પ્રેમની ક્ષિતિજ - 23 Khyati Thanki નિશબ્દા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની ક્ષિતિજ - 23


હૃદયમાં રહેતી સંવેદના અને સંવેદનામાં સ્ફુરતું સ્મરણ. સ્મરણની સાથે ખેંચાઈને આવતી યાદો અને યાદોમાં એક ઝલક પ્રિયજનની. પ્રિયજનની પાંપણમાં કેદ થઇ જતું સ્મરણ પોતાના અસ્તિત્વનો અહેસાસ આપી જાય છે. તે અહેસાસ જીવનના અંત સુધી હ્રદયને નવપલ્લવિત કરે છે.

સતત બે દિવસ પ્રસંગોમાં વ્યસ્ત આલય કેટીની વાત સાંભળીને ખુશ થઈ ગયો. કેવી રીતે સફળ વ્યક્તિ બની શક્યા તેમની વાત પરથી સમજાઈ ગયું .અને કે.ટી. નો વિચાર કરતાં કરતાં ક્યારે મોસમ મનમાં આવી ગઈ ખબર જ ન પડી .રાતના અગિયાર વાગવા છતાં વાત કરવાની ઈચ્છા થઇ ગઈ. અને મૌસમને ફોન લગાડ્યો.

"હેલ્લો "

મૌસમ બોલી " મિસ યુ"

આલયે કહ્યું, " મિસ યુ ટુ."

મૌસમ ઉદાસ થઇ બોલી " તારા વિના કોલેજે નથી ગમતું યાર ક્યારે આવે છે?"

આલય બોલ્યો, "બસ કાલે નીકળીને પરમદિવસે આવી જઈશ."

મૌસમ બોલી, "હું પણ પરમ દિવસે જ કોલેજે જઈશ."
આલય, "કેમ કેમ? "

મૌસમ બોલી, "કાલે સવારે ડેડ સાથે રહેવાનો વિચાર છે .તે પણ કાલે આવી જવાના, ને ઓફિસે નહિ જવાના."

આલયે કહ્યું, " ગુડ એન્જોય."

મૌસમને યાદ આવ્યું તો પૂછ્યું, "તું મળ્યો ડેડને?"

આલય બોલ્યો," ના મળ્યો નહીં તો નહિ તે ના પાડી એટલે. ખાલી જોયા અને સાંભળ્યા."

મૌસમ જાણવા ઉત્સુક, " કેવા લાગ્યા?"

આલય બોલ્યો, "પ્રભાવક વ્યક્તિત્વ છે તેમની પાસેથી પ્રેરણા લેવાની ઈચ્છા થાય તેવા છે."

મૌસમ હસતા હસતા બોલી," માનવમાંથી યંત્ર કેમ બની જવાય તે તેની પાસેથી શીખી શકાય."

આલય કૈક નારાજ થઈ બોલ્યો, "કેમ આમ બોલે છે?"

મૌસમે જવાબ આપ્યો, "તો શું? ભલે તું મારા ડેડ વિષે ગમે તે વિચાર, પણ સાચું કહું છું તેની સાથે જે રહે ને તો બધા યંત્ર જેવા થઇ જાય."

આલય બોલ્યો, ના એવું નથી. તે ખૂબ જ સારા વ્યક્તિ છે તેણે તારી મમ્મીના પણ વખાણ કર્યા ખબર છે?"

મૌસમ ખુશ થતા બોલી "સાચે?

આલયે કહ્યુ, "સાચું જ કહું ને. મૌસમ કાલે હું ખૂબ જ ખુશ થયો એ વિચારીને કે તુ આટલા સરસ વ્યક્તિ ની દીકરી છો. હું હવે તારા પિતા તરીકે ઓફિશિયલી તેને મળવા ઇચ્છું છું.

મૌસમ કૈક ચિંતા સાથે બોલી, " તું મને એટલું બધું સરળ નથી આલય."

આલયે મોસમને સમજાવતા કહ્યું, "સરળ નહીં હોય તો સરળ બનાવી દઈશ.મારી મૌસમ માટે હું ગમે તે કરી શકું અને એ પહેલાં તો મારે મારી જાતને થોડી વધારે તૈયાર કરવાની છે. કારણકે અત્યારે તારા પપ્પાના વ્યક્તિત્વ આગળ હું કઈ જ નથી."

મોસમ પ્રેમથી બોલી, "પરંતુ હું એમ જ ઈચ્છું કે તું તે જ આલય જ રહે જે આલયને મેં પ્રેમ કર્યો છે.. ડેડ જેવો બની જઈશ તો હું તને પ્રેમ નહીં આપી શકું, અને તારી આગળથી અપેક્ષા પણ નહીં રાખી શકું."

આલય મુંઝવણથી બોલ્યો," શું થયું મોસમ? એવી કઈ વાત છે જે તું મને નથી કહી શકતી?"

મૌસમ ટાળતા બોલી," છોડને આ બધુ. કોક દિવસ નિરાતે સમજાવીશ. અત્યારે એવી વાતો કરવાનો મૂડ નહિ."

આલય પ્રેમથી બોલ્યો, " તો શું કરું મારી મનગમતી મોસમનો મૂડ સારો કરવા?"

મૌસમ આલયના આવા શબ્દો સાંભળી રોમાંચિત થઈને બોલી, "ખાલી પ્રેમ જ આપ આલય. આ તારી મોસમ તરસવા અને વરસવા તારી પાસે જ આવશે.

આલય પણ જાણે પરિતૃપ્ત થઈ ગયો્ તેણે કહ્યું, " આ બે દિવસની દુરીથી હું પણ એટલું સમજી ગયો મોસમ કે તારા વિના હું નહિ રહી શકું. તારી હાજરી મારા જીવન માટે આવશ્યક બની ગઈ છે. ઈશ્વરે આપેલી ,આપણા સાથે રહેવાની ક્ષણોને ભરપૂર માણવી છે કે જેથી તેના સંસ્મરણો આપણને હંમેશા નવા સ્મરણો રચવા માટે પ્રેરે.

અને મૌસમ તો જાણે અત્યારથી જ એ સ્મરણો માં ખોવાઈ ગઈ અને કહ્યું, હા આલય આપણો પ્રેમ અલગ જ છે. ગમે તે પરિસ્થિતિ આવે ,તારા માટેનો આ મોસમનો પ્રેમ આમ જ રહેશે. હું તારી સામે હું હોવ કે ન હોવ તું મને એટલું વચન આપ કે તારો પ્રેમ આમ જ અવિરતપણે રહેશે."

આલય લાગણીભીના સ્વરે બોલ્યો, "હું વચન આપું છું મોસમ કે તારું સ્મરણ જ્યારે પણ આવશે ત્યારે વફાદારી થી તેને જ માણીશ. અને જ્યારે મોસમ જ મારી આસપાસ હોય તો દુનિયાના કોઈપણ દુઃખ મને સ્પર્શે નહીં શકે, માટે જ મારી પત્ની બનાવીને તને સામે રાખવી છે આજીવન.

મૌસમ મશ્કરી કરતા બોલી, " અરે તે તો બહુ દૂરની વાત કરી દીધી. હજી તો આ શરૂઆત છે, અને પ્રેમમાં ઘણી પરીક્ષાઓ આવશે હો. તું મને એ કહે કે મારા માટે શું લઇ આવવાનો?"

આલયે કહ્યું બોલ તારે શું જોઇએ છે?"

મૌસમ બોલી, મારો આલય.... બસ આલય... આલય.. અને આલય. ચલ બાય હવે બહુ વાતો થઈ ગઈ પરમ દિવસે મળીએ. લવ યુ."

આવ્યે પણ લવ યુ ટુ કહી ફોન મૂકી દીધો પરંતુ સ્મરણમાં મોસમ જાગૃત થઈ ગઈ.

હર હંમેશ સંસ્મરણો સ્વપ્નમાં,
મને ગમતું સાચુકલું સ્મિત....
હર હંમેશ તારી પરવા ચોતરફ,
મને ગમતું તારું મૂંગું વ્હાલ......
હર હંમેશ ઉછળે સ્નેહના મોજા,
મને ગમતી એક સાચુકલી સાંજ....
હર હંમેશ મને આવકારતી તારી દુનિયા,
મને ગમતો એક સાચુકલો મહેકતો ઈશારો....
હર હંમેશ રહેતી મારી આસપાસ તારા વિચારોની હુંફ,
અને મને ઝંખના તારી સાચુકલી હુંફની.....

પ્રેમના સપનામાં સુતેલી મૌસમ કે ટીના સામ્રાજ્યમાં નિયમિત રીતે પડતી સવારે ઉઠી,

કે.ટી. બોલ્યા, "શું કર્યું મોસમ તે આ બે દિવસમાં?"

મૌસમ હસતા હસતા બોલી," કંઇ નહી ડેડ ખાધું પીધું ને રાજ કર્યું."

કે.ટી. કંઈ ચિંતા સાથે બોલ્યા," મને એમ લાગે મોસમ કે તું ક્યારેય મોટી થઈશ ?ક્યારે આ વાસ્તવિક દુનિયાનો પરિચય કરીશ? અને ક્યાંક એવું ન બને કે તને આ દુનિયાને સમજવા માં મોડું થઈ જાય અને હું ત્યારે તારી આસપાસ ન હોય."

મૌસમ કઈ બોલું નહિ... પણ કેટી ને એટલી ખબર પડી ગઈ કે મોસમ કંઈ સિરિયસલી લેતી નથી. તેથી તેણે કહ્યું, "ખાલી આપણને દેખાય એટલી જ દુનિયા અને એવી જ દુનિયા નથી હોતી મોસમ. પ્રેમ, લાગણી, ભાવના સંવેદના આ બધાથી ઉપર પણ જીવાતું જીવન હોય છે કે જેની અમુક જરૂરિયાતો આગળ આપણે બધી જ મનગમતી વસ્તુઓ ક્યારેક છોડી દેવી પડે છે.

મૌસમ પણ બોલી ," નો ડેડ, એવું જીવન જ શું કામનું?"

કે.ટી ને મોસમ ની વાત પર હસવું આવી ગયું. તે બોલ્યા,
મારી આ વાત યાદ રાખજે મોસમ, કોક દિવસ તું મારી જ ભાષા બોલતી હોઈશ.

મૌસમ પણ બોલી ,"અને તમે પણ જોજો ડેડ કે હું આમ જ મહેકતી રહીશ અને જ્યારે આ મસ્તી ચાલી જશે તો આ મૌસમ મૌસમ જ નહીં રહે."
કેટી કંઈક ભીનાશ સાથે બોલ્યા," હું પણ એવું જ છું મૌસમ, કે મારી લાડલી આમ જ ખુશ અને વરસતી રહે."

મૌસમ ઉત્સાહ સાથે બોલી," તો ચાલો ડેડ આજે મને ગમતું કંઈક કરીએ."

કેટી પણ આજે સારા મૂડમાં હતા, તેણે કહ્યું, આજે આખો દિવસ કેટી ફક્ત મોસમના પિતા બનીને રહેશે બસ?."

મૌસમ ઉછળીને બોલી ,"આઇ લવ યુ સો મચ ડેડ" .

મૌસમ કે.ટી. અને આલય પોતપોતાની મેળે પોતાના જીવનના આયોજનો કરે છે પરંતુ ઈશ્વર શું વિચાર્યું છે આ બધાના ભાવિ માટે? જાણવા માટે વાંચતા રહો આગળ ના ભાગો.....

(ક્રમશ)