Short Story books and stories free download online pdf in Gujarati

જીવન-શૈલી.

અહીં વાત છે શૈલીની, જીવનશૈલીની.

શૈલી હોશિયાર છોકરી. ખૂબ દેખાવડી સુંદર અને ચેહરો રૂપ રૂપનો અંબાર.પણ, થોડી ચંચલ તોફાની અને બેદરકાર.

શૈલી પોતાની ટીનેજ અને એડલ્ટ વચ્ચેની સ્થિતિમાં છે.પણ એડલ્ટ ની નજીક લગભગ 21 વર્ષ. નોકરીની શરૂઆત કરીને 1 વર્ષ માંડ થયું છે. કામ સરસ કરેં છે, પણ હજી બાળપણ છે.

પણ શૈલીને ધ્યાન, યોગ, ઉપવાસ આ બધાનો શોખ છે. કે પછી ફેસિનેટિંગ વિથ ઓલ થિંગ? કઈ ખોટું નથી.

એના જીવનની બે સૌથી નજીકની હસ્તી કે પછી વ્યક્તિ. એક એની દાદી અને બીજી એની ખાસ એવી સહેલી સભ્યા.

એ સભ્યાને કહે છે “અરે યાર અક્ષય કુમારને જોઈને મને સવારે ઉઠવાનું મન થઈ જાય. દીપિકા નું જીવન તો તું જાણે છે. એની લાઇફ સ્ટાઇલ, એનાં કપડાં અને એનર્જી.” અને સભ્યા કહે છે “અરે યાર એ બધું એ લોકોના પૈસાના લીધે છે. એમાં નવું શું છે? અને પૈસા આપે તો, તું પણ કરી શકે છે”

“ના યાર, આ બધું પૈસાના લીધે નથી. એ લોકોના જીવન મેં પ્રૅક્ટિસ છે. એક ઘટના છે.એટલે કે ડિસિપ્લિન છે. અને હું વારંવાર ટ્રાય કરું છુ એવું ડીસીપ્લીન મારા જીવનમાં પણ આવે. પણ….”

“પણ શૂ? તને કોણ રોકે છે? તું પણ ઉઠ સવારે. તું પણ જોગિંગ કર, તૂ પણ યોગા કર અથવા તો કોઈ ડિસિપ્લિન જે તુ મેન્ટેન કરી સકે”

અને શૈલી કહે “ત્યાજ તો પાછળ છું યાર. બહુ કોશિશ કરું છુ, સવારે ઉઠાતું જ નથી. અને રાત્રે ઊંઘ જલ્દી આવી જાય છે. પણ આ બધા કરતાં મોટી વસ્તુ, મને સમજાતું જ નથી કે મારે કરવું શું જોઈએ?”

હમમમ... બરાબર છે એના માટે તો ખરેખર તારે તારી જાત ને સમય આપવો પડશે. એવો સમય જ્યાં તું શું છે એ પોતે સમજી શકે. અને શૈલી કહે છે "હા, કદાચ તારી વાત સાચી. પણ આ બધું ખુબ કોમ્પ્લેક્સ છે." એટલા માં શૈલી ના ફોને ની રિંગ વાગે છે અને શૈલી ફોન ઉપાડે છે

"શૈલી.. હું અનુપમ. આપણી દાદી ને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે, એ હોસ્પિટાલીઝ્ડ છે. તું જલ્દી આવી જા...."

અને શૈલી ને જાણે કૈક ઈંટ્યૂશન આવે છે કે "દાદી નથી રહ્યા..." એનું બાઈક રસ્તા માં ધરાર ઉભું રહી જાય છે... અને પોતાને કોસે છે

"આ કેવા વિચારો કરે છે કોઈ જ ચિંતા ની વાત નથી. દાદી બરાબર જ છે અને બધું સરસ જ થશે..."

બધી વિધિ પતાવી ને શૈલી રાત્રીના વિચારો માં ગમ હોય છે. ત્યાં જાણે એની દાદી નો અવાજ આવે છે.. "ચાલ મારી સાથે તને ઘણું બતાવાનું છે, સમજવાનું છે. અને એને પૂરું કરવાનું છે...."

શૈલી જાણે એમની પાછળ પાછળ બાજુ ના રૂમમાં જાય છે અને દાદી કહે છે "આ મારી જગ્યા...મારુ પૂજાનું આશન અને મારી પૂજા... " "આ બધું હવે થી તારે સાંભળવાનું છે.. તારે જાળવવાની છે આ સાધના, આ તારી પ્રેક્ટિસ હવે થી. "

અને જાણે શૈલી ના શરીરમાં દાદી એક ધડાકે પ્રવેશી જાય છે. અને શૈલીના શરીર ને એક જાતકો લાગે છે અને એની આંખ ખુલી જાય છે. અને ડૉક્ટર અવી ની જણાવે છે કે બા હવે નથી રહ્યા.

અને ત્યાર થી શૈલી ની દિનચર્યા બદલાય જાય છે. એ એક ડિસિપ્લિન લાઈફ જીવે છે, જે લાઈફ એ ઇચ્છતી હતી. સમય પાર પૂજા કરવાનું, ધ્યાન કરવાનું, ઓફિસ જવાનું. જાણે એની જીવન શૈલી અચાનક પારસ થઈ જાય છે.

જ્યાં બધું શ્વેત જ શ્વેત. પરિશ્રમ ખરો, સાધના ખરી પરંતુ અપાર શાંતિ.

અને કદાચ ક્યારેક આપણા જીવન માં થતા અણધાર્યા હદશા આપણી અંદરની ખામીઓ લઇ લે છે અને આપણને પારસ કરે છે.

બીજા રસપ્રદ વિકલ્પો