પ્રેમની ક્ષિતિજ - 20 Khyati Thanki નિશબ્દા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની ક્ષિતિજ - 20




પ્રેમની તરસે તરસતું રૂપાળું ચાતક નામનુ હૈયું...... જે ફક્ત લાગણીની ભાષા સમજે છે રંગ ,રૂપ જ્ઞાતિ, ધર્મ તેના શબ્દકોશમાં જ નથી.પ્રેમ તો છે પોતાની જ હકારાત્મકતાનું પારદર્શક પ્રતિબિંબ, માનવીને ગમતું પોતાનું અદકેરું સુખ....

મૌસમ અને લેખા ઘણા સમય પછી મળી તો વાતો ખૂટતી ન હતી અને સમય ખૂટી રહ્યો હતો. મૌસમના કહેવાથી બંને એક મોલમાં ગયા અને ત્યાંથી એક રેસ્ટોરન્ટમાં જમવા.

લેખા :-"મૌસમ, એક વાત કહું?"

મૌસમ :-" હા,બોલ તું ક્યાંરથી પૂછતી થઈ ગઈ?"

લેખા :-"ખબર નહિ પણ મારું મન આજે તારી ચિંતા કરે છે. આખી દુનિયાને ભલે તું અલ્લડ અને બેફિકર લાગે પણ મારું હૃદય તને ઓળખે મૌસમ... તારી અંદર એક ખાલીપો છે જેને છલોછલ ભરવા તું હંમેશા તરસી છો."

મૌસમ:-"હવે એ ખાલીપો ભરાવા લાગ્યો છે લેખા, અલગારીના પ્રેમનું ખાલી સ્મરણ પણ અત્યારે મને ભીંજવી રહ્યું છે."

લેખા :-"તારી વાત સાચી. ઈશ્વર ને પ્રાર્થના કે તું આવી જ મસ્ત બનીને ખુશ રહે પણ આ દુનિયા તું માને તેવી તારા જેવી નિખાલસ નથી,તારા ખાલીપાને કોઈ દિવસ તારી કમજોરી ન બનવા દેતી."

મૌસમ :-"નહીં બનવા દઉં લેખી. અને કદાચ પ્રેમમાં ખાલી થઈ જવું તો પણ તું તો છે ને મને ફરીથી છલકાવવા?"

લેખા :-"પ્લીઝ આમ ના બોલ .હું તો ખુશ છું કે તારું હૃદય પણ પ્રેમને પામ્યું."

મૌસમ :-"મને એવું થાય અને લેખા કે મારા અલગારી ને એક વાર તને મળાવુ.પણ મારું મન હજી માનતું નથી પાછા મળશું ત્યારે ચોક્કસ તને મળાવીશ."

લેખા :-"આ રીતે એમ થોડી થોડી વારે આવું બોલમાં. હું સમજુ છું તને ,તારી સાથે જીવું છું ,અને સારું છે કે તું મને બધું નથી કહેતી .તારી કોઈ પણ વાત મમ્મી-પપ્પાને કહ્યા વીના ચાલશે નહીં અને તારી વાતો ક્યાં ક્યાં પહોંચી જશે."

મૌસમ :-"એકવાર મારા પ્રેમને એક સલામત જગ્યાએ પહોંચી જવા દે પછી મને આ દુનિયાની કાંઈ પણ ફિકર નથી હું અને અલગારી અને બસ અમારી દુનિયા."

લેખા :-"આ દુનિયાના મને ના ભૂલી જતી."

મૌસમ :-"તો શું તારે આ દુનિયામાં એકલા રહેવાનો વિચાર છે ?કોઈ અલગારી મારી જેમ તારું મન નહી ભીંજવે?,કે સંન્યાસ લઇ લેવો છે? અત્યારે બેસ્ટ ટાઈમ છે લેખી, કોલેજમાં જ કોઈ કેશવ શોધી લે પછી અંકલ આંટી ને ચિંતા પણ નહીં અને મારે પણ નિરાંત."

લેખા :-"પ્રેમની શોધવો ન પડે મૌસમ.... તે તો આપોઆપ હ્રદયના દરવાજા ખખડાવી પોતાનું અસ્તિત્વ હૃદયમૂર્તિ રૂપે કંડારીને આપણને પગરવ સંભળાવે અને ત્યારે તો સમય જ બધી અનુકૂળતા આપોઆપ કરી દે છે.

મૌસમ :-"તો ખોલી નાખ લેખા હ્ર્દયના દરવાજા અને સ્વાગત કર પ્રેમનું."

લેખા :-"અત્યારે તો મારો બધો પ્રેમ પુસ્તકો ઉપર છે અને સાચું કહું જ્યારથી તું ગઈને ત્યારથી કોઈની સામે હૃદયના દરવાજા ખોલવાની ઇચ્છા જ નથી થતી."

મૌસમ :-"એટલે જ કહું છું મને યાદ કરવી હોય ને તો પ્રેમ સ્વરૂપે જ કરજે, પ્રેમ ને આવકારજે., અને કદાચ કોઈ સાથે તારો પ્રેમ, મારી દોસ્તી વહેચિશ તો સૌથી વધારે આનંદિત હું જ થઈશ. અત્યારે હું પણ મારા અલગારી માં ઘણી વાર તને મળી લઉં છું લેખા.,"

આમ બોલતા બોલતા લેખાને ફરી એકવાર આલય યાદ આવી ગયો....

એ આલય જે ક્યારનો મૌસમના મેસેજ ની રાહ જોતો હતો....

વિરાજ:-"કેમ આલય હમણાં તું તારામાં જ ખોવાયેલો રહે છે?"

આલય :-"ના ' મા' એવું કાંઈ નથી."

વિરાજ::"આલય તારા કરતાં પણ હું તને નવું મહિના વધારે ઓળખૂ."

આલય :-"હું પણ હમણાં મારી અંદર રહેલા એક નવા આલયને ઓળખવાનો પ્રયત્ન કરું છું."

વિરાજ :-"તારા પોતાના માટે કે બીજા કોઇ માટે?"

આલય :-(હસીને)" કેમ મા તને બધી ખબર પડી જાય છે?"

વિરાજ :-"એક વાર મને મળવા લઈ આવજે હું તેને ઓળખાણ કરાવી મારા આલયની."

આલય :-"મૌસમ નામ છે તેનું."

વિરાજ :-"તે પણ આટલી જ નજીક છે તારી?"

આલય :-"મારા કરતાં પણ વધારે મને પ્રેમ કરે છે અને હું પણ મા... ચોક્કસ તને મળવા લઇ આવીશ."

વિરાજ :-"જલ્દી મળવું છે મારે."

અને વિરાજ આલય ની પસંદગી જાણીને ઠાકોરજીને મનાવવા લાગી કે હે ઠાકોરજી બસ જલ્દી હવે મારા આલયનું ઘર વસી જાય."

તો અહીં ઈશ્વર લેખાની એકલતા દૂર કરવા માટે જાણે આજે તત્પર બની ગયો... એક નવા જ મૌસમ જેવા દોસ્ત સાથે મળાવવા સમય અનુકૂળ કરતો ગયો....

મૌસમને વળાવી લેખાએ મમ્મીને ફોન કરી, હમણાં જ પહોંચું, એમ કહીને ઓટોની રાહ જોવા લાગી.

ત્યાં જ એક પુર ઝડપે આવતી ફોરવ્હિલે બરાબર લેખાની સામે જ બ્રેક મારી....

લેખાના ગુસ્સાનો પાર ન રહ્યો.....

પરંતુ ફોરવ્હીલરમાંથી એ યુવાને પૂછેલા એક પ્રશ્નના કારણે લેખા આશ્ચર્યમાં મૂકાઈ ગઈ.......

તમે મૌસમ ના ફ્રેન્ડ ને???
મૌસમનું નામ સાંભળી લેખા આશ્ચર્યમાં મુકાઇ ગઇ...

*******************************************
પરંતુ એ લેખાની મોસમ તો જલદીથી ઘરે પહોંચવા આતુર......
મોસમ પણ ઘરે પહોંચીને આલયને મેસેજ કરવા સીધી રૂમમાં જ ગઈ.

મૌસમ :-"હેલ્લો..."
આલય :-"આવી ગઈ
મૌસમ :-"હા"
આલય :-"કેમ છે?"
મૌસમ :-"ખુશનુમાં."
આલય :-"આમ જ રહેવાનું."
મૌસમ ::-આમાં જ રાખવાની ખુશનુમા."
આલય:-"હું તને જિંદગીભર ખુશ રાખવાની તૈયારી કરું છું."
મૌસમ :"એટલે?... વેઇટ ફોન જ કરું તને."
(મૌસમ આલયને ફોન લગાડે છે)
હવે બોલ શું કહેતો હતો?"

આલય :-"આજે મમ્મીને વાત કરી."

મૌસમ:-"સાચું કહે છે?"

આલય :-"હા મારા જીવનની આટલી મોટી ખુશીની જાણ તો કદાચ હું ના કહું ને તો પણ મમ્મીને થઈ જાય."

મૌસમ :-"શું કહ્યું તારી મમ્મીએ?
સાવધાન આલય
કોણ છે? ક્યાં રહે છે ?
ક્યાંથી મળી ગઇ તને?
આવું કહ્યું હશે."

આલય:-"ના જરાય નહીં એને પોતાના દીકરા પર વિશ્વાસ છે કે હું ગમે ત્યાં ન ફસાવ."

મૌસમ:-"તો શું કહ્યું?"

આલય:-"બહુ ખુશ થઈ ગઈ મા, તને મળવા આતુર."

મૌસમ :-"ચોક્કસ મળવા આવીશ તારી મમ્મીને પણ મને શું લાગે છે આ બહુ તે જલ્દી ન કહી દીધું ?મારે તો filmy ટાઈપ પ્રેમી પંખીડા બની ને છુપાવી ને બહાના બતાવીને હજી તને પ્રેમ કરવો હતો."

આલય :-"એ મેડમ આ ફિલ્મ નથી તારે તો ઊલટાનું ખુશ થઈ જવું જોઈએ કે તારી એન્ટ્રી મારા ઘરમાં આટલી આસાનીથી થઈ ગઈ."

મૌસમ:-"હું ખુશ ખૂબ ખુશ પણ મારો સ્વભાવ તો તને ખબર જ છે ને જિંદગીમાં રોમાંચ ગમે અને આતો મારી જિંદગીનો ફર્સ્ટ એન્ડ લાસ્ટ રોમાન્સ છે પણ ચિંતા ન કરતો મારા પક્ષે હજુ કાંઈ નહીં કહેવાની, થોડું ચોરીછૂપીથી પ્રેમ કરવાની મજા લઈ લો પછી કહીશ."

આલય :-"મૌસમ ઍટલે મૌસમ..."

"તારામાં હું ને મારામાં તું......
ચાલ આમ જ માણીએ એકબીજાંના પ્રેમના પગરવને..."

મૌસમ :-"તારા વિના અધૂરી."
આલય :-"હું તારાથી પરિપૂર્ણ આમ જ સાથે રહેજે."
મૌસમ :-"ચાલ કાલથી રહેવા લાગીએ."
આલય :-"એમ નહિ, કાલે તું આવવાની કોલેજ?"
મૌસમ :-"ત્યાંથી જ ભાગી જવું છે?"

આલય :-"એમ ભાગીને નહીં તને તો ઓફિસીયલી વાજતે ગાજતે બધાના આશીર્વાદ લઈને મારા નામ સાથે નામ જોડીને, મોસમ આલય દેસાઈ બનાવીને તારો હક આપવો છે."

મૌસમની આંખ ભીની થઈ ગઈ....

આલય:-"અરે શું થઈ ગયું મારી મૌસમને ?કેમ કંઈ બોલતી નથી?"

મૌસમ:-"તને માણી રહી છું આલય."

આલય :-"બસ બસ બસ હવે આવી વધારે વાતો ન કર મને નીંદર પણ નહિ આવે.... કાલે મળીએ બાય...

શું હશે આગળ આલય અને મોસમ નું ભવિષ્ય અને
એ યુવાન કેમ ઓળખે મોસમને????

જોઈશું આવતા ભાગમાં

(ક્રમશ)