લોસ્ટ - 40 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોસ્ટ - 40

પ્રકરણ ૪૧

જીયાના હૃદયમાં કેરિન માટે કૂણી લાગણીઓ જન્મી રહી હતી, કેરિનને મળ્યાને આજે બે દિવસ થઇ ગયા હતા છતાંય તેના મનમાંથી એક પળ માટેય કેરિનનો ખ્યાલ ખસ્તો નહોતો.
જીયા તેની લાગણીઓ માટે પોતાને દોષી માનીને પરેશાન થઇ રઈ હતી ત્યાંજ તેનો ફોન રણક્યો, સ્ક્રીન પર કેરિનનું નામ જોઈને જીયાનું હ્રદય જોરજોરથી ધબકવા લાગ્યું.
"હહહ... હેલ્લો.." ધ્રુજતા હાથે જીયાએ ફોન ઉપાડ્યો.

"તું ફ્રી છે?" કેરિનએ પૂછ્યું.
"હા, કેમ?"
"રાધિકાએ એક એડ્રેસ આપ્યો છે, માયા વિશે ત્યાંથી માહિતી મળવાની આશા છે તો તું આવવા માંગે છે?"
"હા, હા. કેટલા વાગે જવાનું છે?"
"તું તૈયાર થાય એટલે મને ફોન કર, હું તને પીક કરી લઈશ." કેરિનએ ફોન મૂકી દીધો.

અડધા કલાક પછી કેરિન અને જીયા અમદાવાદની બા'ર એક વિરાન જગ્યાએ પહોંચ્યાં, રાધિકાએ આપેલા એડ્રેસ પર બન્ને પહોંચ્યાં ત્યારે દિવસ ઢળવા આવ્યો હતો.
"દીદીએ આજ એડ્રેસ આપ્યો હતો?" જીયાએ સુમસામ ઇલાકા ઉપર અછડતી નજર નાખી.
"હા, આજ જગ્યા છે. રાધિકાએ કહ્યું હતું કે બાબા નિત્યાનંદજીએ આ સરનામું આપ્યું છે." કેરિનએ રાધિકાએ કહ્યું હતું એ મુજબનું ઘર શોધવા માંડ્યું.

"સામે." કેરિનએ એક નાનકડા લાકડાના દરવાજા સામે ઈશારો કર્યો અને એ દિશામાં આગળ વધ્યો, જીયા પણ તેની પાછળ ગઈ.
કેરિનએ એ દરવાજા પર બનાવેલ સ્વસ્તિકના નિશાન સામે આંગળી ચીંધી,"આખા ઇલાકામાં એકજ દરવાજા પર સ્વસ્તિકનું નિશાન હશે, ત્યાં જવાનું છે એવુ રાધિકાએ કહ્યું હતું."

કેરિન બારણું ખોલીને અંદર દાખલ થયો, જીયા તેની પાછળ ગઈ. બન્નેએ અંદર પગ મુક્યો કે તરત બારણું બંધ થઇ ગયું અને સામે એક વિશાળ ઓરડો નજરે ચડ્યો.
સફેદ રંગની દીવાલો, એક ખૂણામાં નાનકડું કબાટ, કબાટની બાજુમાં એક નાનકડો લાકડાનો દરવાજો અને બે ખાટલા સિવાય આખા ઓરડામાં કાંઈજ ન'તું.
"કોણ છે." કબાટની બાજુવાળું બારણું ખુલ્યું અને એક સ્ત્રી બા'ર આવી.

"હું કેરિન, મારે માયાને મળવું છે. એ ક્યાં મળશે?" કેરિનએ તેં સ્ત્રીને માથાથી પગ સુધી નિહાળી, તેં સ્ત્રીના ચેહરા પર તેજ અને આંખોમાં અનોખો પ્રભાવ હતો. શરીરથી યુવાન લાગતી તેં સ્ત્રીના સફેદ વાળ તેની ઉંમરની ચાડી ખાતા હતા.
"બેસો." તેણીએ કમરે ખોસેલો સાડીનો છેડો કાઢ્યો અને એક ખાટલા પર બેઠી.
જીયા અને કેરિન સામેના ખાટલા પર બેઠાં એટલે તેણીએ વાતની શરૂઆત કરી,"માયાને તમે કંઈ રીતે જાણો છો?"

કેરિન અને જીયા વિચારમાં પડી ગયાં કે શું કેવું, કેરિન વાત સંભાળવા ખાતર કંઈ બોલવા જતો હતો પણ તેં સ્ત્રી વચ્ચેજ બોલી ઉઠી, "માયાએ તમને પણ હેરાન કર્યા લાગે છે, એ એવીજ છે."
"તમે માયા વિશે કેવી રીતે જાણો છો?" કેરિનને આશ્ચર્ય થયું.
"હું માયાની મોટી બેન છું, મહાલ્સા. માયા બાળપણથી આવીજ છે. બધાંને હેરાન પરેશાન કરવામાં તેને બઉ મજા આવતી, પણ... માફ કરજો, હું જૂની વાતો લઈને બેસી ગઈ." મહાલ્સા ફિક્કું હસી.

"કંઈ વાંધો નઈ, તમે અમને જણાવી શકો છો." કેરિનને માયા વિશે માહિતી જોઈતી હતી.
મહાલ્સાએ એક કાગળમાં કંઈક લખ્યું અને એ કાગળ કેરિનને આપ્યો,"માયા તમને આ જગ્યાએ મળશે, હવે તમે જઈ શકો છો. અંધારું થતાંજ આ જગ્યા ભયાનક બની જશે તો જેમ બને એમ જલ્દી નીકળી જાઓ."
"પણ.." કેરિન કંઈક બોલવા જતો હતો ત્યાંજ જીયાએ તેને કોણી મારીને ચૂપ રહેવાનો ઈશારો કર્યો, મહાલ્સાનો આભાર માન્યો અને બન્ને બા'ર આવી ગયાં.

"મને કેમ કંઈ બોલવા ન દીધો?" કેરિનએ માયાનું સરનામું લખેલું હતું એ કાગળ ખિસ્સામાં મુક્યો.
"એ જગ્યા બઉ વિચિત્ર લાગતી હતી, મને ત્યાં નેગેટિવ એનર્જી ફીલ થતી હતી એટલે." જીયાએ ખભા ઉછાળ્યા.
માયાનું સરનામું મળી ગયું એ ખુશખબર રાધિકાને આપવા કેરિનએ તેનો ફોન કાઢ્યો પણ તેના ફોનમાં નેટવર્ક ન'તું.
"મારા ફોનમાં પણ નેટવર્ક નથી." જીયાએ કેરિન પૂછે એ પહેલાંજ ફોન જોઈને જવાબ આપી દીધો.

"બઉ ડાઇ." કેરિનએ તેના માથા પર ટપલી મારી અને ગાડી તરફ આગળ વધ્યો.
જીયા તેનાથી દૂર જઈ રહેલા કેરિનને એકીટશે નિહાળી રહી હતી, કેરિન માટેની તેની કૂણી લાગણીઓ મજબૂત બની રહી હતી પળે પળે અને આ અહેસાસ તેને ડરાવી રહ્યો હતો.
"જલ્દી ચાલ જીયા, અંધારું થઇ ગયું છે." કેરિન ડ્રાઈવર સીટ પર ગોઠવાયો.

કેરિનના મોઢે પોતાનું નામ સાંભળીને જીયા ખુશ થઇ ગઈ હતી, તેને કેરિનના મોઢે તેનું નામે મીઠા મધ જેવું લાગી રહ્યું હતું.
"શું કરે છે આ છોકરી..." કેરિનએ જીયા સામે જોયું અને તેના ચેહરાનો રંગ ઉડી ગયો, તેં દરવાજો ખોલીને જીયા તરફ દોડ્યો.
વિચારોની દુનિયામાં ખોવાયેલી જીયાએ કેરિનને તેની તરફ આવતા જોયો, હકીકતને સાવ ભૂલી ગયેલી જીયાએ કેરિનને તેની બાહોમાં સમાવી લેવા બન્ને હાથ આગળ કર્યા.

કેરિનએ જીયાને ખેંચી, બન્ને ડાબી બાજુ પછાડાયાં અને જીયાની પાછળથી આવેલો પથ્થરનો ટુકડો ગાડીને અથડાયો.
"ઘણા વર્ષે કોઈ માણસ મળ્યું છે, એક નઈ બબ્બે માણસ." એક ભયાનક પુરુષ બન્ને સામે પ્રગટ થયો અને અટ્ટહાસ્ય કર્યું, તેના શરીર પર ચામડી નહોતી અને તેની આંખોને બદલે માત્ર ગોખલાં હતાં.

અચાનક વરસાદ અને તેજ હવા ચાલુ થઇ ગઈ હતી, બધી બાજુ નાના મોટા પથ્થર અને ડાળીડાખળાં ઉડી રહ્યાં હતાં અને આ ભયાનક પુરુષનું અટ્ટહાસ્ય આ વાતાવરણને વધું ભયંકર બનાવી રહ્યું હતું.
"કેરિન....." જીયાએ ગભરાઈને કેરિનનો હાથ પકડી લીધો.
"ચાલ જલ્દી, મહાલ્સાએ કહ્યું હતું કે અંધારું થયા પછી આ જગ્યા ભયાનક બની જશે." કેરિનએ જીયાને ઉભી કરી અને બન્ને ગાડી તરફ દોડ્યાં.

બન્ને ગાડી નજીક પહોંચે એ પહેલા ગાડી ઉપર બીજો પથ્થર આવીને પડ્યો, કેરિનએ રસ્તા સામે આંગળી ચીંધી અને બન્ને જણ એ રસ્તા પર દોડ્યાં.
"હજુ આછો અજવાશ છે, સાવ અંધારું થાય એના પે'લા સલામત જગ્યા શોધવી પડશે." જીયા દોડતાં દોડતાં હાંફી ગઈ હતી.
"ત્યાં જો સામે, કોઈક છે ત્યાં કદાચ." કેરિનની નજર એક ગુફા પર પડી જેમાંથી અજવાળું નજરે ચડી રહી હતી.

બન્ને જણ દોડતાં ગુફામાં પહોંચ્યાં, ગુફાની દીવાલો પર મશાલ બળતી હતી, એક ખૂણામાં ભગવાન શિવની નાનકડી મૂર્તિ હતી અને મૂર્તિ આગળ દીવો બળતો હતો.
"આ ગુફા તો ખાલી છે તો આ દીવો કોણે પ્રગટાવ્યો?" જીયાએ વિશાળ ગુફાનું નિરીક્ષણ કર્યું, ગુફાની અંદર એક નાનકડું પ્રવેશદ્વાર હતું. જીયાએ ત્યાં જોઈને જોયું હતું ગુફાની અંદર બીજી નાનકડી ગુફા હતી.
એ નાનકડી ગુફામાં પથ્થર કાપીને સુવા માટે એક ઓટલો બનાવેલ હતો અને બેસવા માટે નાનાં નાનાં આસાન બનાવેલ હતાં.

"કદાચ પૂજારી જ્યોત પ્રગટાવીને ઘરે જતા રહ્યા હોય." કેરિનએ સાફસુથરી ગુફાનું નિરીક્ષણ કરીને અનુમાન લગાવ્યું.
"હવે શું કરીશું?" જીયાએ પહેલીવાર આવો ભયાનક અનુભવ કર્યો હતો તેથી તેનું શરીર ધ્રુજી રહ્યું હતું અને તેને તાવ પણ ચડી ગયો હતો. તેની આંખો સામે વારંવાર પેલો ભયાનક પુરુષ આવતો હતો અને તેના શરીરમાંથી ભયનું લખલખુ પસાર થઇ જતું હતું.

"હું છું ને, તને કંઈજ નઈ થવા દઉં. તને સલામત ઘરે ન પહોંચાડી દઉં ત્યાં સુધી તું મારી જવાબદારી છે." કેરિનએ જીયાના માથા પર હાથ મુક્યો.
"માત્ર જવાબદારી?" જીયાએ કેરિનની આંખોમાં આંખો નાખીને પૂછ્યું.
"જીયા..." કેરિનએ જીયા સામે આશ્ચર્યથી જોયું.
"કેરિન, હું... હું." જીયાની જીભ થોથવાઈ ગઈ, તેનું શરીર ધ્રુજી રહ્યું હતું.

"ઊંઘી જા."કેરિનએ તેનું શર્ટ કાઢીને જીયાને પહેરાવ્યું અને તેના ઉપર જેકેટ ઓઢાડ્યું,"હું અહીં જ છું જીયા, કોઈ નથી મારા સિવાય અહીં. તું ડર મત."
"કેરિન.... કે... કેરિન..." જીયાએ અચાનક કેરિનને આલિંગન આપ્યું, કેરિનનું સંતુલન ગયું અને તેં જીયા ઉપર પછડાયો.

"આઈ એમ સોરી." કેરિન ઉભો થવા મથતો હતો પણ જીયાએ તેને પોતાના બાહુપાશમાં જકડી રાખ્યો,"થોડીવાર આમજ રે, પ્લીઝ."
"જીયા, તું શું બો...." કેરિન તેની વાત પુરી કરે એ પહેલાંજ જીયાએ તેના ગાલ પર એક ચુંબન કર્યું,"આઈ લવ યું કેરિન..."

ક્રમશ: