I Hate You - Can never tell - 66 books and stories free download online pdf in Gujarati

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-66

આઇ હેટ યુ
પ્રકરણ-66
રાજનાં મંમી પપ્પા US પહોંચી ગયેલાં. એ લોકોએ એમનાં ફ્રેન્ડ ગૌરાંગને ત્યાંથી રાજને ફોન કરેલો સરપ્રાઇ આપવા. રાજ સાંભળીને ખૂબ નવાઇ પામ્યો એણે પૂછ્યું પાપા મંમી તમે સાચેજ US આવી ગયાં છો ? મને કહ્યું પણ નહીં. રાજનાં પાપાએ કહ્યું બેટા તારાં માટે મોટી સરપ્રાઇઝ છે અમે આવ્યા પછી એક ક્ષણ રહી ના શક્યા તને ફોન કરી દીધો. જેટ લેક કે આરામનો વિચાર નથી આવ્યો. મંમીએ કહ્યું દીકરા તું અહીં આવીજા ગૌરાંગ અંકલને ત્યાં.... રાજે કહ્યું ઓકે હું આવુ છું જો મારાં ફ્રેન્ડ આવા તૈયાર હશે તો એમને લઇને આવીશ તમારી ઓળખાણ કરાવાય.
ત્યાં પ્રદ્યુમન જોષીએ પ્લાન બદલ્યો અને કહ્યું દીકરા અમેજ તને મળવા આવીએ છીએ તારો ફલેટ જોવાય અને તારાં મિત્રોને મળી શકાય. રાજે કહ્યું ભલે આવો મારો નાનકડો ફલેટ અને મારાં ભાઇ જેવા રૂમ પાર્ટનર્સને પણ મળો હું રાહ જોઉં છું ગૌરાંગ અંકલે તો મારો ફલેટ જોયોજ છે. એમ કહીને ફોન કાપ્યો.
રાજ એકદમ એક્સાઇટેડ હતો. વિરાટ એનાં પેરેન્ટસ સાથે વીડીયો કોલ પર હતો. રાજે કહ્યું હુ અમીતને ઉઠાડું છું અને ફલેટ સરખો કરી દઊ વિરાટે કહ્યું હું ફોન બંધ કરુ છું તને મદદ કરુ છું પછી ફોન કરીશ તારાં પેરેન્ટસ આવે છે એમને મળીશું વાતો કરીશું અને રાજ અમીતને ઉઠાડવા લાગયો.
વિરાટે એનાં પાપા સાથે વાત કરી લીધી એમણે કહ્યું એ સૂચના સાંભળી લીઘી અને કહ્યું પાપા એ લોકો હશે ત્યારે ફોન કરવા પ્રયત્ન કરીશ. બીજી વાત પછી કરીશું એમ કહીને એણે ફોન બંધ કર્યો.
*************
માસાએ નંદીનીને કહ્યું એનાં મંમી પપા US પહોચી પણ ગયાં. વાહ છોકરાનો ફલેટ અને રૂમ પાર્ટનરને જોવા મળવા આવે છે. જોઇએ હવે આગળ શું થાય છે ? વિરાટ એ લોકો હોય અને ફોન કરે તો પહેલાં તું સ્ક્રીન પર ના આવીશ તું વાતો બાજુમાં રહી સાંભળજે એનાં પાપા મંમી અંકલ બધાને જોવાશે મળાશે હું કહ્યું પછીજ વીડીયોમાં આવજે.
નંદીનીએ કહ્યું યસ માસા હું એમજ કરીશ એમ કહી એ એનાં રૂમમાં ગઇ. માસા માસી એને જતાં જોઇ રહ્યાં. નંદીની વિચારમાં પડી હું બધુ જોઇ શકીશ રાજને બાજુમાં રહીનેય ધરાઇને જોઇશ મારી આંખોમાં ભરી લઇશ. શું વાતચીત થશે ? હું રાજા સાથે વાત કરી શકીશ ? એને મળી શકીશ ? એનાં પેરેન્ટસ સામે આવી શકીશ ? મારો રાજ અત્યારે કેવો દેખાતો હશે ? એ એનું ધ્યાન રાખતો હશે ? કંઇ નહીં વિરાટનાં ફોન આવવાની રાહ જોઇશ....
*************
વિરાટ અને રાજ બધું ગોઠવી રહેલાં. અમીત ઉઠીને બાથ લેવા ગયો. રાજે વિરાટને કહ્યું મારાં પેરેન્ટસ આવે છે બધું જોવા કે એમનો છોકરો કેવી રીતે જીવે છે. કોની સાથે રહે છે ? એમ કહી હસી પડ્યો પછી એની આંખમાં આંસુ ઉભરાયા. થોડો ઇમોશનલ થયો પછી બોલ્યો પેરેન્ટસ તરીકે એમને મારી કાળજી અને લાગણી હશે હું સમજુ છું પણ વિરાટ એ મારાં હૃદયની વાત નથી સમજી શકતાં એનું દુઃખ પણ છે કંઇ નહીં જે થવાનું હશે એ થશે.
રાજની વાતો સાંભલી વિરાટ પણ વિચારમાં પડ્યો. રાજને ક્યાં ખબર છે કે એની નંદીની એ મારી કઝીન છે અને મારાં ઘરેજ રહે છે. કંઇ નહીં મને પાપા કહે એમ કરવાનું છે. બંન્ને મિત્રો વિચારોમાં હતાં અને અમીત તૈયાર થઇને આવ્યો. એણે કીધું હજી નથી આવ્યા ને ? હાંશ હું એ પહેલાં તૈયાર થઇ ગયો.
ત્યાંજ ડોરબેલ વાગ્યો અને રાજે ફલેટ ખોલ્યો. ત્યાં સામે મંમી પપ્પા- ગૌરાંગ અંકલ મીશા આન્ટી અને તાન્યા બધાંજ ઉભા હતાં. રાજે કહ્યું વેલકમ પાપા મંમી અને નયનાબેન રાજને વળગી પડ્યાં મારાં દીકરા કેટલાં સમયે તને જોયો. તારુ શરીર કેટલું ઉતરી ગયું છે ? ખાય છે કે નહીં ? તારું ધ્યાન નથી રાખતો ?
રાજે કહ્યું બધાં અંદર તો આવો પછી રાજ એનાં પાપાને હગ કરીને કહ્યું કેમ છો પાપા ? અને પ્રદ્યુમન જોષીએ વ્હાલ કરતાં કહ્યું અમે તો મજામાં છીએ પણ સાચેજ તારુ શરીર ઉતરી ગયું છે.
રાજે કહ્યું પાપા અહીં ભણવાનું કામ કરવાનું બધુ હોય એટલે સ્વાભાવિક છે પણ હું એકદમ ફીટ છું બસ બધી ચરબી બધી ઉતરી ગઇ છે એવું સાંભળી બધાં ખડખડાટ હસી પડ્યાં. રાજે ગૌરાંગ અંકલ આંટી અને તાન્યા બધાને અંદર આવવા વેલકમ કર્યાં. બધાં અંદર આવીને સોફા પર બેઠાં. નયનાબેન બધુ ફલેટમાં જોઇ રહેલાં.
રાજે કહ્યું પાપા-મંમી આ મારાં પાર્ટનર્સ - અમીત અને વિરાટ. વિરાટ સુરતથી અને અમીત વડોદરાથી આવ્યાં છે. અમીત અને વિરાટ એમને પગે લાગ્યા અને હાય હેલો થયું. એ લોકોએ ગૌરાંગ અંકલ મીશાબેન અને તાન્યાને પણ હાય હેલો કરહ્યું. વિરાટ તાન્યા સામે જોઇ રહેલો. અને મનમાં ને મનમાં નંદીની સાથે સરખામણી કરી રહ્યો. એને તાન્યા પહેલી નજરે ઇન્ટરેસ્ટીંગ લાગી પછી એણે નજર ફેરવી લીધી.
પ્રદ્યુમન જોષી રાજ સાથે સ્ટડી અને જોબની વાતો કરી રહેલાં. કોઇ તકલીફ નથી પડતીને એવું પૂછી રહેલાં. અમીતે કહ્યું અને ત્રણે ભાઇઓની જેમ રહીએ છીએ અને એકબીજાની અગવડ સગવડ જોઇ લઇએ છીએ. નયના બેને કહ્યું સારુ છે એવુંજ હોવું જોઇએ.
વિરાટે કહ્યું તમે બધાં શું લેશો ? ચા-કોફી કે રાજે કહ્યું બધાં કોફી પીશે બીજુ કાંઇ ઓફર કરવાની જરૂર નથી એમ કહી હસી પડ્યો.
ગૌરાંગ અંકલે કહ્યું અત્યારે બધાને કોફી ચાલશે મીશા આન્ટીએ કહ્યું અરે કંઇ નહીં જોઇએ તમે શું આ છોકરોઓને બધુ બનાવવા કહો છો ? પછી આવીશું. એનાં માટે એમ કહી ગૌરાંગભાઇને ધમકાવ્યાં.
વિરાટે કહ્યું એમાં શું તકલીફ ? અમારે પણ બાકી છે અને દૂધને બધુ લઇ આવ્યા છીએ. તાન્યાએ કહ્યું હું બધાં માટે કોફી બનાવું છું તમે બેસી વાતો કરો. વિરાટે કહ્યું થેંકંસ ચાલો હું તમને બધુ બતાવુ એમ કહી તાન્યાને લઇને કીચનમાં ગયો.
રાજ મંમી પપ્પા સાથે વાતો કરી રહેલો. અને ગૌરાંગ અંકલ અને મીશાબહેન બહાર બાલ્કની તરફ ગયાં. અમીત એમને બાલ્કની માંથી ફલેટનાં એરીયા અને ક્યો રોડ, શોપીંગ નજીક પડે એ બતાવતો હતો.
રાજ મંમી પપ્પા સાથે એકલો પડ્યો. એ લોકો વાતો કરી રહેલાં. પાપાએ રાજને કીધુ પેલા પોલીટીશયનનો કેસ જીતી ગયાં. અને રાજે એમને કોન્ગ્રેચ્યુલશનસ કીધુ અને બીજી એમની વાતો કરતાં અટકાવ્યા. અને પછી પૂછ્યું ડોક્ટર અંકલ કેમ છે ? તમારી અને મંમીની તબીયત સારી છે ને તમે અચાનક US આવી ગયાં મને નવાઇ લાગે છે તમે મને જણાવ્યું નહીં.
રાજ ડોક્ટર અંકલની વાત કાઢીને નંદીની વાત કાઢવા માંગતો હતો પણ મંમીએ બીજી વાતો કાઢી અને રાજ સમજી ગયો પણ એ નંદીની વાત ઉપરજ આવ્યો. એણે કહ્યું મંમી પપ્પા હું અહીં સીરીયસલી ભણી રહ્યો છું જોબ પણ કરું છું મારાં ખર્ચ જેટલું કમાઈ લઊં છું વધે એની બચત કરુ છું... પાપા તમે જયસ્વાલ અંકલને પૈસા ચૂકવી દીધાં નંદીનીનાં પાપાની ટ્રીટમેન્ટનાં એવું અંકલે કીધું હતું. કેટલા પૈસા થયાં હતાં. ? મેં બચત કરી છે હું તમને એ આપી દઊં.. નંદીનીનાં શું સમાચાર છે ?
એનાં પાપા સાંભળીને થોડાં ગુસ્સે થયાં અને બોલ્યા આ શાનો હિસાબ માંડ્યો છે ? મેં તારી પાસેથી પૈસા લેવા નથી ચૂક્વ્યા હજી એ છોકરી તારાં મગજમાંથી ગઇ નથી ? ક્યાં સુધી આવું ચાલશે ?
રાજે કહ્યું પાપા એ સમયે મારી પાસે મારાં પૈસા નહોતાં હવે હું કમાઉ છું એટલે કીધું એ જવાબદારી તમારે નથી પણ તમે હેલ્પ કરી એનાં માટે થેંક્સ.
રાજની મંમી ઉદાસ ચહેરે બોલ્યાં દીકરા આવી બધી વાતો માટે અહીં દોડ્યાં નથી આવ્યાં. તને મળવા આવ્યા છીએ. તું નંદીની વાત કરે છે પણ એ ક્યાં છે ખબર નથી તારાં પાપાએ તપાસ કરાવી હતી પણ એનો ફલેટ ઘણાં સમયથી બંધ છે કંઇ ખબર નથી અમને કે નથી એણે ફોન કર્યો. મેં બહુ પહેલાં એને ફોન કરેલો તો એ નંબર બંધ થઇ ગયો છે અમે શું કરી શકીએ ? તું US આવીને પણ એવો ને એવો રહ્યો. અહી તારે બધુ જાતે કરવું પડે છે ગૌરાંગ અંકલની સાથે રહેતો હોય તો ?
રાજે મંમી તરફ જોયું... પણ એની આંખો....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-67

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED