લોસ્ટ - 52 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોસ્ટ - 52

પ્રકરણ ૫૨


"રાવિકા ક્યાં છે માનસા?" કુંદર અચાનક કેરિનની આગળ આવીને માનસા સામે ઉભો રહી ગયો હતો.
મિથિલાની યોજના મુજબ કેરિન ગુફામાં જઈને માનસા અને ત્રિસ્તાનું ધ્યાન તેની તરફ દોરી રાખવાનો હતો અને એટલા સમયમાં મિથિલા, મેહુલ અને જીયા બન્ને બાળકોને ગુફામાંથી બહાર લઇ જવાનાં હતાં.
કેરિન તેની યોજના પુરી પાડવાને આરે હતો, તેં રાવિકા અને રાધિકા ક્યાં ગઈ છે એ જોવા આવી રહ્યો છે એવો ડોળ કરીને ગુફામાં જઈ રહ્યો હતો પણ અચાનક તેની આગળ એક ભયાનક પડછંદ પુરુષ પ્રગટ થયો હતો.

"રાવી? તું... તું તો રાધિકા સાથે હતો ને? તું અહીં કેમ આવ્યો, તારે તો રાધિકા સાથે હોવું જોઈતું હતું ને?" માનસા તેની યોજનાની સફળતાને લઈને અતિઆત્મવિશ્વાસમાં હતી પણ કુંદર અચાનક અહીં આવી ગયો અને હવે એ રાવિકા વિશે પૂછી રહ્યો હતો, તેં જાણતી હતી કે જોં કુંદરને જરાય ગંધ પણ આવી કે તેણીએ રાવિકા સાથે શું કર્યું છે તો કુંદર તેની યોજનાને ધૂળમાં મેળવી દેશે.

"રાવિકા ક્યાં છે?" કુંદરનો ચેહરો ગુસ્સામાં તંગ થયો.
"મેં... મેં તને કહ્યું હતું ને કે તું રાધિકાને ભોગવી લે પછી હું તને રાવિકાને પણ તને સોંપી દઈશ. રાવિકાને મેં સલામત જગ્યાએ પુરી દીધી છે જેથી તેં અહીંથી ભાગે નઈ." માનસાએ માંડ તેના ચેહરા પર સ્વસ્થતા લાવી હતી.
"પણ તેં તો રાવિને કોઈક જાળમાં ફસાવી હતી, તું હવે જૂઠું કેમ બોલે છે?" કેરિનએ પરિસ્થિતિનો કયાસ કાઢીને હાલપૂરતો કુંદરનો પક્ષ લેવાનું સાહસ કર્યું હતું.

"રાવિ ક્યાં છે માનસા?" કુંદર ગુસ્સામાં માનસા તરફ ધસ્યો.
કેરિનએ તરત અંગુઠો ઊંચો કરીને મિથિલાને સિગ્નલ આપ્યું, મિથિલા અને જીયા અવાજ ન થાય એમ બન્ને બાળકો નજીક આવી અને બન્નેને લઈને ધીમા ડગલે ગુફાની બહાર જવા આગળ વધી.
"રાધિકાએ તને બેવકૂફ બનાવ્યો છે, તું રાધિકા પાસે જા નઈ તો એય નઈ મળે તને. અરે હાલ સુધી તો તેં ત્યાંથી ભાગી ગઈ હશે." માનસાએ કુંદરને સમજાવવાનો છેલ્લો પ્રયત્ન કર્યો.

"રાધિકાને વાગ્યું છે તો એ પોતાની જગ્યાથી હલી શકે એમ પણ નથી, હવે તું મને સીધેસીધો રાવિ પાસે લઇજા નઈ તો..." કુંદરએ માનસા પર હુમલો કરવા તેનો હાથ ઉપર કર્યો પણ એના પહેલાંજ મેહુલ કુંદર પાસે દોડી આવ્યો, "રાધિકા ક્યાં છે? શું કર્યું તેં રાધિકા સાથે?"
"મેહુલ, મેહુલ શાંત.... શાંત." કેરિનએ મેહુલને ચૂપ રહેવાનો ઈશારો કર્યો પણ રાધિકાનું નામ સંભળાતજ મેહુલનો સંયમ તૂટ્યો હતો.

જીયા અને મિથિલા બાળકોને લઈને અહીંથી નીકળે પછીજ રાધિકા અને રાવિકાને શોધીશું એમ વિચારીને હાલ સુધી ચૂપચાપ ઉભેલા મેહુલને કાને રાધિકાનું નામ પડતાજ તેનો ગુસ્સો સાતમા આકાશે પહોંચ્યો હતો.
રાધિકા તેને ખુબજ વ્હાલી હતી, તેં રાધિકાને તેના જીવથીયે વધારે પ્રેમ કરતો હતો અને હાલ તેં એક પરાયા પુરુષને મોઢે સાંભળી રાધિકાનું નામ સાંભળી રહ્યો હતો, અધૂરામાં પુરુ એ પુરુષ એમ કંઈ રહ્યો હતો કે રાધિકા ઘાયલ થઇ ગઈ છે.
મેહુલએ કુંદરને પકડવા હાથ આગળ કર્યો પણ મેહુલનો હાથ કુંદરના શરીરની આરપાર નીકળી ગયો.

મેહુલનો અવાજ સાંભળી કુંદર માનસાને છોડીને મેહુલ તરફ વળ્યો, માનસાનું ધ્યાન પણ મેહુલ પર અને મેહુલની પાછળ ગુફાની બહાર જઈ રહેલી જીયા અને મિથિલા પર ગયું.
"માનસા..." ત્રિસ્તાનું ધ્યાન બાળકો હતાં એ જગ્યા પર પડ્યું, "બાળકો ક્યાં છે?"
"ત્યાં છે, પકડ બેયને." માનસાએ મિથિલા અને જીયા તરફ આંગળી ચીંધી.

"ભાગ મિથિલા...." કેરિનએ બુમ પડી અને ત્રિસ્તા સામે આવીને ઉભો રહી ગયો, "હું તને ક્યાય નઈ જવા દઉં."
મિથિલા અને જીયા કેરિનની બુમ સાંભળીને પાછળ જોયા વગર મુઠ્ઠીઓ વાળીને દોડી, ત્રિસ્તા તેમની પાછળ જતી હતી પણ કેરિન તેની સામે આવીને ઉભો રહી ગયો તેથી તેં ત્યાંજ અટકી ગઈ.
"બેવકૂફ..." માનસાએ ત્રિસ્તા સામે જોઈને ડોળા કાઢયા અને કેરિનને એક જોરદાર ધક્કો માર્યો, કેરિન ગુફાની દીવાલમાં અથડાઈને જમીન પર પછડાયો અને તેના મોઢામાંથી ચીસ નીકળી.

કુંદરએ મેહુલને ગળેથી પકડીને હવામાં લટકાવી દીધો હતો અને મેહુલ પોતાને છોડાવવા ધમપછાડા કરી રહ્યો હતો.
કેરિનની ચીસ સાંભળીને ત્રિસ્તા કેરિન પાસે દોડી આવી, કેરિનના માથામાંથી નીકળતું લોહી જોઈને ત્રિસ્તાએ ગુસ્સામાં માનસા સામે જોયું અને માનસા પર હુમલો કર્યો.
પળવારમાં ઘણીબધી ઘટનાઓ બની ગઈ હતી, મેહુલના શ્વાસ બંધ થવાને આરે હતા અને એ તરફડી રહ્યો હતો.
ત્રિસ્તાએ માનસાનું ગળું દબાવી નાખ્યું હતું, "તેં મારા કેરિનને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, હું તને છોડીશ નઈ."

"એ તારો કેરિન નથી, ભાનમાં આવ ત્રિસ્તા." માનસાએ ત્રિસ્તાને ઉપાડીને હવામાં ઉછાળી, ત્રિસ્તા ગુફાની છતને અથડાઈને ભોય પછડાઈ.
માનસા જીયા અને મિથિલાનો પીછો કરવા ગુફાની બહાર જઈ રહી હતી પણ ત્રિસ્તાને લાગ્યું કે માનસા ગુફાના દ્વાર નજીક જમીન પર પડેલા કેરિનને મારવા જઈ રહી છે, વધુ કંઈ વિચાર કર્યા વગર જ ત્રિસ્તાએ એક ખંજર માનસા પર ફેંક્યું.
"આહહ..." એક ચીસ સાથે માનસા જમીન પર ઢળી પડી.

"આ હું શું કરું છું?" વિહાન અચાનક ઊંઘમાંથી જાગ્યો હોય એમ રાવિકાથી દૂર ખસી ગયો.
રાવિકા ઉભી થવા ગઈ પણ તેની પીઠમાં ભયંકર પીડા થઇ રહી હતી, કોઈ પણ જાતના ઘા વગર થતી પીડાનું કારણ સમજી ગયેલી રાવિકાએ પળવાર વિચારીને સૌથી પેલા બાળકોને અને પછી રાધિકાને શોધવાનું વિચાર્યું.
"મને મને માફ કરી દે રાવિ, મને નઈ ખબર હું તારી આટલી નજીક ક્યાંથી આવ્યો... હું તારી મદદ.." વિહાન દોડતો રાવિકા પાસે આવ્યો અને તેને ઉપાડીને ગુફાની બહારની તરફ દોડ્યો.

"મા... માનસાની ગુફામાં લઇ જા મને." રાવિકા લગભગ બેભાન થવાને આરે હતી.
"હા, પણ માનસાની ગુફા ક્યાં છે? આ જગ્યા કંઈ છે? હું અહીં ક્યારે આવ્યો મને કંઈજ યાદ કેમ નથી?" વિહાન ગુફાની બહાર આવ્યો ત્યારે તેની સામે બરફથી ઢંકાયેલા વિશાળ મેદાન સિવાય કંઈજ નહોતું.
રાવિકાએ તેની શક્તિઓ જાગૃત કરવાનો છેલ્લો પ્રયત્ન કર્યો અને તેના આશ્ચર્ય વચ્ચે તેની શક્તિઓ કામ કરવા લાગી હતી, તેણીએ તરત તેની આંખો બંધ કરીને માનસાની ગુફા પાસે જવાનું વિચાર્યું.

"બીજી ગુફા..." વિહાન અને રાવિકા એક ગુફા આગળ પહોંચી ગયાં હતાં.
"ચાલ અંદર." રાવિકાએ તેનામાં હતી એટલી બધીજ હિમ્મત ભેગી કરીને ગુફામાં પગ મુક્યો, તેં જેવી અંદર ગઈ તો તેણીએ જમીન પર પડેલા કેરિનને જોયો,"કેરિન..."
"મે... મેહુલ..." કેરિનએ હવામાં લટકી રહેલા મેહુલ તરફ ઈશારો કર્યો.
રાવિકાએ તરત તેનો હાથ ઉપર કરીને કુંદરને જોરદાર ધક્કો માર્યો અને મેહુલને ખેંચી લીધો, મેહુલને કેરિનની બાજુમાં સુવડાવીને રાવિકાએ કુંદર સામે જોયું.

"તું... તું ઠીક છે? તું ઠીક છે એ તો બઉ સારુ થયું રાવિકા." કુંદર ખુબજ ખુશ થયો હતો કે રાવિકા તેની સામે સહીસલામત ઉભી છે.
"હું તો ઠીક છું, પણ હવે તું ઠીક નઈ રે." રાવિકાએ તેની આંખો બંધ કરી, અજ્ઞાચક્રમાં ધ્યાન કેન્દ્રિત કરીને એક અદ્રશ્ય ગોળો તૈયાર કરવા લાગી.
"આ તું શું કરે છે? રા.. રાવિ...." કુંદર કંઈ વિચારે, કંઈ બોલે કે તેનું રક્ષણ કરી શકે એ પહેલાંજ રાવિકાએ તેની શક્તિઓથી બનાવેલ ગોળો કુંદર પર ફેંક્યો.

"રાવિ..." કેરિનએ ઉઠીને રાવિને પકડી લીધી, રાવિકાના શરીરની બધી તાકાત ખતમ થઇ ગઈ હતી અને તેં બેભાન થવાને આરે હતી.
આ તરફ કુંદર એ ગોળા સાથે ગુફાની દીવાલ તોડીને કેટલાયે કિલોમીટર દૂર ફેંકાઈને હંમેશા માટે નષ્ટ થઇ ચુક્યો હતો.
"બા.. બાળ..." રાવિકાની વાત વચ્ચેજ કાપીને કેરિન બોલ્યો, "જીયા અને મિથિલા લઇ ગઈ બન્ને બાળકોને, બન્ને સુરક્ષિત છે."

"જલ્દી દવાખાને પહોંચવું પડશે, આમના શ્વાસ બઉ ધીમા ચાલે છે." વિહાનએ મેહુલને ઉપાડીને ખભા પર નાખ્યો અને ગુફાની બહાર નીકળી ગયો.
"હા." કેરિનએ રાવિકાને ઉપાડી અને બહાર જતો હતો ત્યાંજ પાછળથી તેને ધક્કો વાગ્યો અને તેં રાવિકાસહિત જમીન પર પછડાયો.

"તું મારો છે કેરિન, માત્ર અને માત્ર મારો અને તને પામવા માટે તારી આ પત્ની એટલેકે આપણી વચ્ચેનો આ કાંટો તો કાઢવો જ પડશે." ત્રિસ્તાએ માનસાનું એ ઝેરી ખંજર કાઢ્યું જે તેણીએ મિષ્કાને આપ્યું હતું અને રાવિકા તરફ ધસી.

ક્રમશ: