તલાશ - 28 Bhayani Alkesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

તલાશ - 28

"સર, મારા પાસે 2 દિવસનો સમય છે. અત્યારે હું દિલ્હીમાં છું. મારો ટાર્ગેટ દિલ્હી આવ્યો છે. ગુરુવારથી કામ સારું થશે. ગુલાબચંદને કહીને રજાની ગોઠવણ કરાવી આપો. બીજી કઈ કામ હોય તો કહો." નાઝનીને એક હોટેલની રૂમમાંથી પોતાના ઉપરી અધિકારી સાથે વાત કરતા કહ્યું.
"કઈ નહીં હમણાં આરામ કર અથવા હમણાં જ પાછી રાજસ્થાન જવા નીકળી જા નહીતો રાત્રે નીકળી કાલે બપોરે 12 વાગ્યા પહેલા જેસલમેર પહોંચી જ જે. હનીફ મહોમ્મદ કે મુશ્તાક ઈરાની બન્ને અથવા કોઈ એક તને ગુરુવારે જેસલમેરમાં મળશે. તને કઈ મદદની જરૂર હોય તો એમની મદદ લેજે. બાકી એ એમને સોંપેલું કામ કરશે. એકબીજાના સંપર્કમાં રહેજો" કહીને ઉપરી અધિકારીએ ફોન કટ કર્યો.

xxx

જીતુભા ઘરે પહોંચ્યો. પોતાની ચાવીથી દરવાજા નો લોક ખોલવાનો પ્રયાસ કર્યો પણ દરવાજો ખુલ્લો જ હતો. 2 મિનિટ પહેલા જ સોનલે ઘરમાં પ્રવેશ કર્યો હતો. "આ ડોબી સોનકી ક્યારેક મુસીબતમાં મુકાશે. કેટલી વાર કહ્યું છે કે દરવાજાને લોક રાખવાનો કોઈ ઘુસી જાય તો શું થાય?" બબડતા એ અંદર પ્રવેશ્યો.

2 બેડરૂમ હોલ કિચન વાળા આ ફ્લેટમાં એક બેડરૂમમાં સોનલ અને એની ફોઈ (જીતુભાની માં) તો બીજા બેડરૂમમાં જીતુભા અને એના મામા સુરેન્દ્રસિંહ. જીતુભાનાં લગ્ન પછીની વ્યવસ્થા માટે એલોકો નજીકમાં કઈ 3 બેડરૂમ વાળી જગ્યા શોધી રહ્યા હતા. જીતુભાએ અંદર પ્રવેશીને જોયું તો સોનલ રસોડામાં ચા બનાવતા બનાવતા કંઈક વિચારી રહી હતી એનું ધ્યાન જીતુભા તરફ ન હતું. જીતુભાએ વિચાર્યું 'સોનકીને ગભરાવું અને પછી એણે બારણાં ખુલ્લા રાખ્યા એ માટે ઠપકો આપું. એ બિલ્લીપગે રસોડામાં આગળ વધ્યો. અને સોનલને ડરાવવા ગયો ત્યાં જ સોનલે હળવેકથી કહ્યું "જીતુડા હવે તું કઈ નાનો કીકલો નથી કે 'હાઉક' કરીને મને બીવડાવે. કાલે મને કહેતો હતો, પણ તું તો પહેલા થોડો મેચ્યોર થા." જીતુભા હતપ્રભ થઈ ને ઉભો રહી ગયો. અને કહ્યું. "સોનકી તને ખબર હતી કે હું તને બીવડાવવા આવું છું."

"હા હવે તારા પગલાંનો આવડો અવાજ આવતો હોય તો ખબર તો પડી જ જાય ને"

"પણ હું તો વગર અવાજે.'

"પણ તોય તું મારી આજુબાજુમાં હો એટલે મને ખબર પડી જાય છે. ગાંડા કે મારી 'સિક્યુરિટી સિસ્ટમ' આવી ગઈ છે" સોનલે હસતા હસતા કહ્યું.

"ખેર છોડ એ બધું તે બારણાં ઉઘાડા કેમ રાખ્યા હતા?

"તું આવવાનો હતો એટલે. તને શું લાગે છે કે મેં અને મોહિનીએ તને નહોતો જોયો. કારમાં બેસીને સિગારેટ ફૂંકતો હતો એ. ફોઈને આવવા દે તારી ખબર લેવડાવું છું. હમણાં તારી સિગરેટ બહુ વધી ગઈ છે. કોઈક દિવસ કે 2-3 દિવસે એકાદ સિગારેટ સમજાય પણ રોજના 5-7 પેકેટ ફૂંકી જાય છે તું. અને હવે મોહિનીને મનાવજે તું. મને એ કહેતી હતી કે મારે એની સાથે વાત જ નથી કરવી. એટલે તો તને મળવા ન રોકાઈ અને નીકળી ગઈ."

"અરે મારી માં હું તારી ખબર લેવા આવ્યો હતો. અને તું મને ખોખરો કરી રહી છે. અને તને કોણે કહ્યું કે રોજના 5-7 પેકેટ હું."

"મને કોણ કહેવાનું? અને મને ખબર છે કે તું એકાદ પેકેટ સિગરેટ પીવે છે. પણ મેં જ મોહિની ને 5-7 પેકેટનું કહ્યું. હવે તમારો ઝઘડો જોવાની મજા આવશે. આપણે બધાને રાત્રે એના ઘરે જમવા જવાનું છે." હસતા હસતા સોનલે કહ્યું.

"સોનકીઈઈઈઈ હું તારું ગળું દબાવી દઈશ"

"હવે જોયો મોટો ગળા દબાવવા વાળો. કરાટેની 2 ચોપ પડશે મારી બાજુ માં આવ્યો છો તો. પહેલા એ વિચાર મોહિનીને શું કહીશ. ઈનફેક્ટ એ તારી સાથે વાત તો નહીં જ કરે તારી વાત પણ નહીં સાંભળે. તારી પાસે એની સાથે સમાધાન કરવા મારી વાત માન્યાં સિવાય છૂટકો નથી. હાહાહા" હસતા હસતા. સોનલે કહ્યું;

"પણ અમારું બધું બરાબર ચાલી રહ્યું હતું તો ખોટી એને શુ કામ ઉશ્કેરી? તને તો ખબર જ છે કે હું એટલું સ્મોક નથી કરતો."

"હા પણ એમાં એવું છે ને કે મારુ બેલેન્સ પૂરું થવા આવ્યું છે. અને મારી પોકેટ મની મળવાને હજી 10-12 દિવસ બાકી છે. અને જેટલા મારી પાસે બચ્યા છે એતો મને આટલા દિવસમાં ટ્રાવેલિંગ અને કેન્ટીન વિગેરેમાં જોશે તો તું એક કામ કર મારા ફોનનું બેલેન્સ કરાવી દે એટલે હું એને ફોન કરીને બધું સાચું કહી દઉ ." હસતા હસતા સોનલે કહ્યું.

"બ્લેક્મેલર મને બ્લેકમેલ કરે છે મારો કોઈ વાંક ન હોવા છતાં. હમણાં મામાને ઉઠવા દે એમને કહી ને તને ગામડાના કોઈક બીજવર, તારાથી ડબ્બ્લ ઉંમરના સાથે તને પરણાવવાનું નક્કી કરી નાખું છું." કહીને જીતુભાએ સોનલનો હાથ મરડવા પકડ્યો.

"બાપુ એ બાપુ." સોનલે અચાનક એટલા જોરથી ચીસ પડી કે ગભરાઈને જીતુભાએ એનો હાથ છોડી દીધો એટલે સોનલ હસવા લાગી.

"શું થયું" કહેતા સુરેન્દ્રસિંહ રસોડામાં આવ્યા.

"કઈ નહીં બાપુ. ચા તૈયાર છે. અને હું તમને 2 વાર ઉઠાડી ગઈ આ જીતુભા પણ એક વાર અવાજ દઈ ગયો. પણ કદાચ તમે થાકેલા હતા એટલે થોડી મોટેથી રાડ પડી અત્યારે વધારે સુતા રહેશો તો પછી તમને રાત્રે નીંદર નથી આવતી એટલે." સોનલે જાણે નોર્મલ વાત કરતી હોય એમ કહ્યું.

"સારું ચાલ હું ફ્રેશ થઇ જાઉં અને જીતુભા શું ચાલે છે. બધું બરાબર છે ને?"

"હા મામા બધું બરાબર છે. થોડી વાત કરવાની છે. "

"તો હોલમાં બેસી ને વાતો કરીએ. સોનલ દીકરી તું પણ તારી ચા ત્યાં જ લઇ આવ."

3ને જણા હોલમાં ગોઠવાયા. જીતુભાએ હાર માનીને સોનલના ફોનનું રિચાર્જ પોતાના કોઈ મિત્રને કહી કરાવી દીધું. એનો એસએમએસ સોનલને આવ્યો મેસેજનો અવાજ સાંભળીને સુરેન્દ્ર સિંહે પૂછ્યું "કોનો મેસેજ છે?"

"કઈ નહીં કદાચ મારુ નેટવર્ક નથી મળતું એટલે મોહિનીએ મેસેજ કર્યો છે. હું જરા એની સાથે વાત કરીને આવું છું. કહીને સોનલ અંદર એના બેડરૂમમાં ગઈ.

"મામા, તમને નથી લાગતું કે હવે સોનલ માટે યોગ્ય છોકરો જોવો જોઈએ?" જીતુભાએ પૂછ્યું.

"તારી વાત સાચી છે. મારે લગભગ 15 દિવસ પહેલા બેન સાથે (જીતુભાની માં) વાત થઇ હતી. એક્ચ્યુલમાં કોઈ આપણું તારું ઓળખીતું યોગ્ય પાત્ર વિચારવું જોઈએ. ઓલો તારો મિલિટરી વાળો ..."

"મામા. જે કડવી યાદો હું ભૂલી ચૂક્યો છું એ ફરીથી યાદ ન કરવો. જેનું કોઈ અસ્તિત્વ જ નથી એને યાદ કરીને શું ફાયદો? ખેર તમે કહો તમારી ટ્રીપ કેવી રહી."

"ટ્રીપ તો તને આખી વાત કહું પછી નક્કી કરીએ કે સારી હતી કે ખરાબ. પહેલા એ કહે તું ગુજરાત જે કામ માટે ગયો હતો એનું શું થયું."

"એ કામ તો મામા પૂરું થઈ ગયું અને આપણા ક્લાયન્ટને કામથી ખૂબ જ સંતોષ પણ થયો અને પેમેન્ટ પણ મળી ગયું."

"સરસ" હવે સાંભળ કહીને સુરેન્દ્રસિંહે પોતાને મળેલા કામ વિષે બધી વાત ડિટેઈલમાં કહેવા માંડી. પાંડુરંગ મોરે અને ગુરમીત ચઢ્ઢાના ઈરાદાઓ સાંભળીને એની આંખોમાં લોહી ધસી આવ્યું. "એટલે કે આ લોકોએ ખાનગી કંપનીના માલિકોને બ્લેકમેલ કરીને રૂપિયા પડાવવા ઈચ્છે છે. "

"ના એનાથી પણ ખતરનાક ઈરાદો મને લાગે છે એ લોકોનો." સુરેન્દ્રસિંહે કહ્યું. કેમ કે મેં આર્મી સોર્સ દ્વારા જાણ્યું કે જે ટેન્ડરો પાસ થયા છે એ સુપર ક્વોલિટી સાથે સૌથી ઓછા ભાવ વાળા મેન્યુફેક્ચરર જ અપાયા છે"

"શું ઈરાદો હોઈ શકે એમનો?”

"આર્મી ચીફને બ્લેકમેલ કરીને કરોડો કઢાવવાનો કે પછી એમનું નાક દાબીને ઓફિસીયલી નબળી ગુણવત્તાનો માલ સપ્લાય કરાવવાનો કે પોતાના કોઈ વિદેશી સોર્સનો માલ ઉંચુ કમિશન લઈને વેચવાનો. કઈ પણ"

"તો અત્યારે જે કંપનીઓ સપ્લાય કરે છે. એ કંપની વિષે વધુ તપાસ કરીને પછી ડાયરેક્ટ હોમ મિનિસ્ટરના ચીફ સેક્રેટરીને વાત કરી શકાય."

"એ માટે આપણે ટૂંકા પડીયે જીતુ. કોઈ ખુબ મોટો ઉદ્યોગપતિ કે કોઈક મજબૂત રાજનેતા જો ડાયરેક્ટ આ વાત હોમ મિનિસ્ટર સુધી પહોંચાડે તો જ કામ બને."

"અચાનક જીતુભાને અનોપચંદ યાદ આવ્યો. એની પહોંચ એના રુતબાનો ઉપયોગ કરી શકાય એમ વિચારીને એને સુરેન્દ્રસિંહને કહ્યું. "મામા એક અગત્યની વાત મેં નોકરી જોઈન્ટ કરી છે. એટલેકે હમણાં ટેમ્પરરી હા પડી છે. આપણી આવક કરતા ડબ્બ્લ પગાર મળશે."

"બહુ સારું કામ કર્યું. મેં તો તને 4 વર્ષ પહેલાજ કહ્યું હતું. કે સારી કંપનીમાં જોડાઈ જા."

"મામા શેઠ અનોપચંદ કઈ કામ આવી શકે? મેં એમની કંપની જોઈન્ટ કરી છે."

"ઓહ તો એ જ કંપની જેમાં તને 4 મહિના પહેલા ઓલ સુરેશભાઈએ ઓફર કરી હતી એ.પણ શેઠ અનોપચંદને મળવું બહુંજ અઘરું છે. એનો કોઈ કોન્ટેક્ટ નંબર વગેરે જોઈએ. ઉપરાંત એ આપણી વાત શું કામ સાંભળે?"

“એ આપણી વાત સાંભળશે મામા.બસ અત્યરે આપણે બન્નેએ એટલું જ ગોતવાનું છે કે જે કંપની વિશે તમારા 'કહેવાતા' મિત્રો એ તપાસ કરવાનું કહ્યું છે. એ કોની માલિકીની છે. આપણે એટલું ગોતી લઈએ તો અનોપચંદ સાથે વાત કરી શકીયે. અને રહી વાત એમને મળવાની તો હું તમારી એમની સાથે મુલાકાત કાલે સવારે જ કરાવી દઈશ." જીતુભાએ આત્મવિશ્વાસથી કહ્યું.

"શૂઉઉઉ કાલે સવારે આટલું જલ્દી પણ કેવી રીતે. એને મળવા માટે તો લોકોને 15-20 દિવસ પહેલા એપોઇન્ટમેન્ટ લેવી પડતી હોય છે. માન્યું કે તું એમની કોઈક કંપનીમાં ગઈકાલથી જોડાયો છો પણ એ તને એટલી જલ્દી મુલાકાતનો સમય નહીં આપે."

"મામા મારા પર વિશ્વાસ રાખો આપણે કૈક એવું ગોતી શકીએ કે જે એને કઈ લાગતું વળગતું હોય એના કોઈ મિત્રો કે કોઈ સગાવ્હાલા આમેય એમની લગભગ 40 કંપનીઓ છે. ક્યાંય કૈક છેડા અડતા હોય એટલું મળી જાય તો એ ચોક્કસ સવારે 10 વાગ્યે આપણને બન્નેને મળશે."

"ઓકે તો પછી ચાલ આપણી ઓફિસમાં અને ત્યાંની લાઈબ્રેરીમાં કૈક શોધીયે જો મળી જાય તો. આ મુસીબત થી છુટકારો મળે." દરમિયાનમાં સોનલ બહાર આવી ચા પીને જીતુભા અને સુરેન્દ્રસિંહ એમની ઓફિસ કે જે એમના જ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર હતી ત્યાં ગયા. સોનલને સૂચના આપી કે 7 વાગ્યા સુધી અમે ઉપર ન આવીયે તો ફોન કરજે. એવું ઘણી વાર બનતું બન્ને કામમાં મશગુલ થઈ જાય તો સમયનું ભાન ન રહેતું. ઓફિસમાં પહોંચી જીતુભાએ સુરેન્દ્રસિંહને કહ્યું કે તમે અનોપચંદની કંપની વિશે તપાસ કરો અને હું મિલિટ્રીના મિત્રો સાથે વાત કરું. એક કલાક પછી આપણે કામ 'સ્વીચ' કરીશું.

xxx

એકાદ કલાક ની મથામણ પછી કઈ કામનું ન મળતા બન્ને નિરાશ થઈ ગયા. જીતુભાએ ફોન કરવાનું પડતું મુકીને પેલા ઓફિસરે મામાને જે ડોક્યુમેન્ટ આપ્યા હતા એ જોવાનું ચાલુ કર્યું. સુરેન્દ્રસિંહ એમના મિલિટરીના સોર્સની સાથે વાતોમાં પડ્યા. જીતુભાએ કંટાળીને એના હાથના ડોક્યુમેન્ટ ટેબલ પર મુખ્ય અને પોતાનું કોમ્પ્યુટર ચાલુ કર્યું. લગભગ ચારેક વર્ષ થી ભારતમાં શરૂ થયેલી ઇન્ટરનેટ સર્વિસમાં સર્ચ એન્જિનમાં એક નામ ટાઈપ કર્યું 'સ્નેહા ડિફેન્સ સર્વિસ' આ કંપની તરફથી ઘણું બધું મટીરીયલ આર્મીમાં સપ્લાય થતું હતું. માત્ર 30 સેકન્ડમાં સ્નેહા ડિફેન્સ સર્વિસની સાઈટ ખુલી ગઈ. કંઈક ટાઈમપાસ કરવાના હેતુથી જીતુભા એના એક પછી એક પાસાઓ જોતો ગયો અને એક જગ્યાએ એની નજર થંભી ગઈ. ત્યાં સ્નેહા ઈન્ડસ્ટ્રીઝના માલિક, એમડી અને ડાયરેક્ટરના નામ હતા. જેમાં 2 નામ જોઈ એ ચોંક્યો હતો સહુથી પહેલું નામ હતું. 'સ્નેહા સુમિત અગ્રવાલ’ જે ટેકનિકલી આ કંપનીની માલિકજ ગણી શકાય કેમ કે લગભગ 56 % શેર એના નામ પર હતા. અને બીજું નામ એક ડાયરેક્ટરનું હતું ‘સુમિત અનોપચંદ અગ્રવાલ’ અને સૌ છેલ્લે લખ્યું હતું 'આ પ્રાઉડ સબસિડિયરી ઓફ 'અનોપચંદ એન્ડ કુ."

આપને આ વાર્તા કેવી લાગે છે? પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો તમે મને પર્સનલી વોટ્સ એપ પણ કરી શકો છો. 9619992572 પર