કૃપા - 29 Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૃપા - 29

(ગનીભાઈ સાથે ની સગાઈ પછી,કૃપા અને ગનીભાઈ ફક્ત બે જ લોકો ફાર્મહાઉસ પર છે.કૃપા તેને શરાબ પીવડાવી અને બેહોશ કરે છે,અને શકય તેટલા બધા પુરાવા ગનીભાઈ ની વિરોધ માં ભેગા કરે છે.કાનો પોતાની સાથે કોઈ ને લઈ ને આવે છે.કોણ છે તે?.અને હવે કૃપા અને કાનો શુ કરવા માગે છે.જોઈએ આગળ....)

લગભગ અર્ધા કલાક પછી ગનીભાઈ થોડા ભાન મા આવ્યા,અને આંખ ખોલી ને જોયું તો સામે કૃપા એકદમ સુંદર લાલ કલર ની નાઇટી પહેરી ને તેમની સામે બેઠી હતી.ગનીભાઈ છોકરીઓ ની હેરાફેરી કરતો હતો,પણ કોઈ છોકરી ને હાથ લગાવ્યો નહતો.પણ કૃપા ને જોઈ ને તેમનું મન પણ લાલચુ થઈ ગયું હતું .ધીમે ધીમે કૃપા પણ ગનીભાઈ ને પોતાના વશ માં કરવા લાગી.ગનીભાઈ પણ તેમાં ખોવાતા ચાલ્યા.કૃપા સાથે ના પ્રેમ માં ગનીભાઈ ને પોતાનું પતન ના દેખાયું.અને આમ મધરાત પુરી થઈ અને ગનીભાઈ પાછાં ઊંઘ માં ગરકાવ થઈ ગયા.હવે કાનો કૃપા અને પેલી વ્યક્તિ ત્યાંથી જવાની તૈયારી કરતા જ હતા કે અચાનક કોઈક અવાઝ આવ્યો..

આટલી રાતે કોણ આવ્યું?બધા ફટાફટ છુપાવા લાગ્યા, આવનાર વ્યક્તિ એક નહિ પણ બે ચાર હોઈ તેવું તેમના પગલાં પરથી સ્પષ્ટ વાર્તાતું હતું.ધીમે ધીમે તે ઘર તરફ આગળ વધી રહી હતી.કોઈ ધીમો ગણગણાટ થતો હતો. અને કૃપા એકાએક બહાર આવી ગઈ.

"આવો સાહેબ તમારો ગુન્હેગાર અંદર સુતો છે."કૃપા એ કહ્યું.આવનાર પોલીસ હતી.

" અચ્છા તો તમે જ અમને એ ફોટા મોકલ્યા હતા.તમે જ મિસ કૃપા છો?"આવનાર ઇન્સ્પેકટર બોલ્યો

"હા સાહેબ અને આ મારો ફ્રેન્ડ, કાના તરફ હાથ કરી ને કૃપા એ કહ્યું.અને આ તે છોકરી જેનો સોદો કાલે થવાનો હતો.એમ કહી ને કૃપા એ ઉમિ તરફ આંગળી ચીંધી."

ઉમિ એ પોતાના ચેહરા પરથી નકાબ કાઢ્યો,અને આવનાર પોલિસે કૃપા એ મોકલેલા ફોટા માં એક ફોટો તેનો હતો તે ચેક કર્યો.

"અને આ રામુ છે,જેને મને ફોસલાવી ને મારા ઘરે થી ભગાડી હતી.અને આ ગનીભાઈ સાથે મારો સોદો કર્યો હતો."એમ કહી કૃપા એ બેભાન હાલત માં પડેલા રામુ તરફ આંગળી ચીંધી

પોલીસે તેને પણ જોયો,અને આખા ફાર્મહાઉસ ની તલાશી લીધી.ભોંયરા માંથી ગનીભાઈ ના અમુક કાળા કામ ન ચિઠા મળ્યા,અને બીજી તરફ થી કેવીરીતે છોકરીઓ ની હેરાફેરી થતી તે પણ ઉમિ એ જણાવ્યું. ત્યારબાદ ગનીભાઈ ના ખિસ્સામાંથી મળેલ દરેક ડિટેલ પરથી તેમની દરેક જગ્યા એ છાપો માર્યો,અને તેમના માણસો અને તેમની સાથે રહેલી છોકરીઓ ની ધરપકડ કરી.જેમાંથી લગભગ છોકરીઓ મજબૂરી,અને ડર થી આ કામ કરતી હતી.

તેમાની ઘણી છોકરીઓ તો ઘણા સમય થી આ કામ માં હતી,અને ઘરે મોકલતા તેમના ઘરના પણ તેમને અપનાવવા તૈયાર નહતા.એટલે તેમને નારીકેન્દ્ર માં મોકલી આપવામાં આવી.

તે દરેક છોકરીઓ એ આ નર્ક માંથી છોડાવવા બદલ કૃપા નો આભાર માન્યો.કૃપા એ તેમને કહ્યું કે જરૂર પડે હિંમત અને એકતા થી કામ લેવું. ઉમિ ને એના ઘરે સહી સલામત પહોંચાડી દેવા મા આવી.તેના મા બાપે પણ એ પરિવાર સામે ગુનો નોંધ્યો.અને તે લોકો એ.કૃપા નો દિલ થી આભાર માન્યો.

અહીં જ્યારે રામુ ને ભાન આવ્યું,તો તે પોલીસ કસ્ટડી માં હતો,અને તેં એવું સમજ્યો કે તેને ગનીભાઈ એ અહીં ફસાવ્યો છે.અને ગનીભાઈ જ્યારે હોશ મા આવ્યા ત્યારે તેમની સાથે તેમના ઘણા માણસો પણ પોલીસ કસ્ટડી માં હતા.તે તો સમજી જ ના શક્યો કે એકરાત માં તેની સાથે થયું શુ?....

(શુ થશે હવે ગનીભાઈ નું અને રામુ નું?અને જ્યારે ગનીભાઈ ને કૃપા ની અસલિયત ની ખબર પડશે ત્યારે?કાનો અને કૃપા હવે આગળ શું કરશે?જાણવા માટે વાંચતા રહો...)


✍️ આરતી ગેરીયા...