લોસ્ટ - 45 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોસ્ટ - 45

પ્રકરણ ૪૫

રાવિકા અને રાધિકા તેમની હોટેલ પર આવી ગઈ હતી, માનસા તેમની નજીક આવે એ પહેલાંજ બન્ને છોકરીઓ ત્યાંથી ગાયબ થઈને સીધી હોટેલ પર પહોંચી ગઈ હતી.
બન્નેની હાલત ખુબજ ખરાબ હતી, રાધિકા સીધી તેના રૂમમાં પહોંચી હતી પણ રાવિકા સરખું ન વિચારી શકવાને કારણે કોરીડોરમાં આવી ગઈ હતી.
રાવિકાએ તેના શરીરમાં બચી હતી એટલી બધીજ હિમ્મત ભેગી કરી અને ઉભી થવાનો પ્રયત્ન કર્યો પણ તેની હિંમત જવાબ દઈ ગઈ અને તેં નીચે પડવાની જ હતી ત્યાંજ બે મજબૂત હાથ તેની કમર પરતે લપેટાયા અને તેં પડતા બચી.

"હું ક્યાં છું?" રાવિકાની આંખ ખુલી ત્યારે તેં એક અજાણ્યા ઓરડામાં સૂતી હતી, તેના પલંગની બાજુમાંજ ખુરશી પર એક નવયુવાન બેઠો હતો.
"તમે મારા રૂમમાં છો, તમે બેભાન થઇ ગયાં હતાં તો હું તમને અહીં લઇ આવ્યો." તેં યુવાન રાવિકાનો અવાજ સાંભળીને ઝબકીને જાગ્યો.
"તમે કોણ છો?" રાવિકાએ ઓરડાનું અને તેં યુવાનનું નિરીક્ષણ કર્યું.
"વિહાન મલ્હોત્રા, તમે?" વિહાનએ તેનો હાથ લંબાવ્યો.

"રાવિકા રાઠોડ." રાવિકાએ હસ્તધનૂન કર્યું અને ઉભી થઈને બા'ર જતાં બોલી,"થેંક્યુ ફોર યોર હેલ્પ."
"હું તમને મૂકી જઉં, તમારી તબિયત ઠીક નથી લાગતી." વિહાન ઉભો થઈને રાવિકા પાછળ ગયો.
બન્ને તેમના રૂમમાંથી બહાર નીકળ્યાં એજ સમયે કેરિન ત્યાં આવ્યો, રાવિકાને જોઈને કેરિનએ તેને ગળે લગાવી,"ક્યાં હતી તું? તું ઠીક તો છે ને?"

"હું ઠીક છું, હું કોરીડોરમાં બેભાન થઇ ગઈ હતી અને આમણે મારી મદદ કરી." રાવિકાએ વિહાન સામે ઈશારો કર્યો.
"તમારો ખુબ ખુબ આભાર." કેરિનએ હાથ જોડીને વિહાનનો આભાર માન્યો અને રાવિકાને લઈને જીયાના રૂમ તરફ ગયો.
"આપણે અહીં કેમ આવ્યાં છીએ?" રાવિકાએ જીયાને જોતાંજ પૂછ્યું.

"મારે અને જીયાને તારી સાથે કંઈક વાત કરવી છે." કેરિનએ જીયા અને રાવિકા સામે વારાફરતી જોયું.
"શું વાત કરવી છે?" રાવિકાએ જીયાના ચેહરા પર ટેન્શન જોયું.
કેરિનએ તેં અને જીયા મહાલ્સાને મળવા ગયાં હતાં, બન્નેએ એકલાં ગુફામાં રાત વિતાવી, જીયાએ તેના મનની વાત કરી અને બન્નેના લગ્ન ફિક્સ થયાં ત્યાં સુધીની વાત વિગતવાર જણાવી.

રાવિકા બધી વાત જાણ્યા સમજ્યા પછી કંઈક બોલવા જતી હતી ત્યાંજ રાધિકા પાછળથી આવીને બોલી,"થેન્કગોડ તું ઠીક છે રાવિ, હું જેવી ઉઠી અને મેં તને ન જોઈ તો મને લાગ્યું મેં સપનું જોયું. હું ખુબજ ડરી ગઈ હતી કે તું અહીં નથી, મને પસ્તાવો પણ થયો કે તું ઠીક છે કે નઈ એ જાણ્યા વગરજ હું આખી રાત ઊંઘી રઈ."
"આખી રાત? તમે બન્ને રાત્રે જ પાછી આવી ગઈ હતી?" કેરિન ચોંક્યો.

"હા, કેમ?" રાવિકાએ કેરિન સામે જોયું.
"તું આખી રાત એક અજાણ્યા પુરુષ સાથે એકલી તેના રૂમમાં હતી?" કેરિનના ચેહરા પર ઈર્ષ્યાના ભાવ આવ્યા.
"હા, કદાચ. હું તો બેભાન થઇ ગઈ હતી, મને શું ખબર?" રાવિકાએ ખભા ઉછાળ્યા.
"આ બધી વાત છોડ કેરિન." જીયાએ કેરિનને આગળ બોલતા અટકાવ્યો અને રાવિકાના હાથ પકડીને બોલી,"બેન, મને માફ કરજે. તારા પતિને છીનવી લેવાનો મારો ઈરાદો નથી, તારી જગ્યા લેવાની કે તારો હક મારવાની કોશિષ હું ક્યારેય નઈ કરું. કેરિન તારો છે અને તારો જ રહેશે."

"આવું કેમ બોલે છે તું? તેં જાણીજોઈને કંઈજ નથી કર્યું જીયા, તમને બધાયને તો એવુજ લાગ્યું હતું ને' કે હું મરી ગઈ છું." રાવિકાએ જીયાના આંસુ લૂંછયા.
"અરે હા, તું જીવે છે કંઈ રીતે? મતલબ તારા અંતિમ સંસ્કાર તો મેં..." રાધિકા આગળ ન બોલી શકી.
"હું કેરિન માટે ચિઠ્ઠી મૂકીને બાબાજી ને મળવા ગઈ હતી.....


"રાવિકા, આવ." બાબાજીએ રાવિકાને બેસવા આસન આપ્યું.
"બાબાજી, માયાનો અંત કરવો જરૂરી છે. એ મારી શક્તિઓ એમજ મેળવવા માંગતી હોય એ વાત માનવામાં નથી આવતી. એનું લક્ષ્ય કંઈક અલગ છે અને એ જે કંઈ પણ હશે બઉ ભયાનક હશે." રાવિકાના ચેહરા પર ચિંતા હતી.
"હા, માયાનુ લક્ષ્ય તું વિચારે છે એટલુંજ ભયાનક છે." બાબાજીએ શાંતચિતે જવાબ આપ્યો.

"શું છે એનું લક્ષ્ય બાબાજી? તેને કંઈ રીતે રોકી શકાય?" રાવિકાએ પૂછ્યું.
"આ પ્રશ્ન તું તારી જાતને કેમ નથી પૂછતી? તારી પાસે શક્તિઓ છે એ કોની છે? કેમ છે? આ બધાજ પ્રશ્નના જવાબ તારા અંદર જ છે." બાબાજીએ રાવિકાના માથા પર હાથ મુક્યો અને બોલ્યા,"સત્યની જીત જ તારું લક્ષ્ય હોવું જોઈએ અને જોં ઈરાદો સાચો હશે તો રસ્તો આપોઆપ મળી જશે."

"આ ગુફાની બહાર હું જે કંઈ કરીશ એ માયા જાણી જશે, કોઈ એવો ઉપાય કે જેનાથી માયા થોડા દિવસ પૂરતી ક્યાય કેદ થઇ જાય." રાવિકાએ વિનંતી કરી.
"ઠીક છે, હું માયાને ૭ દિવસ માટે તેની ગુફા છે એ પર્વત પર કેદ કરી દઉં છું અને તને આ તાવીજ આપું છું. આ તાવીજ પહેરીશ એટલે તું શક્તિવિહીન એક સામાન્ય માણસ બની જઈશ અને કોઈ તારા સુધી પહોંચી નઈ શકે." બાબાજીએ એક તાવીજ રાવિકાના હાથમાં મૂક્યું.

રાવિકા બાબાજીને પ્રણામ કરીને ત્યાંથી નીકળી ગઈ, બાબાજીની ગુફાથી નીકળી તેં સીધી જુના રાઠોડ હાઉસ આવી.
"મમ્મા...." રાવિકા દોડતી જઈને આધ્વીકાને વળગી પડી.
"તું એકલી કેમ આવી છે? રાધિ ક્યાં છે?" આધ્વીકાએ પૂછ્યું.
"મમ્મા, માયાએ કેમ તમને અહીં કેદ કર્યા છે?" રાવિકાએ આધ્વીકાના ખોળામાં માથું મૂકીને પૂછ્યું.

"હવે તમે બન્ને તમારી શક્તિઓ વિશે જાણો છો એટલે મને હવે માયાનો ડર નથી, હવે હું તને બધું જણાવી શકું છું." આધ્વીકાએ એક પળ માટે ભૂતકાળ યાદ કર્યો અને બોલી,"માયા તારી બલી ચડાવવા માંગે છે, તારી બલી ચડાવીને તેને અમરત્વ મળશે. ત્યારબાદ તેં રાધિકાના સંતાન પાસેથી તેની શક્તિઓ છીનવીને આખી દુનિયાને તેના વશમાં કરવા માંગે છે, જોં માયા સફળ થઇ ગઈ તો આખી દુનિયાને બરબાદ કરી નાખશે."

"માયાને રોકવી કંઈ રીતે મમ્મા?" રાવિકા માયાના ઈરાદા જાણીને ચોંકી ગઈ હતી.
"૨૧ વર્ષથી માયાની સાથે આ ઘરમાં છું હું, આટલા વર્ષમાં માયાને મેં એક વાર જ કમજોર પડતા જોઈ હતી. તેની બેન મહાલ્સાને યાદ કરીને તેં કમજોર પડી ગઈ હતી, તું જા અને મહાલ્સા વિશે માહિતી મેળવ."
"મમ્મા, તને ક્યારેય મિત્તલ ફઈ પર ગુસ્સો નથી આવતો? કોઈક અંશે મિત્તલ ફઈ આ બધી ઘટનાઓ માટે જવાબદાર છે એવુ ક્યારેય નથી લાગ્યું તને?" રાવિકાએ પૂછ્યું.

"નિયતિ માટે કોઈ જવાબદાર નથી હોતું બેટા, માણસો તો માત્ર નિમિત્ત હોય છે બાકી ભાગ્ય તો પહેલેથી જ નક્કી હોય છે અને પોતાની પરેશાનીઓનો દોષ બીજાને માથે કમજોર માણસો જ ઢોળી શકે." આધ્વીકાએ શાંતિથી જવાબ આપ્યો.
રાવિકાએ આશ્ચર્યથી આધ્વીકા સામે જોયું, તેની માંને બધાં માથાભારે સ્ત્રી કહેતા પણ એ કેટલી સાહસી અને હિમ્મતવાન સ્ત્રી હતી એ રાવિકા આજે જાણી શકી હતી.
"મમ્મા, હું માયાને જરૂર હરાવીશ. તેના ખોટા ઈરાદાઓમાં માયા કદીયે સફળ નઈ થાય." રાવિકા આધ્વીકાને ગળે મળીને ત્યાંથી નીકળી ગઈ.

"તો એ કોણ હતી જેના અંતિમ સંસ્કાર અમે કર્યા?" કેરિન વચ્ચે બોલી ઉઠ્યો.
"હા, એ છોકરી અદલ તારા જેવી જ દેખાતી હતી. યું ગાય્ઝ આર ટ્રિપ્લટ?" જીયાએ પૂછ્યું.
"ઓફકોર્સ નોટ, એ છોકરી વિશે જ જણાવું છું હવે..." રાવિકા આગળ કંઈ બોલે એ પહેલાંજ તેમના રૂમનો દરવાજો ખખડ્યો.

કોઈ જોરજોરથી દરવાજો કુટી રહ્યું હોય એવો અવાજ આવી રહ્યો હતો, રાધિકા ઉઠીને દરવાજો ખોલવા ગઈ.
"તું મારા પતિ સાથે શું કરતી હતી?" એક યુવતી બારણું ખુલતાજ રાધિકા તરફ ધસી.
"કોણ પતિ?" રાધિકાએ બે ડગલાં પાછળ લીધાં.
"વિહાન, મારો પતિ વિહાન... જેની સાથે તું આખી રાત એના રૂમમાં હતી, ચક્કર ચાલે છે તમારું? ક્યારથી ચાલે છે?" તેં યુવતી ફરી રાધિકા તરફ ધસી.

"જીભ સંભાળીને વાત કર નહીં તો..." રાધિકાને ગુસ્સો આવી રહ્યો હતો.
"નહીં તો શું? પહેલા મારા પતિ સાથે રંગરેલીયા મનાવ્યા અને હવે મને ધમકી આપે છે." તેં યુવતીએ રાધિકાને મારવા તેનો હાથ ઉપાડ્યો અને રાધિકાનો ગુસ્સો ફાટી નીકળ્યો, રાધિકાએ તેનો હાથ પકડીને મચકોડ્યો અને તેને ગળેથી પકડીને બોલી,"તારો પતિ વિહાન હોય કે ફિહાન, મને જરાય રસ નથી તારામાં કે તારા પતિમાં. હવે પછી ભૂલથીયે મારા સામે પણ આવી છે, તો તારા એવા હાલ કરીશને કે તું આખી જિંદગી એમ વિચારીને પસ્તાઈશ કે તેં રાધિકા રાઠોડ સામે પડવાનું વિચાર્યું પણ કેમ?

"તું આધ્વીકા રાઠોડની દીકરી છે?" તેં યુવતીની આંખો પહોળી થઇ ગઈ.
"હા, તું મારી મમ્માને ઓળખે છે તો સારુ છે. મારી સામે લડવાની ભૂલ નઈ કરે..." રાધિકાએ બારણું તેં યુવતીના મોઢા ઉપર બંધ કરી નાખ્યું.
"તો તું છે આધ્વીકા અને રાહુલની દીકરી, હવે તો તારી સામે બાથ ભીડવી જ પડશે અને તારા તો હું એવા હાલ કરીશ કે તું આખી જિંદગી મિષ્કા જોશીને યાદ રાખીશ." મિષ્કાની આંખોમાં બદલાની આગ બળી રહી હતી.

ક્રમશ: