પ્રેમની ક્ષિતિજ - 9 Khyati Thanki નિશબ્દા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની ક્ષિતિજ - 9

અંતરમનની શક્યતાઓ જેના છેડા વિસ્તરેલા હોય છે ' હા' અથવા ' ના ' સુધી...... હા ની દિશામાં વિચારવા લાગીએ તો દૂર દૂર સુધી ફક્ત ફૂલોથી ફેલાયેલું ઉપવન જ દેખાય અને ના ની દિશામાં વિચારીએ તો અવરોધોનું અડાબીડ જંગલ આ ઉપવન અને જંગલ ને જોડતી જિંદગી....

આલય અને લેખા આવા જ જિંદગીના પડાવ પર આવી ગયા જ્યાં તેમના નિર્ણયો તેમના જીવનની દિશા નક્કી કરશે તો ચાલો તેના જીવનમાં પ્રવેશીએ....

કુસુમબેન વધારે પડતા ખુશ તો અનંતભાઈ ફરી ફરીને વિરાજ બહેને કહેલા વાક્ય પર આવીને અટકી જતા હત ત્યાંતો લેખા ની વાતચીતે તેમને થોડી અસમંજસ માં મૂકી દીધા.

અનંતભાઈ :-"લેખા પહેલા તો તું કહે, કેવો લાગ્યો આલય?"

કુસુમબેન:-"છોકરો સારો છે લેખા."

અનંતભાઈ :-"કુસુમ.....છોકરો સારો છે એ તો બધાને ખબર છે પણ પહેલા મને લેખા ની દ્રષ્ટિ એ વિચારવા દે."

લેખા :-"પપ્પા, સાચું કહું ને તેનો સ્વભાવ મળતાવડો છે આપણા ઘરના વાતાવરણમાં તે સહજતાથી ભળી જાય..."

કુસુમબેન:-"બસ તો બીજું શું જોઈએ?"

લેખા:-" પણ મમ્મી ફક્ત તેના ભળવાથી વાત પૂરી થઇ જતી નથી. સાથે મારે પણ તેના કુટુંબ સાથે એકરૂપ થવું પડે કદાચ તેના કરતાં પણ મારે વધારે..."

કુસુમબેન:- "તે તો લેખા દરેક સ્ત્રીએ થવું જ પડે."

અનંતભાઈ :-"ખુલી ને કહે શું કહેવા માંગે છે?"

લેખા:-"પપ્પા, ખબર નહીં આ મારા સ્વભાવ ની મર્યાદા છે કે પછી મારું વધારે પડતું નિરીક્ષણ..… પણ મને એવું લાગ્યું કે હું આલય સાથે જોડાઈશ તો કદાચ તમે જે મારી કારકિર્દી વિશે સ્વપ્ન જોયા છે તે શક્ય નહીં બને."

કુસુમબેન:-" બસ આટલી નાની વાત?"

લેખા:-"મમ્મી આ નાની વાત ન કહેવાય આ ફક્ત પપ્પાના સ્વપ્નની વાત નથી મારું સમગ્ર ભવિષ્ય તેમાં સામેલ છે. હું પોતે પણ એવા હઠાગ્રહ માં નથી માનતી કે દરેક સ્ત્રીની પોતાની અલગ કારકિર્દી હોવી જોઈએ, બસ ઘરના દરેક સભ્યના મુખ ઉપર હું સ્મિત અને સંતોષ લાવી શકું તો તેની તુલનામાં કંઈ નથી મારા માટે... પણ કારકિર્દીની શક્યતાને અવગણી નાખવી એ યોગ્ય નથી...."

અનંતભાઈ:-"આ જ વાતનો મને ડર હતો લેખા... વિરાજ બેનની વાતચીત પરથી મને લાગ્યું કે તને પુત્રવધુ તરીકે સ્વીકારવા આતુર છે ખુશ રાખશે હંમેશા પણ તારી પુત્રવધુ માંથી દીકરી બનવાની સફર માં વચ્ચે ક્યાંક મારી લેખા કરમાઈ જશે તો? તે જ વિચાર મને મુંઝવી રહ્યો છે."

કુસુમબેન :-"તમે બન્ને બાપ-દીકરી સરખા જ છો આટલી નાની વાતમાં રાઈનો પહાડ કરીને બેઠા છો, હજુ ક્યાં આપણે તેની સાથે વધારે વાત કરી છે... જો એક વખત એ છોકરો પણ હા પાડે અને આપણી લેખા ની પણ ઈચ્છા હોય તો પછી આપણે આગળ વાત કરીશું તેમાં શું વળી?

લેખા :-"મમ્મી હું પણ નકારાત્મક વિચાર નથી કરતી આ તો પપ્પાએ મને પૂછ્યું એટલે મેં મારી દ્રષ્ટિ એ કહ્યું કે મેં આલય સાથે વાત કરી તેના પરથી મને એવું લાગ્યું કે આલય પણ થોડું ઘણું તેની મમ્મી જેવું જ વિચારે છે."

અનંતભાઈ:-" કુસુમ અત્યારે બધું સામાન્ય જ લાગે પરંતુ આ નાની બાબત પણ ભવિષ્યમાં મોટું સ્વરૂપ ધારણ કરી શકે તેમ છે."

લેખા:-" પપ્પા એ લોકો એ કાંઈ કહ્યુ?"

અનંતભાઈ;-"ના અત્યારે કંઈ કહ્યું નથી પણ એ લોકોની વાતચીત પરથી મને લાગ્યું કે જો તમે બંને હા પાડો તો તેઓ કદાચ લગ્ન માટે ઉતાવળ કરશે અને મારી દ્રષ્ટિએ જવાબદારી ઉપાડવા માટે હજી તમે બંને નાના છો."

લેખા:-" પપ્પા જોઈએ તો ખરા એ લોકો શું વિચારે છે? જો તેમની હા હોય તો જ આપણે વિચારવાનું રહેશે બાકી તો કોઈ પ્રશ્ન જ નથી."

અનંતભાઈ:-" સાચી વાત છે બેટા તારી શા માટે અત્યારથી ચર્ચા કરવી?"

લેખા અને અનંતભાઈ તો બીજા દિવસે પોતાના કામમાં લાગી ગયા પરંતુ કુસુમબેનનું મન ત્યાં જ અટકી ગયું ,કંઈક વિચારી સમીરને ફોન કર્યો.

સમીરભાઈ :-"હા બોલ કુસુમ."

કુસુમબેન:-"સમીર પેલા લોકો નો ફોન કે કાંઈ સમાચાર આવ્યા?"

સમીરભાઈ :-"ના કુસુમ મને લાગે છે કે થોડો સમય આપીએ વિચારવાનો પછી હું સામેથી પૂછી લઉં."

કુસુમબેન:-"તને શું લાગે સમીર?".

સમીરભાઈ:-"જો કુસુમ આપણને ગમે તે લાગે ખરો નિર્ણય તો આલય અને લેખા એ જ કરવાનો રહેશે."

કુસુમબેન:-"એ બધી વાત સાચી પણ જો બંનેની હોય તો આગળ વિચાર્યું તો પડશે ને?"

સમીરભાઈ:-"લેખા શું કહે છે? હા પાડી તેને?"

કુસુમબેન:-"લેખા તો હજી નાની અનુભવમાં પણ,... પણ અનંત અને લેખા લગ્નની ઉતાવળ માં નથી માનતા.."

સમીરભાઈ:-"ઉતાવળ ન કરાય પણ આવા સુખી અને સારા ઘર ને ભૂલવાની ભૂલ પણ ન કરવી."

કુસુમબેન:-"એ જ તો સમજાવું છું બંનેને."

સમીરભાઈ:-"વાંધો નહીં આ બંને નો જવાબ આવવા દે પછી વિચારીએ કંઈ."

કુસુમબેન:-"હા એ વાત પણ સાચી, ચાલ આવજે એ લોકોનો કંઈ જવાબ કે આવે તો મને જણાવજે."

અહીં કુસુમ અને સમીર બંનેની વાત ચાલુ હતી તો લેખા પોતાના હૃદયની વાત મોસમને કહ્યા વિના રહી ન શકી.... તેના ફોનની એક જ રિંગે મૌસમ ફોન ઉપાડી બોલી....

મૌસમ:-"hiii..... લેખા ક્યાં હાલ ચાલ?."

લેખા:-"ખાસ કંઈ નહિ બોલ."

મૌસમ:-"અરે તારા કરતા તો મને વધારે ઇંતેજારી થાય છે તો તું આમ સુષ્કતાથી બોલે? પેલો છોકરો કેવો છે બોલ?"

લેખા:-"કોણ?"

મૌસમ:-"જેના કારણે તું આટલી ગંભીર થઈ ગઈ ... નામ મારે જાણવું નથી કેમ કે નામ સાથે લેવાદેવા નથી જો તે મારી પ્રિય સખી સાથે જોડાશે તો હું આપોઆપ એની કુંડલી કઢાવી લઈશ."

લેખા:-"બસ મૌસમ આજે મજાક નથી કરવી હું ઓલરેડી confused છું."

મૌસમ:-"ફટાફટ બોલ હા કે ના?"

લેખા:-"હા અને ના માં તો હું અટવાયું છે મન.... છોકરો સારો છે પણ જો હા પાડી દવ તો કદાચ મારા પપ્પાનું મારું કારકિર્દીનું જોયેલું સ્વપ્ન અધૂરું રહી જાય અને લગ્ન પણ કરી નાખવાની તૈયારી રાખવાની.."

મૌસમ:-"આ જ વાત માટે કાલે તને ચેતવણી આપી હતી.....ત્યારે સ્પષ્ટતા કરી દેવાય ને ? છોકરાને સત્તર વાર ગરજ હોય તો હા કહે."

લેખા:-"બસ મેં બધું કેશવ પર છોડી દીધું છે જો હવે મારો ઇશ્વર શું કરે છે?"

મૌસમ:-"આવડી મોટી બાબત લેખા કેશવ પર થોડી છોડી દેવાય? મને તો ખાલી નંબર આપ પેલા છોકરાનો હું મારી ભાષામાં સમજાવી દઉં."

લેખા:-"પ્લીઝ મોસમ હવે તું મને વધારે ટેન્શન ન આપ....
રાહ જોઈએ શું આવે છે એ લોકોનો જવાબ..."

મૌસમ;-"તો પછી તું લે આખી જિંદગીભર ટેન્શન..."
અને ભાઈ હવે એ લોકોની હા આવે તો મહેરબાની કરીને મને પૂછ્યા વગર હા નહી પાડી દેતી."

લેખા:-"અરે યાર આવડો મોટો નિર્ણય લઈ લઈશ એમનેમ?"

મૌસમ:-"બસ તો પછી નાહકની ચિંતા છોડી દે અને મારા જેવી થઈ જા..."

લેખા:-કાશ મૌસમ હું તારા જેવી થઈ શકતી હોત."

મૌસમ:-"આવા શક્યતા માં જ તું તો રહી ગઈ.. ચાલ પછી મળીએ..."
મોસમ અને લેખા પોતપોતાની રીતે વિચારે છે તો આવતા ભોગમાં જોશો કે આલય, ઉર્વીશ અને વિરાજ ની શક્યતાના છેડાઓ કઈ દિશામાં ખૂલે છે?

શું સમજાવી શકાય આ આસપાસ વિચરતી જિંદગીને?
કે પછી આ જિંદગી જ શણગારે મનમાં રચાતી કલ્પનાને...

(ક્રમશ)