Love Revenge -2 Spin Off - 23 books and stories free download online pdf in Gujarati

લવ રિવેન્જ-2 Spin Off - Chapter 23

વાચકમિત્રો,



સિદ્ધાર્થ....લાવણ્યા....અંકિતા...કામ્યા....ઝીલ ....!



મારાં જે વાચકોએ મારાં દ્વારાં લખાયેલી નવલકથા લવ રિવેન્જ વાંચી હશે તે વાચકો નવલકથાનાં ઉપરોક્ત પાત્રોને ઓળખતાંજ હશે.



લવ રિવેન્જ નવલકથાને તેમજ તેનાં લગભગ બધાંજ પાત્રોને વાચકોએ મારાં ધાર્યા કરતાં અનેકગણો વધુ સારો પ્રતિસાદ અને અનહદ પ્રેમ આપ્યો. ફીડબેકમાં અનેક કોમેંન્ટ્સ અને મેસેજીસ કરીને વાચકોએ મારો ઉત્સાહ પણ અનેકગણો વધારી દીધો.



હવે આજ પાત્રોને લઈને મેં લખેલી એક નાનકડી શોર્ટ સ્ટોરી એટ્લે



“હાલ કાના’ મને દ્વારકાં દેખાડ..!”

ટૂંકમાં સમયમાં આ શોર્ટ સ્ટોરીનું હું લખાણ પૂરું કરવાં જઈ રહ્યો છું.

આ સ્ટોરી આવતાં વર્ષે બૂક ફેસ્ટિવલમાં હાર્ડકૉપી સ્વરૂપે રીલીઝ થવાની છે.

પરંતુ પ્રતિલિપિ ઉપર અને મારાં whatsappમાં જે વાચકો મારી જોડે કનેકટેડ છે એમાંથી જે વાચકોને એડવાન્સમાં આ સ્ટોરી વાંચવી હોય તેઓ મને મારાં whatsapp નંબર ઉપર મેસેજ કરીને આ સ્ટોરીની Graphic PDF (વાર્તાનાં પાત્રોની પ્રતિકાત્મક તસ્વીરો સાથે) મંગાવી શકે છે. (Graphic PDF ચાર્જેબલ રહેશે, અને એ ચાર્જ હાર્ડકોપીમાં કરતાં ઓછો એટલે કે discounted રહેશે).

એક ખાસ નોંધ- જે વાચકો પીડીએફમાં આ સ્ટોરી મંગાવે એ વાચકોને મારી રિકવેસ્ટ છે કે અન્ય કોઈને પણ ફોરવર્ડ નાં કરે. આમ કરવાંથી હાર્ડકોપમાં રીલીઝ કરનાર પ્રકાશક અને મને પણ ફાઈનાન્શિયલ લોસ થઈ શકે છે. આ સિવાય વાર્તાનાં બધાંજ હકો લેખકને આધીન હોવાથી તમે અન્ય કોઈને આ સ્ટોરીની પીડીએફ વેચી પણ નાં શકો (એ ગેરકાયદેસર પણ છે).

હાર્ડકોપીમાં રીલીઝ થવાની હોવાથી આ સ્ટોરી હું Matrubharati ઉપર પબ્લીશ કરી શકીશ નહીં, જેની Matrubharati નાં વાચકોએ ખાસ નોંધ લેવી.

આ શોર્ટ સ્ટોરીને લવ રિવેન્જ નવલકથાની વાર્તા સાથે કોઈ લેવાંદેવાં નથી.

“Sid”

JIGNESH

Instagram: sid_jignesh19

Whatsapp-9510025519

****

લવ રિવેન્જ-2 Spin Off

પ્રકરણ-23



“હું આપડી સગાઈ તોડું છું...! તોડું છું...!” આરવે બોલેલાં એ શબ્દો હજીપણ નેહાના કાનમાં પડઘાઈ રહ્યાં હતાં.

“હવે આપડાં વચ્ચે કોઈ રિલેશન નથી...!”

“હવે આપડાં વચ્ચે કોઈ રિલેશન નથી...!”

હાંફળી-ફાંફળી થઈ ગયેલી નેહાએ તરતજ આરવને કૉલ લગાડ્યો. પણ આરવે તેનો ફોન એરોપ્લેન મોડ પર મૂકી દીધો હોવાથી કૉલ લાગ્યો નઈ.

“આ શું કરી નાંખ્યું તે....!?” નેહા ડૂસકાં ભરી-ભરીને રડવાં લાગી “નઈ...નઈ....! હું એમ આપડો રિલેશન નઈ તૂટવા દવ....! ઓલી ફાલતુના લીધે તો નઈજ....!”

ડૂસકાં ભરતાં-ભરતાં નેહા એકલાં-એકલાં બોલતી રહી. તેણીએ વધુ એક-બેવાર આરવને કૉલ કરી જોયો. જોકે આરવનો ફોન લાગ્યોજ નઈ.

કશુંના સમજાતાં નેહા ક્યાંય સુધી રડતી રહી.

“અરે હાં....! સિદ્ધાર્થ.....!” નેહાને છેવટે સિદ્ધાર્થ યાદ આવી જતાં તેણીએ સિદ્ધાર્થને કૉલ કરવાં પોતાનાં મોબાઈલમાં તેનો નંબર કાઢ્યો.

બે-ત્રણવાર રીંગો વાગી જવાં છતાં સિદ્ધાર્થે નેહાનો કૉલ રિસીવ ના કર્યો.

“પ્લીઝ ફોન ઉપાડ....! આઈ નીડ યુ...! ઈટ્સ અર્જન્ટ...!”

સિદ્ધાર્થે ફોન ના ઉઠાવતાં નેહાએ whatsappમાં મેસેજ કર્યો. થોડીવાર પછી સિદ્ધાથે મેસેજ જોઈ લેતાં બ્લ્યુ ટીક આવી ગઈ.

બ્લ્યુ ટીક જોતાંજ નેહાએ સામેથી સિદ્ધાર્થને વધુ એકવાર કૉલ કર્યો.

“હેલ્લો...સિડ...!?” સિદ્ધાર્થે કૉલ રિસીવ કરી લેતાં નેહા ઉચાટભર્યા સ્વરમાં બોલવાં લાગી “ક્યાં છે તું...!? અમદાવાદ આયને પ્લીઝ....! મારે જરૂર છે તારી....!”

“શ...શું થયું....!?” સિદ્ધાર્થે સહેજ નવાઈપૂર્વક પૂછ્યું.

“ફોન પર નઈ...! તું...તું અમદાવાદ આય....! આજેજ ...! અત્યારેજ....!” નેહા જિદ્દ કરતી હોય એમ હકથી બોલી “હું વેટ કરું છું....! બાય....!”

“અરે પણ...!” સિદ્ધાર્થ બોલવાં જતો હતો ત્યાંજ એટલું કહીને નેહાએ કૉલ કટ કરી દીધો.

“એવું તો શું થયું હશે....!?” સિદ્ધાર્થ વિચારે ચઢી ગયો.

****

નેહા સાથે સગાઈ તોડી ફોન સ્વીચ ઓફ કરીને આરવ ચાય-સુટ્ટાનાં પાર્કિંગમાં આવીને બેઠો હતો. સાંજ સુધી આરવ ત્યાંજ એકલો બેસી રહ્યો હતો અને આખાં દિવસમાં ત્રણ-ચારથી પેકેટ સિગરેટના ફૂંકી માર્યા હતાં.

“આજે તો મારે પણ ફેંસલો કરીજ દેવો છે....!” આખો દિવસ લાવણ્યા વિષે યાદ કરતાં-કરતાં આરવ બબડ્યો “લાવણ્યા....! આજે તારે પણ નક્કી કરવુંજ પડશે....! યા તો હું....! યા તો તારાં એ ફાલતું લોકો....!”

ક્યાંય સુધી વિચારતાં-વિચારતાં આરવે છેવટે એરોપ્લેન મોડ ઉપર રાખેલાં પોતાનાં મોબાઈલની સ્ક્રીન ઓન કરી ટાઈમ જોયો.

“છ વાગવાં આયાં....!” આરવ બબડ્યો “બર્થડે પાર્ટી સાતેક વાગે છે...!”

પતવા આવેલી સિગરેટ નીચે ફેંકીને આરવ પોતનાં બાઈકની સીટ ઉપર સીધો બેઠો અને ડબલ સ્ટેન્ડ કરેલાં બાઈકને સ્ટેન્ડ ઉપરથી નીચે ઉતારીને સેલ માર્યો.

બાઈક રોડ ઉપર લઈને આરવે એસજી હાઈવે ફૂડ ટ્રક પાર્ક તરફ મારી મુક્યું.

***

“અનબીલીવએબલ....! આરવ આવું કરી શકે છે....!?” સિદ્ધાર્થ આઘાત પામીને બોલ્યો.

સાંજે અમદાવાદ આવી પહોંચેલાં સિદ્ધાર્થને નેહાએ બધું કહી દીધું. હતું. બંને રિવરફ્રન્ટ મળ્યાં હતાં.

“આ મારી ઇન્સલ્ટ છે....!” કારનાં ટેકે ઉભેલાં સિદ્ધાર્થને સામે ઊભેલી નેહાએ આગ ઝરતી આંખે કહ્યું “એક ફાલતું રખડેલ છોકરી માટે મારી જોડે સગાઈ તોડીને એણે મારી ઇન્સલ્ટ કરી છે....!”

લાવણ્યાને યાદ કરીને નેહા દાંત ભીંચીને બોલી. નેહાનાં ચેહરાનાં ચેહરા ઉપર આવી ગયેલાં ગુસ્સાં અને અણગમાંનાં ભાવો સિદ્ધાર્થ જોઈ રહ્યો.

“એક એવી છોકરી....! જેનું કઈં નક્કી ના હોય...રાતે કોની જોડે સૂવે અને સવારે કોની જોડે ઊઠે...!” નેહા ભારોભાર નફરતથી બોલી રહી હતી “એવી છોકરી માટે એણે મારી જોડે સગાઈ તોડી....!? મારી જોડે....!? સમજે છે શું આરવ પોતાને...!? હેં...!?”

હાંફી રહી હોય એમ નેહાએ પૂછ્યું અને સિદ્ધાર્થ સામે જોઈ રહી. તેણીનાં આંખોમાં રહેલાં ગુસ્સાં, અણગમાં અને તેણીનાં પ્રશ્નનો સિદ્ધાર્થ પાસે કોઈ જવાબ ન હોવાથી સિદ્ધાર્થે શરમથી નજર ઝુકાવી આડું જોઈ લીધું.

આરવ વિષે વિચારતાં-વિચારતાં સિદ્ધાર્થ આડું જોઈ રહ્યો અને નકારમાં માથું ધૂણાવી રહ્યો.

“હું પપ્પાને વાત કરું છું...!” થોડીવાર પછી સિદ્ધાર્થે નેહા સામે જોઈને કહ્યું અને પોતાનાં જીન્સનાં ખિસ્સામાંથી મોબાઈલ કાઢવાં લાગ્યો.

“નાં....!” નેહા બોલી “તું પે’લ્લાં એની જોડેજ વાત કર....! એનેજ સમજાય....!”

સિદ્ધાર્થ પાછો વિચારે ચઢી ગયો. એડોપ્શન વાળી વાત પછી સિદ્ધાર્થ અને આરવ વચ્ચે ભાગ્યેજ કોઈ વાતચિત થઈ હતી. એટ્લે સુધી, કે લગભગ છ-આઠ મહિના એ વાત થયે (આરવ-નેહાની સગાઈ વખતે) થઈ જવાં છતાંય હજુપણ બંને વચ્ચે કોઈ ખાસ વાતચિત થઈ નહોતી. દિવાળીનાં તહેવારમાં પણ આરવ બરોડા આવ્યો ત્યારે પણ માત્ર ઔપચારિકતાં પૂરતી વાત થઈ હતી. બંને ભાઈઓ વચ્ચેનો રિલેશન આજે એ સ્ટેજે આવી ગયો હતો, કે એડોપ્શનવાળી વાત પછી બંનેએ લગભગ એકેયવાર ફોન ઉપર વાતચીત નહોતી કરી. અગાઉ આરવને કોઈ પ્રોબ્લેમ હોય તો તે સિદ્ધાર્થ સાથે ફોન ઉપર ડિસકસ કરતો, કે અમસ્તુંજ સિદ્ધાર્થને પોન કરીને હેરાન કરતો, મજાક-મસ્તીમાં, જોકે એડોપ્શનવાળી વાતને આજે આટલાં મહિનાં વિતી જવાં છતાંય બંનેએ એકેયવાર એકબીજાંને કૉલ નહોતો કર્યો.

એક ઊંડો શ્વાસ ભરી સિદ્ધાર્થે છેવટે પોતાનો મોબાઈલ અનલોક કર્યો અને આરવનો નંબર કાઢી ડાયલ કર્યો.

આરવે ફોન એરપ્લેન મોડ ઉપર મૂક્યો હોવાથી બે-ત્રણ વાર ડાયલ કરવાં છતાંય તેનો નંબર નાં લાગ્યો.

“અમ્મ...! એનો નંબર નઈ લાગતો....!” આરવનો નંબર નાં લાગતાં સિદ્ધાર્થને જાણે હાશ થઈ હોય એમ બોલ્યો.

“કોઈ વાંધો નઈ..!” નેહા શાંતિથી બોલી અને પોતાનાં મોબાઈલનું સ્ક્રીન સેવર ઓન કરી ટાઈમ જોઈ મનમાં બબડી “સાડાં છ થયાં છે....!”

“મને ખબર છે એ ક્યાં હશે...!” નેહાએ સિદ્ધાર્થ સામે જોઈને શાંત સ્વરમાં કહ્યું અને કારની ડ્રાઇવિંગ સીટની બાજુની સીટમાં બેસવાં બોનેટ આગળથી જવાં ચાલવા લાગી.

સિદ્ધાર્થ નવાઈપૂર્વક નેહાને બીજી તરફ જતાં જોઈ રહ્યો. નેહા બીજી બાજુ જઈને કારનાં દરવાજા પાસે ઊભી રહી. થોડીવાર સિદ્ધાર્થે તેણી સામે જોઈ રહીને પોતાની બાજુ ડ્રાઇવિંગ સીટનો દરવાજો ખોલ્યો અને અંદર બેઠો. નેહા પણ દરવાજો ખોલીને સિદ્ધાર્થની બાજુની સીટમાં બેઠી.

“એસજી હાઈવે લઈલે....!” સીટમાં બેસીને નેહા કઠોર સ્વરમાં સામેની બાજુ જોઈ રહીને બોલી “ફૂડ ટ્રક પાર્ક....!”

***

“આખો દિવસ પૂરો થઈ ગ્યો....! તોય આ છોકરાંએ એનો ફોન ચાલું નઈ કર્યો...!” પોતાનાં બેડરૂમની બાલ્કનીમાં આંટા મારી રહેલી લાવણ્યા કયારની આરવનો નંબર ટ્રાય કરી રહી હતી.

“હું તને કેમની સમજાવું હની....!” લાવણ્યા એકલાં-એકલાં બબડી રહી “તું મને જેવી ગણે છે એવી હું નઈ..!”

ક્યાંય સુધી લાવણ્યા બાલ્કનીમાં આંટાફેરાં મારતી રહી અને થોડી-થોડી વારે આરવનો નંબર ટ્રાય કરતી રહી.

ઘણો થાય કર્યા પછી પણ જ્યારે આરવનો નંબર નાં લાગ્યો, તો લાવણ્યાએ અક્ષયને કૉલ લગાડ્યો.

“હેલ્લો... અક્ષય...!?” અક્ષયે ફોન ઉઠાવતાંજ લાવણ્યા ઉચાટભર્યા સ્વરમાં બોલી.

“હાં...! શું...!?” સામેથી અક્ષય નીરસ સ્વરમાં બોલ્યો.

“આરવનો ફોન નઈ લાગતો...! ક્યાં છે એ....!?” લાવણ્યા એવાંજ ઉચાટભર્યા સ્વરમાં બોલી.

“મને નઈ ખબર...!” અક્ષય બોલ્યો.

“તું એનો બેસ્ટ ફ્રેન્ડ છે...! તોય તને નઈ ખબર...!?” લાવણ્યા સહેજ નારાજ સૂરમાં બોલી.

“મેં તો એને ગઈ કાલેજ કઈ દીધું ‘તું...! કે આજે લાસ્ટ પેપર પતે પછી હું કૉલેજમાં રોકવાંનો નઈ....!” અક્ષય સહેજ ચિડાઈને બોલ્યો “એટ્લે હું નીકળી ગ્યો ‘તો...! પેપર પત્યા પછી હું એને મલ્યો જ નઈ....!”

“પણ ...પણ મારે એની જોડે વાત કરવી છે...! એનો ફોન બંધ આવે છે...! તને ખબર હોય એ ક્યાં છે...! તો તું જઈને વાત કરને...! યા તો મને કે’…! હું આવું...!”

“અમારે ટ્રેન પકડવાંની છે...! હું મારાં ફેમિલી જોડે શિમલા વગેરે ટૂરમાં જવાં નિકળું છું...!” અક્ષય સહેજ વધુ ચિડાયો.

“અરે તને આજેજ જતું રે’વાની શું ઉતાવળ આઈ ગઈ...!?” લાવણ્યા જાણે અક્ષયને ધમકાવતી હોય એમ બોલી “હજીતો આજે એક્ઝામ પતી...! હું પણ થોડાં દિવસ પછી જવાની છું...!”

“મારાં પપ્પાં એસબીઆઈમાં બેન્ક મેનેજર છે...! એમને દર વર્ષે ઉનાળામાં ફ્રી ફેમિલી ટૂર મલે છે...!” પરાણે પોતાને શાંત રાખતો હોય એમ અક્ષય દાંત દબાવીને બોલ્યો “અને આજે એ ફેમિલી ટૂરની ટ્રેનની ટિકિટની ડેટ છે...! તને કોઈ તકલીફ છે..!? હું આજે જાવ તો...!?”

હેલ્પલેસ થઈ ગયેલી લાવણ્યા ઢીલી થઈને બાલ્કનીમાં મૌન થઈને ઊભી રહી.

“હવે હું મૂકું ફોન..!?” અક્ષય વેધક સ્વરમાં બોલ્યો “અમારે ટ્રેન પકડવાની છે...!”

“બીપ....બીપ...બીપ...!” એટલું કહીને અક્ષયે કૉલ કટ કર્યો.

ફોન કાને ધરી રાખીને લાવણ્યા એજ રીતે હેલ્પલેસ થઈને ઊભી રહી.

“કોઈ વાંધો નઈ...!” પોતાની ભીની થઈ ગયેલી આંખને લૂંછતાં લાવણ્યા પોતાનું મન કઠણ કરતાં બબડી “હવે તું જાતે મારી જોડે વાત નાં કરે...! ત્યાં સુધી હુંય નઈ બોલું તારી જોડે....! હુંહ...!”

આરવથી નારાજ થઈ હોય એમ લાવણ્યા બબડી અને વિશાલની બર્થ ડે પાર્ટી માટે તૈયાર થવાં પોતાનાં રૂમમાં જતી રહી.

***

“અરે આરવ..! તમે...!? આજે....!?” ફૂડ ટ્રક પાર્કમાં ગિટાર લઈને આવી પહોંચેલાં આરવને જોઈને ફૂડ ટ્રક પાર્કનાં મેનેજરે નવાઈપૂર્વક પૂછ્યું “આજે તો ગુરુવાર છે....! તો પછી આજે કેમ...!?”

“એક ફ્રેન્ડની બર્થ ડે પાર્ટી છે...!” આરવ શક્ય નોર્મલ સ્વરમાં બોલ્યો “એટ્લે એનાં માટે આજે સોંન્ગ ગાવાનું છે....! તમને વાંધો તો નઈને...!?”

“અરે હોય.....!” મેનેજર ખુશ થતાં બોલ્યો “આજે અમારે ત્યાં બર્થડે પાર્ટીનું બૂકિંગ છેજ....! જો એ તમારાં ફ્રેન્ડ હોય...! તો મને શું વાંધો તમે સિંગિંગ કરો એનાથી...!?”

મેનેજરે હાં પાડતાં આરવે પરાણે સ્મિત કર્યું અને ખભે ભરાવેલું પોતાનું ગિટાર ઉતારી હાથમાં લીધું.

“કેરી ઓન...!” મેનેજર સ્મિત કરીને બોલ્યો અને પાછો ફરીને સ્ટેજની પાછળ બનેલી ફૂડ ટ્રક પાર્કની બિલ્ડીંગ તરફ જવાં પાછો ફર્યો.

‘ “અમ્મ..! તમારે અહિયાં ડ્રિંક કરવાની પરમિટ છે...!?” થોડાં સંકોચ સાથે આરવે મેનેજરને ટોકીને પૂછ્યું.

“ઓફિશિયલી તો નથી....!” મેનેજર બોલ્યો પછી આજુબાજુ જોઈને આરવ સામે જોઈને બોલ્યો “પણ...તમારે ડ્રિંક કરવું હોય તો....!”

સહેજ લુચ્ચું સ્મિત કરીને મેનેજર આરવ સામે જોઈ રહ્યો.

***

“મને એમ હતું કે આરવ વિકેન્ડમાં અહિયાં સિંગિંગ માટે આવે છે...!” કારમાં બેઠેલાં સિદ્ધાર્થે સામે દેખાતાં ફૂડ ટ્રક પાર્કનાં એન્ટ્રન્સ ઉપર ગોળાકાર શેપમાં લાગેલાં પતરાંનાં બોર્ડ સામે જોઈને જોડે બેઠેલી નેહાને કહ્યું “આજે તો ગુરુવાર છેને....!?”

“હાં....! પણ આજે અમારી કૉલેજનાં વિશાલની બર્થ ડે પાર્ટી અહિયાં છે...!” નેહા બોલી.

“ઓહ....! વિશાલ આરવનો ફ્રેન્ડ છે...!? એટ્લે આજે બર્થ ડે માટે ...!”

“નાં....!” નેહા વચ્ચે વાત કાપતાં બોલી “વિશાલ ઓલી રખડેલનો ફ્રેન્ડ છે....!”

નેહા ફરીવાર એવીજ ભારોભાર નફરતથી બોલી.

“અને એ રખડેલ વિશાલની બર્થ ડે પાર્ટીમાં ચોક્કસ આવશે...! એટ્લે આરવ પણ આવશેજ...!” નેહા બોલી.

ફૂડ ટ્રક પાર્કનાં ગેટમાંથી એન્ટર થતાં લોકો તરફ નેહા શૂન્યમનસ્ક જોઈ રહી. થોડીવાર પછી કૉલેજનાં કેટલાંક અન્ય સ્ટુડન્ટ્સને અંદર એન્ટર થતાં જોઈ નેહાએ સિદ્ધાર્થ સામે જોયું.

“ચલ...!”

“હું કાર પાર્ક કરીને આવું...! તું અંદર જા....!” સિદ્ધાર્થ બોલ્યો.

“તું મને ગોતી લઇશને...!? આજે બર્થ ડે પાર્ટી છે...! એટ્લે કદાચ ભીડ હશે...!” નેહા બોલી “વિશાલને ભીડ ભેગી કરીને દેખાડો કરવાનો શોખ છે...!”

“પે’લ્લાં હું આરવને ગોતી લવ...! પછી તને ત્યાં ગોતી લઇશ....!” સિદ્ધાર્થ શાંત સ્વરમાં બોલ્યો અને સૂચક નજરે નેહા સામે જોઈ રહ્યો.

“એ સ્ટેજની આજુબાજુ હોવો જોઈએ...!” નેહા કારનો દરવાજો ખોલતાં-ખોલતાં વેધક સ્વરમાં ટોંન્ટ મારતાં બોલી “જ્યાં સુધી હું એને જાણું છું...! ઓલી રખડેલ માટે એ આજે સોંગ ગાવાંનું નાટક તો ચોક્કસ કરશે...!”

કારનો દરવાજો ધડ દઈને બંધ કરી નેહા ફૂડ ટ્રક પાર્કનાં ગેટ તરફ ચાલવા લાગી.

કારની વિન્ડોમાંથી સિદ્ધાર્થ નેહાને જતી જોઈ રહ્યો.

***

“હેપ્પી બર્થ ડે વિશાલ....!”

“હેપ્પી બર્થ ડે વિશાલ....!”

નેહા હજીતો વિશાલને ટોળુંવળીને ઉભેલાં કૉલેજ સ્ટુડન્ટ્સની જોડે પહોંચીજ હતી ત્યાંજ તેણીને જોયું કે બધાંની વચ્ચે ઉભેલો વિશાલ કેક કટ રહી હતો.

“વૂઊઊં......!” વિશાલે કેક કટ કરતાં બધાંએ તાળીઓ વગાડી ચિચિયારીઓ કરી.

નેહા જોકે બધાંનાં ટોળાંથી સહેજ પાછળજ ઊભી રહી. વિશાલને બર્થડે વિશ કરવામાં એમ પણ તેણીને કોઈજ રસ નહોતો.

વિશાલને કેક ખવડાવી રહેલાં ટોળાંને જોઈને કંટાળેલી નેહાએ આમતેમ જોઈ આરવને શોધવાંનો પ્રયત્ન કર્યો. સ્ટેજ સામે જોતાંજ નેહાનાં ભવાં સંકોચાઈ ગયાં.

સ્ટેજ ઉપર માઈકની જોડ મૂકેલી ચેયરમાં આરવ ગિટાર લઈને બેઠો હતો. નેહા આરવ સામે થોડીવાર જોઈ રહી પછી પાછું ફરીને આમતેમ ડાફોળીયાં મારવાં લાગી.

“આ સિદ્ધાર્થ કેટલે રહ્યો...!?” ગેટ તરફ આમતેમ જોઈને નેહા બબડી.

જોકે દેખાડો કરવાનાં શોખીન વિશાલે બર્થડે પાર્ટીમાં લગભગ કૉલેજનાં દોઢસો-બસ્સો સ્ટુડન્ટ્સને બોલાવ્યાં હતાં. આ સિવાય પણ આજે અમદાવાદની મોટાભાગની કૉલેજોમાં ફાઈનલ એક્ઝામનો છેલ્લો દિવસ હોવાથી ઘણી બધી કૉલેજોનાં સ્ટુડન્ટ્સ ફૂડ ટ્રક પાર્કમાં વેકેશન પહેલાં કૉલેજનાં લાસ્ટ ડેની જલસા પાર્ટી કરવાં ભેગાં થયાં હોવાથી ફૂડટ્રકમાં વિકેન્ડ કરતાં પણ ભારે ભીડ ભેગી થઈ ગઈ હતી. આ સિવાય ફૂડ ટ્રક પાર્કમાં અન્ય પબ્લિક પણ હોવાથી ભીડ એટલી હતી કે લગભગ પગ મૂકવાની જગ્યા નહોતી.

“આવી ગઈ રખડેલ...!” સિદ્ધાર્થને શોધવાં આમતેમ જોઈ રહેલી નેહા ગેટમાંથી અંદર પ્રવેશી વિશાલ અને બાકીનાં કૉલેજ સ્ટુડન્ટ્સ તરફ ભીડની વચ્ચેથી આવી રહેલી લાવણ્યાને જોઈને બબડી.

નેહાથી સહેજ દૂરથી ભીડમાં પસાર થતી લાવણ્યાએ જોકે બધાંથી સહેજ છેટે ઊભેલી નેહાને જોઈ નહીં અને તે વિશાલ જોડે આવીને ઊભી રહી.

નેહા હવે તેણીને વિશાલ જોડે વાત કરતાં જોઈ રહી.

“હેપ્પી બર્થ ડે વિશાલ....!” લાવણ્યાએ પરાણે નીરસ સ્વરમાં વિશાલને બર્થડે વિશ કર્યું.

“તું બવ લેટ આઈ...!” વિશાલે ફરિયાદનાં સૂરમાં કહ્યું “કેક પણ કપાઈ ગઈ...!”

“સોરી...અ...! મારે થોડું કામ હતું...!” લાવણ્યા એવાંજ નીરસ સ્વરમાં બોલી “હું ગિફ્ટ પણ ભૂલી ગઈ...સોરી...!”

“અરે તું આહિયાં આવ....!” એટલું કહીને વિશાલે લાવણ્યાને તેનાં બંને હાથ પકડીને પોતાની નજીક ખેંચી અને તેણીને જોરથી બાથમાં ભરી લીધી.

“છી....! સાલી વલ્ગર...!” વિશાલે લાવણ્યાને કચકચાવીને પોતાનાં બાવડાંમાં દબાવી દેતાં વિશાલની છાતી ઉપર ભીંસાતા લાવણ્યાનાં સ્તનો સામે જોઈને નેહા મોઢું બગાડીને બોલી.

“ગમે તેને ચોંટી જાય છે...!” નેહા એવુંજ મોઢું બગાડીને બોલી પછી નજર ફેરવીને આમતેમ જોઈ સિદ્ધાર્થને શોધવાં લાગી.

ભીડને લીધે સિદ્ધાર્થ ના દેખાતાં નેહાએ પોતાનાં મોબાઈલમાંથી સિદ્ધાર્થનો નંબર ડાયલ કર્યો.

“ક્યાં છે તું....!?” સિદ્ધાર્થે ફોન ઉપાડતાં નેહાએ પૂછ્યું.

“ભીડ બવ છે...! હું આ બાજુ છું...!” સિદ્ધાર્થ બોલ્યો “ગેટને અડીને જે દીવાલ છે ત્યાં..! પાવભાજીના ટ્રકની જોડે..!”

“ઓહ...!” નેહાએ આમતેમ જોયું.

સહેજ છેટે ફૂડ ટ્રક પાર્કમાં અંદરની બાજુ ગેટની જોડે લાઈનમાં પાર્ક કરેલાં ફૂડ ટ્રકમાંથી નેહાએ પાવભાજીનો ટ્રક શોધ્યો.

જોકે ટ્રકની જોડેનો પોલ લેમ્પ બંધ હોવાથી ત્યાં થોડું અંધારું હતું.

“મને તું હજી નથી દેખાતો...!” નેહા બોલી.

“ટ્રકની જોડે...! રેલિંગના ટેકે ઊભો છું...!” સિદ્ધાર્થ બોલ્યો “જો મારાં મોબાઈલની બેક લાઈટ ચાલુ કરીને હલાવું...!”

નેહાએ જોયું તો પાવભાજીનાં ટ્રકની જોડે બનાવામાં આવેલી એક લોખંડની રેલિંગના ટેકે સિદ્ધાર્થ ઊભો હતો. નેહાને કહ્યાં પછી તે પોતાનાં ફોનની લાઈટ ઓન કરીને હાથ ઊંચો કરી હલાવી રહ્યો હતો. આમ છતાં, ત્યાં અંધારું હોવાને લીધે નેહાને ફક્ત સિદ્ધાર્થનાં ફોનની લાઈટ અને લાઈટમાં દેખાતો તેનો થોડો હાથનાં કાંડા સુધીનો ભાગજ દેખાયો.

“ફ્રેન્ડ્સ....! આજે આપના માટે એક હેપ્પી સરપ્રાઈઝ છે...!” ત્યાંજ ફૂડ ટ્રકપાર્કનાં સ્ટેજ ઉપરથી માઇકમાં કોઈનાં બોલવાનો અવાજ સંભળાયો.

સિદ્ધાર્થ સાથે વાત કરતી નેહાએ ફોન કાને માંડી રાખીને સ્ટેજ તરફ જોયું.

વિશાલને વળગીને ઉભેલી લાવણ્યાની નજર હવે પણ સ્ટેજ ઉપર પડી.

“આપડી વચ્ચે આજે ફૂડ ટ્રક પાર્કનાં બિલવ્ડ વિકેન્ડ સિંગર આરવ છે...!” મેનેજર બોલી રહ્યો હતો.

હાથમાં ગીટાર લઈને માઈકની જોડે મુકેલી ચેયરમાં આરવ બેઠો હતો. તે ભીની આંખે વિશાલની જોડે અડીને ઉભેલી લાવણ્યા સામે જોઈ રહ્યો હતો.

“ ઓય...! તું આજે ભલે ગિફ્ટ નઈ લાવી...!” વિશાલે લાવણ્યાના કાનમાં ધીરેથી કહ્યું પછી ગંદુ સ્મિત કરીને લાવણ્યા સામે જોઈ આંખ મીંચકારી “ગિફ્ટના બદલે એકાદી કિસ આપી દેજે...! અને જો તારું મૂડ બની જાયતો....!”

વિશાલ પ્લીઝ.....!” લાવણ્યા મોઢું બગાડીને આઘી ખસી અને સ્ટેજ તરફ જોવાં લાગી.

“આરવ....!” પોતાની તરફ જોઈ રહેલાં આરવને જોઇને લાવણ્યાની આંખ ભીંજાઈ ગઈ.

લાવણ્યાએ આજે ઘણાં દિવસે આરવને થોડો વ્યવસ્થિત હાલતમાં જોયો હતો. બાકી જ્યારથી આરવ સ્મોકીંગ કરતો થયો હતો ત્યારથી તેની હેલ્થ ખરાબ થઈ હતી. તેની ખરાબ હાલત જોઈને તે ડિપ્રેશનમાં હોય એવું સ્પષ્ટ દેખાઈ આવતું. જાણે તેની બધી ઇનોસન્સ મરી ગઈ હોય એમ આરવ બસ ગુસ્સાંમાં એક પછી એક સિગારેટ પીધાં કરતો અને લઘરવઘર ફર્યા કરતો. પણ આજે ઘણાં દિવસે જાણે એજ જૂનો માસૂમ આરવ જીવંત થયો હતો. આરવે આજે તેનો ફેવરિટ બ્લેક કલરનો ચાઇનીઝ કોલરવાળો શર્ટ અને ખાખી કાર્ગો પેન્ટ પહેર્યું હતું. આરવ મોટેભાગે ચાઈનીઝ કોલરવાળાં શર્ટજ પહેરાતો. લાવણ્યાને પણ આરવ એવાં શર્ટમાં બહુ ગમતો.

ઘણાં દિવસે પહેલાં જેવાં આરવને જોઈને લાવણ્યા ભીની આંખે મલકાઈ ઉઠી.

“ઓકે...તો આરવ...! પ્લીઝ રોક ધ સ્ટેજ...!” મેનેજર પોતાનું બોલવાનું પૂરું કરીને ત્યાંથી જતો રહ્યો.

હવે માઈક સરખું કરીને આરવે બોલવાનું શરૂ કર્યું. નેહાનો કૉલ કટ કરીને અંધારામાં રેલિંગનાં ટેકે ઉભેલાં સિદ્ધાર્થે પણ હવે સ્ટેજ તરફ જોવાં માંડ્યુ.

“આમ તો આજે સેટરડે કે સન્ડે નથી....!”લાવણ્યાની જોડે ઉભેલો વિશાલ કંઈ બોલવાં જ જતો હતો ત્યાંજ સ્ટેજ ઉપર ચેયરમાં બેઠેલો આરવ માઈકમાં બોલવાં લાગ્યો “પણ....! આજે મારે કોઈક સ્પેશલ વ્યક્તિ માટે ગાવુંછે....! મારાં દિલની વાત કહેવી છે...!”

એટલું બોલી આરવ થોડું અટકાયો અને લાવણ્યા સામે એકાદ ક્ષણ જોઈ રહીને ઓડિયન્સ સામે આગળ બોલ્યો-“આઈ હોપ હું તમને બોર નઈ કરું....!”

“વૂઊઊં......!” તાળીઓ સાથે ફૂડ ટ્રકપાર્કમાં હાજર પબ્લીકે આરવને વધાવી લીધો.

લાવણ્યાની એકદમ અડીને તેણી જોડે ઉભેલાં વિશાલને જોઈ આરવે એક દર્દભર્યું સ્મિત કરી લાવણ્યા સામે જોયું પછી ગીટાર ઉપર એક ફેમસ હિન્દી મુવીનાં એક રોમેન્ટિક સોન્ગની ટ્યુન વગાડવાની શરું કરી.

ટ્યુન સાંભળતાજ લાવણ્યાને એ સોન્ગ યાદ આવી ગયું અને તેનાં હોંઠ મલકાઈ ઉઠ્યા. એ હમણાંજ રીલીઝ થયેલી એક રોમેન્ટીક હિન્દી મૂવીનું સોંન્ગ હતું જે લાવણ્યા ઘણીવાર સાંભળી ચૂકી હતી.

“મેરી બેચેનીઓ કો ......ચેન મિ...લ જાયેએ......!”

ગીટાર ઉપર સોન્ગની ટ્યુન વગાડતાં- વગાડતાં આરવે ગાવાનું શરુ કર્યું.

“તેરાંઆ..... ચેહરાઆ....જબ નઝર આયે....!

તેરાંઆ..... ચેહરાઆ....જબ નઝર આયે....!”



મેરે દીવાનેપન કોઓ... સબ્ર મિ...લ જાયેએ......!

તેરાંઆ..... ચેહરાઆ....જબ નઝર આયે....!”

“સનમ તેરી કસમ” મૂવીનું એ ગીત આરવની મધુર અવાજમાં ફૂડટ્રક પાર્કમાં હાજર લોકો મુગ્ધ થઈને સાંભળી રહ્યાં.

“ઝીક્ર તુમ્હારા.... જબ જબ હોતાં હૈ....!

દેખોના આંખોસે ભીગા ભીગા પ્યાર.......બેહ જાતા હૈ....!

સોન્ગ ગાતાં-ગાતાં આરવ લાવણ્યા સામે ભીની આંખે જોઈ રહ્યો હતો.

મેરી તન્હાઈઓ કો...! નૂર મિ....લ જાયેએ....!

તેરાંઆ..... ચેહરાઆ....જબ નઝર આયે....!

તેરાંઆ..... ચેહરાઆ....જબ નઝર આયે....!”

પોતાની તરફ ભીની આંખે જોઈને ગાઈ રહેલાં આરવનાં એ માસૂમ ચેહરાને જોઈને લાવણ્યાની આંખ પણ ભીની થઈ ગઈ.

લાવણ્યા જાણતી હતી, કે આરવ આ ગીત કોનાં માટે ગાઈ રહ્યો હતો અને કેમ ગાઈ રહ્યો હતો.

નેહા પણ આરવને સોંન્ગ ગાતો જોઈ રહી હતી. જે રીતે આરવ લાવણ્યા માટે પોતાની ફિલિંગ એક્સ્પ્રેસ કરતું સોંન્ગ ગાઈ રહ્યો હતો, તે જોઈને નેહા દાંત ભીંચીને નફરતથી વિશાલ જોડે ઊભેલી લાવણ્યાને જોઈ રહી.

પાવભાજીના ફૂડ ટ્રક જોડે રેલિંગને અડીને અંધારામાં ઉભેલો સિદ્ધાર્થ પણ સ્ટેજ ઉપર આરવને સોંન્ગ પરફોર્મ કરતાં જોઈ રહ્યો હતો.

“મેરે હર રાસ્તે કો......! મંઝીલ મિ...લ જા...એ....!

તેરાંઆ..... ચેહરાઆ....જબ નઝર આયે....!

તેરાંઆ..... ચેહરાઆ....જબ નઝર આયે....!”

લાવણ્યાની જોડે ઉભેલાં વિશાલને જોઈને સોન્ગ ગાતાં-ગાતાં આરવનો ચેહરો સખત થઈ ગયો. લાવણ્યાની આંખ વધુ ભીંજાઈ ગઈ.

“બેરંગ હવાયે.... મુઝે ના જાને દે ગઈ સદા કયું અભી અભી...

હે સરફરોશી .....! એ આશકીભી જાયેગી જાં....! મેરી ઇસમેં કભી....!



“ઝીક્ર તુમ્હારા.... જબ જબ હોતાં હૈ....!

દેખોના હર લમ્હા .....તેરી દાસતાન.....! કેહ જાતા હૈ.....!

મેરી હર ઈક તડપ કો....! સુકુન મિલ જાયેએ.....

તેરાંઆ..... ચેહરાઆ....જબ નઝર આયે....!”

જે રીતે સોંન્ગ ગાતાં-ગાતાં આરવ ભીની આંખે લાવણ્યા સામે જોઈ રહ્યો હતો, સિદ્ધાર્થ પણ લાવણ્યા સામે જોઈ રહ્યો. આરવ જોડે સગાઈ પહેલાં નેહાએ સિદ્ધાર્થને પોતાનાં ઘરની બાલ્કનીમાંથી સોસાયટીમાં પોતાનાં ઘર તરફ જતી લાવણ્યાને બતાવીને તેણીની ઓળખ આપી હતી. આમ, સિદ્ધાર્થ લાવણ્યાને તેણીનાં ચેહરા અને નામથી ઓળખતો હતો.

આરવે જે છોકરી માટે થઈને નેહા જોડે સગાઈ તોડી એ લાવણ્યાને સિદ્ધાર્થ બે ઘડી જોઈ રહ્યો. વિશાલ વગેરેની જોડે સહેજ દૂર ઊભી હોવાં છતાં સિદ્ધાર્થ તેણીને ઓળખી શક્યો.

મધ્યમ લાંબા ભરાવદાર વાળ, ખૂબસૂરત ચેહરો, લાંબા પાર્ટી ડ્રેસમાં દેખાતું તેણીનું ઘાટીલું આકર્ષક ફિગર. પહેલી નજરે લાવણ્યા સિદ્ધાર્થને કોઈપણ છોકરાંને ગમી જાય એવી સુંદર અને આકર્ષક લાગી. જોકે સિદ્ધાર્થને તેણીમાં એવું કઈં ના દેખાયું જે નેહામાં નહોતું. આમ છતાં, નેહાએ ભારોભાર નફરત સાથે કીધેલાં એ શબ્દો લાવણ્યા સામે જોઈ રહેલાં સિદ્ધાર્થનાં કાનમાં પડઘાઈ રહ્યાં –

“એવું તો શું છે એ રખડેલમાં.....! જેનાં માટે આરવે મને નાં પાડી.... મને નાં પાડી..!?”

****

“Sid”

JIGNESH

Instagram: sid_jignesh19

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED