Premni Kshitij - 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમની ક્ષિતિજ - 4

. વાતાવરણ વિચારોનું.... ભાવનાઓનું....
સંવેદનાઓનું......જે વ્યકિતને પ્રેમ કરવા, સપનાઓને સાકાર કરવા...અને પોતાનાં સુખને શોધવામાં મદદ કરે છે.
વિરાજ અને ઉર્વીશ પોતાના આલયને લેખા ને જોવા મનાવી લે છે તો કુસુમ અને અનંત લેખા ને માનસિક રીતે તૈયાર કરે નવા અવસરનું સ્વાગત કરવા અને કે.ટી શું વિચારે છે પોતાની મોસમી માટે?

કે. ટી.:-"મોસમ, મોસમ....

મૌસમ :-"હા ડેડ બોલો."

કે. ટી. :-"કેમ છે દીકરા ? આજે તો રવિવાર કે.ટી અને મોસમનો રવિવાર."

મૌસમ :-"હું તો દરરોજ તમારી સાથે રવિવાર મનાવવા માંગુ ડેડ."

કે. ટી :-"પણ મોસમ કે.ટીના નસીબમાં નથી રોજ રવિવાર."

મૌસમ :-"તમે પોતાની મેળે તમારું નસીબ બનાવવા માંગો છો છૂટા મૂકી દ્યો તમારા વિચારોને...."

કે. ટી. :-"તો બધું જ વિખેરાઈ જાય મોસમ."

મૌસમ :-"મને તો અત્યારે પણ વિખરાયેલું જ લાગે છે ડેડ."
કે. ટી. :- તું ક્યારે સીધી રીતે વાત કરીશ મૌસમ."?

મૌસમ :-"હું તો સીધી અને સ્પષ્ટ રીતે જ કહું છું ડેડ અને એટલે જ કદાચ તમને નથી ગમતું."

કે. ટી :-"છોડ વાત ....તારું કહે હવે શું કરવું છે આગળ? હમણાં જ યુએસ થી અતુલ નો ફોન હતો તારે જવું છે ત્યાં આગળ ભણવા?"

મૌસમ :-"નો વે ડેડ.... એ જ અતુલ અંકલને જે આપણે ત્યાં ગયા વર્ષે આવ્યા હતા?"

કે. ટી. :-"હા ત્યાં તને ભણવા બોલાવવા પાછળ તેનો બીજો ઉદ્દેશ્ય પણ છે તેમનો એકનો એક દીકરો છે શૈલ રહે છે અમેરિકા પણ સંસ્કારોમાં પૂરેપૂરો ભારતીય છે. યુ. એસ. ભણવા જા તો સાથે સાથે શૈલને પણ મળી અવાય, તમે બંને એકબીજાને ઓળખી લો તો વધારે સારું."

મૌસમ :-"એક વાત કહું ડેડ જો તમારે સાંભળવું હોય તો જ કહું."

કે. ટી. :-"અરે તારી દરેક વાત તો સાંભળું છું."

મૌસમ:-"મારી હમણાં લગ્નની બિલકુલ ઈચ્છા નથી ડેડ.....
મારે મારુ પોતાનુ કેરિયર બનાવવું છે."

કે. ટી. :-"હા એ બધી તને છૂટ તું ભણી લે, તારી મેળે તારૂ ભવિષ્ય નિશ્ચિત કર મોસમ પરંતુ આ કરોડોની મિલકત ફક્ત અને તારી તારી જ છે અને તારા ભાવિ પતિની છે... એટલે તમારે તમારા ભવિષ્ય ની ચિંતા કરવાની જરૂર નથી. હું ઇચ્છીશ કે તમે પણ મારી આ ઈચ્છા પૂરી કરો."

મૌસમ:-"ઓકે ડેડ... ભવિષ્યની તો મને કંઈ ખબર નથી પણ અત્યારે મારી ઈચ્છા કોલેજ લાઈફ આગળ વધારી એન્જોય કરવાની છે."

કે. ટી.:-"બરાબર અત્યારે તારી ઈચ્છા ભવિષ્યમાં મારી ઈચ્છા માનજે."
અને મોસમ ને કે. ટી.ની આંખોમાં એક સોનાના પિંજરનો ભાસ થયો જેમાં બંધ થયેલ પંખીની પાંખો દેખાણી.... પિંજરા નો દરવાજો ખુલ્લો હતો પણ તેની પંખીની પાંખો બાંધી દેવામાં આવી હતી.

તો કુસુમ અને અનંત લેખાને પોતાનું આકાશ આપવા આતુર હતા.

લેખા. :-"મમ્મી બોલ શું કહેતી હતી?"

કુસુમબેન :-" સમીર મામાનો કાલે ફોન હતો તેના મિત્ર છે ઉર્વીશભાઈ તેમનો દીકરો આલય. હમણાં જ ગ્રેજ્યુએટ થયો તેમના માટે તારુ પૂછતા હતા હું અને અનંત એમ વિચારતા હતા કે તને પૂછીને વિચારીએ."

લેખા :-"તમે અને પપ્પા મારા માટે હંમેશાં સારું જ વિચારો મને ખબર પણ પહેલા મને તમે કહો કે તમે શું ઈચ્છો છો?"

અનંતભાઈ :-"જો બેટા ભવિષ્ય તારું છે પણ તું અમારા બંનેનું ભવિષ્ય છો. હું તો એવું ઈચ્છું કે પહેલા તો તારુ કેરીયર બનાવ પણ તારી મમ્મી ઈચ્છે કે છોકરો નજરમાં રાખીએ."

કુસુમબેન :-"બેટા જોઈએ તો ખરા પહેલી વાર વાત આવી છે તો છોકરો જોવામાં શું વાંધો?"

લેખા :-"તારી વાત પણ સાચી અને પપ્પાની પણ. તારી ભાવના પણ સમજું મમ્મી ને પપ્પા ની ચિંતા પણ વ્યાજબી છે.અત્યારે ભલે જોઈએ પણ આગળ નિર્ણય લેવામાં હું પપ્પા ની સલાહ લઈશ..."

(ત્યાજ સમીરમામાં નો ફોન આવે છે)

કુસુમબેન :-"હા સમીર બોલ તને જ યાદ કરતા હતા લેખા ને હું તારી જ વાત કરતી હતી."

સમીર:-" હું સવારમાં ઉર્વીશ ને મળવા આવ્યો પણ સાચું કહું મનમાં લેખા જ હતી."

કુસુમબેન :-"અચ્છા તો તું ત્યાં જ છે. એ લોકો શું વિચારે છે?

સમીર :-" હું ઉર્વીશ અને વિરાજભાભી સાથે એ જ બાબતમાં વાત કરતો હતો અમે વિચારીએ છીએ કે આજે રવિવાર છે તો સાંજે મુલાકાત ગોઠવી દઈએ તો?"

કુસુમબેન :-"જેવી તારી ઈચ્છા સમીર."

અને લેખા ને મમ્મીની આંખોમાં દેખાયા સોનેરી સપના જે જોઈને લેખા અને અનંતભાઈ પણ જાણે સાંજની રાહ જોવા લાગ્યા....

આપણે પણ આવતા ભાગમાં જોઈશું કે આલય અને લેખા ની સાંજની પહેલી મુલાકાત....

💕સપનાઓ સજે
સોનેરી આકાશમાં
પોતપોતાના 💕

(ક્રમશ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED