Pratyancha - 13 books and stories free download online pdf in Gujarati

પ્રત્યંચા - 13

પાખી, પ્રત્યંચા શરૂઆતમા મારી સાથે નહોતી રહેતી. એને એની કોલેજ પુરી કરી.કોલેજ દરમિયાન એ રોજ મારો બપોરનો સમય જે ફ્રી હોતો એમાં મને મળવા આવતી. રવિવારે પણ એ કોઈને કોઈ બહાનું કાઢી મને મળવા તો આવતી જ. અને હા જયારે આવતી ત્યારે એ સોળ શણગાર કરીને જ આવતી. કોલેજની સ્ટડી પુરી થઈ ગઈ, પછી એ મારી સાથે રહેવા આવી. એને તો મને એમ કહેલું કે મારી જોબ માટે હું બહાર રહું છુ. એમ એના ઘરમા કહયું હતુ. હવે સાચી વાત તો આ ડાયરી જ કહી શકે. ઓહ, તો આપણે આગળ જાણવું જોઇએ પ્રહર. હા, પાખી પ્લીઝ તું વાંચીશ ને. હા, પ્રહર..
પ્રહર, લગ્નના બીજા દિવસે હું તમને મળવા આવી. હજી રાતના ઝખ્મ મારા દિલ દિમાગ પર છવાયેલા હતા. હું તમને કહેવાની જ હતી બધું. ત્યાં તમે તમારા વિશે બધું કહયું. તમારા વિશે જાણ્યા પછી મારી હિંમત ના થઈ કે તમને કશુ પણ કહું. રોજ રાત પડે એક નિર્ણય લેવાતો કે હું તમને બીજી સવારે બધું જ કહી દઈશ. એ દરેક નવી સવાર કોઈ નવી મુસીબત લઈને આવતી જે મને તમને કહેતા રોકતી. મને ખબર છે, તમારા દિલની સ્થિતિ શુ હશે હાલ. હું એક એવી જેની પર તમે સર્વસ્વ ન્યોછાવર કર્યુ, એને જ તમને દગો પણ આપ્યો, ખૂન પણ કર્યા, અને એકલા મૂકી જતી રહી. મને સમયે મજબુર કરી આ બધું કરવા માટે. કોલેજના એ બે વર્ષ દરમિયાન હું તમને ખાલી મળવા જ આવતી રહી. પણ પછી મે નિર્ણય કર્યો કે હું અતીતને ભૂલીશ અને તમને એ બધો અધિકાર આપીશ જે એક પતિ તરીકે તમારો છે. તમે ફક્ત મને પ્રેમ કર્યો, હૂંફ આપી, હિમ્મત આપી. મે પણ નક્કી કર્યુ હું તમારી કમજોરી નહી બનું. મે મારા અતીતને દફનાવાનું નક્કી કર્યુ. હિયાન જે મારી નજરોની સામે જ આવ્યા કરતો એનાથી દૂર થવાનું નક્કી કર્યુ. હિયાને મને હેરાન કરવાનું બંધ કરી દીધું હતુ. હું તમારી પાસે હંમેશા માટે આવવા માંગતી હતી. એ પહેલા બે જણને મનાવા જરૂરી હતા. એક તો દાદી અને બીજો હિયાન. દાદીને કેમ મનાવવા એ મને ખબર હતી. હા પ્રહર, દાદી બધું જ જાણતા હતા. હિયાને મારે સાથે શુ કર્યુ એ પણ, હું તમને પ્રેમ કરૂં છુ એ પણ, ને તમારા મારા લગ્ન વિશે પણ. દાદી મારી રગ રગની સચ્ચાઈ જાણતા હતા. એ ચૂપ હતા મારા માટે. એમને ખબર હતી કે, હિયાન કેટલો ખરાબ માણસ છે. એ ડરતા હતા કે, એ મને અને તમને મારી ના નાખે. માટે એ ચૂપ હતા. દાદીને મે કહયું, હું પ્રહર સાથે જીવવા માંગુ છુ. દાદી એ એક પણ પ્રશ્ન ના કર્યો.. અને કહયું, જા બેટા તને ખુશ રહેવાનો અધિકાર છે. તું જા પ્રહરનું ધ્યાન રાખજે. દાદી, મારા અધિકારને મને નથી ખબર પણ પ્રહરને હક છે. ખુશ રહેવાનો, એક પત્નીને સાથ સહકાર, પ્રેમ પામવાનો. દાદી તરત મને વળગીને રડવા લાગ્યા. અને મને વિદાય કરવા તૈયાર થઈ ગયા. ચિંતા ના કર પોળના લોકોને શુ જવાબ આપવો મારા પર છોડી દે. તું બસ નીડર થઈ જીવજે. મને મળવા આવજે. હા દાદી, દર અઠવાડિયે હું આવીશ તમને મળવા. એમને હસીને મારા માથા પર હાથ રાખી દીધો.
દાદી તો માની ગયા, હવે વારો હતો હિયાનનો. ડર્યા વગર એને મારો નિર્ણય સંભળાવીશ એમ નક્કી કરી હું એને મળવા પહોંચી ગઈ એના ઘરે. એ દિવસે ઘરમા બધા હાજર હતા. મે એને કહયું હિયાન મારે તારી સાથ વાત કરવી છે. કોઈની સાથે આડીઅવળી વાત કર્યા વગર મે સીધી હિયાન જોડે વાત કરી. હિયાન તરત જ બહાર હીંચકા પર આવ્યો. મારી બાજુમા બેસી પૂછ્યું શુ થયુ ? એ દિવસે પહેલી વાર હિયાનની આંખોમા ડર હતો. જે આંખો મારી સામે ગુસ્સાથી જોતી હતી, એ ત્યારે નમ હતી. એના ચહેરા પરના હાવભાવ બતાવી આપતા હતા કે, હું શુ કહેવાની છુ એ વાતથી એને ગભરાહટ થઈ રહી હતી. હું સમજી શકી નહી. મે મારી વાત સીધી જ રજુ કરી. હિયાન, તારા કહેવાથી હું પ્રહરથી દૂર રહી. મારી કોલેજ પતી ગઈ છે હવે. હું પ્રહર સાથે રહેવા માંગુ છુ. એમની જોડે જીવવા માંગુ છુ. તો જા... ! હિયાન બોલ્યો. એના મુરઝાયેલા ચહેરા પર ચમક આવી ગઈ. હું આ હાવભાવ સમજી શકી નહી. પ્રત્યંચા, તું પ્રહર સાથે જીવવા માંગે છે ને ! જા, એની જોડે રહી શકે છે તું..હંમેશા માટે... .. મને મારા કાનો પર વિશ્વાસ નહોતો. પ્રત્યંચા આમ ડઘાઈ કેમ ગઈ ? તું જે કહે છે એમાં હું સહેમત છુ. બસ શરત એટલી તારા અને પ્રહરના લગ્નની વાત સામે ના આવવી જોઇએ. હા હિયાન, નહી આવે. હું પ્રહરને મનાવી લઈશ. ગુડ, પ્રત્યંચા હું તને બિલકુલ હેરાન નહી કરૂં. આઈ પ્રોમીસ. તું જેમ જીવવા માંગે એમ જીવ. તું પ્રહર સાથે જ્યાં ફરવા માંગે ફર. ફરી આ ઘરમા આવતી નહી. હું ચોંકી ગઈ. ચિંતા ના કર, અહીં બધા ને હું સમજાવી દઈશ. તું જા તારું જો. ખુશ થા. મે ફરી હિયાન સામે જોયુ. એને કહયું જા... મે કહયું ને હું ક્યારેય તારી લાઇફમા નહી આવું. તું એક પ્રોમીસ કર તારા અને પ્રહરના લગ્નની વાત દુનિયા સામે ના આવે. હું પ્રોમીસ કરી ત્યાંથી નીકળી ગઈ. હું ખુશ હતી, હેરાન પણ હતી. થોડીક આગળ જઈ હું રીક્ષામા બેસવા જ જતી હતી ને મને યાદ આવ્યું કે, મારૂં પર્સ તો હું ત્યાં હિંચકા પર જ ભૂલી ગઈ. હું ફરી પાછી ત્યાં મારૂં પર્સ લેવા ગઈ. હું ગેટમા જ હતીને મે જોયુ કે મમ્મી પપ્પા , સોહેલ, હિયાન બધા ત્યાં વાતો કરી રહયા હતા. હિયાન પપ્પાને કહી રહયો હતો, મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. એ આપણા રસ્તાનો કાંટો હતો. એટલે એ ભલે જતી, જ્યાં રહેતી. મમ્મીએ કહયું, પણ ક્યાં સુધી એ ગુમનામ ઝીંદગી જીવશે ? પ્રહર ક્યાં સુધી ચૂપ રહેશે ? ક્યારેક તો એ બંનેના લગ્નની વાત બહાર આવશે ને ! હું સ્તબ્ધ થઈ ગઈ. મારી વાત થઈ રહી હતી. હું રસ્તાનો કાંટો.. ? અને આ બધાને મારા લગ્ન વિશે ખબર છે. આ જાણીને મારા પગ નીચેથી જમીન સરકી રહી હોય એમ મને લાગ્યું. સૌથી વધારે તો મારી મમ્મી આ વાત જાણતી હતી. અને આજ સુધી મને કહયું પણ નહી.
હું ત્યાં જ ઉભી રહી. એ જાણવા આગળ એ લોકો શુ વાત કરે છે. હિયાને મમ્મીને કહયું, એ નહી બોલે, પ્રત્યંચા ગમે ત્યાં રહે પણ એના મનમાંથી મારો ડર જવાનો નથી. એ ક્યારેય એની લગ્નની રાત નહી ભૂલે. પ્રહર, મારા પપ્પા, મારી મમ્મી આ વાત જાણતા હતા કે, હિયાને મારી સાથે શુ કર્યુ હતુ ? સૌથી વધૂ તો મને મારી મમ્મીનું દુઃખ લાગી રહ્યું હતુ. કે એ મા થઈ મારા વિશે નહોતી વિચારી રહી. એ કેમ આવું કરી રહી હતી. આ લોકો કેમ મને દૂર કરવા માંગે છે એમની ઝીંદગીમાથી ? હું તો દાદી જોડે રહેતી, ક્યારેક જ અહીં આવતી તો કઈ રીતે હું નડતર રૂપ બની એમને ? મારા મનમા ઘણા સવાલ હતા, પણ જવાબ હું માંગી શકું એમ નહોતી. જ્યાં મારી પોતાની મા જ મારી દુશ્મન બની હતી, ત્યાં હું શુ કોઈ અપેક્ષા રાખવાની હતી. ત્યાંથી નીકળી જવામા જ મને ભલાઈ લાગી, પર્સ પણ લેવા જવું શક્ય નહોતું હવે. હું ત્યાંથી નીકળી ગઈ. અને તમારી પાસે આવી ગઈ. તમે કેટલા ખુશ હતા. હું આવી ત્યારે...! અને જયારે મે કહયું હું હંમેશા તમારી સાથે રહેવાની છુ હવે એક મિનિટ માટે પણ ક્યાંય નહી જવું. બસ, અઠવાડિયે હું પોળમા જઈશ. પ્રહર પોળની સચ્ચાઈ હું કહેતી તો બાકી બધું કહેવું પડતું. હું નક્કી કરીને આવી હતી, મારૂં અતીત એ મારો પાછલો જન્મ હતો એમ માની હું આ નવી ઝીંદગી તમારી સાથે જીવવા માંગતી હતી. પણ મને ક્યાં ખબર હતી ? આ અતીત મને ખુની બનાવશે. મે તો તમારા સાથે નવી ઝીંદગી શરૂ કરી દીધી. બધું જ પાછળ મૂકી એક નવી નાવમા તમારી જોડે હું તો નીકળી પડી.
પ્રહર અને પ્રત્યંચાની રોમાન્ચક સફર..... જાણો આવતા અંકે....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED