પુનર્જન્મ - 47 Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

પુનર્જન્મ - 47

પુનર્જન્મ 47


અનિકેત ઘરે પહોંચ્યો ત્યારે રાતના દસ વાગી ગયા હતા. જમવાની કોઈ ઈચ્છા ન હતી. એ ખૂબ થાકી ગયો હતો. એને બેઠો માર ખૂબ વાગ્યો હતો. પણ લોહી ક્યાંયથી નીકળ્યું ન હતું એટલું સારું હતું. દૂધની સાથે દવા લઈ એ ખાટલામાં આડો પડ્યો.
અચાનક અનિકેતને યાદ આવ્યું કે આજે મોનિકા એ ફોન કરવાનું કહ્યું હતું. પણ ફોન તો બળવંતરાય પાસે રહી ગયો. એટલામાં દિવાલ પરથી મગનનો અવાજ આવ્યો.
" ભાઈ, દીદી નો ફોન છે. "
અનિકેતે ફોન લીધો. સહુથી પહેલા તો મોનિકા એ એને ખૂબ ધમકાવ્યો.
" તને કાંઈ ખબર પડે છે. હું એક કલાકથી ફોન કરું છું. તું ફોન નથી ઉપાડતો. મારો જીવ નીકળી જાય છે. "
" રિલેક્સ મોનિકા રિલેક્સ. મારો ફોન બગડ્યો છે. "
" એને ય આજે જ બગડવાનું હતું. છોડ એ બધું. તું મઝા માં છે ને? "
" હા , હું મઝામાં છું. તું કેમ છે. અને પેલી ચાંપલી કેમ છે ? "
" હું મઝા માં છું. કાલે સવારે ફોન કરીશ. ચાંપલી જોડે વાત કરી લે. "
" કાલે સવારે નહી, સાંજે કરીશ. ફોનનું કંઈક કરવું પડશે. "
" ઓ.કે.. ટેઈક કેર. "
મોનિકાએ ફોન વૃંદાને આપ્યો.
" હાય સાળી સાહેબા મઝામાં ? "
" એ છોડો, આ ચાંપલાઈ ક્યારે કરી મેં ? તો આવું નામ પાડ્યું મારું. "
" બસ મન થઇ ગયું અને પાડી દીધું. "
" ઠીક છે. દીદી જોડે આનો બદલો ના લેવડાવું તો કહેજો મને. "
" તારી દીદી એમ મારા પર નારાજ થાય જ નહિ. "
" તો તમારી અહીં જ ભૂલ થાય છે. નારાજ નહિ પણ ગુસ્સે થશે. જોઈ લેજો. "
" જોઈ લઈશ ચાંપલી. "
" ઉ...ઊં..ઊંઉ.. " એક લહેકો કરીને વૃંદાએ ફોન કાપી નાંખ્યો.

*** *** *** *** *** *** *** ***

ટી.વી.. પર બળવંતરાય પરના હુમલાના સમાચાર આવતા હતા. પણ આ કોઈ રાષ્ટ્રીય કક્ષાના સમાચાર ન હતા. એટલે મોનિકાને સમાચાર ન મળ્યા. પણ એ દિવસના છાપામાં આ સમાચાર છપાયા..
*** *** *** *** *** *** ***
વહેલી સવારે વૃંદાની માતાનો ફોન આવ્યો. અને વૃંદાને સમાચાર આપ્યા કે બળવંતરાય માસા કોઈ મારામારીમાં ઘાયલ થયા છે. અને લોહી ચઢાવવું પડ્યું છે.
આ સમાચાર મળતાં વૃંદાના મનમાં વિચારોનું વંટોળ ઉઠ્યું. આ ચૂંટણીનો મામલો તો નહિ હોય? અને ચૂંટણીનો મામલો હોય તો ક્યાંક અનિકેત તો એમાં ફસાયો નહિ હોય ? ના.. ના... રાત્રે તો વાત થઈ હતી. અનિકેતની વાત પરથી એવું કાંઇ લાગ્યું નહિ. પણ મનમાં એક ડર ઉભો થયો. માંડ શાંતિ થઈ છે. પાછી કોઈ સમસ્યા ના થાય તો સારું.
*** *** *** *** *** *** ***
સવારે અનિકેત તૈયાર થયો. એનો મોબાઈલ બળવંતરાય પાસે રહી ગયો હતો. એ લેવા જવો જરૂરી હતો. ખડકી બંધ કરી એ બહાર આવ્યો. અને મગન ફોન લઈને આવ્યો. ભાઈ વૃંદા દીદીનો ફોન છે.
" હેલો. બોલ વૃંદા. "
" ગઈ કાલે શું થયું હતું ? "
" કંઈ નહીં. "
" જુઠ્ઠું ના બોલિશ. બળવતમાસા જોડે શું થયું? "
અનિકેત એક પળ નિરુત્તર થઈ ગયો. આટલા જલ્દી ઇન્કવાયરી આવશે એ ખબર ન હતી.
" એ વાત તું છોડ. મને એ વાતમાં કોઈ રસ નથી. "
" પણ મને રસ છે. તું સાચું બોલે છે કે હું મોનિકાને ફોન આપું ? "
" ઓ.કે.. થોડી માથાકૂટ થઈ હતી.. એ પણ સારા છે અને હું પણ ઓ.કે. છું. બસ. "
મોનિકા જોઈ રહી હતી વૃંદા દૂર જઈ કંઈ ગુસપુસ વાતો કરતી હતી. વૃંદાના ચહેરા પર ચિંતાના ભાવ હતા. એ વૃંદાની પાસે ગઈ.
" વૃંદા, એની પ્રોબ્લેમ ? "
" નો.. ઓલ ઓ.કે.. મોમ સાથે વાત કરતી હતી. " વૃંદા એ ફોન કાપ્યો.
આજે મોનિકાનો શો હતો. એણે જોયું વૃંદાનો મૂડ ન હતો.

*** *** *** *** *** *** *** ***
રમણકાકા એઝ યુઝવલ મોનિકાના મકાનના કામમાં લાગેલા હતા. સવારે છ થી રાતના નવ સુધી કામ ચાલતું હતું. મોનિકાના આદેશ હતા. જેમ બને એમ જલ્દી કામ પૂરું થવું જોઈએ. એક સાથે ઘણા માણસો કામ કરતા હતા એટલે કામ ઘણું ફાસ્ટ થતું હતું. અનિકેત ત્યાં ગયો. કાકાને મળ્યો. કામકાજ જોયું. કાકાએ અનિકેતના ગમા અણગમા પૂછ્યા. અને એ રીતે નોંધ કરી. કાકાને બે એન્જિનિયર આપ્યા હતા. જે અનિકેત સુધારા સૂચવે એ કેવી રીતે અમલમાં મુકાય એ જોતાં હતા. અને રાજ્યની સૌથી મોટી કન્સ્ટ્રકશન કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. એ ઘણા માણસો સાથે કામે લાગી ગયા હતા. એ લોકો મોનિકાને ફરિયાદ કરતા કે અનિકેત સર જોઈએ એવો સમય આપતા નથી. મોનિકા એનો કોઈ જવાબ આપતી ન હતી.
અનિકેત જીપ લઈને હોસ્પિટલ નિસર્ગ પર પહોંચ્યો. બહાર એને પોલીસે રોક્યો. ચેકિંગ પછી અનિકેત અંદર ગયો. પાર્કિંગમાં જીપ મૂકી અનિકેત હોસ્પિટલમાં ગયો. ત્યાં એને ફરી ચેક કર્યો. બળવંતરાયના રૂમ પહેલાં ઘણા પોલીસ હતા. અનિકેતે પોતાની ઓળખાણ આપી. પોલીસે અંદર ફોન કરી બળવંતરાયની પરમિશન માંગી. અંદરથી તરત જ પરમિશન મળી. અનિકેત બળવંતરાયના રૂમમાં ગયો.
ચાર પાંચ માણસો બેઠા હતા. એક ગ્લુકોઝની બોટલ ચાલુ હતી. બળવંતરાયના માથે મોટો પાટો હતો. એમના ડાબા પગે માઇનોર ફ્રેક્ચર હતું. એક પાટો ત્યાં હતો. અનિકેત બળવંતરાયની પાસે ગયો.
" ગઈ કાલે મારો મોબાઈલ આપની પાસે રહી ગયો હતો. એ લેવા આવ્યો છું. આપને ડિસ્ટર્બ કર્યા હોય તો સોરી. "
બળવંતરાયે બધાને બહાર જવા ઈશારો કર્યો. બધા બહાર ગયા. અનિકેત અને બળવંતરાય એકલા પડ્યા. એક પળ એક મૌનનું આવરણ રૂમને વીંટળાઇ વળ્યું.
" અનિકેત, તેં મને શા માટે બચાવ્યો ? "
અનિકેત રૂમની બારી બહાર જોતો હતો.
" મારો મોબાઈલ, પ્લિઝ."
બળવંતરાયે મોબાઈલ અનિકેત તરફ ધર્યો.
" અનિકેત મારો સવાલ એવો નથી કે જેનો જવાબ ના આપી શકાય. તે મને નવું જીવન આપ્યું છે.. પણ મારા સવાલનો જવાબ નહિ આપીને એના ઉપર બોજ ના નાંખીશ. જો દિલથી તે મને બચાવ્યો હોય તો તને એ દિલના સૌગંધ છે..લ મને જવાબ આપ, પછી તારી મરજી. "
અનિકેતે મોબાઈલ હાથમાં લીધો. બળવંતરાયે આંખો બંધ કરી.
" તમે સ્નેહાના પિતા છો. અને ભવિષ્યમાં સ્નેહા મને સવાલ પૂછે કે અનિકેત, મારા પિતા મૃત્યુ શૈયા પર હતા ત્યારે તું શું કરતો હતો? તો હું શું જવાબ આપત ? એ મારી સ્નેહા તરફની ફરજ હતી. "
" હું તને જેલમાં મોકલનાર અપરાધી હતો. સજા આપવાનું મન ના થયું ? "
" મન તો ખૂબ થયું. પણ તમને સજા આપવાનો મારી પાસે કોઈ અધિકાર નથી.. એ અધિકાર સ્નેહા પાસે છે.. "
અને અનિકેત સડસડાટ હોસ્પિટલમાંથી બહાર નીકળી ગયો. પણ પાછળ એક વાવાઝોડું છોડતો ગયો.
બળવંતરાય ઉંડા વિચારોમાં ખોવાઈ ગયા. આખરે મન મક્કમ કર્યું અને મોબાઈલ હાથમાં લીધો.

(ક્રમશ:)

24 ઓક્ટોબર 2020