લાઈટ - 2 - હે..કોણ? Dhatri Vaghadiya C. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

લાઈટ - 2 - હે..કોણ?

હે..કોણ?

....

'...સુંદર મજાની નદી છે, આ નદી ને જોડતાજ એક સુંદર મજા નું આજુ-બાજુ લીલુંછમ જંગલ છે અને આ જંગલ ના છેડે એક મકાન છે જે આમતો લાકડાનું બનેલું છે અને ચાલતા કદાચ ચૂર..ચૂર.. જેવા અવાજો ભી થાય પરંતુ તે પેલી નજરે જોતા હજી કાલેજ તૈયાર કરેલું હોય તેવું લાગે. આ ઘર ની આસ-પાસ ભી જામફળ અને ચીકુ ના જાદવ છે જેના પર દરરોજ સવાર માં રંગ-બે-રંગી ચકલી આવી ને પોતાની મંડળી જમાવે છે અને હા આજે તો વળી મીઠું પોપટ ભી આવેલા છે...આકાશ શુંદર મજાનું દુધિયા રંગ નું થઈ ગયું છે વાદળ ની સાથે સાથે કબુતરો પોતાના પાંખ ફેલાવી ઉડે છે!...'---"પરંતુ એમાં હજી કઈ ઘટે છે..", ફેરી મોટો બધો નિશાહો નાખતા બોલી, "ક્યારની હું પ્રયાશ કરું છું પરંતુ મારા આ કુદરતી દૃશ્યમાં કૈક એક સ્ટ્રોક ની ખામી છે."

ફેરી આ નવલકથા ની નાયિકા છે, જે એક ચિત્રકાર છે. તે છેલ્લા છ મહિના થી આર્ટસ ના કલાસ કરે છે. ફેરી એક એવી છોકરી છે જેને નાનપણ થી જાદુઈ દુનીયામાં ખુબજ રશ. તે હરવખત કોમિકબુક, ચિત્રવાર્તાઓ કે બીજી રહસ્યમય કે પછી કોઈ રોમાંચક વાર્તા વાંચતી અને મોટી થતા તેની કલ્પનાની દુનીયા ઓછી થવાને બદલે વધવા લાગી. ૧૨ ની પરીક્ષા પૂર્ણ થતા તેને આર્ટસ ના કલાસ સારું કરી દીધા. તેને પોતાની કલ્પનાની દુનિયા કેવી છે તે પુરી દુનિયા ને દેખાડવું હતું.

આજે ફેરી ને છ મહિના વીતી ગયા છે અને તેને તેની નજરે જોયેલ કુદરત ના નજારાને પોતાના કેનવાશ પાર ઉતારવાનો કાર્ય તેમના શિક્ષક કે આપેલું છે. પરંતુ ફેરી ની મનોસ્થિતિ અત્યારે મુંજવણ માં છે કારણ કે તેને જે ચિત્ર દોરેલું તેમાં તેને કૈક ઘટતું લાગે છે.

"Wow ફેરી, શું ચિત્ર દોરેલું છે. જોરદાર બાકી!"- નેના ફેરી ના કેનવાસ ને હાથ માં ઉંચકી ને મોટી smile સાથે બોલે છે. નેના ફેરી ની સખી, જે કદાચ ૫-૬ વર્ષ થી ફેરી સાથે શાળા માં અભ્યાશ કરેલો અને સાથેજ આર્ટસ ના કલાસ માં પ્રવેશ કરેલો.

"હા યાર પરંતુ..", ફેરી ઉદાશ સ્વર માં બોલે છે

ફેરીનો ઉદાસી થી પડી ગયેલ મોઢું જોઈ નેના તેના ખમ્ભા પાર હાથ રાખિયો, "કેમ, શું થયું હજી અપડે કાલે તો પેલા જંગલ માં ગયેલા અને તને તારી પોતાની કલ્પની દુનિયા જેવું અનુભવ ભી થયેલો અને તે આ ચિત્ર ભી તેના જેવું દોરેલું છે."

"હા પરંતુ એમાં હજી કૈક ખૂટે છે"

"કૈજ નહિ ખૂટતું યાર તું ખામખાં ઉદાશ થાશ..!"

નેના ના લાખો પ્રેણના દાયક વાતો કીધા પછી પણ ફેરીના મોઢા પાર સ્મિત નથી આવતું તે હજી પણ પોતાના વિચારો માં ખોવાય ગયેલી છે અને તે એક જાંગીયા જેને પોતાની જનૂયી દુનિયા કે કલ્પના ની દુનિયા નો અનુભવ કરાવેલ તે ચિત્ર પાર નહિ મળતી જે તેના મગજ ના કોક ખૂણે તાળું મારી ને બેઠી છે.

"Idea !!" -નેના ને અચાનકજ કૈક યાદ આવે છે અને તે ફેરી નો હાથ પકડી લે છે, "ચાલ ફેરી, ચાલ ફરી તેજ જંગલ માં જે જગિયા નું અપડે ચિત્ર દોરેલું છે...ચાલ જલદી.."

"હા પરંતુ મને મારા કલર્સ તો લાયી લેવા દે..."

"હા મારા ભી અહીજ રહી ગયા ખમ હું ભી લેતી એવું!!"

"બાપરે આ છોકરી નું શું થશે", ફેરી પોતાના લમણે હાથ દેતા પોતાના કલર્સ અને ચિત્ર ની તમામ વસ્તુ બેગ માં રાખી બને પેલા જંગલ માં જાય છે જે જંગલ નું ચિત્ર ફેરી અને નેના કરતા હતા.

ઠંડી લહેર અને નદી નો અવાજ સાથે-સાથે ચકલી ના ચી-ચી થી વાતાવરણ આનંદ દાયક બની રહીયુ હતું. નેના આ વાતાવરણ ને અનુભવ કરવા પોતાનું બેગ એક બાજુ ફેંકી દે છે અને બને હાથ પોહળા કરી પેલી નદી ના કીનારા તરફ "yahhooo ..." ના સુર સાથે દોડી પડે છે.

"ચાલ કઈ નહિ કર તું ભી મોજ", નેના ને આનંદ માં જોઈ ફેરી ધીરે-ધીરે મરમર કરે અને પછી નેના નો સમાન લઇ પેલા લાકડાના મકાન તરફ જાય છે "નેના, હું પેલા મકાન તરફ જવું છું," જોરથી ફેરી ના બોલિયાં પછી ભી નેના નદી ના પાણી સાથે રમત કરતી હતી. ફેરી મકાન ના પગથિયાં પર બેસી ગઇ જેમાંથી પેલો, ચૂર ચૂર નો અવાજ આવતો હતો.

"નદી, જંગલ, લાકડા નું ઝાડવા અને આ રંગ-બે-રંગી પંછી અને આ સુંદર મજાનું દુધિયા આકાશ....અને હા તે વાદળ..!!! તો ઘટે છે શું???"---

ફેરી સતત વિચાર કરતી હતી અને પોતે જોયેલો નજારો વારમ-વાર પુનરાવર્તન કરતી હતી લગ-ભગ ૧૫ મિનિટ જેવું થયું ત્યાં સામેથી નેના દોડતી-દોડતી આવે છે અને હાંફતા સ્વર માં ફેરી ના બને ખભા પર હાથ રાખે છે, "ફેરી, ફેરી...", નેના નો ચિંતા ભરેલો સ્વર સાંભળી ફેરી પગથિયાં પર ઉભી થઈ જાય છે, "કાશું થયું?"

"ફેરી, એમાં એવું છે કે,..."

"શું છે બોલ ને.."

"યાર...."

"હા..."

"કેવી મજા આવી..." -નેના એક નાની Smile સાથે બોલે છે..

ફેરી નેના ની આ વાત સાંભળી ને ફરી પગથિયાં પર બેસી જાય છે અને અંદાજે ૧૦ થી ૧૫ સેકન્ડ પછી ફેરી નેના ને વઢવાનુ ચાલુ કરે છે, "અરે નેના તને નહિ સમજાતું કે શું આમ મસ્તી કરાય ખબર હું કેટલી ગભરાય ગયેલી. સાચેન હા તું નાના બાળક જેવી છો તને કૈજ ખબર નહિ " જેમ માતા તેમના બાળક ને વઢતી હોય અને નાનું બાળક 'પણ-પરંતુ...’ કરતુ જતું હોય તેવું દૃશ્ય ફેરી અને નેના નો સવાંદ માં ચાલતો હતો.

ત્યાં નેના ના ફોન ની રિંગ વાગી..."હાષ.."

"શું બોલી તું નેના...?" - વઢવાનાં સ્વર માં ફેરી એ નેના ને પૂછિયું.

"કૈજ નહિ!" - અને નેના એ ભી ચાલાકી થી વાત ને વાળી લીધી, "મારા ઘરે થી ફોન છે પીક કરવો જોશે, તો હું કરી લવ માતાજી?" - નેના એ કટાક્ષ સાથે ફેરી ના ઉત્તર ની માંગ કરી

"હા જરૂર અમે તમને ના પડી અને તમે ના ઉપાડો...તેવું બને ખરી?"

"ના…, બને તો નહિ પણ મેં વિચારેલું કે લાવ ને પૂછી લયી..." અને નેના ના આ જવાબ થી ફેરી અને નેના બને ખડખડાટ હસવા લાગીયા...

"ફોન પીક કર નહીંતર કપાય જશે.." ફેરી તેનું હશવાનું સંયમ માં રાખી ને પોતાની વાત પુરી કરે છે.

નેના ના ઘરે મહેમાન આવના હોવાથી તે તેના ઘર તરફ ભાગતી જાય છે અને ફેરી હજી પણ તેના ચિત્ર માં શું ખામી છે તે શોધવા નો પ્રયન્ત કરતી હતી ત્યાં અચાનકજ તેના પાછળ થી કોક પસાર થયું હોય તેવું તેને લાગિયું પરંતુ તેતો જંગલ માં એકલી હતી તેથી તેને પોતાનો વહેમ કે બ્રહ્મ થયો તેવું સમજી ને અવાજ ને અણદેખો કરી દીધો.

વાતાવરણ માં મશગુલ હતી ફેરી અને લાકડાના જુના-પુરાણા મકાન ના પગથિયે બેઠી હતી. તેના મોઢા પર સુંદર સ્મિત હતું પરંતુ તેને મન તો પેલા રંગો માં કયો રંગ છે જે તેના ચિત્ર માં વપરાશ નથી થયો, કઈ જગ્યા ચુકી ગઈ છે અને હજી શું છે જેના લીધે તેનું કુદરતી દૃશ્ય તેના અનુભવ ને આકાર નહિ આપતું. આ બધું વિચારતી ફેરી ને અચાનક કોકે પાછળ થી ખભા પર હાથ મુકીયો અને ફેરી ડરી ગઈ કારણ, નેના હતી નહિ તો કોણ હતું?

ફેરી હિંમત કરી ને વાહે ફરી જોવા કે આખેર કોણ છે અને વાહે ફરતા ફેરી ડરી ગયી, તેની આંખો પોહડી થય ગયી, તેના શરીર ના અંગ થોડા સમય માટે અકળાય ગયા હોય તેવું લાગિયું અને થોડા સમય પછી પોતાની સ્થિતિ સ્વસ્થ થતા તે બૂમ પાડી ઉઠી..."હે.....કોણ???"

....

આ કોણ છે જેને ફેરી ને ડરાવી? અને શું ફેરી ને પોતાના ચિત્ર માં શું ઘટે છે તે મળશે? અને આ પેલો વ્યક્તિ જે ફેરી માટે અજાણ છે તે શું ફેરી ને નુકશાન પોહચાડવા માંગે છે? આ બધા પ્રશ્નો ના જવાબ આવતા ભાગ માં આપને મળી રહેશે!

રોજિંદા કામ માં આપડે આપણું કામ સંપૂર્ણ રીતે અને પુરી નિષ્ટા થી કરીએ છે પરંતુ આપણને તેમાં કૈક ખૂટતું હોય તેવું લાગીયા કરે છે તેવીજ રીતે અહીં ફેરી ને પણ કૈક ખૂટે છે તેવું લાગે છે તો ચાલો કઈ રીતે આ ખૂટતી વસ્તુ ને પૂર્ણ કરવી તે જાણી...વાંચતા રહો "લાઈટ" ✍️