મિડનાઈટ કોફી - 6 - ખુશી Writer Shuchi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિડનાઈટ કોફી - 6 - ખુશી

નિશાંત અને રાધિકા ગાડીમાં બહાર આંટો મારવા નીકળ્યા હોય છે.
ત્યાં જ પૂર્વી નો કોલ આવે છે.
રાધિકા : હું રીસીવ કરું??
નિશાંત ડ્રાઇવ કરી રહ્યો હોય છે.
નિશાંત : હા, કર.
રાધિકા : હાય પૂર્વી.
પૂર્વી : હાય રાધિકા.
કોફી પીવાની??
રાધિકા : શ્યોર.
પૂર્વી : આવી જા મારા ઘરે.
તે હસે છે.
રાધિકા હલકું મુસ્કાય છે.
પૂર્વી : ગાડીમાં છો??
રાધિકા : હા.
નિશાંત ડ્રાઇવ કરી રહ્યા છે.
પૂર્વી : ડાઇવ??
રાધિકા : ડ્રાઇવ ડ્રાઇવ.
પૂર્વી : મને ડાઇવ સાંભળાયુ.
તે પોતાની કોફી કપમાં ગાળે છે અને ઉપર થી વ્હીપ ક્રીમ નાખે છે.
રાધિકા : બીજું શું ચાલે છે હમણાં??
પૂર્વી : આજે હું છોકરો જોવા ગયેલી.
નિશાંત : ક્યા??
બજાર માં??
પૂર્વી : નિશાંત....
નિશાંત હસે છે.
પૂર્વી : પપ્પા એ શોધેલો.
ન્યુ યોર્ક નો જ છે.
નિશાંત : ઈન્ડિયન છે??
પૂર્વી : હા.
ઘણું સારું કમાઇ લે છે.
એટલે પપ્પાને એ બહુ ગમી ગયો.
મારે દીકરી ની ફીકર નહી કરવાની ને.
નિશાંત : વાત તો બરાબર જ છે ને.
પૂર્વી : હા, વાત બરાબર છે.
પણ એ છોકરો ઈન્ડિયા આવવા નથી માંગતો.
અને મારે ઈન્ડિયા જવું છે અને આ વાત પર પપ્પા નું એવું કહેવું છે કે તારે ઈન્ડિયા શું કામ આવવું છે??
મે કહ્યુ તમારા માટે.
તો કહે, મારા માટે આવવાની કોઈ જરૂર નથી.
તું ત્યાં આરામથી રહે.
હું અહીં ઠીક છું.
મે કહ્યુ, હું ઠીક નથી તમારા વગર.
તો પાછા કહે, હવે આદત કરી દે એની.
તારે ત્યાં મારા વગર જ રહેવાનું છે ત્યાં જ પરિવાર વસાવાનો છે.
પછી મે કહી દીધું કે મારે તમારી સાથે જ રહેવું છે અને તમારું નામ રોશન કરવું છે ઈન્ડિયા આવીને તો એ ગુસ્સે થઈ ગયા.
હવે હું પોતે જ જીદ્દ કરીને ન્યુ યોર્ક ભણવા આવી છું અને હવે આ મારો છેલ્લો ચાન્સ છે.
તો પપ્પાને એવું કઈ રીતે કહું કે મને અહીંયા નથી ગમી રહ્યુ.
આપણા ઈન્ડિયા જેવી વાત બીજે કશે નથી.
મારા પપ્પા સમજતા જ નથી.
હજી પણ તેમને જ મારા માટે કમાવવું છે.
મને તેમના માટે નથી કમાવવા દેવી.
અરે....મારે તેમના માટે કેટલું બધુ કરવું છે.
પણ નહી....
દીકરી તો જન્મે ત્યારથી પારકી જ હોય!!
પૂર્વી જાણે એક શ્વાસમાં બધુ બોલી જાય છે.
રાધિકા : સાચી વાત.
દીકરી તો પારકી જ હોય મમ્મી પપ્પા માટે.
અરે....દીકરી ના કમાવેલા પૈસા પણ ખાલી દીકરી ના જ.
મારે પણ હજી જોબ ચાલુ રાખવી હતી પણ.....
નિશાંત રાધિકા તરફ જુએ છે.
પૂર્વી : દીકરી લગ્ન અને જોબ સાથે કરે તો મમ્મી પપ્પાને પાપ નહી લાગે??
રાધિકા : એ જ.
નિશાંત : તારી કોફી ઠંડી થઈ ગઈ હશે.
તે વાત બદલતા કહે છે.
પૂર્વી : પપ્પા ગમે એટલું કહે હું લગ્ન નથી કરવાની.
નિશાંત : હમણાં કઈ નક્કી નહી કરી લે.
શાંત થા.
પૂર્વી : હું શાંત જ છું.
નિશાંત : દેખાય રહ્યુ છે.
ગરમ કોફી તારા માથે ચઢી રહી છે.
પૂર્વી : ઓહ યાર!!
આજે ફરી મોડું થઈ ગયુ.
નિશાંત : થોડું ઓછું બોલ ને.
પૂર્વી : તમારી સામે જ વધારે બોલુ છું.
ઓકે બાય.
બાય રાધિકા.
રાધિકા : બાય.
પૂર્વી ફોન મૂકી દે છે.
રાધિકા : જેની ના પેરેંટ્સ એ તેને કોઈ દિવસ ના નથી પાડી કામ કરવાની.
નિશાંત : તું પણ કરી શકે છે.
રાધિકા : હવે??
નિશાંત : હા.
રાધિકા : તમે મને કામ કરવા દેશો??
નિશાંત : કેમ નહી.
રાધિકા ના ચહેરા પર મુસ્કાન આવી જાય છે.
નિશાંત ને તે મુસ્કાન ગમે છે.
રાધિકા : પણ સાસુજી અને સસરાજી ને....
નિશાંત : તેઓ પણ હા જ પાડશે.
અને હું તને કહું છું ને તું કરી શકે છે.
રાધિકા : થેન્કયૂ સો મચ.
તે ખુશ થાય છે.
નિશાંત : આમ જ ખુશ રહ્યા કર.
કહેતા તે મુસ્કાય છે.

* * * *

થોડા દિવસ પછી

નિશાંત : યસ....!!!!
સંદીપ, ૨૦ કરોડ થઈ ગયા.
નિશાંત ખુશ થતા કહે છે.
સંદીપ : મુબારક હો.
નિશાંત : તને પણ.
બંને હાથ મિલાવે છે.
નિશાંત : હવે બોસ એક મહિના માટે રજા પર જઈ રહ્યા છે.
સંદીપ મુસ્કાય છે.
સંદીપ : આટલી ખુશી તારા ચહેરા પર ત્યારે જ જોવા મળે છે જ્યારે તું રજા પર જવાનો હોય.
નિશાંત : ખરેખર યાર.
તે હસે છે.
સંદીપ : તો આ વખતે હનીમૂન પર જવાના છો કે સોલો ટ્રીપ પર જ??
નિશાંત : ખબર નથી.
પૂછી જોઈશ રાધિકા ને.
સંદીપ : પૂછી જોઈશ એટલે??
એને સરપ્રાઇઝ આપ.
નિશાંત : તેનું કામ ચાલી રહ્યુ છે.
સંદીપ : હા, તે કેવું ચાલી રહ્યુ છે??
નિશાંત : તે સરસ કરી રહી છે.
સંદીપ : વાઇફ કોની છે??
નિશાંત : શું તું પણ યાર??
બંને ફરી મુસ્કાય છે.
સંદીપ કાલે ૩૦ તારીખ છે.
કાલથી લઈને આવતા મહિના ની ૩૦ તારીખ સુધી.
એટલે કે ૩૦ જુલાઈ સુધી તું....
નિશાંત : તો પછી હું સીધો પહેલી ઑગસ્ટ એ આવીશ.
સંદીપ : ઓકે બોસ.
નિશાંત : ત્યા સુધી આ તમારી જવાબદારી.
સંદીપ : યસ બોસ.
નિશાંત : ગુડ લક.
તે મુસ્કાય છે.

* * * *


~ By Writer Shuchi



.