પુનર્જન્મ - 38 Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

પુનર્જન્મ - 38

પુનર્જન્મ 38
વૃંદા ફ્લેટ ની બહાર આવી ઉભી રહી.. એ ઓટો ની રાહ જોતી હોય એવું લાગ્યું.. અનિકેત જીપ લઈ ને આવ્યો અને વૃંદા ની બાજુ માં જીપ ઉભી રાખી..
" હેલો વૃંદાજી , ઓળખાણ પડી.. ? "
એક મિનિટ વૃંદા વિચારમાં પડી ગઈ. પણ એને તરત જ યાદ આવ્યું...
" યસ, અનિકેત. આજે અહીં ક્યાંથી? "
" બસ, તમને મળવાનું મન થયું. ખોટું નથી લાગ્યું ને? "
" ના ના, મોનિકાજી જેના પર વિશ્વાસ મૂકે એના પર શંકા કે ખોટું લગાડવાનો પ્રશ્ન જ ઉભો નથી થતો. "
" વાંધો ના હોય તો આવો છોડી દઉં. એ બહાને થોડી વાત પણ થશે. "
" હા, હવે તમે તો મોનિકાના ભાઈ, તમને ના થોડી પડાશે? "
વૃંદાએ જીન્સ પેન્ટ અને ખુલ્લું ટોપ પહેર્યું હતું. આછો મેકઅપ અને ગુલાબી હોઠ, કપાળ પર લહેરાતી લટ એને વધુ મોહક બનાવતી હતી. ઉંચી એડીના સેન્ડલ એને વધુ ઉંચી બનાવતા હતા, અને એ ઉંચી એડીના કારણે એની ચાલમાં એક લચક આવતી હતી. વૃંદા અનિકેતની સાથે જીપમાં બેઠી.
" ક્યાં લઈ લઉં?"
" સ્ટાર સ્ટુડિઓ.. "
અનિકેતે જીપ સ્ટાર્ટ કરી. વૃંદાના કપડાંમાંથી પરફ્યુમની માદક સુગંધ આવતી હતી. રસ્તામાં એક સરસ કોફી શોપ આવતી હતી.
" વાંધો ના હોય તો કોફી પીશો? "
" યસ, શ્યોર.. "
અનિકેતે કોફી શોપની બાજુમાં જીપ પાર્ક કરી. વૃંદાના ફોનમાં રીંગ વાગી. વૃંદાએ મોબાઈલમાં જોઈ અનિકેત સામે જોયું, અને કોલ રિસીવ કર્યો. એ અનિકેતથી દુર ગઈ અને ફોન પર પાંચ મિનિટ વાત કરી પાછી આવી. વૃંદા ના ચહેરા પર એક અજબ હાસ્ય હતું...
" વૃંદા, શું થયું ? "
" બસ, બહુ જલ્દી આપણી મુલાકાત ફરી થશે. "
" કેમ ? "
" સસ્પેન્સ.. "
અને એ હસી પડી. અનિકેતનું મગજ ચકરાતું હતું. એ જે વાત કરવા આવ્યો હતો એ આઉટ ઓફ સાઇટ થઈ ગઈ.
કોફી શોપમાં એ વૃંદાને જોતો વિચારોમાં મગ્ન થઈ ગયો.
" ઓ મિસ્ટર ક્યાં ખોવાઈ ગયા ? "
" બસ, એમ જ.. હું વિચારતો હતો કે મારું કોઈ અલગ અસ્તિત્વ છે કે નહિ ? કે ફક્ત મોનિકાનો ભાઈ માત્ર છું ? "
" સાચું કહું, તમને ખોટું નહિ લાગે ને. "
" બોલ, જરા પણ ખોટું નહિ લાગે. "
" મારું ચાલે તો હું તમને જિજુ કહીને જ બોલાવવાનું પસંદ કરું. અજાણતા થયેલા પાપનું પ્રાયશ્ચિત શું છે એ મને ખબર નથી. પણ દીદીને ગમે ત્યાંથી લઈ આવું અને એનો હાથ તમારા હાથમાં સોંપી દઉં. "
" વૃંદા, તારી કોઈ ભૂલ નથી, તું આખી વાત થી અજાણ હતી. પણ જો તારે પ્રાયશ્ચિત કરવું હોય તો એને શોધી લાવ. "
" એ જીદ્દી છે, એ સમજશે તો ફક્ત તમારાથી જ સમજશે. અમને તો આજ સુધી એણે એનું એડ્રેસ પણ આપ્યું નથી. "
" એ મળે, તો મને ફોન કરજે. એને ગમે તે બહાને રોકી રાખજે. "
" ચોક્કસ. "
બન્ને કોફી પીને બહાર નીકળ્યા. અનિકેતે જીપ બહાર કાઢી. વૃંદા જીપમાં બેઠી અને અનિકેતે જીપ સ્ટાર સ્ટુડિયો તરફ લઈ લીધી. જીપ સ્ટુડિયોની બહાર ઉભી રાખી...
" વૃંદા, એક વિચાર છે. માનીશ? "
" બોલો, માનવા જેવો હશે તો માનીશ. "
" કેમ માનવા જેવો હશે તો, એમ કહ્યું ? તને એવું લાગે છે કે હું એવી વાત પણ કરીશ કે જે માનવા જેવી ના હોય? "
" હા, આજકાલના જિજુનો ભરોસો નહિ. લગ્નની ઓફર પણ મૂકે. "
વૃંદાના ચહેરા પર એક તોફાની હાસ્ય હતું. સ્નેહા જેવું જ...
" એ વીચાર તો મને આવ્યો જ નહતો. બાકી તું લાગે છે સ્નેહા જેવી જ. વિચાર કરાય .. "
" જુઓ આવી ગયાને મૂળ વાત પર. "
" બસ, મઝાક પછી કરીશું, હું કહું એ વાત ધ્યાનથી સાંભળ. "
અનિકેત વાત કરતો રહ્યો. વૃંદા વાત સાંભળતા ગંભીર થતી ગઈ. અનિકેત વૃંદાથી છૂટો પડ્યો ત્યારે કંઇક મનમાં હાશ થઈ....

*** *** *** *** *** *** ***

અનિકેત સીધો જ અજયસિંહની ઓફીસ પર પહોંચ્યો. અજયસિંહ તો ઓફીસમાં નહતા. પણ એમનો સેક્રેટરી, ગુમાનસિંહ, દસ ગામના કામના માણસો હાજર હતા. એ દસ ગામના લોકો જોડે થોડો ગામવાળાઓનો સ્પોર્ટ હતો. પણ ખુલીને કોઈ આગળ આવવા તૈયાર ન હતું. અનિકેતે પોતાનો અનુભવ બધા સાથે શેર કર્યો અને બધાને તૈયાર કર્યા.
એ દસ ગામમાં બીજા દિવસે મંડપ, હોર્ડિંગ્સ, સાઉન્ડ સિસ્ટમ, પોલીસ સ્ટાફ, દસેક માણસો વગેરે મોકલવાનું નક્કી થયું. ગુમાનસિંહે પણ હવે આગળ આવી જવાબદારી ઉપાડવાનું ચાલુ કર્યું હતું.
*** *** *** *** *** *** *** ***

અનિકેત ગામમાં આવ્યો. ચોકમાં પોતાનો મંડપ બરાબર હતો. પ્રચાર બરાબર હતો. અનિકેતને ડર હતો કે બળવંતરાય કંઇક ઉધામો જરૂર કરશે. પણ અત્યાર સુધી તો બધું બરાબર ચાલી રહ્યું હતું. ત્યાંથી લગભગ ચાર વાગે એ ઘર તરફ વળ્યો. મોનિકા એ ચાર વાગે ઘરે રહેવાનું કહ્યું હતું. એ પોતાના ઘર તરફ વળ્યો અને ત્યાંનો માહોલ જોઈ એને આશ્ચર્ય થયું. પોતાના ઘરની સામે તૂટી ગયેલા મકાનોની જગ્યાએ એક વિશાળ મંડપ બંધાઈ રહ્યો હતો. અનિકેતના ઘરની સામેના ચાર ઘર ખાલી કરાવ્યા હતા એ અને એ લાઈનના બીજા ત્રણ બંધ હતા એ, એમ સાત ઘર અને એ સાત ઘરોની પાછળના સાત ઘર, એમ ચૌદ ઘરોનો એક વિશાળ લંબચોરસ પ્લોટ બન્યો હતો. પણ અનિકેતે નક્કી કર્યું કે એ કોઈને આ મંડપ વિશે કંઈ નહીં પૂછે.

એણે જીપ સાઈડમાં પાર્ક કરી અને ઘર તરફ નજર કરી. ખડકી ખુલ્લી હતી. અનિકેતને આશ્ચર્ય થયું. અનિકેત ખડકીમાં અંદર ગયો. મોનિકા ખુરશીમાં બેસી, ડાયરીમાં કંઈક લખતી હતી. બાજુમાં ટીપોઈ પર કોફીનો કપ, એક પાણીની બોટલ અને ગ્લાસ મુકેલો હતો.
અનિકેતે ખડકી બંધ કરી અને ખોંખારો ખાધો.
" કોઈ છે, હું ઘર માં આવી શકું છું? "
મોનિકાએ અનિકેત સામે જોયું અને એ ઉભી થઇ ગઇ. એના ચહેરા પર ખુશીની લહેર આવી ગઈ.
" ક્યારે આવી તું ? "
" હું તો સવારની આવી છું. "
" તો મને કેમ ચાર વાગ્યાનું કહ્યું હતું? "
" સરપ્રાઈઝ. "
અનિકેત ખુરશીમાં બેઠો અને બોલ્યો..
" હું એક જ વધારાનો છું. કોઈ મને જ કશું કહેતું નથી. સામે બધા ઘરની જગ્યાએ મંડપ બંધાઈ ગયો. પણ રમણકાકા મને કશું કહેવા તૈયાર નથી. અને તું પણ મને કંઈ કહેવા તૈયાર નથી. "
મોનિકાના ચહેરા પરનું હાસ્ય ગાયબ થઈ ગયું. એ આગળ વધી. એ અનિકેતની સામે બેઠી. એની આંખોનો સમુદ્ર છલકાવા લાગ્યો હતો. એણે અનિકેતના ખોળામાં માથું મૂકી દીધું. એ રડતી હતી.. એનું રડવાનું સામાન્ય ન હતું. એ ધ્રુસકે ધ્રુસકે રડતી હતી. એનું શરીર કાંપતુ હતું. અનાયાસે અનિકેતનો હાથ એના માથા પર મુકાઈ ગયો. મોનિકાને લાગ્યું, એનો ભાઈ એને સાંત્વના આપી રહ્યો છે...
" મોનિકા, શું થયું? હું છું ને.. શાંત થઈ જા. "
" હું થાકી ગઈ છું અનિકેત, હું હારી ગઈ છું. "

(ક્રમશ:)

08 ઓક્ટોબર 2020