એક પૂનમની રાત
પ્રકરણ-61
સિધ્ધાર્થે કાર્તિક ભેરોસિંહ અને ભવાનસિંહ સામે ચાલ ચાલી અને બોલ્યો મારી કેબીનમાં કોઇ સુંદર છોકરી આવીને બેઠી છે એને જુબાની આપવી છે એવું કહી છે. નિવેદન લખાવવું છે એટલે પહેલાં રઘુનાથ બર્વેને આપણાં રાઇટરને બોલાવ અને એ છોકરીનું નામ સરનામુ અને શું નિવેદન લખવાનું ચે એ જાણી લો અને એ કહે છે દેવાંશને બોલાવો મારે એની હાજરીમાં જ લખાવવું છે.
કાળુભા સિધ્ધાર્થ જે બોલી રહેલો એ શાંતિથી સાંભળી રહેલો એ થોડું સમજી રહેલો થોડુ એને ઉપરથી જતું હતું. સિધ્ધાર્થ સમજીને કાર્તિક, ભેરોસિહ અને ભવાનસિંહ સામે બોલી રહેલો.
ભવાનસિહ અને કાર્તિકની નજરો મળી ભવાનસિહનાં ભવા અને આંખોની ભ્રમર ઉંચી થઇ એમનાં આંખનાં ડોળા આમેતેમ ફરી રહેલાં એમને કંઇક અગમ્ય અકળામણ થઇ રહી હોય એવું લાગતું હતું કાર્તિક પણ એમની સામે જોવાનું ટાળી રહેલો ભેરોસિંહ સમજીને સિધ્ધાર્થની સામે જ જોઇ રહેલો.
સિધ્ધાર્થે કાળુભાને કહ્યું સીટી હોસ્પીટલમાંથી પેલા કર્મચારી આવે એટલે ભવાનસિહ, કાર્તિક અને ભેરોસિહનાં સેમ્પલ લઇ લો.
ત્યાં બાબુ દોડતો દોડતો આવ્યો એણે કહ્યું સીટી હોસ્પીટલમાંથી નર્સ આવી ગઇ છે અને મોટા સાહેબ પણ આવી ગયાં છે સર તમને બોલાવે છે.
સિધ્ધાર્થે કહ્યું કાળુભા આ લોકોનાં સેમ્પલ લઇ લો અને પછી ચોહાણ સરને ઘરે જવા દેજો અને એમનો કેમેરા પાછો આપી દેજો પછી કાર્તિક ભેરોસિહ તરફ જોઇને કહ્યું. તમે તમારાં બ્લડ-હેર સેમ્પલ આપીને વેઇટ કરજો તમને હું પાછા બોલાવીશ ત્યાં સુધીમાં દેવાંશને પણ બોલાવી લઊં છું એમ કહીને એ એની ચેમ્બરમાંથી વિક્રમસિંહજીની ઓફીસ તરફ ગયો અને બાબુને બાજુમાં બોલાવી કંઇક કાનમાં કહ્યું અને આગળ વધી ગયો. બાબુએ હકારમાં ડોકી ધુણાવી અને પોલીસ સ્ટેશનની બહાર નીકળી ગયો.
************
દેવાંશ અને અનિકેત-અંકિતાને લઇને એ વ્યોમાનાં ઘર તરફ જઇ રહેલાં. અનિકેતને અંકિતાને કહ્યું કાલથી નવરાત્રી ચાલુ થાય છે આપણે વ્યોમાનાં ઘરેથી બધુ નક્કી કરીને પછી રાત્રીનો પ્રોગ્રામ બનાવીએ આમ પણ સાંજ તો થઇ ગઇ છે.
અંકિતાએ કહ્યું મેં મારા ઘરે વાત કરી લીધી છે કાલથી નવરાત્રી ચાલુ થાય છે અને હું મારાં ફ્રેન્ડ્સ સાથે ગરબા કરવા જવાની છું. પાપાએ કહ્યું તું તારે જ્યાં જવું હોય ત્યાં જજે પણ તારો મોબાઇલ બંધ ના આવવો જોઇએ એટલી કાળજી રાખજે.
અનિકેતે કહ્યું યાર ગરબાની એકલાની વાત નથી કરતો હું એમ કહુ છું કે મેં આપણાં લગ્ન અંગે ઘરે વાત કરી દીધી છે. આઇ બાબા બંન્ન રાજી છે હવે તારાં ઘરે વાત કરાવની બાકી છે એની વાત કરું છું. દેવાંશ અને વ્યોમાનાં ઘરે બધી વાત થઇ ગઇ અને બંન્ને કુટુંબ રાજી છે તો આપણે પણવાત કરવી પડશે ને એમ કહું છું એટલે દેવાંશનો એવો મત છે કે વ્યોમાનાં ઘરે જઇને પછી તારાં પાપાની ઓફીસ જઇએ તું એમને ફોન કરીને પૂછીલે કે તેઓ કલાક પછી ઓફીસે મળશે ? તો અમે લોકો એમને રૂબરૂ જઇને મળીએ અને આપણા લગ્ન અંગે સ્પષ્ટ વાત કરી લઇએ.
આવી વાત સાંભળીને અંકિતા વિચારમાં પડી ગઇ. એણે કહ્યું મેં તો આજ સુધી મંમી પપ્પાને કંઇ વાત જ નથી કરી મે માત્ર નવરાત્રી અંગે વાત કરી હતી. મને વાંધો નથી મળવું હોય તો પાપાને હું એમને ફોન કરી જોઊં. એમ કહી અંકિતાએ સીધાં પાપાને ફોન કર્યો થોડી રીંગ વાગી પછી તરત જ ફોન રીસીવ થયો અને અંકિતાએ પૂછ્યું પાપા તમે ઓફીસે જ છો ? હાં પાપા મારા ફ્રેન્ડસ મળવા માંગે છે. તમને.... અત્યારે 6.30 થયાં છે અમે મોડામાં મોડાં 7.30 સુધીમાં ઓફીસે આવીએ છીએ. ઓકે પાપા ડન... અને અંકિતાએ ફોન મૂક્યો.
અંકિતાએ ફોન મૂક્યો અને અનિકેત પૂછ્યું શું થયું એમણે પૂછ્યું નહીં શું કામ છે ? અંકિતાએ કહ્યું ના એમણે કહ્યું તમે 7.30 આસપાસ આવો ત્યાં સુધીમાં હું એક મીટીંગ પતાવી દઊ. બસ.. દેવાંશે અનિકેતનને કહ્યું અલ્યા ભાઇ ડરે છે કેમ ? જે પૂછશે એનાં જવાબ આપીશું પણ વાત એકવાર સ્પષ્ટ થઇ જવી જરૂરી છે.
અનિકેતે કહ્યું ભાઇ ડરતો બીલકુલ નથી બલ્કે ચોખવટ થઇ જાય એવું જ ઇચ્છું છું અને પછી એણે અંકિતાને પૂછ્યું અંકિતા તને શું લાગે છે ? તારાં પાપા આપણાં લગ્ન અંગે માની જશે ? અંકિતાએ કહ્યું એ મને નથી ખબર પણ એટલી ચોક્કસ ખબર છેકે મારાં પાપા મારાં માટે જે સારુ હશે એમાં સંમત થશે મારી સ્ટેપ મધર જોવા સ્વભાવનાં નથી અને એમને ખબર પણ છે કે મારી એ ઓરમાન મા મારી સાથે કેવી રીતે વર્તે છે. ઘણીવાર પાપા મને સમજાવે છે કે દીકરા થોડું જતું કરજે શું કરું હું એનો સ્વભાવ જ એવો છે મેં ફરીથી લગ્ન કરીને મોટી ભૂલ કરી છે તારાં ઉછેરમાં વાંધો ના આવે એમ વિચારી લગ્ન કર્યા અને હવે બધી જ ગણત્રી ઊંધી પડી છે.
દેવાંશે કહ્યું તમારી વાતોમાં વ્યોમાનું ઘર આવી ગયું એણે ઘરની બહાર જીપ પાર્ક કરી અને હોર્ન માર્યું બધાં જીપમાંથી બહાર ઉતર્યા વ્યોમા દરવાજો ખોલીને બહાર દોડી આવી અને અંકિતાને જોઇને હગ કરીને બોલી સાંજ પાડી દીધી આ બંન્ને મિત્રોએ સવારથી જાણે સમય નહોતો જતો.
વ્યોમામાં બધાને લઇને ઘરમાં આવી અને દેવાંશ વ્યોમાની મંમીને પગે લાગ્યો અને પૂછ્યું અંકલ નથી ? વ્યોમાની મંમીએ કહ્યું ના ઓફીસથી હવે આવશે કાલથી નવરાત્રી ચાલુ થાય છે એટલે ડીપાર્ટમેન્ટમાં પણ કામ રહે છે વધારાની ડયુટી પણ સોંપાય છે હવે આવતાં જ હશે અને એમણે વ્યોમાને બધાં માટે પાણી લઇ જવા કહ્યું.
દેવાંશ અનિકેત-વ્યોમા અંકિતા બધાં ડ્રોઇગરૂમમાં બેઠાં અને દેવાંશે કહ્યું વ્યોમા તું તૈયાર થઇ જા આવો અંકિતાનાં પાપાને મળવા એમની ઓફીસે જવાનુ છે એમની ઓફીસ ન્યૂ પાદરારોડ - ચકલી સર્કલ પાસે છે. વ્યોમાએ કહ્યું ઓહ એમને લગ્ન અંગે પૂછવા જવાનુ છે દેવાંશે કહ્યુ હાં.. અનિકેતનાં ઘરેથી તો સંમંતિ છે જ.
વ્યોમાએ ઓકે કહ્યું અને એ તૈયાર થવા એનાં રૂમમાં ગઇ. અને ત્યાં વ્યોમાનાં પાપા આવ્યા અને ડ્રોઇગરૂમમાં દેવાંશ - અનિકેત -અંકિતાને જોઇને હલ્લો કીધું. અને પછી દેવાશ ઉઠીને એમને પગે લાગ્યો. એટલે કહ્યું ગોડ બ્લેસ યુ માય સન એન્ડ કોનગ્રેચ્યુલેશન અમે નક્કી કરી દીધું છે કે અમારે દીકરીનાં લગ્ન તારી સાથે જ થશે. અને તારાં ફાધર મધરને મળવા પણ પછી આવવા વિચારીએ છીએ.
દેવાંશે કહ્યું થેંકસ અંકલ પછી એટલી વારમાં વ્યોમા તૈયાર થઇને આવી ગઇ. એણે પાપાને જોઇને કહ્યું પાપા હું અંકિતાનાં પાપાની ઓફીસે જઇને પછી બહાર થોડું કામ છે એ નીપટાવીને ઘરે આવીશ મને દેવાંશ ડ્રોપ કરી જશે.
વ્યોમાનાં પાપાએ કહ્યું હવે તો દેવાંશનું જ કામ છે લેવા આવવુ અને પાછા મૂકી જવું. એમ કહીને હસી પડ્યાં.
દેવાશે કહ્યું ઇટ્સ માય પ્લેઝર અને બધાં એકી સાથે હસી પડ્યાં. દેવાંશે કહ્યું અંકલ અમે આવીએ જઇને એમ કહી વ્યોમાને લઇને બધાં ઘરીની બહાર નીકળી ગયાં અને જીપમાં ગોઠવાયાં.
દેવાંશ જીપને સ્ટાર્ટ કરે ત્યાંજ એનાં મોબાઇલની રીંગ આવી એણે તરત જ ઉચક્યો અને બોલ્યો હાં અંકલ ... હાં..હાં.. ઓકે હું તમને પછી ફોન કરુ છું. અત્યારે અમે ચકલી સર્કલ પર જઇએ છીએ ઓકે બાય કહી ફોન મૂક્યો.
ચકલી સર્કલ અંકિતાનાં પાપાની ઓફીસ આવી ગઇ અને બધાં જીપમાંથી ઉતરી કોમ્પલેક્ષમાં પ્રવેશ્યા અને.....
વધુ આવતા અંકે - પ્રકરણ - 62