લોસ્ટ - 43 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોસ્ટ - 43

પ્રકરણ ૪૩

માનસા, મેહરબાની કરીને મને આઝાદ કરીદે નહીં તો અનર્થ થઇ જશે." ત્રિસ્તાએ હાથ જોડ્યા.
માનસાએ ત્રિસ્તાની વાતને એક કાને સાંભળીને બીજા કાનથી કાઢી નાખી, ત્રિસ્તાએ કેટલીયે વાર પોતાને બાર કાઢવા શાંતિથી માનસાને વિનંતી કરી પણ પરિણામ શૂન્ય.
"માનસા, હું છેલ્લીવાર વિનંતી કરી રઈ છું મને બા'ર કાઢ." ત્રિસ્તાએ રાડ પાડી.

"નહીં તો શું કરી લઈશ?" માનસાએ હસતા હસતા પૂછ્યું.
"ઠીક છે, હું હવે કરી લઈશ મારી રીતે જે કરવાનું છે એ. હવે હું તને કાંઈજ નઈ કઉં માનસા." ત્રિસ્તા ચૂપ થઇ ગઈ.
"સારુ, તું મારી જૂની દોસ્ત છે એટલે હું તને આઝાદ કરી દઉં છું. આમેય હવે તને કેદ રાખવાનો કોઈ મતલબ નથી, યજ્ઞ નિષ્ફળ થઇ ચુક્યો છે." માનસાએ ત્રિસ્તાને આઝાદ કરી.

ત્રિસ્તાએ આળસ મરડી અને માનસા સામે જોઈને બોલી,"આમ તો હું તને ન'તી જણાવવાની, પણ તેં મને આઝાદ કરી છે એટલે જણાવું છું કે તારો યજ્ઞ નિષ્ફળ નથી ગયો."
"રાવિકા મરી ગઈ છે અને તેનું મોત મારા યજ્ઞની નિષ્ફળતા છે." માનસાએ નિસાશો નાખ્યો.
"તારા યજ્ઞને આજેજ સફળ બનાવી શકે એવી એક વ્યક્તિ છે હજુ." ત્રિસ્તા ખંધુ હસી.


"તું ઠીક છે?" રાધિકાએ જીયાને તેનું જેકેટ પહેરાવ્યું.
"હા, થૅન્ક યું દીદી." જીયાએ રાધિકા અને કેરિનનો હાથ પકડ્યો અને ત્રણેયે ફરીથી ચડાઈ ચાલુ કરી.
"સામે જો, ભાલા જેવા આકારનો પહાડ. માયાની ગુફા એ પહાડમાં જ છે." કેરિનએ એક પહાડ તરફ ઈશારો કર્યો.

"માયા...." રાધિકાએ ગુફામાં પગ મુકતાજ બુમ પાડી.
કેરિન અને જીયા ગુફાની બહાર ઉભા હતાં, રાધિકાએ બન્નેને સખત ચેતવણી આપી હતી કે જ્યાં સુધી રાધિકા પોતે બન્નેને ન બોલાવે ત્યાં સુધી બન્નેમાંથી એકેય અંદર નઈ આવે.
"રાધિકા અહીં કેમ આવી છે? ભલે આવી, એ મને જોઈ શકવાની નથી." માયાએ રાધિકાને જવાબ આપવાનું ટાળ્યું.

"તું હાથમાં આવી ખરી." રાધિકા માયા સામે આવીને ઉભી રઈ.
"તું... તું મને જોઈ શકે છે? કેવી રીતે?" માયા આશ્ચર્યથી ઉભી થઇ ગઈ.
"રાવિને મારીને તું આઝાદ ફરીશ એવુ તેં વિચાર્યું કેવી રીતે?" રાધિકાએ માયાને ગળેથી પકડી.
"રાવિ મરી ગઈ છે તો તું મને કેવી રીતે જોઈ શકે? કેવી રીતે અડી શકે?" માયાએ તેનું ગળું છોડાવવા વ્યર્થ પ્રયત્ન કર્યો.

"તેં એવુ તો શું કર્યું હતું કે રાવિને તેનો જીવ દેવો પડ્યો?"
"જો રાધિકા, હું છેલ્લા ૬ દિવસથી અહીં કેદ છું. રાવિએ મને આ પર્વત પર કેદ કરી દીધી છે, તો હું કેવી રીતે કંઈ કરી શકું?"
"જૂઠું ન બોલ, હું તને મારવામાં એકેયપળનો વિચાર નઈ કરું. હું રાવિ નથી એટલું યાદ રાખજે માયા." રાધિકાએ તેની પકડ વધારી.

"હું... હું રાવિની બલી ચડાવીને અમરત્વ પ્રાપ્ત કરવાની હતી. રાવિને કોણ જાણે કેવી રીતે મારી યોજના વિશે ખબર પડી ગઈ અને તેણીએ પોતાનો જીવ દીધો."
"તને અમરત્વ મળે એમાં રાવિને શું વાંધો પડે? માયા, માયા ચાલાકી નઈ, પુરી વાત જણાવ."
"અમર બન્યા પછી હું તારા બાળકને જે તારી શક્તિઓ બેવડાઈને મળવાની છે એ છીનવી લેવાની હતી, એ શક્તિઓ મળ્યા પછી હું આખી દુનિયા પર મારું રાજ હશે." માયાની આંખોમાં લાલચ દેખાઈ રહી હતી.

"તારી તો...." રાધિકાએ માયાને મારવા હાથ ઉપાડ્યો પણ માયાએ તેનો હાથ પકડી લીધો અને બોલી,"તને પણ ફાયદો થઇ શકે છે રાધિકા, વિચાર તો ખરી. તું આખી જિંદગી અભાવમાં જીવી છે, તારા પરિવારએ કદીયે તારી ભાળ પણ નથી લીધી અને રાવિએ કદી તારા વિશે ક્યાં વિચાર્યું છે? રાવિ માટે તો જીયા જ એની બેન હતી, તું નઈ રાધિકા. મારી સાથે હાથ મેળવ, આપણે બન્ને મળીને આ દુનિયા ઉપર રાજ કરીશું."

"રાવિએ મારા એ બાળક માટે તેનો જીવ આપ્યો જેનું હજુ સુધી કોઈ અસ્તિત્વ નથી અને તું કે છે કે રાવિ જીયાને વધારે પ્રેમ કરે છે, રાવિ માટે જીયા જ એની બેન હતી? હું કાનની કાચી નથી, તારી ગોળ ગોળ વાતોમાં હું નથી ફસાવાની." રાધિકાએ તેના બન્ને હાથથી માયાનું ગળું દબાવ્યું.
માયાએ રાધિકાની પકડ છોડાવવા મથામણ કરી, બન્ને હાથપાઈ ઉપર ઉતરી આવી હતી. માયાએ રાધિકાની આંખોમાં ધૂળ નાખીને તેને ધક્કો માર્યો અને ત્યાંથી ભાગી ગઈ.

"માયા... કેરિન..... જીયાઆઆઆઆ...." રાધિકાએ બુમ પાડી.
"રાધિકા, શું થયું તને?" કેરિન દોડતો રાધિકા પાસે આવ્યો અને તેને ઉભી કરી.
"તને તો વાગ્યું છે દીદી." જીયાએ રાધિકાના માથા પર પડેલો ઘા જોયો.
"માયા ભાગી ગઈ છે, જા જઈને પકડ તેને." રાધિકાએ જીયા અને કેરિનને માયાની પાછળ મોકલ્યાં.

એ ગુફામાં ત્રણ દરવાજા હતા, કેરિન પહેલા દરવાજામાં પ્રવેશ્યો અને જીયા બીજામાં, રાધિકાએ તેની આંખો સાફ કરી અને ત્રીજા દરવાજામાં પ્રવેશી. ત્રણેય દરવાજા સુરંગના હતા અને ત્રણેય જણ અંધારી સુરંગમાં આગળ વધી રહ્યાં હતાં.
"માયા ન મળી દીદી." જીયા પાછી આવી અને રાધિકાને જોઈને બોલી.
"માયા તને કંઈ રીતે મળી શકે? માયા એક આત્મા છે અને આત્માને તું ન જોઈ શકે જીયા."

"તો તેં અમને માયાની પાછળ કેમ મુક્યાં? થાકી ગયો હું તો." કેરિન પણ પાછો આવી ગયો હતો.
"કેરિન..."
"એક મિનિટ, તારો ઘા ક્યાં ગયો અને તારાં કપડાં કંઈ રીતે બદલ્યાં?" કેરિનએ રાધિકા સામે શકમંદ નજરે જોયું.
"બતાવ તો." જીયાએ રાધિકાને વાગ્યું હતું ત્યાં આંગળી ફેરવી, ઘાનું કોઈ નામોનિશાન નહોતું,"તું કોણ છે?"

"તું મને નથી ઓળખતી જીયા? હું તારી બેન, રા..."
"તું મારી બેન નથી, તું કોઈ બહુરૂપી છે. તારાં કપડાં બદલી ગયાં છે અને તારા માથા પર ઘા તો દૂર ઘાનું નિશાન પણ નથી." જીયા વચ્ચેજ બોલી ઉઠી.
"અરે, પણ મારી વાત તો...."
"નથી સાંભળવી, કેરિન ચાલ અહીંથી." જીયાએ કેરિનનો હાથ પકડ્યો અને તેને ખેંચીને લઇ ગઈ.

"જીયા, હાથ છોડ કેરિનનો."
"તું અમારા પાછળ કેમ આવે છે અને તેં કેરિનનો હાથ કેમ પકડ્યો છે?" જીયાએ તેના હાથમાંથી કેરિનનો હાથ છોડાવ્યો.
"તારું મગજ ફરી ગયું છે જીયા, કેરિન તું આને સાથે કેમ લાવ્યો છે?" તેંણી ગુસ્સે ભરાઈ હતી.

"કેરિન મને ગમે ત્યાં સાથે લઇ જઈ શકે છે કેમકે...." જીયાની વાત પુરી થાય એ પહેલાંજ જીયાની પાછળથી એક બુમ પડી, "જીયાઆઆઆ..."
ત્રણેયે પાછળ ફરીને જોયું, તેમની સામે રાધિકાને ઉભેલી જોઈને જીયા દોડતી રાધિકા પાસે આવી, "દીદી જો ને, આ છોકરી તારું રૂપ લઈને અમને હેરાન કરે છે."

"આ છોકરીએ મારું રૂપ નથી લીધું, મેં એનું રૂપ લીધું છે." રાધિકા ભાવુક થઇ ગઈ હતી.
"મતલબ?" જીયા મુંજવણમાં મુકાઈ ગઈ હતી.
રાધિકા તેં છોકરીની નજીક આવી, તેને ગળે લગાવી અને બોલી, "મતલબ તું જાણે છે ને મારી બે સેકન્ડ મોટીબેન."

ક્રમશ: