આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-67 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-67

આઇ હેટ યુ
પ્રકરણ-67
રાજની મંમી રાજને નંદીની અંગે કહી રહી હતી કે એનો કોઇ સંપર્ક નથી એનો ફોન કાયમ બંધજ આવે છે. વળી એમ કહ્યું તું અહીં રહે છે એનાં કરતાં ગૌરાંગ અંકલ સાથે રહેતો હોય તો ?
રાજે મંમીની સામે જોયું અને એની આંખો જાણે તણખા કરી રહી હતી. ગૌરાંગ અંકલ અને મીશા આંટીની હાજરીમાં મંમી બોલી એટલે ગમ ખાઇ ગયો પણ એની આંખેએ મંમીને બધો જવાબ આપી દીધો. રાજના પપ્પા માં દીકરાની વાતો ધ્યાનથી સાંભળી રહેલાં અને તેઓ પણ વિચારમાં પડી ગયાં હતાં મનોમન કંઇક વિચારતાં હોય નક્કી કરતાં હોય એવાં ચહેરાંનાં ભાવ હતાં.
ત્યાં તાન્યા અને વિરાટ કોફી મગ બધાં માટે લાવ્યાં. તાન્યાનાં હાથમાં કોફી મગની ટ્રે હતી અને વિરાટનાં હાથમાં બિસ્કીટ અને સોલ્ટેડ કાજુ હતાં. બધાંનું ધ્યાન એ લોકો તરફ ગયું અને નયના બહેને ચૂપકી સાંધી લીધી.
મીશાબહેન અને ગૌરાંગભાઇ અમીત સાથે વાતોમાં ગૂંથાયેલાં હતાં અને વિરાટ તાન્યાને આવેલા જોઇ અમીતે ટ્રેમાંથી કોફી મગ બધાને આપવા માંડ્યાં.
રાજનાં પાપા બધુજ ધ્યાનથી જોઇ રહેલાં એમને તો મનમાં એવો વિચાર આવી ગયો કે...પણ પછી વિચાર સમજીને પડતો મૂક્યો.
રાજે મોમ અને પાપા તરફ જોયું બંન્નેનો ચહેરો થોડો પડેલો હતો. રાજને થયું મારે એલોકોનો મૂડ નથી બગાડવો થોડાં દિવસ માટે આવ્યાં છે હમણાં હું હવે નંદીનીની વાત નહીં કાઢું પણ મારે જે કરવું છે એજ હું કરીશ ભલે એ લોકોને સ્વીકાર્ય હોય કે ના હોય.
રાજની મંમીએ કોફીની સીપ મારતાં કહ્યું અરે વાહ કોફી ખૂબ સરસ બનાવી છે મને તો આવોજ સ્વાદ ગમે. રાજનાં પાપાએ હા માં હા મિલાવી કહ્યું સાચેજ ખૂબ સરસ બનાવી છે. વિરાટ, રાજ, અમીત બધાએ સીપ મારી અને વિરાટથી ના રહેવાયું એણે કહ્યું કોફી સરસ બની છે પણ ડાયાબીટીક છે એમાં ખાંડજ નથી....
તાન્યાએ કોફી હમણાં ટેસ્ટ કરી એણે કહ્યું ઓહ સોરી સોરી હું ખાંડજ નાંખવાનું ભૂલી છું.
નયનાબેને કહ્યું મને તો ના લાગ્યું મને તો ટેસ્ટ ખૂબજ ગમ્યો આમેય કોફી મને ગળી ગળી ભાવેજ નહીં. રાજે કહ્યું તને ના ભાવે પણ બીજાઓને પણ ટેસ્ટથી ખબર પડે છે.
વિરાટે કહ્યું સોરી મેં ટેસ્ટ કરી મોળી લાગી એટલે કીધું બાકી બનાવનાર દીલથી બનાવી છે એ ચોક્કસ કહું એમ કહીને હસ્યો અને તાન્યા સામે જોવા લાગ્યો.
તાન્યાએ કહ્યું આંટી હું સાચેજ ભૂલી ગઇ હું હમણાંજ લાવુ છું ખાડં એમ કહીને કીચનમાં ગઇ અને વિરાટે બતાવેલ ડબામાંથી નાની વાડકીમાં ખાંડ લઇ આવી અને ચમચીથી જેને જેટલી જોઇતી હોય એમ આપવા લાગી.
તાન્યાએ રાજને પૂછ્યું કેટલી ખાંડ ? રાજે કહ્યું બે ચમચી... મારુ મોઢું કડવુ થઇ ગયુ છે એટલે સુગરની જરૂર છે. તાન્યાએ હસતાં હસતાં કીધું ઓકે એમ કહીને બે ચમચી ખાંડ નાંખી આપી.. પછી વિરાટને પૂછ્યું તમને કેટલી ચમચી ?
વિરાટે કહ્યું સાચું કહું તમે કોફી બનાવી એમાંજ એટલું ગળપણ છે ને કે ઉપરથી ખાંડની જરૂરજ નથી સાચેજ મને ખાંડ નહી જોઇએ. તાન્યા હસી પડી અને બોલી તમે કેમ મારી ખેંચો છો ? ખાંડ નથી નાંખી ક્યાંથી ગળી થાય ?
વિરાટે કહ્યું સાચેજ મને તો કોફી બરાબર લાગી બલ્કે બહુ મસ્ત લાગી મને ખાંડ નહીં જોઇએ બસ તમારે હાથે ખાલી ચમચી ફેરવી દો તો વધુ ગળી થઇ જશે. તાન્યાને ખડખડાટ હસું આવી ગયું. બોલી તમે ખૂબ ઇન્ટરેસ્ટિંગ છો. વિરાટે કહ્યું રીયલી ? તાન્યાએ કહ્યુ હાં સાચેજ.
રાજ એ બે જણની વાતો સાંભળી રહેલો અને મનમાં હસી રહેલો કે વિરાટે લપેટવાનું ચાલુ કર્યુ છે અને એ બોલ્યો વિરાટ તાન્યાની પાસે સાંજની રસોઇ બનાવરાવી લઇએ તારે આરામ, આમ પણ આજે તારો ટર્ન છે એનો હાથ મેજીક છે મસ્ત બનશે રસોઇ.
તાન્યાએ કહ્યું બંન્ને જણાં ભેગા થઇ ખેંચો નહીં મને ઓમલેટ અને એગ કરી સિવાય કંઇ આવડતું નથી મારાં આશરે ભૂખા મરશો.
વિરાટે તક સાંધતા કહ્યું અરે ડોન્ટવરી હું તમને હેલ્પ કરીશ મને લગભગ બધીજ રસોઇ આવડે છે. એમાંય મારી તડકાદાલ અને રાઇસ આંગળા ચાટી જાય એવાં બને છે. તાન્યાની મંમી સાંભળી રહેલાં એમણે કહ્યું વાહ શું વાત છે ? તો તો એકવાર ખાવું પડશે. વિરાટે કહ્યું, એકવાર શું આજેજ ખાઇને જાવ આમ પણ આજે રસોઇ મારે બનાવવાની છે.
તાન્યાએ કહ્યું વિરાટ આર યુ સીરીયસ ? પણ પહેલાં તમારાં ફ્રેન્ડને પૂછો કે રાજને ગમશે ને ?
એવું સાંભળતાંજ રાજે કહ્યું અરે મને કેમ ના ગમે ? મને તો ગમશેજ તારાં અને મારાં પેરેન્ટસ બંન્નેને અહી બધાં સાથે અમારાં હાથની રસોઇ જમવા મળશે.
નયનાબેને કહ્યું ઓકે પણ તમારી જોબનું શું ? જોબ પર નથી જવાનું ? રાજે કહ્યું મંમી બધાંને રાત્રીની જોબ છે વાંધો નથી સાંજે જમીને છૂટા પડીશું ?
ત્યાં રાજનાં પાપા પ્રબોધભાઇએ કહ્યું બેટા હું વિચારુ છું કે હું અને તારી મંમી ઇન્ડીયાથી તારાં માટે બધું ખરીદીને લાવ્યાં છીએ એ તું નેક્સટ સન્ડે ગૌરવ અંકલને ત્યાં, આવે ત્યારે તારી સાથે અહીં લઇ આવજે પણ ચાલો આપણે બાજુમાં મોલમાં પગ છુટા કરી આવીએ એમ કહી ગોરાંગ સામે આંખ મીચકરી ગૌરાંગભાઇએ કહ્યું હાં હાં તમે ત્રણ જણ આવો. અને અહી કંઇ જોયતું હોય તો મોલમાંથી લઇ અવાય.
રાજ બધી વાત સમજી ગયો હોય એમ બોલ્યો ઓકે પાપા ચાલો મોલ નેક્સટ રોડ પરજ છે વોકીંગ ડીસ્ટન્સ છે અને પછી વિરાટને પૂછ્યું વિરાટ કંઇ અહીં માટે લાવવાનું છે ? વિરાટે કહ્યું લાવવાનું તો છે પણ તું નીકળ હું બધુ જોઇને તને મેસેજ કરુ છું. એકવાર ચેક કરી લઊં જેથી કંઇ રહી ના જાય. રાજે કહ્યું ભલે ઓકે તું મને મેસેજ કરજે એ પ્રમાણે હું બધુ લેતો આવીશ એમ કહી મંમી પાપાને કહ્યું ચાલો આપણે જઇને આવીએ.
અને નયનાબેન -પ્રબોધભાઇ અને રાજ ઘરની બહાર નીકળ્યાં. મીશા આંટીએ કહ્યું તમે જઇ આવો અમે અહીં બેઠાં છીએ. નયનાબેને કહ્યું ભલે અને એ ત્રણે જણાં ફલેટમાંથી બહાર નીકળ્યાં.
મીશા આંન્ટીએ કહ્યું સાંજનાં માટે જે બનાવવાનું છે લાવો હું હેલ્પ કરું કેટલાં રાઇસ લેવાનાં ? દાળ કેટલી એ બધુ માપ હું બતાવુ તમને.
વિરાટે કહ્યું ના ના આંટી તમે શાંતિથી બેસો મને બધીજ ખબર પડે છે મારી મંમીએ શીખવ્યું છે અમારે ક્યારેય ઓછું વધારે નથી પડતું બધુ કાયમ માપો માપ જ થાય છે.
મીશા આંટીએ કહ્યું અરે વાહ એવું કેવુ શીખવ્યુ છે ? વિરાટે કહ્યું મારી મંમીએ કહેલુ કે રાઇસ કે ખીંચડી હોય તો વ્યક્તિ પ્રમાણે એટલી મૂઠી ચોખા લેવા અને દાળ અડધી મૂઠી તો કંઇ વધે નહીં ખૂટે નહીં.
મીરા આંટીએ આર્શ્ચથી કહ્યું વાહ ભાઇ આટલી ચોકસાઇ વાળુ માપ તો મને પણ નથી ખબર તું ભાઇ બરોબર તૈયાર છે કંઇ નહીં તમે લોકોજ બનાવો અમે બહાર બેઠાં છીએ.
અમીત પાછો ગૌરાંગભાઇ સાથે વાતો કરવા બેસી ગયો એને એમની સાથે અમેરીકા અંગે વાતો કરવી ખૂબ ગમતી હતી એ બધી જાણકારી મેળવી રહેલો. અને તાન્યાએ મોમને કહ્યું મંમી હું વિરાટને મદદ કરુ એ એકલો કીચનમાં કર્યા કરે છે.
મીશા આંટીએ કહ્યું ભલે કરાવ મદદ જરૂર પડે મને બોલાવજો અને કીચનમાં એક સાથે ત્રણ જણાં ઉભા પણ નહીં રહી શકે એટલુ નાનું છે જા તું કર મદદ એમ કહી એ પાછાં સોફા પર બેસી ગયાં.
વિરાટ કીચનમાં માપ પ્રમાણે રાઇસ કાઢી રહેલો અને તાન્યા પહોચી ગઇ. તાન્યાએ કહ્યું હું સાચેજ મદદ કરવા આવી છું. લાવો હું રાઇસ તમે કહેશો એ માપ પ્રમાણે કાઢી આપીશ.
વિરાટે કહ્યું સાચેજ ચાલ તને હું રાઇસનું માપ અને એમાંથી પુલાવ બનાવતા શીંખવું અને તાન્યા હસતી હસતી વિરાટ સામે જોઇ રહી અને વિરાટનાં ફોનમાં રીંગ આવી.
વધુ આવતા અંકે ---- પ્રકરણ-68