Lost - 46 books and stories free download online pdf in Gujarati

લોસ્ટ - 46

પ્રકરણ ૪૬

"કોણ હતી? આટલી બૂમો કેમ પાડતી હતી એ?" રાવિકાએ પૂછ્યું.
"જવા દે ને, ગાંડી હતી એક." રાધિકા પલંગ પર બેઠી અને આગળની વાત જાણવા રાવિકા સામે જોયું.
"હા, હું ક્યાં હતી.... યાદ આવ્યું... આપણા ઘરેથી નીકળી હું મહાલ્સા પાસે ગઈ, મહાલ્સા પાસેથી મને જાણવા મળ્યું કે માયાએ દગાથી મહાલ્સાની શક્તિઓ છીનવી લીધી હતી. મહાલ્સા પાસેથી એમ માયાના ઘણાં કાંડ જાણવા મળ્યા મને." રાવિકાએ તેની વાત પુરી કરીને ત્રણેય સામે જોયું.

"મહાલ્સાએ તને આટલી બધી માહિતી કેમ આપી? અમે ગયાં હતાં તો અમને તો કંઈ ન જણાવ્યું." કેરિનએ પૂછ્યું.
"મહાલ્સાએ મને કંઈ નથી જણાવ્યું, મેં મારી શક્તિઓનો ઉપયોગ કરીને તેની પાસેથી માહિતી કઢાવી લીધી." રાવિકાએ ખભા ઉછાળ્યા.
"અરે પણ પેલી છોકરી કોણ હતી, એ જણાવને." રાધિકા અધીરી થઇ હતી.

"એજ તો જણાવું છું, પણ તમે બધાં વચ્ચે બોલ્યા કરો છો... મહાલ્સા પાસેથી માહિતી મેળવ્યા પછી મેં તો વિચારી જ લીધું હતું કે હું હવે મારો જીવ આપી દઈશ. પણ મારું વેપારી મગજ જાગી ઉઠ્યું અને આ ખોટનો સોદો હતો એવો વિચાર આવતાંજ મેં નવી યોજના બનાવી.
એક મૃત છોકરીનુ શરીર લાવીને તેને મારું રૂપ આપીને મેં છુપાવી રાખ્યું હતું, તમે બન્ને મને મૃત સમજીને મને લઈને ઘરે જવા નીકળ્યાં ત્યારે વચ્ચે બરફ વર્ષા થઇ હતી યાદ છે? એ મેં જ કર્યું હતું, તમારું બન્નેનુ ધ્યાન અમુક સેકન્ડ પૂરતું ભટક્યું બસ એટલી વારમાં મેં શરીરની અદલાબદલી કરી નાખી અને તાવીજ પહેરી લીધું."

"પણ તારું હૃદય તો બંધ હતું, મેં જાતે ચેક કર્યું હતું કે તારું હૃદય બંધ છે." કેરિન મૂંઝવાઈ ગયો.
"કમોન જીજ, અમારી પાસે શક્તિઓ છે. રાવિકાએ તેની શક્તિઓથી જ આ બધું કર્યું હશે રાઈટ?" રાધિકા હસી.
"હા, મેં મારી શક્તિઓથી એવો જાળ ગોઠવ્યો કે તમને એજ દેખાય જે હું દેખાડવા માંગતી હતી." રાવિકાએ ફરીથી ખભા ઉછાળ્યા.
"હું બઉ ભાવુક થઇ ગઈ હતી એટલે મને પણ ખબર ના પડી." રાધિકાએ તેના માથા પર હળવી ટપલી મારી.

"તને સહી સલામત જોઈને માં કેટલી ખૂશ થશે તને આઈડિયા પણ નથી રાવિ." કેરિન ખૂશ થઇ ગયો હતો.
"મમ્મા જીવતી લાશ બની ગઈ છે તારા જવાના ગમમાં." જીયાએ કહ્યું.
"જાણું છું, માસીને સૌથી વધારે દુઃખ થયું હશે." રાવિકાને જિજ્ઞાસાની યાદ આવી ગઈ.
"હવે મીરા માસી માની જશે ને' દીદી?" જીયાએ રાધિકા સામે જોયું.

"શાના માટે માની જશે?" રાવિકાએ તેની બન્ને બેનો તરફ વારાફરતી જોયું.
રાધિકાએ મીરાના નિર્ણય વિશે વિગતવાર વાત કરી, રાધિકાની વાત સાંભળી રાવિકાનો ચેહરો ઉતરી ગયો, "મીરા માસીએ જીજ્ઞા માસી સાથે આવું નતું કરવું જોઈતું."
"તને ઠીકઠાક જોશે એટલે બધું ઠીક થઇ જશે, જોજે ને' તું." રાધિકાએ કહ્યું.

કેરિનએ અમદાવાદ જવા ફ્લાઇટ બુક કરી લીધી હતી, રાતની ફ્લાઇટ હતી તેથી રાધિકા, જીયા અને કેરિનએ શહેર જોવાનું નક્કી કર્યું. રાવિકા હોટેલ પર જ રોકાઈ હતી કેમકે તેને આરામ કરવો હતો, કેરિન રોકાવાનો હતો પણ રાધિકા તેને જીદ કરીને સાથે લઇ ગઈ કેમકે તેં જાણતી હતી કે રાવિકાને આરામની ખુબ જરૂર છે.
સાંજના સમયે રાવિકા હોટેલના બગીચામાં આવીને બેઠી, તેની આંખો આકાશ તરફ મંડાયેલી હતી અને તેની નજરોમાં તેની માં નો ચેહરો તરવરી રહ્યો હતો.

"તમે ઠીક છો હવે?" વિહાન સલામત અંતરે રાવિકાની બાજુમાં બેઠો.
"હ... હા... ઠીક છું." રાવિકાએ એક નજર વિહાન પર નાખી અને ફરી આકાશ તરફ જોવા લાગી.
"મિષ્કાના વર્તન બદલ હું તમારી માફી માંગુ છું." વિહાન બોલ્યો.
"મિષ્કા કોણ?" રાવિકાએ વિહાન સામે જોયું.
"મારી ભૂતપૂર્વ પત્નિ, સવારે તેં તમારા રૂમમાં આવીને તમને જેમતેમ બોલી હતી એ મને હમણાં ખબર પડી. એ માનસિક રોગી છે, તેની હરકતોને ધ્યાનમાં ન લેશો." વિહાન મિષ્કા વિશે વાત કરતાં ખચકાઈ રહ્યો હતો.

"કોણ છે માનસિક રોગી?" મિષ્કા અચાનક આવીને વિહાન સામે ઉભી રહી ગઈ.
"મિષ્કા, કોઈજ તમાશો ન કરતી અને ચાલ અહીંથી." વિહાનએ ઉઠીને મિષ્કાને ત્યાંથી લઇ જવા તેનો હાથ પકડ્યો પણ મિષ્કાએ તેનો હાથ ઝાટકી નાખ્યો અને રાવિકા સામે જોઈને બોલી, "તું કેટલી બેશરમ છે, હજુ સવારે હું તને ચેતવીને ગઈ છું કે મારા પતિથી દૂર રહેજે અને સાંજે તું ફરી તેના પર તારો જાદુ ચલાવવા આવી ગઈ."

"હું તારો પતિ નથી મિષ્કા, આપણા ડાયવોર્સ થઇ ગયા છે." વિહાનએ મિષ્કાને બાવડેથી પકડીને તેની તરફ ફેરવી.
"આ તમે બન્ને શું કરો છો? તમારો જે પણ મેટર હોય એ જઈને એકાંતમાં ઉકેલોને, આમ દુનિયા સામે તમાશો કરવાનો શું મતલબ છે?" રાવિકાએ મિષ્કા સામે જોયું અને ફરી બોલી, "જોં બેન, તારા પતિ સાથે મારો કોઈ સબંધ નથી. હું બીમાર હતી, બેભાન થઇ ગઈ હતી તો તારા પતિએ મારી મદદ કરી બસ. હું પરિણીત છું અને મારા લગ્નજીવનમાં ખૂશ છું, તું પણ ખુશ રે ને' બેન."

"રંગે હાથ પકડી એટલે કેવું મીઠુ મીઠુ બોલે છે, સવારે તો આગ વરસતી હતી આજ મોઢામાંથી અને હવે અમૃત. પણ તું યાદ રાખજે રાધિકા, હું તારી વાતોમાં નથી આવવાની. તમારો બન્નેનો અફેર ચાલે છે એ હું સાબિત કરીને રઈશ." મિષ્કા ગુસ્સામાં ત્યાંથી નીકળી ગઈ.
"વ્હોટ ધિ હેલ?" રાવિકાએ વિહાન સામે જોયું.
"અમારા ટોક્સિક લગ્નજીવનનો અંત આવ્યા પછી હું માનસિક શાંતિ માટે અહીં આવ્યો હતો, પણ મિષ્કા મારી પાછળ પાછળ અહીં સુધી આવી ગઈ અને હવે તમારી પર પણ ખોટા આળ નાખી રહી છે." વિહાનની આંખોમાં આંસુ આવી ગયાં.

"આઈ એમ સો સોરી." રાવિકાએ વિહાનના ખભા પર હાથ મુક્યો અને એજ સમયે કેરિન ત્યાં આવ્યો, રાવિકાને વિહાન સાથે જોઈને કેરિનને અનાયાસે ઈર્ષ્યા થઇ આવી.
"રાવિ, હું તને બધે શોધી રયો અને તું અહીં બેઠી છે." કેરિનએ રાવિને ઉભી કરી જેથી તેનો હાથ વિહાનના ખભા પરથી સરકી જાય.
"હું બસ ઇવનિંગ માણવા અહીં આવી ગઈ હતી, તમે લોકો ક્યારે આવ્યાં?" રાવિકાને કેરિનનુ વર્તન અજીબ લાગ્યું તેથી પરિસ્થિતિ બદલવા તેણીએ અલગ વાત કાઢી.

"અરે તમે, તમે સવારે મળ્યા હતા પણ આપણો પરિચય તો થયો જ ન'તો. હું કેરિન દેશમુખ, રાવિનો પતિ." કેરિનએ વિહાન તરફ હાથ લંબાવ્યો.
"હું વિહાન મલ્હોત્રા અને હું કોઈનો પતિ નથી." વિહાન હસી પડ્યો.
"હ્યુમર, નાઇસ." કેરિન નકલી હસ્યો.
"વિહાન, અમે નીકળીશુ. આવજો." રાવિકાએ કેરિનનો હાથ પકડ્યો અને તેને ખેંચીને ત્યાંથી લઇ ગઈ.

"અરે પણ ક્યાં લઇ જાય છે? મારે વિહાન સાથે વધારે વાત કરવી હતી." કેરિન અચાનક ઉભો રહી ગયો, રાવિકાએ તેનો હાથ પકડેલો હતો એટલે તેં કેરિન તરફ ખેંચાઈ અને તેને અથડાઈ.
"શું વાત કરવી હતી તારે વિહાન સાથે? આટલુ વિચિત્ર બિહેવિયર કેમ કરે છે અને મોસ્ટ ઈમ્પોર્ટન્ટ, તું આટલુ બધું ક્યારથી બોલવા લાગ્યો?" રાવિકાએ જીણી આંખો કરીને કેરિન સામે જોયું.

"હું... હું તો... મારે વિહાન સાથે કંઈ પણ વાત કરવી હોય, હું તને શુકામ જણાવું?" કેરિનથી અમુક ઇંચ દૂર ઉભેલી રાવિકા તેના હૃદયના ધબકારા વધારી રહી હતી.
"જેલસ?" રાવિકા હસી.
"જેલસ માય ફૂટ." કેરિનએ તેનો ચેહરો ફેરવી લીધો.
"હું તને સાચેજ પ્રેમ કરું છું રાવિ.... આવું કોઈક બોલ્યું હતું." રાવિકા એકદમ કેરિનની નજીક આવી ગઈ હતી.

"હા, કરું છું." કેરિનની આંખોમાં રાવિકા માટે પ્રેમ ઉભરી આવ્યો, કેરિનએ અચાનક તેના પ્રેમની કબૂલાત કરી લીધી એટલે રાવિકાને ઝટકો લાગ્યો. તેં પાછી પડી, પણ કેરિનએ તેને કમરથી પકડીને તેની નજીક ખેંચી અને તેને એક તસતસતું ચુંબન ચોડી દીધું.
રાવિકાની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઈ, કેરિનના હૃદયમાં રાવિકાના સ્પર્શથી પંતગીયા ઉડી રહ્યાં હતાં અને બન્નેને દૂરથી જોઈને ઉભેલી જીયાની આંખોમાં આંસુ આવી ગયાં હતાં.
કેરિનએ ચુંબન તોડ્યું અને રાવિકાનો ચેહરો તેના બન્ને હાથમાં લીધો અને બોલ્યો,"હું તને ખુબજ પ્રેમ કરું છું."

ક્રમશ:


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED