈ રીતનું વિચિત્ર પ્રાણી છે?"

"હું કોઈ વિચિત્ર પ્રાણી નથી, ફેરી!!" - પેલું વાદળ એ સ્પષ્ટતા કરી.

"હેહેહેહેહેહેહેહે.............", વાદળ જેવા દેખાતા જીવ ને બોલતા જોઈ ફેરી ને વિશ્વાસ નોતો આવતો - "આ બોલી ભી શકે છે??, લાગે છે હું સપનું જોવ છું અને હા આ સપનુંજ છે હું કૈક જાજુંજ વિચાર માં ડૂબી ગઈ હતી. નકી સપનુંજ છે ચાલ ફેરી ઉઠ....ચાલ!!"

"અરે બાબા ફેરી તું સપનું નથી જોય રહી, હું રોશની છું!! સમજી તું તારી મનની રોશની!!" ફેરી ને બડ-બડ કરતા જોઈ પેલા વાદળ આ પોતાનો પરિચય આપ્યો જેના મુતાબિક તે ફેરી ના મનની રોશની હતી!

ફેરી વાદળ જેવા દેખાતી રોશની ની વાત સાંભળી ને રમુજી હસી સાથે પોતાને નીંદર માંથી જગાડવા માટે પોતાના ગાલ પર ચીટીયા ભરે છે જેથી તે નિંદર માંથી જાગે.

"અરે ફેરી તું સપનું નહિ જોતી, આ હકીકત છે કેમ નહિ માનતી."

"એક વાદળ જે મારા મનની રોશની છે તેમ કહે છે અને તું કેશ કે હું સપનું નહિ જોતી...શું મજાક છે!"

"તારી ઈચ્છા પરંતુ, તારા ગાલ લાલ થય ગયા છે જો તું ચાલુ રાખીશ તો તું લાલ ટામેટું બની જઈશ."

"હે સાચે.." - તેમ કરી ફેરી પોતાના ફોન નો ફ્રન્ટ કેમેરો ચાલુ કરીને પોતાનો ફ્રેશ જોવે છે. "હા સચેન મારુ ફ્રેશ તો લાલ ટામેટા જેવું થાય ગયું ચીટીયા ભરી ભરીને..."

"કીધું તું ને મેં..."

"હા પરંતુ કેમ બની શકે અને મનની રોશની ભી હોય...હા માનીયું કે મન હોય, મગજ ભી હોય જોકે બને એકજ પરંતુ રોશની??..." આમ ફેરી પોતાના પોતાના પ્રશ્ન પૂછતી ગયી અને તેના જવાબ અપાતી રહી. અને ફેરીને આ રીતના મુંજવણ માં જોય ને રોશની(વાદળ) ભી ફેરીની અશ-પાશ ચકર લગાવા લાગી. લગભગ ૫ મિનિટ પછી રોશની ફેરી ના માથા પર બેસી ગઈ અને ફેરી ભી પેલા ચૂર-ચૂર વાળા પગથિયાં પર બેસી ગઈ અને રોશની ને પ્રશ્ન પૂછીયો, "સાચે તું મારુ મન છો?"

"હા..."

"પણ મન વાદળ આકાર નો કેમ હોય શકે?"

"ના હોય શકે!"

"પણ તેતો કીધું તું મારા મન ની રોશની!"

"હા"

"હા, તું બને માં હા ના પાડ. એક તરફ કેશ કે હું તારા મન ની રોશની અને બીજી બાજુ કેશ કે તું મારુ મન નથી?"

"અરે બાબા હું તારા મન નો પ્રકાશ છું, રોશની છું, લાઈટ છું. હું તારું મન નથી! સમજી બુદધુ?"

"ના "

"સાંભળ, હર એક વ્યક્તિ ની પોતાની કલ્પના અને વિચારો હોય છે અને તે મનુષ્ય ના જીવન ને રોશન કરે કે તો તેને અંધકારમાં લઇ જાય છે. અને હું તારા મન ની તે રોશની છું જે તને સાચો રસ્તો દેખાડે છે અને તારી કલ્પના કે વિચારો ને વધારે છે. સમજી હવે?"

"મતલબ તું મારા વિચાર છો? મતલબ એક કલ્પનાજ ને?"

"સારું થયું સમજી હવે તું!"

"તો મારી કલ્પના એટલે કે રોશની...કેમ?"

"તેતો હવે તને ખબર!!"

"મને ખબર?" ફેરી ખુબજ મુંજવણ માં હતી રોશની ની અમુક વાતો સમાજની અને અમુક વાતો તેના સમજ માં નોતી આવતી કે, શા માટે રોશની? અને કેમ તે તેની પાસે આવી અને એવું તેને કોઈની પાસે સાંભળેલું ભી નહિ!

"સાંભળ ફેરી," રોશની આરામથી જાય ને ફેરી ના હાથ માં ઉડી બેસી ગઈ, "ધ્યાન દે, મને ખબર છે તારા મગજ માં અત્યારે ઘણા પ્રશ્નો છે અને મારી પાસે તેના જવાબ ભી છે અને હું તે આપવા તૈયાર છું પરંતુ તારે અત્યારે એક કામ કરવાનું છે જે ખુબજ મહત્વ નું છે અને તેતો સૌથી મોટું કારણ છે મારુ આ રીતે જીવંત થવાનું!"

"શું??" - ફેરી ને કૈજ ના સમજાણું.

રોશની પેલા ચિત્ર સામે નજર નાખતા બોલે છે, "તારે ચિત્ર નથી પૂરું કરવું?"

"હા કરવું છે ને પરંતુ તેમાં કૈક ઘટે છે!!"

"મને ખબર છે અને તારા આ ચિત્રકારિકા નો જૂનુંન તો મને અહીં લઇ આવીયો છે!!"

"સાચે!!"

"તો હું કઈ ખોટું થોડી ને બોલું!"

"હા પરંતુ તું કેમ મારી મદદ કરીશ?", ફેરી ને હજી ભી મુંજવણ હતી કે રોશની તેનું મહત્વ નું કામ એટલે કે ચિત્રકારિકા માં કેમ મદદ કરશે. કારણ કે, રોશની ના કેવા અનુસાર તે તો ફેરી ને મદદ કરવા આવેલી છે.

"ભૂલી ગઈ હું તારી કલ્પના છું અને જયારે ચિત્રકાર ના રંગો અને કલ્પના સાથે મળે છે... "

"...ત્યારે અકલ્પનિય ચિત્ર બને છે!!" - ફેરી આ રોશની ની વાત પૂર્ણ કરતા બોલી.

"તો ચાલુ કરી ચિત્ર..??" - રોશની ફેરી ને કલર્સ દેખાડતા તેને ફરી ચિત્ર દોરવાનું કહે છે. અને ફેરી ભી કલર્સ હાથમાં લઈને, પોતાનું માથું હલાવી રોશની ની વાત માં હા પુરાવે છે અને બને જન ચિત્ર તૈયાર કરવા લાગી પડે છે.

એક કલાક...બે કલાક અને તેમ કરતા કરતા સાંજ પડી જાય છે અને અંતે સાંજ પડતા રોશની નું ચિત્ર સંપૂર્ણ થાય છે અને ફેરી તે જોય ને ખુબ ખુશ થાય છે, "રોશની, થૅન્ક-યુ હું પાર્ટ દોરતા તો ભૂલીજ ગઈ હતી જેનાથી મારુ કુદરતી દૃશ્ય માં કૈક ખૂટતું લાગતું હતું."

"મેં કીધું હતું ને હું તારું મહત્વ નું કામ પૂરું કરવા આવી છું."

"હા, હવે થોડું થોડું સમજાય છે!"

ત્યાં અચાનક ફેરી ની સખી નેના ભાગતી આવે છે, "ફેરી...ફેરી પૂર્ણ થયું તારું ચિત્ર?"

"હા રોશની ની મદદ થી પૂર્ણ થાય ગયું!" તેમ કહી રોશની તરફ ઈશારો કરે છે પરંતુ નેના ફેરી નું ચિત્ર જોય ને સ્તભ થઈ જાય છે. ફેરી તેના ખમ્ભા પર હાથ મુકતા પૂછે છે, "કેમ છે બાકી, પૂર્ણ થયેલું મારુ ચિત્ર?"

"ફેરી, તારું કુદરતી દૃશ્ય માં જે ઘટતું હતું તે તું ખુદ હતી?", ફેરી ના ચિત્ર તેજ હતું ...સુંદર મજાની નદી છે, આ નદી ને જોડતાજ એક સુંદર મજા નું આજુ-બાજુ લીલુંછમ જંગલ છે અને આ જંગલ ના છેડે એક મકાન છે જે આમતો લાકડાનું બનેલું છે અને ચાલતા કદાચ ચૂર..ચૂર.. જેવા અવાજો ભી થાય પરંતુ તે પેલી નજરે જોતા હજી કાલેજ તૈયાર કરેલું હોય તેવું લાગે. આ ઘર ની આસ-પાસ ભી જામફળ અને ચીકુ ના ઝાડ છે જેના પર દરરોજ સવાર માં રંગ-બે-રંગી ચકલી આવી ને પોતાની મંડળી જમાવે છે અને હા આજે તો વળી મીઠું પોપટ ભી આવેલા છે...આકાશ શુંદર મજાનું દુધિયા રંગ નું થઈ ગયું છે વાદળ ની સાથે સાથે કબુતરો પોતાના પાંખ ફેલાવી ઉડે છે!... ફક્ત તેમાં ફેરી એ એક છોકરી જે લાકડાના પગથિયાં પર બેસી હોય ચિત્રકારિકા નો સમાન લઇ તે ઉમેરો કરીયો હતો.

બીજા દિવસે ચિત્ર પ્રદશન માં ફેરી ને A + ગ્રેડ મલિયો હતો અને તેમના શિક્ષકે ભી ફેરી ની કલ્પના ખુબ પ્રસંશા કરી હતી જેનાથી ફેરી ખુબ ખુશ હતી અને તેની સાથે સાથે રોશની ભી ખુબ ખુશ હતી.

કલાસ પૂર્ણ થતા રોશની, ફેરી અને નેના ત્રણેય જન પોતાના ઘરે જવા નીકળ્યા ત્યાં અચાનક નેના વાતો વાતો માં ફેરી ને પ્રશ્ન પૂછી નાખીયો, "હે ફેરી તને અચાનક પોતાને ચિત્ર માં રાખવાનો વિચાર ક્યાંથી આવીયો?"

"અરે, નેના આ રોશની છે ને તેને મને મદદ કરી!", આમ કહી તેને પોતાની બાજુ માં ઊડતી રોશની તરફ હાથ કરીયો અને પોતાની વાત પુરી કરતા કહીંયુ, "...હું તો તને કાલેજ તેને મળવાની હતી પરંતુ હું સાવ ભૂલી ગઈ."

"ફેરી, કોણ રોશની?" - નેના એ અચરજ સાથે ફેરી ને પ્રશ્ન પુછીયો.

"આ રોશની જે મારી બાજુ માં ઉડે છે, આ વાદળ હવે યાર!" રોશની સ્પષ્ટતા કરતા કહીંયુ.

"ફેરી, ત્યાં કોઈજ નથી!", નેના પરેશાન અવાજ માં ફેરીને કહે છે, "તારી તબિયત તો સરખી છે ને!"

ફેરી રોશની સામે જોઈને નેના ને પ્રશ્ન પૂછે છે, "સાચેન તને કોઈજ નહિ દેખાતું, આ પેલું વાદળ ભી નહિ?"

"ના મને ત્યાં કોઈજ નહિ દેખાતું!"

"હે..." - ફેરી મોટેથી બૂમ પાળી ઉઠે છે.

...

તો કેમ નેના ને પેલી રોશની નહિ દેખાતી? શું સાચેન તે રોશની ફેરીની કલ્પના હતી કે હકીકત? અને જો હકીકત છે તો તે નેના ને કેમ દેખાતી નથી? આ બધાજ પ્રશ્નો ના જવાબ આપને આવતા ક્રમાંક માં મળી રહેશે તો વાંચતા રહો "લાઈટ".✍️

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED