પ્રકરણ ૫૧
"મને માફ કરી દે રાવિ, હું આપણા બાળકોનું ધ્યાન ન રાખી શકી." રાધિકાએ હાથ જોડીને રાવિકાની માફી માંગી.
મિથિલાનો ફોન આવતાંજ રાવિકા પરિવારમાંથી કોઈને કંઈજ કીધા વગર દોડી આવી હતી. માનસાએ છોડેલી ચિઠ્ઠી વાંચીને રાવિકાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો.
રાધિકાના હાથ પકડીને તેં બોલી,"તારો કોઈ વાંક નથી રાધિ, તું ડર મત. હું છું તારી સાથે, આપણે બેય છીએ એકબીજા સાથે અને આપણે આપણા બાળકોને કંઈજ નઈ થવા દઈએ."
"ચાલ, આપણે આપણા બાળકોને લઇ આવીએ." રાધિકાએ રાવિકાનો હાથ પકડ્યો.
"હું પણ આવીશ." મેહુલએ રાધિકાનો હાથ પકડ્યો.
"અને અમે પણ." કેરિન, મિથિલા અને જીયાએ રાવિકાનો હાથ પકડ્યો.
"હા..." રાવિકા આંખો બંધ કરવા જતી હતી ત્યાંજ તેનો ફોન રણક્યો, જિજ્ઞાસાનું નામ જોઈને તરત તેણીએ ફોન રિસીવ કર્યો, "હેલ્લો માસી હું..."
"મને ખબર છે કે તું ઘરે જતી રઈ છે, જીયાએ મને મેસેજ કરીને જણાવ્યું બધુજ. એક સમય હતો જયારે સોનું અને હું આવીજ પરિસ્થિતિમાંથી પસાર થયાં હતાં, ત્યારે મારી માંએ અમારા પર વિશ્વાસ કરીને અમને અમારી મુશ્કેલીઓ સામે લડવા દીધી હતી. આજે તારી માં પણ તમારા બધાય પર વિશ્વાસ કરી રઈ છે, મારો વિશ્વાસ જાળવી રાખજો બેટા." જિજ્ઞાસા વચ્ચેજ બોલી ઉઠી.
"થૅન્ક્યુ, માસી....માં. હું જલ્દી પાછી આવીશ, ત્યાં સુધી ઘરે બધું સંભાળી લેજો." રાવિકાએ ફોન કાપ્યો અને આંખો બંધ કરી.
"બન્ને બેનો હજુ સુધી આવી કેમ નથી?" ત્રિસ્તા ગુફાના દ્વાર સામે બેઠી હતી.
"આવતી હશે, બન્નેનો જીવ સાથે લઈને આવી છું. આવશે નઈ તો જશે ક્યાં?" માનસા નવજાત આધ્વીક અને આધ્વીકા તરફ જોઈને ખડખડાટ હસી પડી.
"તેં બધી તૈયારી કરી રાખી છે ને?" ત્રિસ્તાએ માનસા સામે જોયું.
"આ પ્રશ્ન તું દસ વાર પૂછી ચુકી છે ત્રિસ્તા અને દસ વાર હું એકજ જવાબ આપી ચુકી છું કે હા, મેં બધીજ તૈયારીઓ કરી લીધી છે." માનસા ચિડાઈ ગઈ હતી.
"સારુ, એ પ્રશ્ન હવે નઈ પૂછું પણ હજુ એક પ્રશ્ન છે મારા મનમાં.... તું સાચેજ આ બાળકોને મારી નાખીશ?" ત્રિસ્તાએ પૂછ્યું.
"હું તને મગજ વગરની લાગુ છું? આ બાળકોને મારી નાખીશ તો બન્ને બેનોને ડરાવવા મારી પાસે શું બચશે? પણ હા, એવી કોઈ સ્થિતિ ઉભી થઇ તો આ બેય બાળકોને મારવામાં મને જરાય દુઃખ નઈ થાય." માનસાએ ગુસ્સામાં મુઠીઓ વાળી અને બન્ને બાળકો તરફ આગળ વધી.
"માનસાઆઆઆ...." રાધિકા ગુફામાં આવતાંજ માનસા તરફ દોડી, પણ એ માનસા સુધી પહોંચે એ પહેલાંજ ગુફાનું તળિયું ખુલ્યું અને રાધિકા એમાં પડી.
"રાધિકા..." રાવિકાએ રાધિકાને બચાવવા દોટ મૂકી પણ અચાનક તેના પગમાં જાળ વીંટળાયો અને તેં ઉપર ખેંચાઈ.
"માનસા, તારે લડવું છે તો અમારી સાથે લડ પણ બાળકોને છોડી દે." જીયા ગુફાના દ્વાર પાસે જ ઉભી રહી ગઈ.
"તમારી સાથે પણ લડીશ, જરૂરથી લડીશ." માનસાએ અટહાસ્ય કર્યું.
"બાળકોએ તારું શું બગાડ્યું છે? નવજાત બાળકો છે માનસા, છોડી દે એમને." કેરિન તેની દીકરી અને પત્નિને આવી હાલતમાં જોઈને પરેશાન થઇ ગયો હતો.
"આ લાતોની ભૂત છે દાદા, મારી પાસે એક યોજના છે."મિથિલાએ ધીમેથી કેરિનના કાનમાં કંઈક કહ્યું, કેરિનએ હકારમાં માથું હલાવ્યું અને ગુફામાં પ્રવેશ્યો.
"હું ક્યાં છું, આ કંઈ જગ્યા છે?" રાધિકાની ચારેબાજુ કાળું અંધારું હતું, તેણીએ તેની શક્તિઓનો ઉપયોગ કરવાનું વિચાર્યું પણ તેની શક્તિઓ કામ નહોતી કરી રઈ.
"રાવિ... તું અહીં છે?" રાધિકા ધીમા ડગલે આગળ વધી રહી હતી.
"રાવિ તો અહીં નથી, પણ હું છું." એક પુરુષનો અવાજ આવ્યો અને અચાનક રોશની થઇ.
"કોણ છે તું?" રાધિકા તેની સામે ઉભેલા ભયાનક પુરુષને જોઈને પળવાર માટે ગભરાઈ ગઈ હતી.
"હું કુંદર, ના ઓળખ્યો?" કુંદરએ તેનું કદરૂપું સ્મિત વિખેરયું અને રાધિકા તરફ આગળ વધ્યો.
"મારા નજીક ન આવ, કોણ છે તું? કોણ કુંદર?" રાધિકાએ ઘણા પ્રયત્ન કર્યા તેની શક્તિઓનો ઉપયોગ કરવાના પણ તેં નિષ્ફળ રઈ.
"હું તારો કુંદર છું રાધિકા, તારી રાહ જોઈ રહ્યો હતો કેટલા મહિનાઓથી અને આજે મળી છે તું તોય આવું કરે છે." કુંદરએ રાધિકાનો હાથ પકડીને તેને પોતાની નજીક ખેંચી.
"છોડ મને..." રાધિકા કુંદરની પકડ છોડાવવા મથી રહી હતી.
"તને મારી બનાવવા મેં કેટલું સહન કર્યું છે અને હવે આજે જયારે મને મારી મેહનતનું ફળ મળી રહ્યું છે તો હું તને જવા દઈશ એમ?" કુંદરએ રાધિકાને ઉપાડીને જમીન પર ફેંકી.
"તું એજ કુંદર છે ને જેણે રાવિને કિડનેપ કરી હતી? તને રાવિ ગમે છે ને?" રાધિકાની પીઠમાં કંઈક ખૂંપ્યું હતું, તેને અસહ્ય પીડા થઇ રહી હતી પણ હાલ તે તેની પીડા પર ધ્યાન આપી શકે એટલો સમય નહોતો, તેણીએ આ પરિસ્થિતિમાંથી બચવા તરત તેનું મગજ વાપરવાનું ચાલું કર્યું.
"હા, હું એજ કુંદર છું અને મને રાવિકા અને તું બન્ને પસંદ છો." કુંદર ધીમે ધીમે રાધિકાની નજીક સરકી રહ્યો હતો.
"તો તું મારી પાસે શું કરી રયો છે? તારે તો રાવિ પાસે હોવું જોઈએ ને?"
"તને મારી બનાવી લઉં પછી હું રાવિકા પાસે જ જવાનો છું." કુંદર એકદમ રાધિકાની નજીક આવી ગયો હતો.
"પણ રાવિ ત્યાં સુધી જીવતી રહેશે તો ને? માનસા તો હમણાં રાવિને મારી નાખશે, પછી તું શું કરીશ?" રાધિકાએ એકદમ સાચા સમયે સાચી ચાલ ચાલી હતી, બસ હવે તેનું પરિણામ સારુ આવે એવી મનોમન પ્રાર્થના કરીને તેણીએ કુંદર સામે જોયું.
"તું તારી જાતને બચાવવા જૂઠું બોલી રઈ છે? હું બધું સમજી રહ્યો છું." કુંદરએ રાધિકાને ગરદનથી પકડીને તેના હોઠ ચૂમવા ગયો ત્યાંજ રાધિકા બરાડી, "આહ, મારી કમર... મારી કમર, તોડી નાખી તેં. હલાતું પણ નથી, કુંદર તેં મારી કમર તોડી નાખી અને માનસા રાવિને મારવા જઈ રઈ છે."
કુંદર મૂંઝવાઈ ગયો હતો, રાધિકાની વાત મને કે નઈ એ વિચાર તેને મુંજવી રહ્યો હતો. કુંદર તેની વાત સાંભળી રહ્યો છે એ જોઈને રાધિકાએ તરત છેલ્લું પાસું ફેંક્યું, "મારી બેનને બચાવી લે કુંદર, મારી રાવિને બચાવી લે. તું રાવિને પ્રેમ કરે છે તો તું રાવિની મદદ કરીશ, કરીશ ને?"
"તું અચાનક મારી સાથે આટલી સારી રીતે વાત કેમ કરવા લાગી? આ તારી ચાલ તો નથી ને?" કુંદરએ જીણી આંખો કરીને રાધિકા સામે જોયું.
"મેં હમણાંજ વિચાર્યું કે મરી જઉં એના કરતાં તો તારી સાથે રહેવું સારુ, તું એક આત્મા છે અને અમે બન્ને પણ આત્માઓ જેવીજ શક્તિઓ ધરાવીએ છીએ તો અમારી માટે તું સૌથી ઉત્તમ જીવનસાથી હોઈ શકે." રાધિકા થોડી શરમાઈ.
"ઠીક છે, હું રાવિકાને લઇ આવું છું. તું મારી રાહ જોજે અને મારો વિશ્વાસ ન તોડતી." કુંદર ત્યાંથી ગાયબ થઇ ગયો.
"આહહ..." રાવિકા ધડામ દઈને એક ગુફામાં પછડાઈ.
"રાવિ, તું ઠીક છે?" એક પુરુષએ રાવિકાને ઉભી કરી, રાવિકાએ પાછળ ફરીને જોયું અને તેની સામે ઉભેલા પુરુષને જોઈને તેને રાહત થઇ, "તું પણ અહીં છે વિહાન, થેન્ક ગોડ."
"થેન્ક માનસા, નોટ ગોડ." વિહાનએ રાવિકાને ચેહરા પર આંગળી ફેરવી.
"વિહાન." રાવિકાએ એક ઝટકા સાથે વિહાનનો હાથ દૂર કર્યો અને બે ડગલાં પાછળ ખસી.
"શું થયું રાવિ?" વિહાનએ રાવિકાનો હાથ પકડીને તેને પોતાની નજીક ખેંચી.
"વિહાન છોડ મને, આ શું કરે છે તું? છોડ મને..." રાવિકાએ તેની શક્તિઓથી વિહાનને દૂર કરવાનો પ્રયત્ન કર્યો પણ તેની શક્તિઓ કામ નહોતી કરી રઈ.
વિહાનએ રાવિકાને તેની બાથમાં લીધી અને બોલ્યો, "તને છોડવા માટે અહીં નથી બોલાવી, તું હંમેશા હંમેશા માટે મારી બનવાની છે રાવિ. તારું મન મળે કે ન મળે પણ તારું શરીર તો હું મેળવીનેજ રઈશ."
ક્રમશ: