Self-reliance books and stories free download online pdf in Gujarati

સ્વાવલંબન

શુ સ્વાવલંબન એક પ્રક્રિયા છે કે પછી આપણી સ્વીકારવૃત્તિ કે પછી કોઈ મનુષ્ય ની આવડત?

અમૃતા એક શાંત અને સુંદર છોકરી. પરંતુ, જે સ્વાવલંબી નથી. એ ખરેખર ખૂબ જ સુંદર છે અને એની સારી સહેલી વિશ્વા… બન્નેની વચ્ચે અપાર મૈત્રી, સંપૂર્ણ સ્વીકાર અને ખુલ્લા દિલ્હી મોહબ્બત….

પરંતુ અમૃતા હંમેશા નાની-નાની વસ્તુઓ માટે વિશ્વાસ ઉપર ડિપેન્ડન્ટ રહેતી હતી. જેમ કે કોઈ વસ્તુ જોઈતી હોય પણ એને લાવી આપવાનું કામ હંમેશા વિશ્વાને. અને વિશ્વા, એની બધી ઇચ્છા પૂરી કરતી.

એને સમજાવતી એની સંભાળ લેતી. અમૃતાને હોટલમાં ખાવાનું ગમતું પણ ઓર્ડર આપવાનો ન ગમતું. એટલે વિશ્વા એની પસંદનું ખાવાનું મંગાવી આપે.

આમ કદાચ અમૃતાએ બધી જ વસ્તુ માં આદત પાડી દીધી હતી વિશ્વાની. અને વિશ્વના માતા-પિતા પણ જાણતા હતા બંનેના પ્રેમને.

જોતજોતામાં બંને નોકરી અર્થે પુણે શહેર રહેવા આવી પહોંચે છે અને બંને એક પે-એન્ડ-ગેસ્ટ તરીકે એક આંટી ને ત્યાં રહે છે. અમૃતા ઘરની સંભાળ રાખે છે અને બાકી બધી ભાગદોડ વિશ્વાસ સંભાળી લે છે.

પણ અચાનક વિશ્વાને અકસ્માત થાય છે અને એ કોમામાં ચાલી જાય છે. અને ડોકટરો જણાવે છે કે, હાલમાં તો તેની પરિસ્થિતિમાં કોઈ પણ જાતનો સુધારો રહ્યો નથી.અને ક્યારે આવશે એની પણ ખબર નથી.

એટલે બાકીની ભાગદોડ પણ અમૃતાના માથે આવી પહોંચે છે. બીજી તરફ અમૃતાના માતા પિતાની તબિયત નરમ-ગરમ ચાલતી રહે છે આવી પરિસ્થિતિમાં અમૃતા સાવ એકલી પડી જાય છે. એ સુ કરવું તેની સૂઝ પડતી નથી.

અને એને વિશ્વની વાતો યાદ આવે છે “કંઈ કામ જાતે પણ કરી લે. હું બધે નહીં આવું. જ્યાં હું નહીં હો ત્યાં તકલીફ પડશે” અને અમૃતા કહેતી “એવો સમય નહીં આવે. હું હંમેશા તારી સાથે જ રહીશ”

અને વિશ્વા એ કહ્યું હતું “કેમ હું મરી જાઉં તો મરી જઈશ?"

"તને મરવા ડો. એટલી પણ કાચી પહોચી નથી."

" એમ? "

" હા એમજ જ...."

અને વિશ્વાએ કહ્યું હતું "એ તો સમય જ બતાવશે” અને આજે એ સમય આવી ગયો...જે કદાચ જરૂરી હતો અમૃતા માટે..

હવે અમૃતાને તકલીફ પડે છે. રડુ પણ આવે છે. ગભરાહટ પણ થાય છે અને સાથે અફસોસ પણ થાય છે કે “કાશ મેં થોડું પોતાની જરૂરિયાતનું ધ્યાન રાખી લીધું હોત તો સારું થાત.”

અને આ સાથે અમૃતા વિચાર કરે છે “સ્વાવલંબન કેટલું જરૂરી છે? જીવનમાં આની આટલી બધી જરૂરિયાતો ક્યારેય સમજાય જ નહોતી?”

અને એ જ સવાલ અમૃતાને છે એ જ સવાલ મારો પણ છે “સ્વાવલંબન જરૂરી છે? જો હા, તો કોને? ક્યાં અને કેટલું જરૂરી છે?”

હા, વિચારોની વચ્ચે. અમૃતા વિશ્વની દેખભાળ કરેં છે.એની સંભાળે છે.એને સાચવજે.અને સાથે સાથે ઘર.અને પોતાની નોકરી પણ સંભાળે છે.

જોતજોતામાં છ મહિના નીકળી જાય છે.અને ત્યાં સુધી બધું આમ જ ચાલતું રહે છે.

જ્યારે વિશ્વ હોસ્ માં આવે છેત્યારે, પોતાની મિત્રને એટલી સમજદાર અને રિસ્પોન્સિબલ જોઈ ને અવાક બની જાય છે.અને વિચાર છે.એજ વિચાર કે......

શુ સ્વાવલંબન કોઈને આટલું બધુ બદલી શકે છે?


અને અચાનક અમૃતા આવે છે. દવા અને જમવાની થાળી લઈને. સામે બેસે છે. કહે છે "ચલ જમવાનો ટાઇમ થઇ ગયો"

એના પેહલા કોડિયા સાથે વિશ્વ વિચારે છે "હા બદલી શકે છે....જીવતો જાગતો બદલાવ મારી સામે બેઠો છે. પછી શંકાને કોઈ સ્થાન જ ક્યાં છે?"

અને એટલે જ, કોઈ પણ માણસનું સ્વાવલંબી હોવુ એ તેનું માણસ હોવા બરાબર છે......તેના સંસ્કારોની ગરિમા છે.....

બીજા રસપ્રદ વિકલ્પો