નિશાંત આળસ ખાતા ખાતા બેઠો થાય છે.
નિશાંત : સરસ ઉંઘ આવી ગઈ.
તે બારી ની બહાર સુરજ ની રોશનીમાં ઝગમગતા ગામને જોવા લાગે છે.
ગામમાં આજે થોડી ચેહેલ - પેહેલ વધારે હોય છે.
નાની બાળકી થી લઈને યુવા કન્યાઓ બધી નવા કપડા પહેરી સજી ધજી ને ફરી હોય છે.
કેટલી છોકરીઓ એ હાથમાં મહેંદી મુકાવી હોય છે.
નિશાંત : ફક્ત છોકરીઓ જ તૈયાર થયેલી દેખાય છે.
આજે શું છે??
તે વિચારવા લાગે છે.
* * * *
નિશાંત તૈયાર થઈ નીચે આવે છે અને જોઈ છે રાધિકા દાદી ના હાથમાં મહેંદી મૂકી રહી છે.
દાદી : અરે....વાહ!!
તને તો બહુ સુંદર મહેંદી મુકતા આવડે છે.
દાદી ખુશ થાય છે.
રાધિકા હલકું મુસ્કાય છે.
નિશાંત તેમની પાસે આવે છે.
દાદી : આ જો.
કેટલી બારીકાઈ થી સરસ મહેંદી મૂકી રહી છે.
નિશાંત મુસ્કાય છે.
રાધિકા અને તેની નજર મળે છે.
રાધિકા પણ મુસ્કાય છે.
દાદી : સવાર થી રાધિકા બધી છોકરીઓના હાથમાં મહેંદી મૂકી રહી છે.
દાદી ખુશ થતા નિશાંત ને કહે છે.
નિશાંત : ઓહ હો.
દાદી ને મહેંદી મૂકી, નાસ્તો કરતા કરતા તેમની સાથે વાતો કર્યા બાદ નિશાંત અને રાધિકા તેમના રૂમમાં આવે છે.
આજે રાધિકા ચહેરા પર નિશાંત ને ખુશી દેખાય રહી હોય છે.
નિશાંત : આજે કઈ છે??
ગામડાની બધી છોકરીઓ આમ....
રાધિકા : આજ થી ૫ દિવસના ગૌરી વ્રતની શરૂઆત થઈ રહી છે.
નિશાંત : અચ્છા, અલુંણા.
રાધિકા : હા.
બહાર ગામડાના છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા છે.
તે બારીમાંથી જોતા કહે છે.
નિશાંત : ચાલ, આપણે પણ રમીએ તેમની સાથે??
રાધિકા : હા.
બંને ફરી નીચે આવે છે.
નિશાંત : ગુડ મોર્નિંગ છોકરાઓ.
છોકરાઓ : ગુડ મોર્નિંગ.
નિશાંત : અમે ૨ પણ રમી શકીએ તમારી સાથે??
છોકરાઓ : હા.
નિશાંત : ઓકે.
આપણે નવી ગેમ ની શરૂઆત કરીએ.
બેટીંગ કોણ કરશે પહેલા??
રાધિકા : હું બોલિંગ કરીશ.
કેતન : હું બેટીંગ કરીશ.
નિશાંત : ઓકે.
બધા પોતપોતાની પોઝિશન લઈ લો.
ઓલરાઇટ, ઔર યે પહેલી ગેંદ.
રાધિકા પહેલી બોલ નાંખે છે.
માહીર : આઉટ....કેતન આઉટ.
તે કુદવા લાગે છે.
કેતન : યાર.
રાધિકા : સૉરી.
કેતન : લે....તપન.
તે તપન ને બેટ આપે છે.
હવે તપન બેટીંગ કરવા આવે છે.
રાધિકા બોલ નાંખે છે.
માહીર : ૪.
તપન ને મળે છે ૧ બોલમાં ૪ રન.
યે....!!
નિશાંત : તપન વેરી ગુડ.
કમ ઓન રાધિકા.
રાધિકા ત્રીજી બોલ નાંખે છે.
માહીર : અને આ છક્કો....
કેતન : ના હવે.
ફક્ત ૨ રન મળશે.
રાધિકા ચોથી બોલ નાંખે છે.
કેતન : આઉટ.
માહીર : અરે યાર.
તપન : લે માહીર.
હવે તારો વારો.
તે માહીર ને બેટ આપે છે.
માહીર : મારે બેટીંગ નથી કરવી.
તપન : લો અંકલ.
તે નિશાંત ને બેટ આપે છે.
તપન : તમે રમો.
નિશાંત બેટ લઈ પીચ પર આવે છે.
રાધિકા બોલ નાંખે છે.
અને આ....નિશાંત આઉટ.
નિશાંત : અરે....!!
રાધિકા અને છોકરાઓને હસવું આવી જાય છે.
નિશાંત : જબરજસ્ત ખેલાડી છે તું તો.
તે રાધિકા પાસે આવે છે.
રાધિકા ખુશ થાય છે.
ત્યાં જ ક્યારની થોડે દૂર બેસી તેમને રમતા જોઈ રહેલી ૪ છોકરીઓ તેમની પાસે આવે છે.
પૂજા : અમે પણ રમીએ તમારી સાથે??
માહીર : ના.
રાધિકા : તમે લોકો બિલકુલ રમી શકો છો અમારી સાથે.
કેતન : પણ તેમને નથી આવડતું.
મીના : આવડે છે.
કેતન : એમ.
પાયલ : એક વખત રમી તો જુઓ અમારી સાથે.
પૂજા - રિયા : હા.
નિશાંત : ચાલો, તો બધા સાથે રમીએ.
તપન : ટીમ બનાવી લઈએ.
પાયલ : હા.
સારો આઇડિયા છે.
રાધિકા : હું, પાયલ, પૂજા અને રિયા.
તપન, નિશાંત, માહીર અને કેતન.
મીના : તો હું??
માહીર : હજી એક જણ જોઈએ.
આપણે ૯ જણા થઈએ છીએ.
પૂજા : હું ક્રિષ્ના ને બોલાવી લાવ.
નિશાંત : હા, જા.
જલ્દી જા.
પૂજા દોડી ને તેની બહેન ક્રિષ્ના ને બોલાવવા જાય છે.
૨ મિનિટમાં તેઓ બધાની સામે હાજર થઈ જાય છે.
પૂજા : રાધિકા દીદી, ક્રિષ્ના આપણી ટીમ માં આવશે.
રાધિકા : સારું.
કેતન : આ ચીટિંગ છે.
નિશાંત : કોઈ ચીટિંગ નથી.
મીના તું અમારી ટીમ માં આવી જા.
મીના : હું એકલી જ બધા છોકરાઓ સાથે??
નિશાંત : અ....રિયા તું આમ આવી જા.
તપન તું તે લોકો પાસે જતો રહે.
રાધિકા : હવે બધુ બરાબર??
બાળકઓ : હા.
રાધિકા : શરૂ કરીએ??
માહીર : એક મિનિટ....
ટીમ ના નામ??
કેતન : ટીમ A અને ટીમ B.
મીના : હા.
ક્રિષ્ના : ના.
કઈ બીજું નામ રાખીએ.
તપન : ટીમ વિરાટ કોહલી અને....
રાધિકા : ટીમ મીથાલી રાજ??
નિશાંત : ડન.
આપણી ટીમ વિરાટ કોહલી અને તેમની ટીમ મીથાલી રાજ ઓકે??
બાળકઓ : ઓકે.
નિશાંત : ૩ ની ગણતરી પર ગેમ શરૂ થશે.
બાળકઓ : ૧....
નિશાંત : મને બોલવા દો.
બધા હસે છે.
નિશાંત : ૧....૨....૩....
* * * *
સાંજે
રાધિકા : મજા આવીને....
નિશાંત : હા.
બાળકઓ સાથે આખો દિવસ ક્યાં પસાર થઈ ગયો ખબર ના પડી.
રાધિકા : મારે તમને કઈ કહેવું છે.
નિશાંત : કહે....
રાધિકા : હવે મે નક્કી કર્યું છે કે મારે જાતે ડીપ્રેશન માં થી બહાર આવવું છે.
આ સાંભળી નિશાંત ખુશ થાય છે.
રાધિકા : અને એની શરૂઆત મે આજ થી કરી દીધી છે.
પણ આ બધુ શક્ય તમારે કારણે થઈ શક્યું છે.
તમે મારી પડખે ઉભા રહ્યા અને મને હિંમત આપી.
મારી અંદર ફરી ભરોસો જગાડ્યો અને મારા માટે સૌથી મોટી વાત એ છે કે તમને મને હું જેવી છું તેવી દિલ થી સ્વીકારી.
મને ક્યારેય તમારાથી અલગ કે જુદી હોવાનો અહેસાસ ના થવા દીધો.
તમે મને સંભાળી.
નિશાંત : આઈ એમ પ્રાઉડ ઓફ યુ.
તે ખુશ થતા કહે છે.
રાધિકા : થેન્કયૂ.
કહેતા રાધિકા ની આંખમાં ખુશી ના આંસુ આવી જાય છે અને પહેલી વાર બંને એક બીજાને ભેટી પડે છે.
નિશાંત : હું હમેશાં તારી સાથે છું.
* * * *
~ By Writer Shuchi
☺
.