Lost - 48 books and stories free download online pdf in Gujarati

લોસ્ટ - 48

પ્રકરણ ૪૮

"આ કાંડ માનસા સિવાય કોઈ ન કરી શકે, તેણીએ જ કહ્યું હતું કે તેં આપણને બન્નેને છોડશે નઈ." રાધિકાએ ગુફામાં જે બન્યું હતું યાદ કર્યું.
"પણ જીયાનો શું વાંક આ બધામાં? એ જીયાને શુંકામ નુકસાન પહોંચાડશે?" રાવિકાએ દલીલ કરી.
"આપણે તેની બેનને મારી એટલે એ જીયાને નુકસાન પહોંચાડવા માંગતી હોય, આપણી સામે તો એ લડી શકે એમ નથી એટલે જ તેણીએ જીયાને ટાર્ગેટ બનાવી." રાધિકાએ ખભા ઉછાળ્યા અને ફરી બોલી,"તું જીવે છે એ ખુશખબરી બધાયને આપીએ એ પહેલાંજ આ મુસીબત આવી પડી, આપણી જિંદગી તો સર્કસ બની ગઈ છે."

"સર્કસ હોય કે ગમે તેં, આપણા પરિવારને ક્યારેય નુકસાન નઈ પહોંચવા દઈએ." રાવિકાએ તેનો હાથ આગળ કર્યો.
"હા, ચાલ." રાધિકાએ રાવિકાનો હાથ પકડ્યો અને બન્નેએ આંખો બંધ કરીને જીયા પાસે જવાનું વિચાર્યું.
રાવિકા અને રાધિકાના આશ્ચર્ય વચ્ચે જયારે બન્નેની આંખ ખુલી ત્યારે બન્ને અમદાવાદની બહાર એક ફેક્ટરી સામે ઉભી હતી.

"આ કંઈ જગ્યા છે?" રાવિકાએ જગ્યાનું ઠેકાણું ખબર પાડવાનો પ્રયત્ન કર્યો.
"કોઈ પણ જગ્યા હોય, જીયા સુરક્ષિત હોવી જોઈએ બસ." રાધિકા ધીમા ડગલે ફેક્ટરીમાં દાખલ થઇ.
"જીયા..." રાવિકાએ જમીન પર પડેલી જીયાને જોઈ અને જીયા પાસે જવા આગળ વધી ત્યાંજ રાધિકાએ તેને રોકી લીધી,"જીયાના મોઢામાંથી લોહી નીકળે છે, જોં. મતલબ હમણાં સુધી કોઈક હતું જીયા પાસે, તું શાંતિ રાખ હાલ અને કંઈક વિચારવા દે મને."

"પે'લા હું જઉં અને એવુ નાટક કરીશ કે હું કોઈજ પૂર્વ તૈયારી વગર આવી છું. તું જીવનમામાને ફોન કરીને મદદ મંગાવી લે અને જોં કોઈ ખતરા જેવું લાગે તો તું મદદ કરવા આવી જજે." રાવિકા દોડતી જીયા પાસે ગઈ.
"રાઆ..... વી, તું આવી ગઈ." જીયાના માથા પરથી અને મોઢામાંથી લોહી નીકળી રહ્યું હતું, તેનો હોઠ સહેજ ચિરાઈ ગયો હતો અને તેના શરીર પણ ઘણા બધા ઘા હતા.

"હા, હું આવી ગઈ. મારી બેન, તું ચિંતા ન કર, હું હાલજ મામાને જણાવી દઉં કે તું મળી ગઈ છે જેથી મામા આપણી મદદ માટે આવી શકે." રાવિકાએ જીયાને તેના ખોળામાં સુવડાવી અને તેમની યોજના મુજબ ફોન બહાર કાઢી કોઈને ફોન લગાવવાનો ડોળ કર્યો.
"મને ખબર હતી કે તું આવીશ." એક છોકરીએ પાછળથી રાવિકા પર વાર કરવો ડંડો ઉગામ્યો પણ તેના આશ્ચર્ય વચ્ચે તેં ડંડો કોઈએ પાછળથી પકડી લીધો.

"કોણ છે, તારી...." તેણીએ પાછળ ફરીને જોયું અને સામે ઉભેલી છોકરીને જોઈને તેની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઈ.
"તું?" રાધિકા તેની સામે મિષ્કાને ડંડો લઈને ઉભેલી જોઈને ચોંકી ગઈ.
"મિષ્કા, તેં કર્યું આ બધું?" રાવિકાએ મિષ્કા સામે અવિશ્વાસથી જોયું.

"રાધિકા કોણ છે આમાં? તું... તું રાધિકા છે, કે તું રાધિકા છે?" મિષ્કાએ વારાફરતી બન્નેને પૂછ્યું.
"હું છું રાધિકા." રાધિકાએ મિષ્કાના હાથમાંથી ડંડો છીનવી લીધો હતો.
"તેં જીયાની આવી હાલત કરી મિષ્કા?" રાવિકાની આંખોમાં આશ્ચર્યની જગ્યા હવે ગુસ્સો હતો.
"તું આને પૂછે છે શું? આ લાતોની ભૂત છે." રાધિકાએ મિષ્કાના વાળ પકડ્યા અને એક લાફો તેના ગાલ પર માર્યો.

"રાધિકા, તું તારી હદ ભૂલી રઈ છે." મિષ્કાએ તેનો ગાલ પંપાળ્યો.
"હદ ભૂલી કોણે કહેવાય એ તું જાણતી નથી." રાવિકાએ તેની બોચી ઝાલીને ફરી પૂછ્યું, "છેલ્લીવાર પૂછું છું, મિષ્કા. જીયાની આ હાલત તેં કરી?"
"હા, મેં જ કરી અને એના પછી રાધિકાની વારી, પણ તું કોણ છે?" મિષ્કાએ રાવિકાની પકડમાથી છૂટવા મથામણ કરી પણ તેનું જોર ન ચાલ્યું.

"તું જે છોકરીઓને નુકસાન પહોંચાડવાના સપના જોઈ રઈ છે ને, હું એ બન્નેની મોટી બેન છું અને મારા જીવતા તું તો શું આ દુનિયાની કોઈ તાકાત મારી બેનોનો વાળ પણ વાંકો નઈ કરી શકે." રાવિકાએ મિષ્કાને ધક્કો માર્યો અને જીયાને ઉભી કરીને રાધિકા તરફ જોઈને બોલી, "હું જીયાને લઈને જઉં છું, તું મિષ્કાને તેની ઓકાત યાદ અપાવીને આવજે."
"તું પણ રાહુલની દિકરી અને રાધિકાની જોડિયા બેન છે. ને' જીયા છે રયાનની દિકરી, મારી ત્રણેય દુશ્મન એકીસાથે મળી ગઈ." મિષ્કા ગાંડાની જેમ અટ્ટહાસ્ય કરી રહી હતી.

"તું રાક્ષસી છે કે શું? રાક્ષસી જેવું અટ્ટહાસ્ય કરે છે, હિહાહાહાહા..." રાધિકા હસી પડી.
"અમારી સાથે તારે શું દુશ્મનાવટ છે?" રાવિકાએ મિષ્કા સામે પ્રશ્નસૂચક નજરે જોયું.
"તમારા દાદા, રાજેશ ચૌધરીએ મારા પપ્પાને મરાવી નાખ્યા હતા. રાજેશ ચૌધરી તો આત્મહત્યા કરીને છૂટી ગયો, પણ એણે કરેલા ગુનાની સજા મેં અને મારી માંએ ભોગવી અને હવે એ સજા તમે ત્રણેય ભોગવશો." મિષ્કાની આંખોમાં અનહદ ગુસ્સો હતો.

"વ્હોટ અ રબિશ સ્ટોરી, એટ લિસ્ટ સ્ટોરી તો એવી બનાવ કે કોઈને વિશ્વાસ આવે. મારા દાદાજીએ આત્મહત્યા નહોતી કરી, એમની ડેથ અટેક આવવાથી થઇ હતી." રાવિકાએ જીયાને ટેકો આપ્યો અને ફરીથી ફેક્ટરીની બહારની તરફ ચાલવા લાગી.
"તારો પરિવાર પણ જૂઠો છે અને હોય કેમ ના? ખૂન તો રાજેશ ચૌધરીનું જ ને, જેવો રાજેશ ચૌધરી હતો એવો આખો પરિવાર છે, લુચ્ચો, કપટી અને ખૂની." મિષ્કા હસી પડી.

"મિષ્કા, તારી જીભ સાંભળી લે, નઈ તો..." રાધિકા તેની વાત પુરી કરે એ પહેલાંજ મિષ્કા વચ્ચે બોલી, "નઈ તો શું? મને મારી નાખીશ? જેમ તારા દાદાએ મારા પપ્પાને માર્યા એમ તું પણ મને મારી નાખીશ?"
"કોણ હતા તારા પપ્પા? મારા દાદાજી સુકામ તારા પપ્પાને મારે અને એવુ કંઈ થયું હતું તો તું કે તારી માં પોલીસમાં કેમ ન ગયાં?" રાવિકાએ ગુસ્સામાં પૂછ્યું.

"કેમકે તારા દાદાજીએ અલરેડી કબૂલ કરી લીધું હતું કે એમણેજ મારા પપ્પાને માર્યા છે અને એમને સજાયે થઇ હતી, પણ એક મહિનામાંજ રાજેશ ચૌધરીએ આત્મહત્યા કરી લીધી અને મારા પપ્પાનો ન્યાય અધૂરો રહી ગયો." મિષ્કા તેના મૃતક પિતાને યાદ કરીને ભાવુક થઇ ગઈ.
"તું જૂઠું બોલી રઈ છે, તું વિહાનને કારણે આ બધું કરી રઈ છે ને?" રાવિકાએ પૂછ્યું.

"કાશ હું તને એમ કઈ સકતી હોત કે જા જઈને તારા પરિવારને પૂછી લે, પણ અફસોસ એવુ નઈ થઇ શકે કેમકે હું તમને ત્રણેયને જીવતી અહીંથી નઈ જવા દઉં." મિષ્કાએ અચાનક રાધિકાના પેટમાં ચાકુ માર્યું અને તેં બીજો વાર કરે એ પહેલાંજ જીવન પોલીસને લઈને આવી પહોંચ્યો હતો.
"તું કહે છે એ સાચું હોય ને, તોય તું કરે એ ખોટું છે મિષ્કા. દાદાની ભૂલની સજા તું પૌત્રીઓને ના આપી શકે, સમજી. આ મારી બેનોને નુકસાન પહોંચાડવા માટે." રાવિકાએ મિષ્કાના ગાલ પર એક ઝન્નાટેદાર થપ્પડ માર્યો.

"આ કોણ છે અને કંઈ ભૂલની વાત કરે છે?" જીવનએ મિષ્કા સામે અચરજથી જોયું.
"ગાંડી છોકરી છે મામા, જવા દો." રાવિકાએ કહ્યું.
"ઓહ, મામા. તમે તો મારા પપ્પાને ઓળખો છો અને રાજેશ ચૌધરીએ મારા પપ્પા સાથે જે કર્યું એ પણ જાણો છો." મિષ્કા ગાંડાની જેમ વર્તન કરી રહી હતી,"તમે ભલે તમારા ભાઈના ખૂનીને માફ કરી દીધો હોય પણ હું ક્યારેય મારા પપ્પાના ખૂનીને માફ નઈ કરું."

"કોની વાત કરે છે તું?" જીવનએ મિષ્કાનો ચેહરો ઓળખવાનો પ્રયત્ન કર્યો.
"જે પાંચ જણના ખૂનના ગુના હેઠળ રાજેશ ચૌધરી જેલ ગયા હતા એ પાંચ છોકરાઓમાંથી એક મારા પપ્પા હતા, પ્રથમ જોશી."


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED