શા માટે "લાઈટ" ?
...
આ મારી પ્રથમ નવલકથા છે જે હું લખવા જય રહી છું. કોઈજ ખ્યાલ નથી મને કે આ લાઈટ ક્યાં સુધી પ્રકાશ ફેલાવશે પરંતુ હું મારો પૂરો પ્રયન્ત કરીશ જેથી મારી નવલકથા વાંચનાર પોતાના જીવન માં એક સુંદર પળ નો અનુભવ કરી શકે.
મારો ફક્ત નવલકથા લખવાનો એટલોજ મંતવ્ય નથી કે લોકો તેને પસંદ કરે પરંતુ લોકો આ નવલકથા ને જીવે. મારી નવલકથા વાંચનાર તમામ લોકો ને તેમના જીવન ની બધી તો ના કહી શકાય પરંતુ જેટલી પણ ભલે ને પછી તે ૧% જેટલીજ ના હોય પરંતુ તેમની સમશ્યા દૂર થાય.
મને જાદુઈ દુનિયા ખુબજ ગમે છે પરંતુ હું તે દુનિયામાં જયી નથી સકતી અને કદાચ મારી નવલકથા વાંચનાર માંથી ભી ઘણા હશે જેને પોતાની કાલ્પનિક દુનિયા માં જવું હશે પરંતુ - "તેતો ફક્ત કલ્પના છે!!"... આમ વિચારી ને તે વિચાર માં અલ્પવિરામ(,) લગાડી દીધું છે, પરંતુ હવે "લાઈટ" છે જે તમારી જિંદગી ને રોશન કરશે. દુનિયા આજ છે પરંતુ કેવી રીતે પોતાની કલ્પના ની દુનિયા ને વાસ્તવિક દુનિયા સાથે જોડવી તે આ નવકથા થી આપને જાણવા મળશે.
- લાઈટ શું છે?
- કઈ રીતની છે?
- શા માટે લાઈટ જાદુયી છે?
આવા ઘણા પ્રશ્નો ના ઉકેલ આ નવલકથા માં છે. જે મનુષ્ય ની કલ્પના ની દુનિયા સાથે થોડી તો થોડી વાર જોડી એક અમૂલ્ય આનંદ આપવાનો નાનો અમથો પ્રયાશ છે. સફળ છે, સચોટ રીતે પોતાની વાત મુકેલ છે કે નહિ તે કંઈજ ખબર નથી બશ મારા મગજ માં એક નાની અમથી વાર્તા છે જેને હું અહીં નાના નાના અમુક ભાગોમાં વેચવાનો પયત્ન કરીશ.
આ તમામ ભાગો માં જીંદગી નું રહ્શ્ય છે જે અપડે જાણી છી, નજર સામે જોઈએ છીએ પરંતુ તેને સ્વીકાર કરવા નહિ માંગતા. આપણે ડરીએ છીએ તેને સ્વીકાર કરતા અને બસ એક ચાલતી જીંદગી માં ચાલીયા જઈએ છીએ બીજા લોકો ની પાછળ- પાછળ. પરંતુ આપણે શું કરવા ઇચ્છીએ છીએ અને જે કરી રહીઆ છીએ તેમાં ખુશ છીએ અને નથી તો સુકામ નથી. અંધારું છે રસ્તા માં જે ઉજ્વળ પ્રકાશ થી થશે. આ પ્રકાશ માટે અપડે દીવાઓ કે ટ્યૂબલાઈટ વગેરે જેવા અનેક આધુનિક યંત્રો નો ઉપયોગ કરતા હોઈએ છીએ તેવીજ રીતે મેં ભી અહીયા આ નવકથા નો ઉપયોગ કરીયો છે.
આશા રાખું છું કે આપડે સાથે મળી આ "લાઈટ" છે શું? તે જાણશું.
તો ચાલો સારું કરી આપડો રોમાંચક અને આનંદ દાયક સફર જેમાં રોમાંચ છે, મસ્તી છે, થોડું રહ્શ્ય છે અને બીજું ઘણું બધું...!
...
આવતા ક્રમાંક માં વાંચો.
ફેરી આ નવલકથા ની નાયિકા છે, જે એક ચિત્રકાર છે. તે છેલ્લા છ મહિના થી આર્ટસ ના કલાસ કરે છે. ફેરી એક એવી છોકરી છે જેને નાનપણ થી જાદુઈ દુનીયામાં ખુબજ રશ. તે હરવખત કોમિકબુક, ચિત્રવાર્તાઓ કે બીજી રહસ્યમય કે પછી કોઈ રોમાંચક વાર્તા વાંચતી અને મોટી થતા તેની કલ્પનાની દુનીયા ઓછી થવાને બદલે વધવા લાગી. ૧૨ ની પરીક્ષા પૂર્ણ થતા તેને આર્ટસ ના કલાસ સારું કરી દીધા. તેને પોતાની કલ્પનાની દુનિયા કેવી છે તે પુરી દુનિયા ને દેખાડવું હતું. પરંતુ ફેરી ની મનોસ્થિતિ અત્યારે મુંજવણ માં છે કારણ કે તેને જે ચિત્ર દોરેલું તેમાં તેને કંઈક ઘટતું હોય તેવું લાગે છે. અને તે ચિત્ર પૂર્ણ કરવા શું કરે છે તે જાણવા વાંચતા રહો "લાઈટ" ✍️