તલાશ - 32 Bhayani Alkesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

તલાશ - 32

ડિસ્ક્લેમર : આ એક કાલ્પનિક વાર્તા છે. આમ આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.

સંગીત સંધ્યા મસ્ત રહી હતી. એમાં બંને પક્ષ વાળા લોકો મન મૂકીને નાચ્યા હતા, સરલાબેને પણ 'દિલ તો પાગલ હે' ના ગીત 'મુજકો હોઈ ના ખબર ચોરી ચોરી છુપ છુપ કર લેગઈ લેગઇ, દિલ લે ગયી" પર થોડા સ્ટેપ્સ કર્યા તો જનક જોશી જેવા અંતર્મુખી માણસે એના જવાબમાં મન મૂકીને આશિકી ના "તું મેરી જિંદગી હે" ગીતને માઈક પર ગાયું . લગભગ 12 વાગ્યા સુધી આ ધમાલ ચાલી. પછી બધા આરામ કરતા હતા. ત્યાં સરલાબેનના ફોનમાં ફ્લોદીથી ખડક સિંહ ના કારભારી નો ફોન આવ્યો કે એના બાપુ ની તબિયત અચાનક બગડી છે. અને ખડક સિંહ કે માં સાહેબ ઘરે નથી તો શું કરીયે.? જેસલમેર દવાખાને લઇ જવા કે જોધપુર થોડું નજીક પડે ત્યાં?" સરલાબેન ને નવાઈ લાગી ખડક સિંહ અને માં સાહેબ ક્યાં ગયા? ખેર એમણે કહ્યું "જેસલમેરની મિલિટરી હોસ્પિટલમાં લઇ જાવ ત્યાં ડોક્ટર વિશાલ ગુજ્જર ને બાપુની કેસ હિસ્ટ્રી ખબર છે. જો એ ત્યાં હાજર નહીં હોય તોય એ કોઈને ભલામણ કરી દેશે. અને અત્યારે જ દાખલ કરી દેશે." પછી એમને પૃથ્વીને ફોન જોડવા માંડ્યો પણ માં સાહેબે પૃથ્વીનો ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. કંટાળીને એમણે જેસલમેરમાં ડોક્ટર વિશાલ ને ફોન લગાવ્યો અને પરિસ્થિતિ સમજાવી એક બેડ તૈયાર રાખવા કહ્યું. અનોપચંદ ની મહેરબાની થી એ વ્યવસ્થા થઈ ગઈ. પછી એમને પોતાના ફુવા ને અને કઝીન બહેન ને સમજાવી જેસલમેર જવાની રજા માગી. અડધો કલાક પછી ગિરધારીના સુમોમાં એ અને જનક જોશી જેસલમેર જવા રવાના થયા ત્યારે રાત્રીના 1 વાગ્યો હતો.

xxx

25 જાન્યુઆરી ની રાત કહો કે 26 જાન્યુઆરી ની વહેલી સવાર એક વાગ્યાનો સમયે બધા ભારે અકળામણ અનુભવતા હતા. અને લગભગ બધાની ઊંઘ ઉડી ગઈ હતી. મોહિની અંદરથી જીતુભા વિશે ચિંતિત હતી. અને ત્રિલોક ચંદ અને અમર થી બહુ જ ડરેલી હતી. 'કેટલા સારા લાગતા હતા એ લોકો અમરને તો એ પોતાનો મોટો ભાઈ માનતી હતી'.તો સોનલ પૃથ્વી વિશે વિચારતી હતી. 'કોણ હશે એ? શું ખરેખર ફ્રોડ હશે? શું જીતુડો કઈ ચાલ ચાલી રહ્યો છે કે જેથી હું પૃથ્વીજીને ભૂલી જાઉં. પણ શું કામ આવું કરે. કેવો ડુસકા ભરીને રોઈ રહ્યો હતો છોકરીઓની જેમ આટલા નાટક ન કરી શકે એની વાતમાં સચ્ચાઈ લાગે છે. તો પછી હું જેને કાલે મળી હતી એ કોણ છે.' નાઝનીન ને ખબર મળ્યા હતા કે 'એનો કાકો ઈરાની મુસીબતમાં હતો (જો કે એ લોકો માટે એ નવાઈની વાત ન હતી.) અને ભાગતો ફરતો જેસલમેર કાલે રાત્રે પહોંચશે તો એનો મામો આજે માંડ બચ્યો હતો અને સવાર સુધીમાં રાજસ્થાન પહોંચવાનો હતો.' પોતે અત્યારે દિલ્હી જેસલમેર વચ્ચે રોકેટની સ્પીડે કાર ચલાવી રહી હતી. એના બોસે એને આવતી કાલે સાંજે કરવાનું એક એવું કામ સોંપ્યું હતું જેનાથી એ પુરા જેસલમેરમાં છવાઈ જવાની હતી. એ માટે એને 3-4 કલાક તૈયારી કરવાની હતી. અને પોતાના કામને કેવી રીતે અંજામ આપવો એ વિચારી રહી હતી. હનીએ અમદાવાદ થી ડીસા અને બાડમેરના રસ્તે જેસલમેર પહોંચવાનું નક્કી કર્યું હતું. અત્યારે રસ્તામાં કોઈ ધાબા પર એ નાસ્તો કરવા રોકાયો હતો. સુરેન્દ્રસિંહ જીતુભા વિશે વિચારતો હતો તો અચાનક એને સોનલના વિચાર આવતા હતા પોતાની ફુલ જેવી દીકરી નું દિલ તૂટ્યું હતું. વળી સવારે અનોપચંદને બધી વાત કર્યા પછી એનું રિએક્શન શું હશે." જીતુભા એના મિત્ર સાથે ગુજારેલા સમયને વાગોળવામાં પડ્યો હતો.સરલાબેન પોતાના બાપુની ચિંતામાં પડ્યા હતા તો જોશીજીએ આગલી રાત પણ કારમાં કાઢી હોવાથી સખ્ત નીંદર આવતી હતી પણ મહામહેનતે સરલાબેનને સાથ આપવા જાગી રહ્યા હતા. પૃથ્વીને ઘેનનું આપેલ હોવા છતાં હાથમાં થતો દુખાવો અને મનના છાના ખૂણેથી ઉઠતી સોનલની યાદ સુવા દેતા ન હતા. તો આ બધાની સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલો અનોપચંદ પોતાના વૈભવી બેડરૂમમાં આરામ થી સૂતો હતો.

xxx

26 જાન્યુઆરી સવારે 5-30 વાગ્યે જેમ ભૂખ્યો ડાંસ થયેલો અજગર આળસ મરડતા મંથર ગતિએ શરૂ કરીને સ્પીડ પકડે એમ મુંબઈ શહેર નો ટ્રાફિક ધીરે ધીરે વેગ પકડી રહ્યો હતો. એ વખતે ટેક્સીમાં બેઠેલો જીતુભા બાંદ્રા ક્રોસ કરીને પાર્લા એરપોર્ટ પહોંચવાની તૈયારીમાં હતો. આખી રાત એને ઊંઘ આવી ન હતી. પોતાના મિલિટરીના મિત્ર કે જેને એ મનોમન સોનલના થનારા પતિ તરીકે માની ચૂક્યો હતો એની આકસ્મિક શહીદી પછી એ મહા મહેનતે એને ભૂલ્યો હતો. પણ ગઈ કાલે બપોરે એના મામા એ અને પછી રાત્રે સોનલે એને ફરીથી એની યાદ અપાવી હતી. 6 ફૂટ 2 ઇંચ ની ઊંચાઈ અને પહોળા ખભા ધરાવતો એનો મિત્ર હંમેશા એને કહેતો જીતુ. હું જીવું છું ત્યાં સુધી તારું મોત તારી નજીક નહીં આવવા દઉં.

"સાહેબ એરપોર્ટ આ ગયા." ડ્રાઇવરના અવાજથી જીતુભા વર્તમાનમાં પાછો આવ્યો. ભાડું ચૂકવીને એ પોતાની ટ્રોલી બેગ ને ખેંચતો આગળ વધ્યો. એના ખભે સોલ્ડર પાઉચ લટકતું હતું.

xxx

સુરેન્દ્રસિંહજી મને શેઠ અનોપચંદ જી એ તમને રિસીવ કરવા મોકલ્યો છે. તમારા ઘર નીચે ઉભો છું. બરાબર નવ વાગ્યે પોતાના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી આવેલ ફોન સાંભળીને સુરેન્દ્રસિંહ થોડા ચોંક્યા. 'આની પાસે મારો નંબર કેવી રીતે પહોંચ્યો?' એમણે કહ્યું "બસ પાંચ મિનિટમાં આવું છું."

"ઠીક છે સાહેબ બ્લેક મર્સીડીસ છે" કહીને ડ્રાઈવરે ફોન કટ કર્યો.

xxx

"શેઠજી સુરેન્દ્રસિંહ આપણી કાર માં તમને મળવા આવી રહ્યા છે. ચઢ્ઢા અને.."

"મને એ બન્ને અને ડ્રાઈવર મરી જાય ત્યારે ઇન્ફોર્મ કરી દેજો મોહનલાલ બાકી એના વ્હેર અબાઉટ જાણવામાં રસ નથી. પૃથ્વીનું શું સ્ટેટ્સ છે?"

"એમનો ડ્રાઈવર બહુ જ કાબેલ છે. મેં ધર્યું હતું એનાથી લગભગ 2 કલાક વહેલા એટલે કે બપોરે 3 વાગ્યા સુધીમાં એ લોકો એમના ઘરે પહોંચી જશે. હમણાં 10 મિનિટ પહેલા શામળાજી ક્રોશ કર્યું છે એમણે."

"વેરી ગુડ તમે ક્યાં છો.?"

"દસ મિનિટમાં ઓફિસે પહોંચીશ."

"ઠીક છે તો અડધા કલાકમાં મારી કેબિનમાં આવી જજો સુરેન્દ્રસિંહ સાથે વાત કરુ ત્યારે તમારી હાજરી જરૂરી છે."

"ઓકે થોડી ફાઈલ 'ક્લિયર' કરવાની છે એના ઓર્ડર આપીને તમારી કેબિનમાં આવું"

xxx

ફ્લાઇટ જેસલમેરમાં લેન્ડ થઈ ત્યારે પોણા દસ વાગ્યા હતા. જીતુભા બહાર આવ્યો ત્યાં ઠંડીનો ચમકારો એને ઘેરી વાળ્યો. મુંબઈમાં આમેય શિયાળા જેવી કોઈ ઋતુ હોતી નથી. પણ રાજસ્થાનમાં આટલી ઠંડી પડતી હશે એવી એને કલ્પના પણ ન હતી. કંપનીના ગેસ્ટહાઉસ પર જઈને ફ્રેશ થઈ પહેલા એક સ્વેટર ખરીદવું પડશે એવું વિચારતા એ બહાર આવ્યો સામે 2-3 લોકો બહારગામથી આવનારા લોકોને રિસીવ કરવા એમના નામના કાર્ડબોર્ડ લઇ ઉભા હતા. એણે જોયું કે એક લગભગ 55 વર્ષનો મહાકાય મૂછછડ વ્હાઈટ યુનિફોર્મ પહેરીને ઉભેલા માણસના હાથમાં એના નામનું બોર્ડ હતું. જીતુભાએ એની પાસે જઈને કહ્યું "હું જીતુભા"

"આવો સાહેબ" એટલું બોલીને એ મહાકાયે એના હાથમાંથી બેગ લઇ લીધી અને થોડે દૂર ઊભેલી એક વૈભવી કારની ડેકીમાં મૂકી. પછી પાછલો દરવાજો જીતુભા માટે ખોલ્યો. જીતુભાએ એ દરવાજો બંધ કરીને ડ્રાઇવરની બાજુનો દરવાજો ખોલી અંદર ગોઠવાતા કહ્યું. "તમારું નામ શું છે?"

"ભીમસેન, એટલે કે ભીમસિંહ. બહાર થી આવનારા સાહેબોનો ડ્રાઈવર અને બોડીગાર્ડ." સહેજ હસતા એ મહાકાય બોલ્યો.

"આજથી મને જીતુભા કહેશો તો મને તમારી સાથે વધારે મજા આવશે,"
"જેવો હુકમ સાહેબ"

"વળી સાહેબ?"

"સોરી સાહેબ" કહેતા એ હસી પડ્યો સાથે જ જીતુભાને પણ હસવું આવી ગયું. કેટલો સરળ છે આ માણસ. જીતુભાનાં મગજમાં ગણતરી ચાલુ થઈ ગઈ. આનો ક્યાંક ઉપયોગ કરીશ. પણ ક્યાં? પેલી રૂપસુંદરી નો કેસ તો મારે એકલાએ જ નિપટાવવો છે. તો પછી મોહિનીના ગામમાં કે પછી ફલોદીનાં મામલામાં. દશ મિનિટમાં એ લોકો કંપનીના ગેસ્ટ હાઉસમાં પહોંચ્યા. એક આધેડ ઉંમર ના માથે ચોટલી વાળા વ્યક્તિ એ ડેકીમાંથી બેગ કાઢી અને કહ્યું. "ભીમ હવે તું જા સાહેબ ફ્રેશ થશે એટલે તને ફોન કરી દઈશ ."

"એની કોઈ જરૂર નથી. આમેય મારે સિક્યુરિટી ચેક કરવી છે. ભીમસિંહ એક કામ કરો નજીકમાં ક્યાંકથી મારા માટે એક સ્વેટર ખરીદી લાવો" કહીને જીતુભાઇ 500 ની એક નોટ ભીમસિંહને આપી.

"પછી હું અહીંયા આવું કે ફેકટરીએ"

"ફેક્ટરી કેટલી દૂર છે?'"

"આ દીવાલ દેખાય એ ફેક્ટરીની જ છે. સમજોને કે લગભગ 4-500 મીટર મેઈન ગેટ છે. "

તો હું ત્યાં ચાલતો જ જઈશ. તમને કેટલી વાર લાગશે?

"અડધો કલાક તો થશે જ. સા સોરી જીતુભા"

"ઓકે તો તમે ફેકટરીએ આવજો અને તમારું શું નામ" કહી જીતુભા પેલા ચોટલી વાળા તરફ ફરીને પૂછ્યું.

"શંભુનાથ ભટ્ટ" હું ગેસ્ટહાઉસનો રસોયો અને કેરટેકર છું.

"ઓકે શંભુભાઈ મારા ન્હાવા માટે ગરમ પાણી મળશે?"

"જી સાહેબ ગરમ પાણી અને નાસ્તો ચા બધું રેડી છે. તમે ચ તો પીવો છો ને કે કોફી બનવું?

"જીતુભા નામ છે મારુ. અને મને સાહેબ કહેશો તો નહીં ગમે, અનોપચંદ જીને કમ્પ્લેન કરી દઈશ કે તમે કામમાં બરાબર નથી. જીતુભાએ હસતા હસતા કહ્યું અને શંભુભાઈ એ બતાવેલ બાથરૂમમાં નહાવા ગયો.

xxx

નાહીને જીતુભા નાસ્તો કરતો હતો એ વખતે નાઝનીન ની કારે જેસલમેર માં પ્રવેશ કર્યો હતો. તો એજ વખતે હની એક મારવાડી વેપારીના વેશમાં એક હોટેલમાં નાસ્તો કરી રહ્યો હતો અને એ જ વખતે સુરેન્દ્રસિંહ અનોપચંદની કેબિનમાં પ્રવેશી રહ્યા હતા.

.

આપને આ વાર્તા કેવી લાગે છે? પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો તમે મને પર્સનલી વોટ્સ એપ પણ કરી શકો છો. 9619992572 પર