પ્રહર થોડીવાર પછી આપણે ફાર્મહાઉસ પહોંચી ગયા. હું ત્યાંની સજાવટ જોઈ દંગ રહી ગઈ. એન્ટ્રી ગેટ ફૂલોથી શણગારવામા આવ્યો હતો. બધી લાઈટો બંધ હતી, આખુ ફાર્મહાઉસ દીવડાઓથી ઝગમગતું હતુ. તમારા શબ્દો હજી મને યાદ છે પ્રહર, પ્રત્યંચા તને આ સામાન્ય લાગતું હશે, આટલું તો તારી બર્થ ડે પાર્ટીમા પણ થતું હશે. આટલી જલ્દી મને જેટલું સુજ્યું એટલું મે કરાવ્યું. લગ્નને લઈ બધાના એક સપના હોય. તારા પણ હશે. બહુ તો નહી પણ થોડો પ્રયત્ન કર્યો મે. પ્રહર, તમે આટલું કર્યુ એ પણ બહુ જ છે. મે તો આવું ક્યારેય જોયુ નથી. રિઅલિ બહુ જ ખુશ છુ હું. પ્રહર, સોરી મે તમને મજબુર કર્યા લગ્ન માટે, તમે મારા માટે આટલું બધું કર્યુ એ બહુ છે.હસતા હસતા તમે કહેલું, પ્રત્યંચા ચાલ અંદર જઈએ. અંદર જતા જતા મે મનમા નક્કી કરી લીધું હતુ કે હું તમને મારી બધી સચ્ચાઈ બતાવી દઈશ. જેટલા સાફ દિલથી તમે મને પ્રેમ કર્યો છે, એ પછી તમારાથી કંઈ પણ છુપાવું એ ખોટું હશે. દરવાજા પાસે જઈ તમે કહેલું, પ્રત્યંચા તું અહીં જ દરવાજા જોડે ઉભી રે. હું આવું. અરે, ક્યાં જાઓ છો ? એક મિનિટ આવ્યો હું. અને તમે સજાવેલી આરતીની થાળી, કંકુનો થાળ લઈ આવ્યા, આ બધું જોઈ લાગ્યું જાણે હું કોઈ હિરોઈન હોવ. જેવું ફિલ્મમા જોતી હોવ એમ લાગેલું. પ્રત્યંચા તારી આરતી કરવા માટે હું જ છુ. એટલે હું જ ગૃહ પ્રવેશની રશમ કરીશ. કેટલા ભોળા ભાવથી તમે મારી આરતી ઉતારી, કંકુ પગલા કરાવ્યા હતા. કાન્હાજી જોડે આપણે આશીર્વાદ લઈ આપણે બેડરૂમમા ગયા હતા. કેટલો સુંદર રૂમ સજાવ્યો હતો. આખા રૂમ ના દરેક ખૂણામા ગુલાબના ફૂલો પાથરેલા હતા. બાજુમા સફેદ ફૂલોની ગોઠવણ એની શોભા ઓર વધારતા હતા. બેડપર દિલ આકારની ફૂલોથી ડિઝાઈન બનાવી હતી.એની અંદર ફૂલોથી સરસ લખેલું પ્રત્યંચા અને પ્રહર સાથે કેટલું સરસ લાગતું હતુ ! હજી એ સુંગધ, એ માહોલ મને રોમાંચિત કરી દે છે.
એ સમયે જે ખુશી મને મળી એ ક્યારેય નથી મળી. એમ કહી શકું પ્રહર, કે બસ એ જ સમયે હું ખુશ રહી શકી છુ. મારી આ જિંદગી દરમિયાન. આ શુ કહે છે પ્રત્યંચા ? તારું આ બધું લખેલું વાંચીને મને કઈં જ સમજાતું નથી. તો શુ જે આઠ વર્ષ આપણે સાથે રહયા એમાં મે તને ક્યારેય ખુશ નથી રાખી ? મને યાદ છે તું એક પણ વાર રડી નથી. પ્રહર ભૂતકાળમાથી બહાર આવી વર્તમાનમા વિચારવા લાગ્યો. પ્રત્યંચા મને લાગતું હતુ. મે તને ખૂબ સમજી છે. તને મારાથી વધુ કોઈ જાણતું જ નહી હોય. આ બધું વાંચીને લાગે છે તું એક પહેલી બની ગઈ છે. લાગે છે કે શુન્યથી શરૂ કરી હવે ફરી તને જાણવાનો એકડો ઘૂંટવો પડશે. આઠ વર્ષ જેની સાથે વિતાવ્યા અને બે વર્ષ જેની જુદાઈની પીડા સહન કરી રહયો છુ હું. એ વ્યક્તિ ખુશ બસ એ પલ માટે જ મારી સાથે રહી છે બાકી નહી. પ્રહર, મને ખબર છે તમે શુ વિચારતા હશો? તમે પોતાને દોષ ના આપો. તમે તો મને ખુશ રાખી જ છે. પણ જેની કિસ્મતમા હસવાનું લખ્યું ના હોય એ શુ કરે. હા હું હસી છુ તમારી સાથે બહુ હસી છુ. કારણ મને દુઃખી જોઈ તમને દુઃખી નહોતી કરવા ઇચ્છતી. મારા મનના ઘાવ તમારી પીડાનું કારણ બને એ હું ક્યારેય નહોતી ઇચ્છતી. પ્રહર હવે જે હું કહેવા જઈ રહી છુ એ જાણી કદાચ તમારી પગ નીચે જમીન ના રહે. જીવતા તો હું કહી ના શકી પણ મર્યા પછી તમે આ જાણશો તો મને માફ કરી શકશો કે નહી એ મને નથી ખબર. એ દિવસે આપણે બેડરૂમમા ગયા અને તમારો કોલ આવેલો. શુ થયુ પ્રહર ? પ્રત્યંચા હોસ્પિટલમા આઈ સી યુ ના પેશન્ટને જોવાના હોયને. આજે હું પહોંચ્યો નથી અને મે ફોન કરી ઇન્ફોર્મ પણ ના કર્યુ. એટલે ફોન હતો. પ્રહર તમારે જવું જોઈએ. પહેલા પેશન્ટ જરૂરી છે. તમે જલ્દી જઈને આવો. પ્રત્યંચા હું જાઉં અને આવું એમાં લગભગ ચાર કલાક લાગી જાય. તો શુ થયુ પ્રહર, તમારે જવું જોઈએ. એ તમારી પહેલી ફરઝ છે. હું રાહ જોઈશ. તમે જઈ આવો. પ્રહર અહીં જ મે ભૂલ કરેલી. મને નહોતી ખબર તમને જબરદસ્તી મોકલવાનું પરિણામ મારે બહુ મોંઘુ ચૂકવવું પડશે.
તમે મને કહીને નીકળી ગયા કે જેટલી જલ્દી બને એમ પાછા આવીશ. થોડી વાર રહી ડોરબેલ વાગી. પ્રહર પણ ને, લાગે છે રસ્તામાંથી જ પાછા આવ્યા. કહયું હતુ કે પેશન્ટ પહેલા.. પણ પ્રેમ સર્વસ્વ હોય એ કોઈ એમની જોડેથી શીખે. હું વિચારતાને ખુશ થતા થતા દરવાજા તરફ ચાલે જતી હતી. છેલ્લું હાસ્ય હશે એ જે દિલ ખોલીને હસી હોઈશ હું. કેટલીય ઈચ્છાઓ, કેટલાય સપના, કેટલાય ઉમંગથી મે દરવાજો ખોલ્યો. મારી અંદરથી બધું જ ગાયબ. મોં પર એક માયુશી છવાઈ ગઈ. મારી સામે મારી ખુશીઓ, મારા સપનાનો કાળ ઉભો હતો. હિયાન.... હા પ્રહર હિયાન.. એ સીધો અંદર મને ઘસેડી લઈ ગયો. બેડરૂમમા એ મને લઈ ગયો. એ જગ્યા જ્યાં થોડી વાર પહેલા મે તમારી સાથે એક થવાના સ્વપ્ન જોયા હતા. એ જગ્યા જ્યાં થોડી વાર પહેલા તમે મને એક પ્રગાઢ ચુંબન આપીને જલ્દી આવવાનું કહીને ગયા હતા. ત્યાં તમારી જગ્યાએ હિયાન ઉભો હતો. એ હસી રહયો હતો. શુ વિચાર્યું હતુ તે એ ડૉક્ટર જોડે અહીં રંગલીલા મનાવીશ તું?? એની થઈ જઈશ તું. જાણતી નથી તું મને તું ક્યાં અને ક્યારે જાય છે એ બધું જ મને ખબર હોય છે. ના પાડી હતી એને મળવાની તો પણ તે એની જોડે લગ્ન કરી લીધા. પણ કોણ માનશે આ લગ્ન ને ? કોઈ નહી... એમ કહી એ રાક્ષશ જોર જોરથી હસવા લાગ્યો. લગ્ન એની જોડે કર્યા તો શુ થયુ ! સુહાગરાત તો મારી જોડે જ થશે, અને જો રૂમ કેટલો સુંદર છે. બહુ મહેનત કરી છે એ ડોક્ટરે.
એને ક્યાં ખબર એની મોત એની રાહ જોવે છે. હિયાન..... !! મે જોર થી બૂમ પાડી. તું પ્રહરને કઈ નહીં કરે. તું જે કહીશ હું એ કરીશ. હાલ જ તારી જોડે આવી જઈશ. પણ તું પ્લીઝ પ્રહરને છોડી દે. અરે... મે પકડ્યો જ ક્યાં છે એને ! એ તો હોસ્પિટલમા ગયો. પેશન્ટ જોવા. મે જ ફોન કરાયેલો. મને ખબર હતી આ ડૉક્ટર જશે જરૂર હોસ્પિટલ. આખી રાત ત્યાંથી નહી નીકળે હવે. એક એકસિડન્ટ કેસ આવ્યો છે. આખી રાત નીકળશે. ત્યાં સુધી આપણે એકલા. એમ બોલી એ હસવા લાગ્યો. હિયાન તું... અરે, પ્રત્યંચા મને બોલવા દે... તારી પાસે બે ઓપ્શન છે. પહેલો ચુપચાપ મારી થઈ જા. બીજો હું જબરદસ્તી તને મારી કરીશ. પહેલામા તારો ફાયદો એ કે હું ડૉક્ટરને કશુ નહી કરૂં. પ્રોમીસ... પાકું. બીજા મા અહીં તું મારી તો થઈશ જ. પણ ડૉક્ટરની જાન પણ જશે. હિયાન તું જેમ કહે એ હું કરવા તૈયાર છુ. પણ પ્રહરને તું હાથ પણ નહી લગાડે. અને એ રાક્ષસ એ જ બેડ પર મને પીંખતો રહયો. મારા શરીર જ નહી મારા મન, મારા દિલ પર ઉજરડતા પાડતો રહયો. હું અસહાય બનીને સહન કરતી રહી. જે આત્મા, શરીર, મન પર પ્રહર તમારો અધિકાર હતો એની પર કોઈ લિસોટા મારી ગયું. પ્રત્યંચા....... પ્રહરનો અવાજ તરડાઈ ગયો.... એટલો એ ધ્રુજી ઉઠ્યો. આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા. શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું. બધું જ એ ફેંકવા લાગ્યો. એટલામા પાખીનો ફોન આવ્યો. પાખી.... એમ કહી પ્રહર રડવા લાગ્યો. પ્રહર શુ થયુ ? બોલ મને ચિંતા થાય છે. આખી રાત ગઈ તે ફોન ના કર્યો. અગિયાર વાગવા આવ્યા આપણે આરોહીને મળવા જવાનું છે. યાદ છે ને. શુ થયુ તને? પ્લીઝ, પ્રહર કંઈક તો બોલ યાર.... પાખી, તું આવ અહીં.. પ્લીઝ આઈ નીડ યુ.. તું આવ. ઓકે ઓકે.. પ્રહર હું આવું છુ તારા ઘરે. પછી જે હોય મને
કહેજે. આપણે સાથે બેસી સોલ્યૂશન લાવીએ. બસ તું હિંમત રાખ. રડીશ નહી. હું આવું છુ. પાખી ચિંતામા આવી ગઈ. એ બધા જ કામ મૂકી પ્રહરના ઘરે જવા નીકળી પડી. આરોહીને કોલ કરી કહી દીધું. થોડું લેટ થશે. પ્રહર પાગલોની જેમ રડી રહયો હતો. પ્રત્યંચા...... કેમ યાર...... આટલું બધું સહન કર્યું ? મરવા દીધો હોત મને એના કરતા... ફરી પ્રહર રડવા લાગ્યો.
શુ પાખી પ્રહરને આ સ્થિતિમાથી બહાર નીકાળી શકશે..? પ્રત્યંચાના આગળની જિંદગી વિશે જાણો આવતા અંકે....