પ્રત્યંચા DR KINJAL KAPADIYA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રત્યંચા

ચાર ચાર ખૂન કરીને કેટલી શાંતિથી બેઠી છે? ચાલ, હવે જલ્દી નાટક કરવાનું બંધ કર. આ કોઈ તારું ઘર નથી જમવું હોય તો જમી લે. અહીં કોઈ તને જમાડવા નથી આવવાનું. સાબરમતી સેન્ટ્રલ જેલની મહિલા ઇન્સ્પેક્ટર પ્રત્યંચાને ધમકાવી રહી હતી. પ્રત્યંચા ચાર ખૂન કરવાના આરોપમા જેલમા કેદ હતી. ફરી મહિલા ઈન્સ્પેક્ટરે કહયું, તારો ચહેરો જોઈને લાગે નહી કે તું એક માખ પણ ઉડાડી શકે. તારું કલેજું નહી ફાટ્યું હોય એક નહી ચાર ખૂન કરતી વખતે !. પ્રત્યંચાને જાણે કંઈજ સંભળાતું ના હોય એમ એ ચુપચાપ બેસી રહી હતી. એની આગળ જમવાની થાળી પડી હતી, પણ એની સામુ એને જોયુ પણ ના હતું. એ શુન્ય અવકાશમા જોઈ રહી હતી. બધી આશા, બધા સપના પાછળ છૂટી ગયા હતા. હવે તો બસ એ દિવસની રાહ હતી જે દિવસે ફાંસી લાગવાની હતી.
પ્લીઝ ઇન્સ્પેક્ટર, મને એક વાર પ્રત્યંચાને મળવા દો. પ્રહર, બહાર પ્રત્યંચાને મળવા ઇન્સ્પેક્ટરને કગરી રહયો હતો. પણ, ઇન્સ્પેક્ટર ચોખ્ખી ના પાડતા હતા. અઠવાડિયા મા એક જ વાર મળી શકાશે. અરે, પણ આજે એક જ વાર... પ્રહર કહ્યા કરતો હતો. ઈન્સ્પેક્ટર સાંભળ્યા વગર રાઉન્ડમા જતા રહયા. પ્રહર ત્યાંથી નીકળી ગયો. પ્રહરને ઘરે જવાનું મન ના થયુ. એ પાખીને મળવા ગયો. પાખી પ્રહર ની બેસ્ટ ફ્રેન્ડ હતી. પાખી અને પ્રહર ની પહેલી વાર વાત ફેસબુક પર થઈ હતી. ટાઈમપાસ કરવા ચેટ કરતા કરતા એકબીજાના વોટ્સ અપ નંબર આપ્યા. એક વાર બંને સાબરમતી રિવરફ્રન્ટ પર મળ્યા. પછી જયારે પણ મન થતું બંને એકબીજાને મળતા હતા. આજે પ્રહરનું મન ઉદાસ હતું. એટલે એને પાખીને મળવું હતું.
થૅન્ક્સ, પાખી.. મેં એક કોલ કર્યોને તું મળવા આવી ગઈ. પ્રહર... થૅન્ક્સ તો મારે કહેવું જોઈએ તું મને મળવા આવ્યો. બાકી તારી પાસે ટાઈમ જ ક્યાં હોય છે ?. ર્ડો. પ્રહર મહેતા... મને મળવા આવે સામેથી... ! જેને મળવા લોકો ને એપોઇન્મેન્ટ લેવી પડે... એ મને કોલ કરી બોલાવે તો હું તો નસીબદાર જ કહેવાઉંને..... એમ કહી પાખી જોર જોરથી હસી પડી. પાખી પ્લીઝ.. હું મજાકના મૂડમા નથી. પ્રત્યંચાને મળવા ગયો હતો. પણ ઈન્સ્પેક્ટરે મળવા જ ના દીધો. પ્રહર, તો મળવાનો ટાઈમ કોઈ ફિક્સ હશે ત્યારે મળજે. પાખી આજે મળવું જરૂરી હતું, બહુ ઓછો ટાઈમ બચ્યો છે પ્રત્યંચા જોડે. હું કશુ જ કરી નથી શકતો એને બચાવા. મને ખબર છે એ નિર્દોષ છે. મારી પ્રત્યંચા કયારે પણ ખૂન કરી જ ના શકે. પ્રહર, તને લાગે છે એવું પણ પાછલા બે વર્ષથી સતત ન્યૂઝમા આવતું રહ્યું છે, કેવી રીતે પ્રત્યંચાએ બધા ને માર્યા. ખુદ પ્રત્યંચા કબૂલ કરે છે એને આ ખૂન કર્યા છે. મને તો વિશ્વાસ પણ નથી આવતો કે કેવી રીતે કોઈ દીકરી પોતાની મા, બાપ અને બે ભાઈઓના ખૂન કરી શકે?? દીકરીના નામે કલંક લગાવી દીધો એને. પાખી...... પ્રહર ગુસ્સેથી બોલ્યો. બસ કર, જેના વિશે તું બોલે છે એ મારી પત્ની છે. પ્રત્યંચા ભલે કહે કે બીજું કોઈ જે પણ કહે મને નથી ફેર પડતો. મારી પ્રત્યંચા આવું કરી જ ના શકે. સમજણ પડે છે તને ?? હું નીકળું છું પછી કયારેક મળીશ.
એક મિનિટ ર્ડો. પ્રહર મહેતા ! જે સાચું છે એ કેમ નથી સ્વીકારતો ? ભાગે છે તું તારાથી, તારી પત્ની ની સચ્ચાઈથી. અને એટલું જ તને તારી પત્નીનું બહુ મહત્વ હોય તો કેમ દુનિયાને નથી કહેતો એ તારી પત્ની છે ? કેમ પ્રત્યંચા પોતાને સિંગલ ગણાવે છે ? કેમ તું પોતે કોઈ કોર્ટ, કોઈ જાહેર જગ્યા પર આવીને કહેતો નથી કે એ તારી પત્ની છે ? સચ્ચાઈ તું જાણે છે કે તારી પત્નીએ ખૂન કર્યા છે. એક નહી ચાર. અને તને ખબર છે કે બધા ને ખબર પડશે કે તું એનો પતિ છે તો તારું કેરીઅર ખરાબ થઈ જશે. તારી આ બાપ દાદાની વર્ષો થી કરોડોની કમાણી કરી રહેલી હોસ્પિટલ બંધ થઈ જશે. ર્ડો. પ્રહર મહેતા.. એક હોશિયાર, સફળ ડૉક્ટરના તરીકે પ્રચલિત છે ને ? એક જ મિનિટમા બધા ખૂનીના પતિ તરીકે ઓળખવા લાગશે.. ડરે છે તું આ બધાથી... રાઈટ ??.. પાખી બોલી રહી, બેસ્ટ ફ્રેન્ડ છે તું મારી ? જે કોઈને નથી ખબર એ મેં તને વિશ્વાસથી કહયું.. કેમ ? તું આવી રીતે મને સંભળાવે એટલે ? પાખી બોલી તો ગઈ પણ હવે એને અફસોસ થયો કે એને નહોતું બોલવું જોઈતું. એને ખબર છે પ્રહર પ્રત્યંચા માટે એક શબ્દ નથી સાંભળી શકતો. પ્રહર..સોરી ! પછી જ મળીએ. એમ કહી પાખી નીકળી ગઈ. પ્રહર એને જોતો રહયો. તે બેસી ગયો પાળી પર. સાબરમતી નદીને વહેતી જોઈ રહયો. પ્રત્યંચા નો ચહેરો એને નદીના પાણીમા દેખાવા લાગ્યો. વહેતી નદી સાથે લાગવા લાગ્યું કે જાણે પ્રત્યંચાના આંસુ વહી રહયા હોય. અને પૂછી રહયા હોય કેમ પ્રહર તું પણ મારી સાથે ના ઉભો રહયો ? તે પણ મને ગુનેગાર માની લીધી ? પ્રહર જાણે પ્રત્યંચાને કહેતો હોય, ના પ્રત્યંચા.. મારી પ્રત્યંચા આવું કરી જ ના શકે.મને પૂરો વિશ્વાસ છે. હું બચાવીને રહીશ તને. ભલે પતિ તરીકે નહી પણ દોસ્ત તરીકે તો બચાવીશ જ. તું એક વાર કહી દે મને આ ખૂન તે નથી કર્યા. શુ કારણ છે તારા ખોટું બોલવા પાછળ ? વિશ્વાસ નથી આવતો આ એ જ પ્રત્યંચા છે જેને હું પહેલી વાર મળ્યો હતો. પ્રહર વિચાર કરી રહયો હતોને એના ફોનની રિંગ વાગી. પાખી, બોલ... પ્રહર આઈ એમ રિયલી સૉરી... હું વધુ પડતી બોલી ગઈ. ઇટ્સ ઓકે પાખી. જે પ્રત્યંચા વિશે નથી જાણતા એ એમ જ બોલવાના. કોઈ શુ બોલે એ મને નથી પડી. પણ પ્રત્યંચા પોતે જ બોલવા ના માંગતી હોય તો પ્રહર આપણે શુ કરી શકીએ ! ખબર છે પાખી પહેલી વાર હું પ્રત્યંચાને મળ્યો ત્યારે તે એક સાયકલ પર જઈ રહી હતી. અચાનક મારી કાર આગળ આવી એના સાયકલ ની બ્રેક વાગી. મારે પણ કાર ની બ્રેક મારવી પડી. મેં કારની વિન્ડો ખોલી અને પૂછ્યું એય છોકરી મરવાનો ઈરાદો છે ? એ જોર થી હસી..મરવાનો ઈરાદો મારો નથી પણ તમારો મારવાનો ઈરાદો લાગે છે. એટલી માસુમ લાગતી હતી એ સમજ ના પડી કે ગુસ્સો કેમ નો કરું ? વીસ વર્ષની એ છોકરી કઈ બોલી નહોતી રહી પણ એની આંખોનું દર્દ ઘણું કહી રહ્યું હતું મને. મેં એને પૂછ્યું કઈ રીતે મારો ઈરાદો છે એ બોલો તો !..એ છોકરી બોલી હાસ્તો દસ દિવસ થી એપોઇન્મેન્ટ લેવા ફોન કરું છું પણ તમે છો તો એક એપોઇન્મેન્ટ નથી આપતા. શુ માણસ મરી જશે પછી બોલાવશો ? અરે ! એય છોકરી તું ખોટો આરોપ કેમ લગાવે છે ? ર્ડો. સાહેબ મારા પપ્પાને બહુ જ પેટમા દુખ્યા કરે છે. ઝાડા ઉલ્ટી મટતા નથી. જે ર્ડો. પાસે લઈ જાઉં એ તમારે ત્યાં આવવાની સલાહ આપે છે. પણ તમારી એપોઇન્મેન્ટ મળતી નથી. આજે ના છૂટકે મારે તમારી કાર આગળ આવવું પડ્યું. મને માફ કરો. પ્લીઝ ડોક્ટર સાહેબ મારા પપ્પા ને એક વાર ચેક કરી લો. એ છોકરી રડીને મને આજીજી કરી રહી હતી. મને નહોતું સમજાતું કેમ એને દસ દિવસથી એપોઇન્મેન્ટ નહી મળી હોય. મેં એને પૂછ્યું શુ નામ છે તારું ? પ્રત્યંચા...એને નિર્દોષતાથી જવાબ આપ્યો. મેં કહયું, સારૂ તું તારા પપ્પા ને લઈ ને આવ.. હું અંદર જઈ ને કહી દઉં છું કોઈ રોકશે નહી તને. અને એ મને થૅન્ક યુ કહી ને સાયકલ લઈ એના પપ્પા ને લેવા જતી રહી. હું જોતો રહયો, કેટલી માસૂમ એ છોકરી.. પોતાના પપ્પાના પેટ ના દુખાવા માટે કાર સામે આવી ગઈ. મેં બ્રેક મારી ના હોત તો એ ક્યાંય ફંગોળાઈ જાતી. કેટલો પ્રેમ કરતી હતી પોતાના પપ્પા ને.... તું જ બોલ પાખી કેવી રીતે માની લઉ હું કે મારી પ્રત્યંચા કોઈ ખૂન કરી શકે ?

શુ કારણ છે પ્રત્યંચાનુ ખૂન કરવાનું ? કેમ પ્રહર દુનિયા સામે જાહેર નથી કરતો કે એ પ્રત્યંચાનો પતિ છે ? જાણો આવતા અંકે.

મારી પહેલી નવલકથા પ્રલોકી માટે સાથ આપવા માટે મારા વાચક મિત્રોનો બહુ જ આભાર.... આશા રાખું છું કે મારી આ નવલકથા પણ બધાને પસંદ આવે.