કૃપા - 21 Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૃપા - 21

(કાનો દરવાજા પાછળ નું રહસ્ય તો જોઈ આવ્યો,પણ એ સાંભળ્યા પછી કૃપા ને ચેન નથી.તે ગમે તે ભોગે તે યુવતી ને મળવા માગે છે.હવે આગળ...)

કાના અને કૃપા પાસે આજનો દિવસ હતો એ છોકરી વિશે જાણવાનો.કેમ કે આજે ગનીભાઈ અહીં નથી આવવાનો.એટલે બંને એ એક નવો જ પ્લાન બનાવ્યો.

બપોરે જમીને થોડા માણસો તેમના ક્વાર્ટર માં જતા.
અને અમુક ચોકીદારી કરતા.જે બહાર હતા તેમની સાથે કાનો વાતું એ ચડ્યો.અને તેના ઘર પરિવાર વિશે વાતું કરી.
કૃપા રૂમ માં સુવાનો ડોળ કરતી હતી,તે દરમિયાન બીજા ગુંડા પણ વાતું કરવા આવ્યા.કાના એ તો જાણે ડાયરો જમાવ્યો.થોડીજવાર માં કૃપા ત્યાં આવી.

"અરે વાહ શુ વાત છે,આજ તો કાંઈ રંગ જામ્યો છે!સારું લ્યો હું બધા માટે ચા બનાવી દવ."કૃપા એ મીઠાશ થી કીધું.

"હા ભાભી બનાવી આપો"એક બોલ્યો.

કૃપા એ તેની સામે પ્રશ્નાર્થવદને જોયું.અને પછી હસવા લાગી.બધા હસવા મંડ્યા.કૃપા એ બધા માટે ચા બનાવી. અને જો કોઈ ના કહે તો "તમારા ભાઈ ને કહી દઈશ હો.."
એમ છણકો કરી પરાણે પીવડાવી.થોડીજવાર માં બધા ગુંડા પોઢી ગયા.કાનો ને કૃપા બધા સુતા છે એની ખાત્રી કરી ને,બંને પેલા ભોંયરા તરફ ભાગ્યા.

દિવસ હોવાને લીધે અંદર થોડી લાઈટ આવતી હતી. કૃપા અને કાનો ઝડપથી નીચે પહોંચ્યા.ત્યાં જઈ ને જોયું તો એ યુવતી રડી રહી હતી,કૃપા અને કાના ને જોઈ ને તે વધુ ડરવા લાગી.

"પ્લીઝ મને જાવાદ્યો.હું સારા ઘર ની છોકરી છું,હું તો કોઈ ની વાત મા ફસાઈ ને અહીં પહોંચી ગઈ.મને જાવાદ્યો નહીં તો હું મરી જાઈસ".તે રડતા રડતા બોલી.

કૃપા તેની એકદમ નજીક ગઈ,અને તેને શાંત રાખી અને કહ્યું કે "અમે તને બચાવવા આવ્યા છીએ.પહેલા કે તું આવી ક્યાંથી?તારું નામ શું છે?"

પેલી યુવતી ને તેના પર વિશ્વાસ નહતો આવતો.એટલે તે જરા સંકોચાઈ."ના ના તમે પણ મને ફસાવો છો"

"જો તારે અમારા પર વિશ્વાસ કરવો જ પડશે.તારી પાસે બીજો કોઈ રસ્તો નથી."કાના એ કહ્યું

પેલી એ મન માં વિચાર કર્યો.કે આમ પણ હવે મારી પાસે બીજો કોઈ જ રસ્તો નથી તો આમના પર ભરોસો કરી જોવ .એટલે તેને કહ્યું.

"મારુ નામ ઉમિ છે.હું અહી નજીક ના નાના ગામડાં માં રહુ છું.મારા મા બાપ બહુ ગરીબ છે.અને અમે ચાર ભાઈ બહેન છીએ.નાના ભાઈ બહેનો ને ભણવવા મેં ભણવાનું છોડી દીધું અને મારા પિતા એ અમારા જ ગામ નો એક પરિવાર જે અહીં રહે છે,તેમની સાથે અહીં કામે મોકલી હતી .પણ એ લોકો એ મારો વિશ્વાસઘાત કર્યો.અને મને અહીં વેચી દીધી."અને એ ફરી ધ્રુસકે ધ્રુસકે રોઈ પડી.

કૃપા એ એને શાંત પાડી.પોતાની સાથે લાવેલું પાણી આપ્યું.તેને જરા શાંતિ વળી.કૃપા ને તેમાં પોતાનું પ્રતિબિંબ દેખાયું કે જો કાના એ હિંમત ન આપી હોત તો પોતાની દશા પણ આવી જ હોત.કૃપા ને વિચાર કરતી જોઈ કાનો સમજી ગયો .

"પણ તું અહીં આવી ક્યાં રસ્તા થી?કેમ કે આની ઉપર તો અમે આઠ દિવસ થી રહી છીએ.અને તું અહીં ક્યારથી બંધ છે "કાના એ ઉતાવળે પૂછ્યું.

પેલી એ એક દીવાલ સામે આંગળી ધરી.કાનો અને કૃપા એકમેક સામે જોઈ રહ્યા.કેમ કે ત્યાં તો કશું જ નહતું.ત્યાં જ ઉમિ ઉભી થઇ અને એ દીવાલ પર રહેલી એક પેઇન્ટિંગ સહેજ ખસેડી,એટલે તેની પાછળ એક બટન દેખાયું.

"આ બટન દબાવાથી અહીં એક દરવાજો ખુલે છે.જે પાછળ ના રસ્તા પર લઈ જાય છે.મને ત્રણ દિવસ પહેલા અહીંથી જ લાવવામાં આવી.અને પછી એ બધા ચાલ્યા ગયા.એક માણસ ઉપરથી પણ આવ્યો તો એને દરવાજો બંધ કર્યો એ મેં જોયું હતું."

"ઓહ્હહો એટલે રૂમ માં એવી ધૂળ હતી.અને કાના ને ત્રણ દિવસ પહેલા આવેલો માણસ પણ યાદ આવ્યો." કાનો આશ્ચર્ય સાથે કૃપા સામે જોઈ ને બોલ્યો.

"ત્યાં કોઈ ચોકીદારી કરે છે.તને કાઈ ખબર છે?"કૃપા એ પૂછ્યું.

"ના એ તરફ લગભગ તો કોઈ હોતું નથી.કેમ કે ત્યાંથી સીધો રસ્તો આવે છે.એટલે કે રોડ જ છે.તો ત્યાં ઉભું રહી શકાય એવું નથી."ઉમિ એ કહ્યું.

ઠીક છે.એમ કહી કાના એ ઉમિ ને પોતાની પાછળ આવવાનો ઈશારો કર્યો.અને તેઓ ધીમે ધીમે ઉપર ચડ્યા.
અહીં હજી બધા ઊંઘેલા હતા.એટલે કાના એ તેને થોડા પૈસા આપ્યા અને ભાગી જાવા કહ્યું.ઉમિ બંને નો આભાર માની ત્યાંથી ભાગી ગઈ.

કાનો અને કૃપા સંતોષથી એકબીજા તરફ જોતા હતા.ત્યાં જ કોઈ નો પગરવ સંભળાયો...

(શુ ગનીભાઈ અને એના માણસો ને કૃપા અને કાના ના આ કારસ્તાન ની ખબર પડી જશે?શુ ગનીભાઈ એ જાણ્યા પછી કૃપા ને છોડસે?અને કોણ આવ્યું હશે? જાણવા માટે વાંચતા રહો....)

આરતી ગેરીયા..