એક પૂનમની રાત - પ્રકરણ-60 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પૂનમની રાત - પ્રકરણ-60

એક પૂનમની રાત
પ્રકરણ-60
મિલીંદનાં પાપા ભવાનસિંહ સિધ્ધાર્થને ખાસ મળવા માટે આવ્યાં હતાં. એમને મીલીંદનાં કેસની જાણકારી પણ મેળવવી હતી અને સિધ્ધાર્થને પણ અત્યારે મોકો મળ્યો હતો કે એ ભવાનસિહનાં ઘરની અંદરની વાતો જાણી શકે અને હવે એ રીતે પ્રશ્નોની જાળ બીછાવવી ચાલુ કરી હતી. સિધ્ધાર્થને એવું ફીલ થયું કે ભવાનસિંહ પિતા તરીકે ખૂબ દુઃખી છે એકનો એક પુત્રનું એ પણ જુવાન જોધનું મૃત્યુ થયું છે એમને કેવી રીતે સાંત્વના આપી શકાય એનાં અંગે એ વિચારી રહ્યો.
સિધ્ધાર્થે ભવાનસિંહને પૂછ્યું તમે મુંબઇ એકલાંજ રહો છો ? તમારી જોબ કસ્ટમમાં છે ને ? તમે બદલી શા માટે નથી કરાવી લેતા ? અથવા ફેમીલીને ત્યાં બોલાવી શકો છો.
સિધ્ધાર્થે એક સાથે ઘણાં પ્રશ્નો પૂછી લીધાં હવે, જવાબ આપવાનો વારો ભવાનસિંહનો હતો એમણે પ્રશ્નો સાંભળી જાણે વિચલીત થઇ ગયાં જાણે દુઃખતી નસ કોઇએ દબાવી દીધી. છતાં ચહેરો સ્વસ્થ રાખીને એમણે જવાબ આવ્યો.
"યસ ઇન્સપેક્ટર હું મુંબઇ કસ્ટમ વિભાગમાં હેડ છું અને મને ત્યાં લગભગ 10 વર્ષ પુરા થવા આવ્યાં છે મારાં અન્ડરમાં ત્યાંનાં પોર્ટ, એરપોર્ટ અને ઘણી બધી જગ્યાઓ છે અને સ્ટાફ સાથે ઘણી ફાવટ છે તેથી મને સફળતા અને સહયોગ ખૂબ મળ્યો છે. હું ત્યાં કામમાં એવો પરોવાયો અને સફળતા મળી પછી બદલી કરાવવાતો કદી વિચાર નથી આવ્યો. હું એકલોજ રહુ છું અને હવે માફક આવી ગયું છે. બલ્કે દર શનિ-રવિ તથા રજાઓમાં ફેમીલી સાથે રહેવા આવી જઊં છું અને ફેમીલીને ત્યાં બોલાવવા ઘણીવાર વિચાર કર્યો કહ્યું પણ મારી મધરને ભેજવાળી આબોહવા માફક નથી આવતી એમને તરતજ તબીયતમાં તકલીફ થાય છે અને મારી પત્નીને વડોદરાજ વધુ પસંદ છે વળી અહી છોકરાઓનું એજ્યુકેશનથી માંડી બધુ સેટલ છે અને પોતાનાં મોટો બંગલો છે કોઇ અગવડ નથી અને હું બધાથી દૂર રહીને પણ કાળજી લઊં છું એટલે મને કે મારી ફેમીલીને અગવડ નથી લાગી.
ભવાનસિહે કહ્યું પણ ઇન્સપેક્ટર આ બધાં કેસ સાથે મારી પર્સનલ લાઇફ સાથે શુ લેવા દેવા છે ? અમારું સંયુક્ત અને સુખી કુટુંબ છે અમને એકબીજા માટે કોઇ ફરિયાદ નથી અને હું મારી કેરીયરથી પણ સંતુષ્ટ છું.
સિધ્ધાર્થે કહ્યું નો નો મારે તમારી પર્સનલ લાઇફ વિશે જાણવાનો રસ નથી પણ તમારી ગેરહાજરીમાં કોઇ પ્રસંગ બની જાય તો કેવી રીતે મેનેજ કરો છો ? એજ જાણવું હતું. માની લો તમારાં દીકરાની બર્થ ડે સમયે તમે અહીજ હતાં પણ પછી તમે તરત ડ્યુટી જોઇન્ટ કરી લીધી. અમારી તપાસ ચાલુ હતી અને તમારાં ઘરનો ઘરઘાટી નોકર રામુનું ખૂન થઇ ગયું. અને એ તમારાં દીકરાનાં ખૂન સાથે સુસંગત ઘટના છે તમે પછી દોડી આવ્યા કે તપાસ શું ચાલી રહી છે ? અને મી. ચૌહાણ તમારી ફેમીલી વિશે અમારી પાસે પણ નોંધ છે તમારાં પતિ-પત્નિનાં સંબંધો એટલાં તંદુરસ્ત નથી કે નથી લાગણી જતાવનારાં ? એવો અમારો અભ્યાસ છે તમારું શું માનવું છે ?
ભવાનસિંહની ભ્રમરો ચઢી ગઇ એમણે નારાજગી સાથે કહ્યું ઇન્સપેક્ટર તમે મારી આગવી જીંદગી અને અમારાં સંબંધો વિશે કેવી રીતે બોલી શકો ? એતો.. મિલીંદના મૃત્યુનો આધાત મારી પત્ની જીરવી નથી શકી એટલે એનો સ્વભાવ થોડો ચીડીયો થઇ ગયો છે. કઇ માં પોતાનાં જુવાન જોધ દીકરાને આમ મરતો જોઇ શકે ? અને તમે અમારાં દુઃખમાં અમારી સંબંધની જાણકારી મેળવવા પ્રયત્ન કરો છો ઉપરથી ખુલાસા માંગો છો ? તમને શરમ આવવી જોઇએ કે હજી છોકરા ગુમાવ્યાને સમય પણ નથી થયો અને પર્સનલ જીંદગી પર કોમેન્ટ કરો છો ? હું પણ સરકારી નોકર છું. અમારે ત્યાં પણ ઘણાં કિસ્સા બને છે અમે અમારી ડ્યુટી બરાબર નીભાવીએ છીએ કોઇની આગવી જીંદગીમાં માથાકૂટ નથી કરતાં. તમારો ખૂબ આભાર જાણકારી આપવા બાબતે અમારો કેમેરા પરત કરો પછી હું રજા લઊં... સિધ્ધાર્થે કહ્યું અરે અરે તમે નારાજ થઇ ગયાં. મારો આવો તમને હર્ટ કરવાનો હેતુ કે ઇરાદોજ નહોતો. આપ બેસો હું તમારા માટે ચા મંગાવુ છું. અને કેમેરા પણ પરત કરુ છું અને એમણે ફરીથી કાળુભાને બોલાવ્યાં. કાળુભાને આવતા વાર લાગી એટલે એમણે ફરીથી પ્યુનને બૂમ પાડી બાબુ દોડતો આવ્યો.
સિધ્ધાર્થે કહ્યું કાળુભા ક્યાં છે કેમ આવતાં નથી ? બાબુએ કહ્યું સર કાળુભા પેલા બે યુવાનો સાથે વાત કરે છે. બોલાવું છું સિધ્ધાર્થે કંઇ આગળ પૂછવા જાય ત્યાં કાળુભા કાર્તિક અને ભેરોસિહં સાથે અંદર આવ્યો અને સિધ્ધાર્થ બંન્નેનો જોઇને કહ્યું તે બોલાવી લીધાં આ લોકોને ? ત્યાં ભવાનસિંહ અને કાર્તિક ભેરોસિહ બધાની નજર એક થઇ અને ભવાનસિંહ ચોક્યા પછી બીજીજ પળે સ્વસ્થ થયાં. એમની આંખો ઊંચી થઇ ગઇ હતી આબધુંજ સિદ્ધાર્થે નોંધ્યુ સિધ્ધાર્થે કહ્યું આ લોકોનાં વાળનાં સેંમ્પલ લેવડાવી લે અને હોસ્પીટલમાંથી આવી ગયા ? અને એ લોકોને રોકી રાખજે મારે વાત કરવી છે અને પછી ભવાનસિંહ સામે જોઇને કહ્યું કાળુભા આ સાહેબશ્રીનું લોહી અને વાળનું સેમ્પલ જોડે જોડે લેવડાવી લેજો કામ લાગશે એમને ફરી ફરી ક્યાં બોલાવવા ? કસ્ટમનાં ખૂબ મોટાં અધિકારી છે અને મુંબઇ રહે છે.
ભવાનસિંહે કહ્યું શા માટે મારાં સેમ્પલ ? તમે શું કરવા માંગો છો ? હું કોઇ ગુન્હીત કામમાં સામેલ નથી સિધ્ધાર્થે કહ્યું ના ના તમારી સામે કોઇ તપાસ નથી પરંતુ તમારી દીકરીનાં હાથરૂમાલ ત્થા મીલીંદના શર્ટ પર અમને બીજા કોઇનો લોહીનાં અંશ મળ્યા છે એટલે એની તપાસ અંગે સેમ્પલ લેવાનાં છે તમારાં ઘરનાં વ્યક્તિનાં હોય તો ટેન્શન નથી પણ બહારનાં હોય તો તપાસમાં સરળતા પડે. એજ આશય છે.
કાળુભાને કહ્યું તમે એમનો કેમેરા પણ પાછો આપી દો. એમને બતાવી ચેક કરી એમને પરત આપ્યાની સ્લીપ બનાવી સહી લઇને આપી દો. અને ભવાનસિંહને કહ્યું સર તમે જઇ શકો છો.
ભવાનસિંહ બહાર આવ્યા અને કાળુભાએ એમને બેસવાની વ્યવસ્થા કરી આપી. ભવાનસિંહ અને કાર્તિક ભેરોસિહની વારે વારે નજર મળતી પાછી ફેરવી લેતાં બંન્ને બાજુ અકળામણ હતી પણ કોઇ કંઇ બોલતું નહોતું ત્યાં અચાનક સિધ્ધાર્થ એની કેબીનની બહાર આવ્યો અને કાળુભાને બધાં સાંભળે એમ કીધું કાળુભા તમે આ કામ પતાવો મારી કેબીનમાં પાછળનાં દરવાજેથી પેલી નટખટ અને બટકબોલી છોકરી મને મળવા આવી છે કહે છે એને મને કંઇક ખાનગી અગત્યની વાત કરવી છે તમે દેવાંશને પણ ફોન કરી બોલાવી લો.
સિધ્ધાર્થ ને બોલતો સાંભળી કાર્તિક ખુરશીમાંથી ઉભો થઇ ગયો ભેરોસિંહ મોં વકાસીને સાંભળી રહ્યો અને જેનાં પર રીએક્શનની આશા નહોતી એ ભવાનસિહ પણ ઉભા થઇ ગયાં અને બોલી ઉઠ્યા કંઇ છોકરી ?
સિધ્ધાર્થે ત્રણેની સામે વારાફરથી જોયું અને કહ્યું ઓહ તમે ત્રણે ઓળખો છો એને. ભવાનસિહને કહ્યું તમારાં તો ઘરે આવી હતી મીલીંદની ફ્રેન્ડ બનીને પણ કાર્તિક ભેરોસિંહ તમે શા માટે આટલા આષ્ચર્યમાં પડી ગયાં ? ઓળખો છો ?
કાર્તિક ઉભા થતાં તો થઇ ગયો પછી મૂંઝાયો એણે કહ્યું ના ના સર આતો છોકરીની વાત સાંભળીને આષ્ચર્ય થયું કે છોકરી તમારી કેબીનમાં ?
સિધ્ધાર્થે કહ્યું કેમ કોઇ છોકરી મારી કેબીનમાં ના આવી શકે ? માત્ર તમેજ મોકલી શકો ? તોજ આવે ? અહીં પોલીસ સ્ટેશનમાં આંટા મારેજ છે અત્યારે મારી કેબીનમાં બેઠી છે કંઇક નિવેદન લખાવવા આવી છે કહે છે દેવાંશને બોલાવો તો હું બધીજ અત્યાર સુધીની ઘટનાઓનાં રહસ્ય ખોલી નાંખુ તમે જેની તપાસ કરી રહ્યાં છો.
હું વિચારુ છું શું કરવુ ? વિક્રમસિહજીનાં આવવાની રાહ જોઉ છું એ આવે એટલે એમની હાજરીમાંજ બધુ નિવેદન લઊં એમ કહીને બાબુને કહ્યું સર આવે એટલે મને બોલાવ... કાર્તિક-ભેરોસિંહ અને ભવાનસિહ...
વધુ આવતા અંકે - પ્રકરણ - 61