કૃપા - 18 Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૃપા - 18

(કૃપા ના ગનીભાઈ સાથે ના સંબંધ થી રામુ અજાણ હતો,પણ જ્યારે તેના મિત્રએ તેને જાણ કરી ત્યારબાદ તે બદલો લેવા વધુ ઉશ્કેરાયો.કાનો ગનીભાઈ ના ફાર્મહાઉસ પર ફસાઈ ગયો એવો અનુભવ કરે છે,પણ કૃપા તેની વાત પર હસે છે.હવે આગળ....)

કાના એ કરેલા પ્રશ્નથી કૃપા હસવા લાગી,એટલે કાના ને વધુ ગુસ્સો આવ્યો.તે કૃપા ની નજીક ગયો અને તેને ઝંઝોળી ને પૂછ્યું "તું ગાંડી થઈ ગઈ છે કે શું?તને ખબર છે આ ગની કેવો ખતરનાક માણસ છે.આપડે અહીં ફસાઈ ગયા તો જીવથી જાસૂ."

કૃપા એ કાના ને શાંત પાડ્યો.અને પછી પૂછ્યું.
કાના તને અહીંથી જાવું છે?શું તને અહીં નહિ ગમે!જો એમ કરીએ આપડે બે ત્રણ દિવસ અહીં રહીશું.નહીં ફાવે તો ગનીભાઈ ની રજા લઈ ને નીકળી જઈશું."

" હા એ વાત તારી સાચી કે જગ્યા બહુ સરસ છે,પણ આ ગની તને મુકશે?એ તો તને જોઈ ને લાળ પાડે છે,તને એમ આસની થી જાવા દેશે!મને તો આપડે ફસાઈ ગયા હોય તેવું લાગે છે."

" તું ચિંતા કરમાં એ હું જોઈ લઈશ"આમ કહી ને કૃપા પોતાના રૂમ માં ચાલી ગઈ.કૃપા એ કાના ને ધીમેથી સમજાવ્યું કે અહીં જાગતા સૂવું.અને ચારેકોર ધ્યાન રાખવા જેવું છે.તો આપડે બને એટલી મોબાઈલ પર જ વાત કરીશું.

કૃપા અને કાના ને આવ્યે પાંચ દિવસ થઈ ગયા હતા,એ દરમિયાન ગનીભાઈ એને મળવા આવતા.અને દરેક વખતે કૃપા માટે ભેટ લાવતા.કૃપા ની ના હોવા છતાં તે દરેક વખતે કાઈ ને કાઈ લાવતા જ.અહીં એશો આરામ ની જિંદગી માં રહેતા કૃપા વધુ ખીલવા લાગી હતી.અને ગનીભાઈ પણ હવે પોતાના મન ની વાત કહેવા ની ફિરાક માં હતા.

રામુ ખૂબ જ ગુસ્સા માં હતો,કેમ કે એક તો કૃપા એ તેને બરબાદ કરી દીધો,અને પાછું તે ગનીભાઈ ની ચહિતી બની ગઈ હતી.રામુ પાસે થોડા ઘણા પૈસા હતા,તે લઈ તેને બજાર માંથી એક બંદૂક અને થોડા કારતૂસની ખરીદી કરી.
હવે પછી નું કામ કૃપા ક્યાં છે,એ શોધવાનું હતું.એના માટે
તેને ગનીભાઈના અમુક માણસો સાથે મિત્રતા કેળવવાનું ચાલુ કર્યું.

ગનીભાઈ ના જે જુના અને વફાદાર માણસો હતા, તેમના કોઈએ રામુ ની દાળ ગળવા દીધી નહિ.પણ અમુક નવા લોકો માં એકને રામુ ની સાથે ફાવી ગયું.રામુ તેને રોજ મળવા જાય અને એના માટે ખવાપીવા નું લઈ જાય. અને એમાં વાતો વાતો માં જ એક દિવસ કૃપા નો પત્તો લાગી ગયો.રામુ હવે બસ એક જ રાહ માં હતો,કે ગનીભાઈ ત્યાં ના હોઈ ત્યારે કૃપા ને મારવી અને તે એવા મોકા ની શોધ માં રહેવા લાગ્યો.તે પેલા માણસની મદદથી બધી જાણકારી મેળવી લેતો.

ગનીભાઈ ના અમુક માણસો ત્યાં પહેરો દેતા હતા. તેમાંથી એકની નજર સતત આ બને પર હતી.અને તે દરેક બાબતતે ગનીભાઈને કહેતો.એક વખત કાનો તેના રૂમ માં સૂતો હતો,ત્યારે કોઈએ આવી ને પેલા કબાટ નો દરવાજો ખોલ્યો,અને તેમાં અંદર ગ્યો.થોડીવાર માં બહાર આવ્યો. કાનો તો આંખો બંધ કરી એમ જ પડ્યો રહ્યો.તે માણસ ના ગયા પછી કાનો જાગ્યો,આજુ બાજુ નજીક માં કોઈ જ નથી તે ખાતરી કર્યા બાદ તેને ધીમે રહી ને તે દરવાજો ખોલ્યો.કાના એ જોયું તે કબાટ ઘણું મોટું હતું,પણ અંદર ફક્ત કપડાં અને ચાદરો પડી હતી.કોઈ વધારા નો સામાન રાખવાનો હોઈ એવો તે કબાટ હતો.

કાના ને તેમાં કાઈ અજુગતું લાગ્યું.એટલે તેને આ વાત કૃપા ને કરી,કૃપા એ તેને તે કબાટ પર નજર રાખવા કહ્યું.હવે તે બંને એ પણ નજર રાખતા કે કયો માણસ ક્યારે આવે જાય છે,કેટલી વાર માટે ,અને એનું કામ શુ છે?

થોડા દિવસ પછી ફરી એકવાર કાનો સુતો હતો ત્યારે જ એ દરવાજો પાછો એક માણસે ખોલ્યો,આ એજ હતો જેને છેલ્લે આ દરવાજો ખોલ્યો હતો.ત્યારબાદ તે એ દરવાજા ની અંદર ગયો,અને ખાસ્સી વાર પછી બહાર આવ્યો.કાના એ જોયું કે એ દરવાજો અમુક દિવસે અને અમુક સમયે જ ખોલવામાં આવતો.કાના એ તરત જ કૃપા ને મેસેજ કરી ને જ્યારે એ માણસ બહાર જાય ત્યારે પોતાના રૂમ માં બોલાવી..

(કોણ કોના પર નજર રાખી રહ્યું છે?ગનીભાઈ કૃપા પર કે કૃપા ગનીભાઈ પર!કબાટ ના દરવાજા પાછળ શુ રહસ્ય છુપાયેલું હશે?જોઈશું આવતા અંક માં...)

આરતી ગેરીયા...