શ્રી કૃષ્ણરાસાષ્ટક ભાવેશભાઇ વશરામભાઇ ગઢવી ખાત્રા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રી કૃષ્ણરાસાષ્ટક

*શ્રી કૃષ્ણ રાસાષ્ટક*

*|| દોહો ||*

પ્રેમ મગન બન બિરજ મે,રમત નટેશ્વર રાસ,
સાન ન ભાન ન સુધ કછૂ,બિસરત તન મન ભાસ.(૧)

સ્નેહ થકી થઇ શામળા,કાના ધર હવ કાન
દામોદર લઇ દલભરી,રાસ દરશ રસપાન. (૨)

મનની જાણી માધવે,અંતર મારી આશ
યમુના તટ અધરાતનો,રમે રમણ ધર રાસ. (૩)

*|| અથ છંદ : રેણંકી ||*

ઠમમમ ઠમ ઠમમ, ઠમમ રવ થાવત,ધીનકટ ધિનિકટ ઢોલ ધડે,
નટવર કર નાચ ધ્યાન સુર ધ્યાવત,રમત રાસ મન મોદ ધરે,
સુરગણ ગણ વ્યોમ ગોમ સુ આવત,નભચર સુમન સુ વૃષ્ટિ કરે.
ઘટ ઘટ ઘનશ્યામ પ્રગટ થઇ નટવર,રસધર રસમય રાસ કરે.
જીયે રસધર રસમય રાસ કરે....ટેક (૧)

નિરખત મુનિ નાગ ગ્વાલ નર ઉચ્છવ,પટ નવ ઢલ રહ નેંન ધરે,
હરિ હર અજ પેખ દેખ ભવ તારણ,સ્તવન સુ ચારણ દેવ કરે,
સમરત સુખ કરણ ચરણ મહ ચિતવત,શંભુ સમાધી સહજ સરે,
ઘટ ઘટ ઘનશ્યામ પ્રગટ થઇ નટવર,રસધર રસમય રાસ કરે.
જીયે રસધર રસમય રાસ કરે....ટેક (૨)

વરણન કર વેદ ભેદ નવ બૂજત,શારદ નારદ ગાન કરે,
પરખત તવ પ્રેમ ભગતિ વશ ભગવત,જ્ઞાન ધ્યાન ત્રક,પાન કરે,
નિરખત તહ નજર પરમ પદ પાવત,મુગત જુગત તહ, નીર ભરે,
ઘટ ઘટ ઘનશ્યામ પ્રગટ થઇ નટવર,રસધર રસમય રાસ કરે.
જીયે રસધર રસમય રાસ કરે....ટેક (૩)

જણણણ જણ જણણ જણણ બજ જાંજર,ખણણણ કરધની, ખણણઁ કરે,
ઠણણણ ઠણ ઠુમક ઠેસ લઇ ઠાકર,માધવ મન મથ મોદ હરે,
સુંદર દ્રગ સહજ નયણ લોહભાવણ,શ્યામ કામ મન ક્ષોભ ધરે,
ઘટ ઘટ ઘનશ્યામ પ્રગટ થઇ નટવર,રસધર રસમય રાસ કરે.
જીયે રસધર રસમય રાસ કરે....ટેક (૪)

ધરધર ધર અધર મનોહર મહુવર,વ્રજચંદ વેણુહ નાદ કરે,
ભૂલત સબ ભાન,તાન તન વિસરત,ઘટઘટ નટખટ નાચ કરે,
છુટત ગલી ગેહ,નેહ સબ નગરન,ડગર ટગર તક,હાથ ધરે,
ઘટ ઘટ ઘનશ્યામ પ્રગટ થઇ નટવર,રસધર રસમય રાસ કરે.
જીયે રસધર રસમય રાસ કરે....ટેક (૫)

ઉછરંઁગ ઉર ઉમંઁગ ભક્તિ રસ અવિરલ,વ્રજજન રજ અજ ચાહ ધરે,
સર સર વહ ઝરણ નવેરસ અવિરત,સુરત વિરત નહ ,આશ કરે,
અનરત રસ ઝરત તરસ નહ તરપત,ઔર પીવહ અશ, પ્યાસ કરે,
ઘટ ઘટ ઘનશ્યામ પ્રગટ થઇ નટવર,રસધર રસમય રાસ કરે.
જીયે રસધર રસમય રાસ કરે....ટેક (૬)

અવિગત ઇશ દેશ બેસ કર ધારણ,ભગત ઉધારણ દેહ ધરે,
વિચલિત બન વિકલ,વિફલ મદકારણ,મુરખ અકારણ દ્વેષ કરે,
અનશન કહ બોલ તોલ નવ ઉચરત,વાદ વિવાદહુ,પેટ ભરે,
ઘટ ઘટ ઘનશ્યામ પ્રગટ થઇ નટવર,રસધર રસમય રાસ કરે.
જીયે રસધર રસમય રાસ કરે....ટેક (૭)

ક્રમ ક્રમ તવ ધરમ પરમ પહચાનત,ગુણ પ્રભુ ગાવન,આશ સરે,
ગતિ મતિ મહ દેવ,સેવ્ય શુભ કારણ,અધમ ઉધારણ દાસ તરે,
ક્રત ક્રત કર લેત,ભેટ અબ *"*ભાવ*"*ણ,શોક નસાવણ પાવ પરે,
ઘટ ઘટ ઘનશ્યામ પ્રગટ થઇ નટવર,રસધર રસમય રાસ કરે.
જીયે રસધર રસમય રાસ કરે....ટેક (૮)

||◆દોહો◆||

ક્રસન પ્રગટે ઇ કારણા,ડાર અસુર તર દાસ,
નીજ ઇછા નવ નવ નવલ,રચે રસાધર રાસ.(૨)

*|| કળશ છંદ : છપ્પય ||*

રચે રસાધર રાસ,ભગત તરવા ભવ દરયો,
રચે રસાધર રાસ,અખંડ ઉલ્લાસ ઊતર્યો,
રચે રસાધર રાસ,પરમ રુપ પ્રેમ સંચરયો,
રચે રસાધર રાસ,નેહવશ રહત નોતરયો
પ્રેમ શુધ્ધ ભગતિ પરખ સબે," *ભાવ* "વશ રમ પાસ હરી,
દેત રહિ અબ નયનન દરશન,લાવ અસ મુન રાસ કરી.

🙏શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ🙏

*✍🏻ગઢવી ભાવેશભા વશરામભા ખાત્રા


આપને સાચુ ચારણી સાહિત્ય શીખવું છે ?
તો આપને આવકાર છે, પિંગલશાસ્ત્ર ગૃપમા..
─━━━━━━⊱✿⊰━━━━━━─

ગુજરાતના એક માત્ર પીંગળશાસ્ત્રના જ્ઞાતા અને તજજ્ઞ એવા એક અનામી ચારણ, જેઓ સાહિત્ય પીપાસુઓ માટે આશિર્વાદ સમાન સાબીત થઈ રહ્યા છે. તેઓએ ગત વર્ષથી ચારણી સાહિત્ય સંવર્ધન હેતુ બે વોટસ અપ ગૃપ શરુ કરેલા છે અને આ ગૃપોના માધ્યમથી ચારણી સાહિત્ય શીખવા માંગતા અસંખ્ય નવોદિતોને તેઓ આ વિધા શીખવી રહ્યા છે. નીચે આપેલા બે ગૃપોમાંથી આપ પણ આપની રુચિ અનુસાર આ દુર્લભ લાભ લઈ શકો છો. આ ઓનલાઈન પાઠશાળામા કોઇ જ્ઞાતિબાધ નથી એટલે સૌ લાયક મનુષ્યો
મા
ટે આ ચારણના દ્વાર ખુલા છે.

(૧) પિંગલ શાસ્ર સેવા (૨) ચારણી સાહિત્ય, સંસ્કૃતિ

આ બન્નેં ગૃપોના માધ્યમથી તેઓ ચારણી સાહિત્યની અપુર્વ સેવા કરી રહ્યા છે. જે કોઇને પાયાથી ચારણી સાહિત્ય દુહા, છંદ શીખવા હોય તેમણે
" પીંગળશાસ્ત્ર સેવા "ગૃપમા એડ થવા આમંત્રણ છે.

આ સિવાય જેને ચારણી સાહિત્યમા રસ હોય અને જેને ચારણી સાહિત્યને જાણવો, માણવો જ હોય તેઓએ
" ચારણી સાહિત્ય,સંસ્કૃતિ " ગૃપમા જોઇન થવાનુ છે.

ભાઇજી અથવા દાદાના નામથી જેમને આ ઓનલાઈન પાઠશાળાના શીષ્યો ઓળખે છે તે કવિશ્રી ચારણ છે, ગઢવી છે. તેઓ સૌરાષ્ટ્ર ધરાના એક સાહિત્ય પ્રદિપ છે.
તેઓ ચાટકા, માવલ શાખાના ગઢવી છે. આ દેવિપુત્ર ચારણે સને ૧૯૫૮ થી લઇને સને ૧૯૬૩ સુધી લોક સાહિત્ય વિધાલય જુનાગઢ ખાતે પિગલશાસ્ત્રનો વિધિવત્ અભ્યાસ કરેલ છે.

જે કોઇ સાહિત્ય પિપાસુ કે સાહિત્ય વિધાર્થીઓ આ ચારણી સાહિત્યના ગૃપોમા જોડાવા માંગતા હોય તેઓએ નીચે આપેલા વોટસ અપ નંબર પર પોતાનુ પુરુ નામ, ગામનુ નામ તેમજ જે ગૃપમા જોડાવા ઈચ્છતા હોય તે ગૃપનુ નામ લખીને મેસેજ કરવો.

।। જય કરણીમા ।।

█▀▀▀▀▀▀▀▀▀▀▀▀▀▀▀▀█
આપની વિગતો અહીં મેસેજ કરો..
𝐖𝐡𝐚𝐭, 𝐍𝐨 𝟗𝟏 𝟖𝟏𝟐𝟖𝟕 𝟔𝟏𝟐𝟎𝟕
█▄▄▄▄▄▄▄▄▄▄▄▄▄▄▄▄█

✍..દશરથદાન ગઢવી, થરાદ

_____________(✪)_____________₯