Two leaves books and stories free download online pdf in Gujarati

બે પાંદડા

જતીન ભટ્ટ ( નિજ)સ્વલિખિત ઍક અલગ હાસ્ય રચના

સામાન્ય રીતે છોકરાઓ મોટા થાય, થોડા સમજણા થાય , અને મિત્રો નુ જોઈ જોઈ ને પપ્પાઓ પાસે થી ડિમાન્ડ કરવા માંડે ત્યારે અલગ અલગ પ્રોફેશન વાળા પપ્પાઓ શું ડાયલોગ ફટકારે તે માણો,...(અને આ ડાયલોગો પાછા છોકરો અને મમ્મી પણ માણતા હોય છે)
તમેય માણો ત્યારે.....


સર્જન: તને ખબર છે, તને ભણાવવા મટે મેં શું શું કર્યું,? આ હોસ્પિટલ ચલાવવી કઈ રમત વાત છે, કેટલાય પેશન્ટ નાં આંતરડા સાફ કર્યા, પસ સાફ કર્યું, કઈ કઈ જગ્યા એ ડ્રેસિંગ કર્યું, આટલું બધુ કર્યું ત્યારે આપણે બે પાંદડે થયા અને એક તુ છે કે બરાબર ભણતો જ નથી અને નવા નવા મોબાઈલ અપાવો બોલ્યાં કરે છે?...

હવે પહેલુંઅને છેલ્લું વાક્ય દરેક માં કોમન આવશે એટલે વારંવાર લખતો નથી, ઓકે?...

પેથોલોજીસ્ટ: તને ખબર છે?...................
લોકોના લોહી, પેશાબ, ,....!! અને.........!!, તપાસી તપાસી ને તારા બાપનુ લોહીપેશાબ ઍક થઇ ગયુ છે, શુ બોલ્યો? , લોહીપાણી એક થઇ ગયુ એમ બોલાય, ના આપણામાં લોહીપેશાબ એક થઇ ગયુ એમ જ બોલાય , અને આવી રીતે આપણે બે પાંદડે થયા છે અને એક તુ છે કે...................

ઓર્થોપેડીક: તને ખબર છે?............
લોકોના તૂટેલા હાડકા જોડ્યા, કરવતો ચલાવી, કાતર ચલાવી, ચપ્પુ નાખ્યા,
આટલું બધુ કર્યું ત્યારે આપણે બે પાંદડે થયા અને એક તું છે કે...................

ડાયટિશિયન: તને ખબર છે?.............
કેટકેટલા ને કેલરી પ્રમાણે ચાર્ટ બનાવી બનાવી ને ફીટ રાખીએ છીયે, શુ બોલ્યો, લોકોને ભુખા રાખું છું , થપ્પડ ખાશે ડાબા હાથ થી, આટઆટલું કર્યા પછી આપણે બે પાંદડે થયા છે અને એક તું છે કે.................

શાકભાજી વાળો: તને ખબર છે?..............
લારી ચલાવી ચલાવી ને આખો દિવસ શાકભાજી વેચું, સ્ત્રીઓ સાથે માથાકૂટ કરુ ત્યારે માંડ માંડ શાક વેચાય,
શું કીધું તેં ? સ્ત્રીઓ સાથે વાત કરવાની મને મજ્જા પડે છે? લાફો પડશે ઍક, લારી ચલાવી ચલાવી ને પગે બરાબર ગોટલા બાઝી જાય, હાથમાં સોજા ચડી જાય , આટઆટલું બધું કર્યું ત્યારે હવે આપણે બે પાંદડે થયા છે અને એક તું છે કે..........,.....

યોગ શિક્ષક: તને ખબર છે?.. ....................
તારો બાપો પગની આંટી ઓ મારે, કમરો હલાવે, માથું આગળ પાછળ કરે, બે હાથ ટેકવી ને હીંચકા ખાય અને આવું બધું બધાને શીખવાડે ત્યારે આપણે બે પાંદડે થયા છે ને એક તું છે કે.................,............

હોઝિયરી વેપારી: તને ખબર છે?................
તારો બાપ ગંજી, ચડ્ડી ,જાંગીયા , વેચી વેચીને બે પાંદડે થયો છે ને ,એક તું છે કે..........,........................

દરજી; તને ખબર છે?..........
.. તારો બાપો લોકોના શર્ટ પેંટ સીવી સીવી ને આગળ આવેલો છે, અને એને તું રમત સમજે છે?
સિલાય મશીન ચલાવવામાં પગે કેટલુ જોર ચડે છે એ તને કઇ ભાન પડે છે?
શું કીધું મોટર વાળી મશીન છે, કેટલુ લાઈટ બીલ આવે એનું તને ભાન છે, પગેથી જ ચલાવું છુ (ખરેખર તો મોટરથી જ મશીન ચલાવું છે, કૌંસ પુરો) આટલું બધુ કર્યું તો આપણે બે પાંદડે થયા છે અને તું છે કે...............

રિક્ષા વાળો: તને ખબર છે?....................
રિક્ષા ફેરવવાની કેટલી અઘરી પડે? ડાબા હાથથી કિકો મારી મારી ને ડાબો ખભો બરાબર દુખે, શુ કીધું આપણી રિક્ષા ઑટો સ્ટાર્ટ છે? અરે બેટરી જ નથી અંદર, અને તને ખબર છે મારા બંને પગ પણ કાયમ માટે બહુ દુખે છે , કેમ?
કેમ કે સાઇડ બતાવવા પગ તો બહાર કાઢવા પડે ને, આટલું બધું કર્યુ ત્યારે બે પાંદડે થયા છે,... અને એક તુ છે કે................

બાઈનોક્યુલર બનાવનાર: તને ખબર છે?...........................
. આ દૂરબીન બનાવતા કેટલુ જોર પડે, શું કહ્યું ટેસ્ટિંગ નાં બહાને હું સામેના ફ્લેટ માં ઝાંખું છુ, તે મારે જોવું તો પડે ને કે કેટલું નજીક નું દેખાય? અને ઓ ભાઇ તુ તારું જ કામ કર, આ બધુ હું તારા માટે જ કરું છું અને એક તુ છે કે...................

બંગડી વાળો: તને ખબર છે?..................................................
આ બંગડીઓ વેચવા કેટ કેટલી મગજમારી કરવી પડે આ લેડીઝો સાથે, આ કલર નઈ બીજો કલર, કાચ ની નઈ પ્લાસ્ટિક ની બતાવો, પાછી એ લોકોથી હાથ મા બંગડી ચડે નઈ એટલે મારે પહેરાવવી પડે, ત્યારે બંગડીઓ વેચાય, ના ના પણ તુ ક્યારનોય મૂછ મા હસે છે તે મને હો ભાન પડે છે કે તુ કેમ હસે છે, ત્યારે તો હસવું છે પણ આવું બધુ કરી કરી ને આપણે બે પાંદડે થયા છીએ અને એક તુ છે કે...................

સુલભ શૌચાલય સંચાલક: તને ખબર છે?...........................
....................................
........................................... અને એક તુ છે કે
.......(ખાલી જગ્યા માં ડાયલોગ તમારે મૂકી દેવાના, ઓકેકે)...



હા, અને એ વાત અલગ છે કે આ છોકરાઓ હજુએ પેલા બે પાંદડા શોધે છે!!!!..

.
.
.
..


જતીન ભટ્ટ (નિજ)
mobile: 94268 61995
yashhealthservices@yahoo.com

રચના ગમી હોય તો તમારાં watsapp group અને FB પર શેર જરૂરથી કરજો, આભાર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED