Love Revenge -2 Spin Off - 22 books and stories free download online pdf in Gujarati

લવ રિવેન્જ-2 Spin Off - Chapter 22

લવ રિવેન્જ-2 Spin Off

પ્રકરણ-22


“હાય...! કેટલાં વાગે નીકળે છે કૉલેજ જવાં...!?” વહેલી સવારે કૉલેજ જતાં-જતાં નેહાએ આરવને ફોન કરીને પૂછ્યું “મને લેતો જા ને...!”

“અમ્મ...! હું તો હજી ના’યો પણ નઈ....!” આરવ બહાનું કાઢીને બોલ્યો “તું કૉલેજ પોં’ચ....! આપડે બપોરે મલીશુ...! શંભુ પર...!”

“અરે વા ’સાચે...!?” નેહા ખુશ થઈને બોલી “સારું...સારું....! બાય...!”

“બાય....!” બંનેએ કૉલ કટ કર્યો.

બાઈક ઉપર બેઠેલાં આરવે ત્યાર પછી બાઈક જોધપૂર જવાં મારી મૂક્યું.

***

“હું તારી સોસાયટી આગળ ઊભો છું...! કેટલીવાર તારે...!?” વિશાલે ફોન ઉપર લાવણ્યાને પૂછ્યું.

“બસ...! પાંચ મિનિટ...! આઉજ છું..!” ઉતાવળા પગલે સોસાયટીના ગેટ બાજુ જઈ રહેલી લાવણ્યા બોલી.

“બવ કરી યાર....! મારે ચ્હા-નાસ્તો કરવાનો પણ બાકી છે...!” વિશાલ બોલ્યો.

“હાં..! તો આપડે પે’લ્લાં ખેતલાપા જઈએને...! પછી કૉલેજ...!” લાવણ્યા બોલી “તું નાસ્તો કરી લેજે...!”

“હમ્મ.....! જલ્દી આય...!” બંનેએ કૉલ કટ કર્યો.

***

“નેહા નીકળી ગઈ હશે....!” લાવણ્યાની સોસાયટીના સામે રોડની બીજી બાજુ બાઈક ઉપર બેઠેલો આરવ કોર્નર ઉપર નેહાના ઘર સામે જોઈને બબડ્યો.

આરવ હજીતો નેહાના ઘર સામે જોઈજ રહ્યો હતો ત્યાંજ તેની નજર ગેટમાંથી બહાર નીકળી રહેલી લાવણ્યા ઉપર પડી.

ગેટમાંથી લાવણ્યાને બહાર નીકળતાં જોઈને આરવે તેનાં બાઈકનો સેલ મારવાં માંડ્યો.

જોકે ગેટની બહાર નીકળી લાવણ્યા તરતજ જમણી બાજુ વળી ગઈ અને બાઈક લઈને ઉભેલાં કોઈ છોકરાં તરફ જવાં લાગી.

“વિશાલ...!?” બાઈક ઉપર બેઠેલાં વિશાલને ઓળખી ગયેલો આરવ બબડ્યો અને લાવણ્યાને વિશાલનાં બાઈકની સીટ ઉપર બેસતાં જોઈ રહ્યો.

વિશાલનાં શૉલ્ડર ઉપર હાથ મૂકીને લાવણ્યા ઘોડો કરીને તેની પાછળ બેઠી.

લાવણ્યાને વિશાલની પાછળ બેસતાં જોઈને આરવનું મગજ તપી ઉઠ્યું.

વિશાલ તેનું બાઈક મેઈન હાઈવે તરફ ફેરવીને ઉભો હતો. તેની પાછળ બેઠેલી લાવણ્યાની પીઠ આરવ તરફ હતી. લાવણ્યા બેસી જતાં વિશાલે બાઈક હાઈવે તરફ મારી મૂકી. બેધ્યાન લાવણ્યાનું ધ્યાન રોડની સામે ઉભેલાં આરવ તરફ નહોતું.

હાઈવે તરફ જઈ રહેલાં વિશાલની પાછળ બેઠેલી લાવણ્યાની પીઠ તરફ આરવ ગુસ્સામાં તાકી રહ્યો. થોડીવારમાં તેઓ દેખાતાં બંધ થયાં. ગુસ્સે થયેલાં આરવે પોતાનું બાઈક કૉલેજ જવાં સેટેલાઈટ રોડ તરફ મારી મુક્યું.

કૉલેજ જતાં રસ્તામાં આવતાં ચાય-સુટ્ટા કાફે આવીને આરવે પાર્કિંગમાં બેઠાં-બેઠાં સિગરેટનું એક પેકેટ ફૂંકી માર્યું. લગભગ અડધો કલ્લાક પછી આરવ વધુ એક સિગરેટનું પેકેટ ખિસ્સામાં મૂકી કૉલેજ આવ્યો.

કૉલેજની બહાર બાઉંન્ડરી વોલની પેવમેન્ટ જોડે આરવે પોતાનું બાઈક ઉભું કર્યું અને ત્યાંજ ઉભાં રહીને પેવમેન્ટ ઉપર આમ-તેમ બેચેનીપૂર્વક આંટા મારતાં-મારતાં લાવણ્યાની આવવાની વેઈટ કરવાં લાગ્યો. જેમ-જેમ તે સમય વીતતો ગયો, આરવનો ગુસ્સો વધતો ગયો.

“તું કૉલેજ ન’તો આવતો....! તો એ એનાં લફંગાઓ જોડે રખડ્યા કરતી ‘તી...!” અક્ષએ કહેલાં શબ્દો આરવના કાનમાં પડઘાવા લાગ્યાં.

પોતાનાં વાળ ખેંચતાં-ખેંચતાં આરવ પોતાનો ગુસ્સો કાબૂ કરવાંનો પ્રયત્ન કરતો રહ્યો. થોડીવાર પછી કંટાળીને આરવ બાઈક ત્યાંજ રહેવા દઈને વોશરૂમ જવાં કૉલેજનાં કેમ્પસમાં જવાં લાગ્યો.

***

“બસ...બસ...! અહિયાંજ ઊભી રાખ...!” વિશાલનાં બાઇકની પાછલી સીટ ઉપર બેઠેલી લાવણ્યાએ કોલેજનાં કમ્પાઉન્ડમાં તેને બાઈક થોભવવાં કહ્યું “તું બાઈક પાર્કિંગમાં મૂકીને આવ....! હું કેન્ટીનમાં જાવ છું...!”

બાઈક ઉપરથી ઉતરીને લાવણ્યાએ કહ્યું. વિશાલે ડોકું હલાવી બાઈક પાર્કિંગ તરફ જવાં દીધું.

કોલેજનાં બિલ્ડિંગ તરફ જવાં માટે લાવણ્યાએ હજીતો બે ડગલાં ભર્યાજ હતાં ત્યાંજ સામે જોઈને તેનાં પગ થંભી ગયાં.

“આરવ.....!” સામે પેવમેંન્ટ ટ્રેક ઉપર વ્હાઈટ ચાઇનીઝ કોલર શર્ટ અને બ્લ્યુ જીન્સમાં આરવ ઊભો હતો.

બાઈકનો અવાજ સાંભળીને કૉલેજ બિલ્ડીંગ તરફથી બહાર આવી રહેલો આરવ પેવમેન્ટ ટ્રેક તેની સામે આવી રહેલી લાવણ્યાને જોઇને અટક્યો હતો. થોડીવાર સુધી તેણી તરફ ગુસ્સાંથી જોઈ રહ્યાં બાદ જ્યારે લાવણ્યાની નજર પર તેની ઉપર પડી ત્યારે આરવ તેણી તરફ જવાં લાગ્યો હતો.

આરવને પોતાની તરફ આવતો જોઈને લાવણ્યાની આંખ તરતજ ભીંજાઈ ગઈ. જોકે આરવનાં ચેહરા ઉપર હજીપણ એવાંજ ગુસ્સો અને નારાજગીનાં ભાવ હતાં.

બે-ત્રણ ડગલાં ભરીને લાવણ્યા આરવની નજીક ગઈ.

“આર..!”

“તું હજીપણ એવાંજ છોકરાંઓ જોડે ફરે છેને.....!?” લાવણ્યા બોલવાજ જતી ત્યાંજ આરવે વેધક સ્વરમાં લાવણ્યા સામે જોઈને પૂછ્યું.

“આરવ...! તને હજીપણ હું એવીજ...!”

“તું આ લોકો જોડે ફરવાનું બંધ કરીશ કે નઈ...!?” લાવણ્યાને ટોકીને આરવ કઠોર સ્વરમાં બોલ્યો.

લાવણ્યા ભીની આંખે આરવનાં ચેહરા સામે જોઈ રહી.

“બોલ....! તું આ લોકો જોડે ફરવાનું બંધ કરીશ કે નઈ...!?” આરવે ફરીવાર એવાંજ કઠોર સ્વરમાં પૂછ્યું એક ડગલું ઝડપથી લાવણ્યાની નજીક આવ્યો.



“આજે પંદર-વીસ દિવસે તું પાછો આયો...!” લાવણ્યા ગળગળા સ્વરમાં બોલવાં લાગી “એક ફોન નઈ....એક મેસેજ પણ નઈ....! ક્યાં ગયો’તો એ પણ ના કીધું....! તારી બેસ્ટફ્રેન્ડ તારાથી નારાજ હતી...તો ...તો એને મનાવાની જગ્યાએ ભાગી ગ્યો....! અને પાછો આઈને પણ આ જ પૂછવાનું હતું તારે...!? બોલ..!?”

“પે’લ્લાં મેં પુછ્યું એનો જવાબ આપ...!” લાવણ્યાની વાત અવગણીને આરવ એજરીતે ગુસ્સાંમાં બોલ્યો “તું એ લોકો જોડે ફરવાનું બંધ કરીશ કે નઈ....!?”

“તારે આજ વાત કરવી હોય....!” લાવણ્યા તેનો સ્વર માંડ સખત કરતાં બોલી “તો મારે નઈ બોલવું તારી જોડે...!”

એટલું કહીને લાવણ્યા ત્યાંથી કોલેજના બિલ્ડીંગ તરફ ચાલવાં લાગી.

“તું એવાં લોકોને છોડી નઈ શકતી...!” જઈ રહેલી લાવણ્યાને આરવે નારાજ સ્વરમાં કહ્યું “પણ તારા બેસ્ટફ્રેન્ડને છોડી શકે છે....!? નઈ....!?”

“આરવ....! તું કેમ....!”

“તે કોઈ દિવસ મને તારો બેસ્ટફ્રેન્ડ માન્યો જ નથી...! કોઈ દિવસ નઈ...!” રડુંરડું થઈ ગયેલો આરવ ગુસ્સે થઈને બોલ્યો અને કોલેજની બહાર જવાં ઉતાવળાં પગલે મેઈન ગેટ તરફ જવાં લાગ્યો.

“આરવ...! ઊભો રે’...! ક્યાં જાય છે...!?” હિલ પહેરેલી લાવણ્યા ચિંતાતુર સ્વરમાં બોલતાં-બોલતાં આરવની પાછળ દોડી “મારી વાત તો સાંભળ...! આરવ.....! હની....! ઊભો રે’ને....!”

લાવણ્યા માંડ-માંડ દોડી શકતી હતી.

“આરવ....! ઊભો રે’ને....! પ્લીઝ...!” લાવણ્યા બૂમો પાડતી રહી ‘ને આરવ ઉતાવળાં પગલે કોલેજનાં ગેટની બહાર નીકળી ગયો.

ગેટની જોડે બાઉંન્ડરી વોલની પેવમેન્ટ પાસે પાર્ક કરેલાં તેનાં બાઇક ઉપર ઝડપથી બેસી જઈને આરવે બાઇક ચાલું કરી દીધું.

“આરવ...! હની....! મારી વાત સાંભળ...!” આરવ બાઈક ઉપર બેસીને બાઈક ચાલું કરે ત્યાં સુધી લાવણ્યા લગભગ તેની જોડે પહોંચી ગઈ “આવી રીતે નાં જઈશને...! પ્લીઝ મારી વાત તો...!”

ગુસ્સે થયેલાં આરવે એક્સિલેટર ફેરવી દીધું અને સડસડાટ બાઈક ચાયસુટ્ટા કાફે તરફ મારી મૂક્યું.

“આરવ.....! આરવ.....!” લાવણ્યા ત્યાંજ ઊભી-ઊભી રડી પડી “પ્લીઝ....!”

***

“હાય...! ક્યાં છે તું...!?” નેહાએ આરવને મેસેજ કર્યો “લંચ બ્રેક પડી ગ્યો...! તું દેખાયો નઈ કૉલેજમાં...!?”

થોડીવાર સુધી નેહા આરવને કરેલાં મેસેજ સામે જોઈ રહી પછી વધુ એક મેસેજ ટાઈપ કરવાં લાગી.

“હું શંભુ ઉપર આઈ ગઈ છું...!”

લગભગ દસેક મિનિટ રાહ જોયાં પછી નેહાએ ફરીવાર એક મેસેજ કર્યો.

“કેટલીવાર...!?”

થોડીવાર પછી નેહાએ બે-ત્રણવાર કૉલ પણ કરી જોયાં. છતાંય આરવે એકેય કૉલ ના ઉઠાવ્યો.

ટાઈમ વિતતો ગયો. નેહા ત્યાંજ બેઠાં-બેઠાં આરવની કે તેનાં રિપ્લાયની રાહ જોતી રહી.

***

“તારે આજ વાત કરવી હોય....!”

“તો મારે નઈ બોલવું તારી જોડે...!”

ચાય-સુટ્ટા કાફેના પાર્કિંગમાં ઝાડ નીચે બાઈક પાર્ક કરી સીટ ઉપર બેઠાં-બેઠાં આરવ સીગરેટ ફૂંકી રહ્યો હતો.

અત્યાર સુધીમાં આરવે એક આખું પેકેટ સિગરેટ ફૂંકી મારી હતી. બીજાં પેક્ટમાંથી પણ આરવે બે સિગરેટ પી લીધી હતી.

“ટ્રીન....ટ્રીન....ટ્રીન.....!” શંભુ ઉપર બેઠેલી નેહા ક્યારની આરવને કૉલ અને મેસેજ કરે જતી હતી.

ફોનની સ્ક્રીન ઉપર નેહાનો નંબર જોઈને આરવે ફરીવાર તેણીનો કૉલ કટ કર્યો.

લાવણ્યાએ પણ આરવને અનેકવાર કૉલ-મેસેજ કર્યા હતાં. છતાં આરવે એકેયનો રિપ્લાય નહોતો આપો.

“બ્રો...! હું તો તને પે’લ્લેથી કે’તો...! કે એ ફાલતું છોકરી છે...!” બાઈકની સીટ ઉપર પગ લટકાવીને એકબાજુ બેઠેલાં આરવને જોડે ઉભેલાં અક્ષયે કહ્યું.

“ટ્રીન....ટ્રીન....ટ્રીન...!” વધુ એકવાર નેહાનો કૉલ આવ્યો.

અક્ષયને નંબર ના દેખાય એ માટે આરવે તેનાં મોબાઈલની સ્ક્રીન સહેજ ત્રાંસી ધરીને નંબર જોયો. આરવ એંગેજમેંન્ટ થઈ છે પણ કોની જોડે એ વાતથી અક્ષય અજાણ હોવાથી જેટલી વખત નેહાનો કૉલ આવ્યો હતો, આરવે આવુંજ કરતો હતો. નેહાનો નંબર સ્ક્રીન ઉપર જોઈને આરવ ચિડાયો અને નેહાનો કૉલ કટ થયાં પછી ફોન એરોપ્લેન મોડ ઉપર મૂકી ખીસ્સાંમાં સરકાવ્યો.

“તે હજી તારી ફિયાન્સનું નામ કીધું..!” આરવનું માઈન્ડ ડાયવર્ટ કરવાં અક્ષયે પૂછ્યું.

“પછી તું ગ્રૂપમાં બધાંને કઈ દઇશ...!” લાવણ્યા વિષે વિચારતાં-વિચારતાં આરવ ભાવવિહીન સ્વરમાં બોલ્યો “અને પછી આખાં કૉલેજને ખબર પડી જશે....!”

“અને લાવણ્યાને પણ...!” અક્ષય ટોંન્ટમાં બોલ્યો.

એક ભાવિવહીન નજર અક્ષય સામે જોઈને આરવે સામે શૂન્યમનસ્ક તાકવાં માંડ્યુ અને સિગરેટનો એક ઊંડો કશ ખેંચી ધુમાડો બહાર કાઢ્યો.

“હવે શું કરવું છે...!?”અક્ષયે પૂછ્યું.

“એ મારીજ થશે...!” આરવ એવાંજ સખત સ્વરમાં બોલ્યો અને બાઈકની સીટ ઉપર બેઠાં-બેઠાં પગ ફેરવીને સ્ટિયરિંગ તરફ સીધો થયો.

ઇગ્નિશનમાં ભરાવી રાખેલી ચાવી ફેરવીને આરવે બાઈકનો સેલ માર્યો અને બાઈક સ્ટેન્ડ ઉપરથી નીચે ઉતાર્યું.

“ક્યાં...!?” અક્ષયે નવાઈપૂર્વક પૂછ્યું.

“તું કૉલેજ જા....! અને એ ક્યાં જાય છે...! કોની જોડે જાય છે...! મને કૉલ કરીને કે’તો રે’જે...!” આરવ બોલ્યો.

તેનાં સ્વરમાં રહેલી લાવણ્યા માટેની જિદ્દ અક્ષય પારખી શક્યો.

“યાર...! સાવ આવું...!? જાસૂસી કરવાનું...!?” અક્ષય ચિંતાતુર સ્વરમાં બોલ્યો.

“તારે એક્સ્ટ્રા કોઈ એફર્ટ નઈ કરવાનો...!” બાઈકને રેસ આપતાં-આપતાં આરવ બોલ્યો “તને જ્યારે એ કોઇની જોડે જતી દેખાય...! ખાલી ત્યારેજ મને કે’તો રે’જે...!”

એટલું કહીને કહીને આરવે બાઈક રોડ તરફ મારી મૂક્યું.

“તારી આ જિદ્દનો એન્ડ બવ ખરાબ આવશે દોસ્ત...!” ચિંતાતુર નજરે જઈ રહેલાં આરવની પીઠ તાકી રહીને અક્ષય બબડ્યો.

***

“ફોન પણ નઈ ઉપાડતો...! મેસેજનો પણ રિપ્લાય નઈ આપતો...!” ગુસ્સે થઈને જતાં રહેલાં આરવને લાવણ્યાએ આખો દિવસ અનેકવાર મેસેજ કર્યા હતાં, આરવે એકેયવાર રિપ્લાય નો’તો કર્યો.

ઘરે આવ્યાં પછી પણ લાવણ્યાએ અનેકવાર આરવને ફોન કર્યો. આરવે એકેયવાર ફોન નાં ઉઠાવ્યો.

***

ત્યારપછીનાં દિવસોમાં પણ આજ સીલસિલો ચાલું રહ્યો. આરવ કોલેજ તો આવતો પણ લાવણ્યા સાથે લગભગ કોઈ વાત ના કરતો. લાવણ્યાએ અનેકવાર તેની સાથ વાત કરવાનો પ્રયત્ન કરી જોયો પણ આરવ એકની એક વાતનું રટણ કરતો રહેતો.

“યાં તો એ લોકોને છોડીદે....! યા તો મને.....!”

આરવને સમજાવાનાં લાવણ્યાએ અનેકવાર પ્રયત્નો કરી જોયાં. આમ છતાં, આરવે પોતાની જિદ્દ નાં છોડી અને એકની એક વાત “પકડી” રાખી. ફૂડ ટ્રક પાર્કમાં પણ દરેક વીક એન્ડ આરવ સોંન્ગ ગાવાં માટે જતો. કોલેજનાં અનેક ફ્રેન્ડ્સ અને લાવણ્યા પણ આરવને લાઈવ “જોવાં” જતી. આરવ જાણે લાવણ્યા માટેજ સોંન્ગ ગાતો હોય એવાંજ સોંન્ગ ગાતો.

કેટલાંય મહિનાઓ સુધી આરવનું બિહેવિયર લાવણ્યા સાથે એવુંજ રહ્યું. તે લગભગ રોજે કૉલેજ આવતો, પણ કેમ્પસની બહારજ લાવણ્યાનીવેટ કર્યા કરતો. લાવણ્યા આવે કે તરતજ એકજ વાતની માથાકૂટ કર્યા પછી તે પાછો ત્યાંથી જતો રહેતો.

આ બધી વાતોથી અજાણ નેહા આરવને મળવા, કોફી વગેરે માટે ફોન કરતી. શરૂઆતમાં આરવે નેહાને ટાળવાનો પ્રયત્ન કર્યો. જોકે લાવણ્યા અને આરવ વિષેની ધીરે-ધીરે ઉડવા લાગેલી અફવાઓ વિષે નેહાએ આરવને પૂછતાં આરવે નેહાની સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરવાનું શરૂ કર્યું. પોતાનાં વિષેની અફવાઓ ખોટી છે તેવો વિશ્વાસ જેમ-તેમ કરીને આરવે નેહાને અપાવ્યો. જોકે થોડો ટાઈમમાં જ આરવ આવી “ડબલ ગેમ”થી કંટાળી ગયો. પોતે નેહા સાથે ખોટું કરી રહ્યો હોવાનો ગિલ્ટ તેને અંદરથી કોરી ખાવાં લાગ્યો. એક સાથે બે નાવડીમાં સવારી કરી રહેલો આરવ ધીરે-ધીરે ડીપ્રેશનમાં સરવા લાગ્યો. અક્ષય સિવાય સિગરેટ તેનો કાયમી “સાથીદાર” બની ગયો હતો.

આખો દિવસ લાવણ્યા વિષે વિચારતો રહેતો આરવ એક પછી એક સિગરેટો ફૂંકે જતો. એમાંય જયારે-જયારે લાવણ્યા અન્ય છોકરાંઓ સાથે ક્યાંય પણ જતી, તેઓ “શું કરતાં હશે?” વગેરે જેવાં વિચારોથી આરવનું મગજ ખરાબ થઈ જતું અને આરવ વધુ ને વધુ સિગરેટો પીધે જતો. અક્ષયે તેને ઘણીવાર રોકવાનો પ્રયત્ન કર્યો, પણ આરવે તેની કોઈ વાત ના માની. આરવના લીધે અક્ષયનું પણ ભણવાનું બગડતું હોવાં છતાંય અક્ષય કાયમ તેની જોડે રહેતો. આરવને સમજાવાના પ્રયત્નો હજીપણ અક્ષયે ચાલુંજ રાખ્યાં હતાં.

આખરે દિવાળી વેકેશન પણ પડી ગયું.

દિવાળી વેકેશન નેહા એન્ડ ફેમીલીએ બરોડામાં ગાળવાનું નક્કી કર્યું. બરોડામાં વેકેશન ગાળવાનો પ્લાન નેહાનો જ હતો. જેથી આરવની સાથે બરોડામાં વધુ ટાઈમ સ્પેન્ડ કરવાં મળે. નેહાના પપ્પા વિજયસિંહને એમપણ બરોડામાં જમીનનું કામ હોવાને લીધે અને તેમનું જૂનાં ઘરનાં રીપેરીંગનું બાકી કામ પૂરું કરાવાનું હોવાથી તેમને નેહાનો “પ્લાન” જચી ગયો.

“આખું દિવાળી વેકેશન બરોડા….!?” નેહાએ ફોન ઉપર આરવને બરોડામાં વેકેશન વિશેનો પ્લાન કહેતાં આરવ ચોંકી ગયો.

“હાસ્તો...! એમાં શું વળી...!?” સામેથી નેહા બોલી “તારું ઘર છે ત્યાં...! અને થોડો ટાઈમમાં મારું ઘર પણ થઈ જશે....! હી..હી....!”

નેહા બોલી પછી હસી પડી. જોકે આરવને તેણીની વાત ઉપર કોઈ હસવું ના આવ્યું.

“તો પછી લાવણ્યા...!?”ચાય-સુટ્ટાનાં પાર્કિંગમાં બેઠેલો આરવ વિચારે ચઢી ગયો.

“ઓય....! ક્યાં ખોવાઈ ગ્યો...?” આરવ મૌન થઈ જતાં નેહાએ પૂછ્યું.

“હમ્મ... હાં...! અ...! હાં...! તું આખું વેકેશન બરોડા રે’વાની..!?” કઈંક વિચારી રહેલાં આરવે જાણે “કન્ફર્મ” કરતો એમ પૂછ્યું.

“હાસ્તો...! પપ્પાંને બઉ બધુ કામ છે ત્યાં...!” નેહા ભારપૂર્વક બોલી “દિવાળી, ન્યુ યર...! બધું ત્યાંજ સેલિબ્રેટ કરવાનો પ્લાન છે...!”

“હમ્મ...!” આરવ વિચારી રહ્યો.

“યુ નો...! ત્યાંનું અમારું ઘર રિનોવેટ થાય...! ત્યાં સુધી અમે લોકો મારી સાસરીમાં રે’વાનાં...!” નેહા ઉત્સાહપૂર્વક બોલી.

“તારી સાસરી...!?” આરવે થોડું આશ્ચર્યથી પૂછ્યું,

“અરે ડફોળ...! તારાં ઘરે...!” નેહા બોલી.

“ઓહ..હાં...! સોરી....! મારું મગજ બીજે ચાલતું’તું...!” આરવ બોલ્યો.

“તો...! તું કોની જોડે આવે છે..!? અમારી જોડે...!? કે પછી સુરેશ અંકલ જોડે...!?” નેહાએ પૂછ્યું.

“અમ્મ...! મામા તો કદાચ નઈ આવે....!” આરવ બોલ્યો “હું અને મામી આઈશું...! મામી એક-બે દિવસ રોકાઈને પાછાં અમદાવાદ આઈ જશે..!”

“ઓહ..! એટલે તું આ’વાનો ખરોને...!?”

“હાં...હાં....આ’વાનોને...!” ખુશ થતો હોય એમ આરવ પરાણે બોલ્યો.

“તો...અ...! મને બરોડામાં શોપિંગ કરવાની છે...!” નેહા બોલી “તું આઈશને...!?”

“શ્યોર...!” આરવ બોલ્યો.

નેહા ખુશ થઈ ગઈ.

“હવે હું મૂકું...!” આરવ બોલ્યો “મારે પેકિંગ કરવું છે...!”

“હાં...હાં...! બાય...!” બંનેએ કૉલ કટ કર્યો.

“તું બરોડા ગ્યાં પછી પાછી નઈ આઇ શકે..!” કૉલ કટ કર્યા પછી આરવ વિચારી રહ્યો “પણ હું આઈ જઈશ...! ગમે તે બા’ને..!”

***

“અરે પણ તું હજી બે દિવસ પે’લ્લાં જ તો આયો છે...!? અને અત્યારથી જતું રે’વાનું..!?”રાગિણીબેન આરવને બોલી રહ્યાં હતાં.

બે દિવસ પહેલાં નેહા એન્ડ ફેમિલી તેમજ આરવ મામી સાથે આવી ગયાં હતાં. બરોડા આવ્યાં પછીનાં દિવસે આરવ નેહા જોડે શોપિંગ પણ જઈ આવ્યો હતો. જોકે ત્રીજા દિવસે આરવ વહેલી સવારે અમદાવાદ જવાં માટે તેનાં મમ્મીને કહી રહ્યો હતો.

“મારાં ખાસ ફ્રેન્ડનો એક્સિડેંન્ટ થઈ ગ્યો છે....!” આરવ બહાનું બનાવતાં બોલ્યો “અને મારાં ગિટારનાં ક્લાસ પણ ચાલુંજ છે….!

“અત્યારે દિવાળીમાં શેનાં ગિટાર ક્લાસ...!?” રાગિણીબેન ચિડાયાં.

“હજુ દિવાળીને વાર છે...!” આરવ ભાવવિહીન સ્વરમાં બોલ્યો “અને હું દિવાળીએ પાછો આઈ જઈશ..!”

“હાય હાય દિવાળીએ છેક....!? આ છોકરી અહિયાં તારાં માટે આઈ...! ‘ને તું અમદાવાદ ભાગી જવાનો...!?”

“એ અહિયાં હોય...! એટલે મારે આખો દિવસ અહિયાં હાજર રે’વાનું એવું થોડું હોય કંઈ..!?” આરવ સહેજ મોઢું બગાડીને બોલ્યો.

“હાસ્તો વળી...! એ તારાં માટે અહિયાં આવે...! ‘ને....તું અહિયાંથી ભાગી જાય એવું થોડી ચાલે...!?” રાગિણીબેન ભારપૂર્વક બોલ્યાં.

“એ હિસાબે તો મેરેજ પછી મારે આખો દિવસ સિક્યુરીટી ગાર્ડની જેમ અહિયાં પેહરો ભરવાનો..!.નઈ..!?” આરવે ટોન્ટ માર્યો અને પાછું ફરીને ચાલવાં લાગ્યો.

“પણ કમસે કમ એને મલીને તો જા...!” રાગિણીબેન આરવની પાછળ-પાછળ જવાં લાગ્યાં “આટલાં વે’લ્લાં જવાની શું જરૂર છે ..!? હજી તો સવારના સાડાં પાંચ થયાં છે...!”

“એ તો સૂતી છે...!” ડ્રૉઇંગરૂમાંથી મેઈન ડોર તરફ જતાં-જતાં આરવ બોલ્યો “એ ક્યારે ઊઠે... અને ક્યારે હું એને મલું...! અત્યારે ટ્રાફિક ઓછો નડે....! એટ્લે...!”

“તો પપ્પાને કીધું..!?” રાગિણીબેને પૂછ્યું.

“ના...! એ તું જોઈ લેજે...!” દરવાજાની બહાર નીકળી પગથિયાં ઉતરી સામે પાર્ક કરેલાં બાઈક તરફ જતાં-જતાં આરવ બોલ્યો.

“તું દર વખતે આવીજ રીતે જતો રે’ છે...!” રાગિણીબેન બોલ્યાં અને ત્યાંજ પગથિયાં ઉપર ઊભાં રહ્યાં “પછી તારાં લીધે કારણ વગર બીજાં બધાએ સાંભળવું પડે છે...!”

આરવ કશું પણ બોલ્યાં વગર બાઈક લઈને ત્યાંથી નીકળી ગયો.

“તારાં લીધે કારણ વગર બીજાં બધાએ સાંભળવું પડે છે...! સાંભળવું પડે છે...!”

સોસાયટીની બહાર નીકળતાં-નીકળતાં આરવના મનમાં રાગિણીબેનના એ શબ્દો પડઘાઈ રહ્યાં. આરવ જાણતો હતો, રાગિણીબેન કોની વાત કરી રહ્યાં હતાં.

આરવ આવું કઈંપણ કરતો, મોટેભાગે સિદ્ધાર્થે સાંભળવાનો વારો આવતો. દિવાળી વેકેશનમાં બરોડા આવ્યાં પછી આરવે સિદ્ધાર્થ સાથે લગભગ કોઈજ વાતચિત નહોતી કરી. તેમનો રિલેશન એક એવાં “Awkward” સ્ટેજમાં પહોંચી ગયેલો જ્યાં બંને એકબીજાંથી નારાજ ના હોવાં છતાંય એકબીજાં સાથે વાત નહોતાં કરી રહ્યાં. આરવને પર્સનલી સિદ્ધાર્થના એડોપ્ટેડ હોવાથી કોઈજ પ્રોબ્લેમ નહોતી. છતાંય એ દિવસ પછી તે સિદ્ધાર્થ સાથે કોઈજ વાતચિત કરવાની “હિમ્મત” નહોતો કેળવી શક્યો. સામે પક્ષે સિદ્ધાર્થ પણ આરવ સહિત બધાંથી ડિસ્ટન્સ મેઈનટેન કરતો. આરવ અને નેહાના બરોડા આવ્યાં પછી સિદ્ધાર્થ મોટેભાગે કામમાં ડૂબેલો રહેતો. અને ઘરે વહેલાં આવવાનું ટાળતો.

સિદ્ધાર્થ વિષે વિચારતાં- વિચારતાં આરવે સોસાયટીમાંથી બહાર નીકળી અમદાવાદ જવાં બાઇક મેઈન રોડ તરફ મારી મૂક્યું.

***

“હું દિવાળીએ પાછો આઈશ...! થોડાં દિવસોમાં....!” આરવ ફોન ઉપર નેહા સાથે વાત કરી રહી હતો.

“પણ તું મને મલવાં પણ ના ‘ર્યો...!?” નેહા નારાજ સૂરમાં બોલી.

“તું જાગી ન’તી....!” આરવ બોલ્યો.

“અરે હું તો પાંચ વાગેજ ઉઠી ગઈ’તી...! ના’વાં ગઈ’તી...!” નેહા એવાંજ સૂરમાં બોલી.

“મને ન’તી ખબર...!” આરવ ભાવવિહીન સ્વરમાં બોલ્યો.

ડ્રૉઇંગરૂમમાં આંટા મારી રહેલાં નેહા ઢીલું મોઢું કરીને ફોન કાને ધરી રહી.

“ચલ...! હું મૂકું...! પેટ્રોલ પૂરાવાં ઊભો ‘તો...! બાય...!” આરવ બોલ્યો અને ફોન કટ કર્યો.

ઢીલી થઈ ગયેલી નેહા થોડીવાર ઊભી રહી અને પછી જવાં લાગી. કિચન તરફ જઈ રહેલી નેહાએ સિદ્ધાર્થને તેનાં બેડરૂમ તરફ ઉપર જતી સીડીઓ ચઢતાં જોયો. સિદ્ધાર્થ મોટેભાગે ઘરથી બહાર રહેતો હોવાને લીધે બરોડાં આવ્યે ત્રણેક દિવસ થઈ જવાં છતાંય સિદ્ધાર્થ સાથે નેહાને કોઈ ખાસ વાતચિત નહોતી થઈ.

બરોડા આવતાં પહેલાં પણ નેહા સિદ્ધાર્થને ગૂડ ન્યૂઝ આપતી હોય એમ મેસેજ કરીને જાણ કરી હતી જેનો સિદ્ધાર્થે “વેલકમ” જેવો સાવ કોલ્ડ રિસ્પોન્સ આપ્યો હતો. આરવ સાથે સગાઈ પછી નેહાએ મેસેજમાં કે કૉલમાં સિદ્ધાર્થ સાથે એઝ એ ફ્રેન્ડ વાતચીત કરવાનો ઘણો ટ્રાય કર્યો હતો, જોકે સિદ્ધાર્થે ભાગ્યેજ કોઈ રિસ્પોન્સ આપ્યો હતો.

“અ...સિદ્ધાર્થ....! હેય...!” સીડીઓ ચઢી રહેલાં સિદ્ધાર્થને ટોકતી નેહા ઉતાવળા પગલે સીડીઓ પાસે આવીને નીચેજ ઊભી રહી.

નેહાએ બોલાવતાં ઓલમોસ્ટ છેલ્લાં પગથિયે પહોંચી ગયેલો સિદ્ધાર્થ અટક્યો અને પાછું ફરીને ત્યાંજ ઊભો રહ્યો.

“અમ્મ....! તું તો દેખાતોજ નઈ...!” નેહા પરાણે સ્મિત કરવાનો પ્રયત્ન કરતાં બોલી “અમ્મ...!”

“બીઝી છું એટ્લે...!” નીરસ સ્વરમાં સિદ્ધાર્થ બોલ્યો અને પાછું ફરી જવાં લાગ્યો.

“અ...સાંજે ડિનર પછી અગાશી ઉપર બેસવું છે...!?” સિદ્ધાર્થ હજી તો છેલ્લું પગથિયું ચઢ્યોજ હતો ત્યાંજ નેહા ઉતાવળે બોલી.

“કોઈ કામ હતું...!?” માત્ર પોતાનું માથું પાછું ફેરવીને સિદ્ધાર્થે સીધું પૂછ્યું.

“અ...ના....નઈ....! એમજ...!” નેહા માંડ બોલી.

એકાદ બે-ક્ષણ અટકીને સિદ્ધાર્થ પાછું ફરીને જવાં લાગ્યો.

“વી આર ફ્રેન્ડ્સ રાઇટ.....!?” નેહાએ ફરીવાર સિદ્ધાર્થને ટોક્યો અને દયામણા સ્વરમાં બોલી.

સિદ્ધાર્થે પાછું ફરીને નેહા તરફ જોયું. તેણીનું મોઢું ઢીલું થઈ ગયું હતું.

“હું ફ્રી હોઈશ...! તો આઈશ ઉપર....!” સિદ્ધાર્થ બોલ્યો અને પોતાનાં રૂમમાં જતો રહ્યો.

નેહા ત્યાંજ ઊભાં-ઊભાં ઉપર તરફ જોઈ રહી.

***

બપોરે અમદાવાદ આવી પહોંચેલો આરવ લાવણ્યાની સોસાયટીની સામે આવીને ઉભો રહ્યો. બાઇકને રોડની સાઈડમાં બનેલી પેવમેંન્ટ ઉપર ચઢાવી ડબલ સ્ટેન્ડ કરીને આરવ તેની સીટ ઉપર બેઠો લાવણ્યાની રાહ જોવાં લાગ્યો. થોડીવાર પછી કંટાળો આવતાં તેણે ખિસ્સાંમાંથી સિગરેટનું પેકેટ કાઢ્યું અને એક સિગરેટ કાઢી મોઢામાં દબાવી. પેકેટ પાછું ખિસ્સાંમાં મૂકી લાઈટર વડે સીગરેટ સળગાવી. એક પછી એક સીગરેટ પીતાં-પીતાં આરવે આખો દિવસ પસાર કર્યો. મોડી રાત સુધી આરવ રાહ જોયાં બાદ આરવે છેવટે મામા સુરેશસિંઘના ઘરે આવી ગયો.

ત્યારપછી આખાં દિવાળી વેકેશનમાં બધાંજ દિવસો આરવનું રૂટિન આજ રહ્યું. આખો દિવસ લાવણ્યાની સોસાયટીની સામે આવીને બાઇક ઉપર બેસી રહેવું અને સીગરેટ ફૂંકતાં રહેવું. લાવણ્યા મેસેજ કે કૉલ કરે તો એકની એક વાતનું રટણ કરે રાખતો.

“યા તો એ લોકોને છોડીદે....! યા તો મને...!”

“આરવ....! તું અહિયાં શું કરે છે..!?” સવારે લગભગ નવેક વાગે એક્ટિવાં લઈને દૂધ લેવાં નીકળેલી લાવણ્યાએ સોસાયટીના સામે આરવને જોતાંજ તેની પાસે આવી.

“તારાં જવાબની રાહ જોવું છું...!” બાઇક ઉપર બેઠેલો આરવ શાંતિથી બોલ્યો.

“આરવ હની તું કેમ…!”

“તું જવાબ ના આપવાની હોય...!” આરવ લાવણ્યાને ટોકીને વચ્ચે બોલ્યો “તો જા અહિયાંથી...!”

મોઢું ફેરવીને આડું જોવાં લાગ્યો.

“તું આખો દિવસ અહિયાં જ બેસી રે’વાનો...!?” લાવણ્યાએ રડમસ સ્વરમાં પૂછ્યું.

“તને શું ફરક પડે છે....!? તું રખડને ઓલાં બધાં તારાં ફાલતુંઓ સાથે....!” આરવ અતિશય ઘૃણાથી બોલ્યો અને પાછું મોઢું ફેરવી લીધું.

“મને આ રીતે હર્ટ કરવાંમાં તને મજા આવે છે ને....!?” લાવણ્યા એજરીતે રડમસ ચેહરે બોલી.

“તને પણ મજા જ આવે છેને...!? એવાં લોકો જોડે રખડી ખાવામાં...!?” ફરીવાર એજરીતે વેધક સ્વરમાં બોલીને આરવે આડું જોઈ લીધું.

થોડીવાર સુધી રડમસ ચેહરે આરવ સામે જોઈ રહ્યાં બાદ લાવણ્યાએ છેવટે એક્ટિવાં પોતાની સોસાયટીના ગેટ તરફ મારી મૂક્યું.

ત્યારપછીનાં દિવસોમાં પણ લાવણ્યા આરવને રોજે મળવા સોસાયટીનાં નાકે આવતી અને તેને સમજાવાનો પ્રયત્ન પણ કરતી. જોકે આરવ પોતાની જિદ્દ ઉપર અડેલો જ રહ્યો.

આખો દિવસ ત્યાંજ બેસી રહેવાનું, સિગરેટો ફૂંકે રાખવાની. લાવણ્યા આવે તો એની જોડે એજ બિહેવિયર કરવાનું. દિવાળી, બેસતું વર્ષ જેવાં બે-ત્રણ મુખ્ય તહેવારો દિવસે આરવ બરોડાં પાછો ગયો. ત્યારપછી અમદાવાદ આવીને પાછો એજ “રૂટિન” માં લાગી ગયો.

દિવાળી વેકેશન પૂરું થઈ ગયું.

કૉલેજ ફરી શરું થયાં પછી પણ આરવનું બિહેવિયર લાવણ્યા સાથે એજ રહ્યું.

કૉલેજ શરું થયાં પછી નેહા પણ અમદાવાદ આવી ગઈ. નેહાને ખુશ રાખવાં આરવે ફરીવાર એજ ડબલ ગેમ રમાવાનો વારો આવ્યો. નેહા આવી જતાં આરવે છેવટે લાવણ્યાના ઘરની સામે બેસી રહેવાનું બંધ કર્યું.

જોકે ડબલ ગેમથી કંટાળી ગયેલાં આરવનું સ્વાસ્થ્ય ધીરે-ધીરે સિગરેટ સ્મોકીંગને લીધે કથળવાં લાગ્યું. જેની અસર ધીરે-ધીરે તેનાં ચેહરા અને શરીર ઉપર પણ થવાં લાગી.

વરસ પૂરું થવાં આવ્યું.

ડબલ ગેમથી કંટાળી ગયેલાં આરવે છેવટે નેહા સાથે બોલવાનું ઓછું કરવાં માંડ્યુ.

ધીરે-ધીરે નેહાને પણ આરવના બદલાયેલાં બિહેવિયર વિષે ખબર પડવાં લાગી. કૉલેજમાં ઊડતી અફવાંઓ પણ ધીરે-ધીરે નેહાને સાચી લાગવાં લાગી.

નેહાએ પોતે આરવ સાથે ઘણીવાર વાત કરી જોવાનો ટ્રાય કર્યો. જોકે આરવે દર વખતે વાત ટાળી. ઘણીવાર તો આરવ રિપ્લાય પણ નહોતો આપતો.

કૉલેજમાં મોટેભાગે ગેરહાજર રહેતાં આરવને સુરેશસિંઘે પણ અનેકવાર ઠપકો આપ્યો. આરવ ઉપર જોકે કોઈજ વાતની અસર ના થઈ.

સેકન્ડ યરની ફાઈનલ એક્ઝામ પુરી આજે પૂરી થઈ હતી. બીજાં વર્ષનો આ છેલ્લો દિવસ હતો. કોલેજમાં ઉનાળું વેકેશન પડવાનું હોવાથી બધાંજ કોલેજ સ્ટુડન્ટ્સ લાસ્ટ ડે ગેટ ટુ ગેધર કરવાં કેન્ટીનમાં ભેગાં થયાં હતાં.

કેન્ટીન આખી સ્ટુડન્ટ્સથી ચિક્કાર ભરાઈ ગઈ હતી. લાવણ્યા તેનાં ગ્રૂપનાં ફ્રેન્ડ્સ સહિત કેન્ટીનમાંજ બેઠી હતી. આરવ અને તેનું ગ્રૂપ પણ લાવણ્યાનાં ટેબલની સામેજ બેઠું હતું.

“યાર....! આખું ઉનાળું વેકેશન હવે બધાં ફ્રેન્ડ્સ વગર ઘરે બોર થવાનું....! નઈ....!?” પ્રેમે લાવણ્યા સામે જોઈને પૂછ્યું પછી બધાં સામે જોયું.

“એમાં બોર શું....!?” કામ્યા ચ્હાનાં કપમાંથી એક સિપ ભરીને બોલી “મન થાય....ત્યારે મલી લેવાનું...! આપડે અમદાવાદમાં જ તો રઈએ છે....!”

“લાવણ્યા....!” પ્રેમે લાવણ્યાને પૂછ્યું “વેકેશનમાં ક્યાંય ફરવા જવાનું પ્લાનિંગ ખરું...!?”

લાવણ્યાનું ધ્યાન જોકે સામે બેઠેલાં આરવ ઉપર હતું. આરવ પણ લાવણ્યા સામેજ જોઈ રહ્યો હતો. આરવનું બિહેવિયર લાવણ્યા સાથે હજીપણ એવુંજ હતું. તે હજીપણ પોતાની જિદ્દ ઉપર અડેલો હતો. લાવણ્યાએ જોકે તેને હજીપણ સમજાવાનું ચાલુંજ રાખ્યું હતું.

“લાવણ્યા...!?” વિચારોમાં ખોવાઈ ગયેલી લાવણ્યાને પ્રેમે ખભે હાથ મૂકી ઢંઢોળી “ક્યાં ખોવાઈ ગઈ...!?”

“હાં....! અ...શું...શું પૂછ્યું તે...!?”

“વેકેશનમાં ક્યાંય ફરવા જવાનું પ્લાનિંગ ખરું...!?” પ્રેમે ફરીવાર પૂછ્યું.

“હાં....કદાચ...! ઉત્તરાખંડ વગેરે જગ્યાએ...! નોર્થ ઈન્ડિયા...!” લાવણ્યા શક્ય એટલું નોર્મલ સ્વરમાં બોલી “પણ મારું મૂડ નથી જવાનું....! એટ્લે કદાચ ક્યાંય નઈ જવું...!”

“તો વેકેશનમાં આપડે બધાં ક્યાંક ફરવા જવું છે...!?” પ્રેમ ઉત્સાહપૂર્વક બોલ્યો “ફ્રેન્ડ્સ સાથે તો મજા આવેને..!?”

“જોઈએ...!” લાવણ્યાએ નીરસ સ્વરમાં કહ્યું.

“આજે મારો બર્થ ડે છે...!” ત્યાંજ લાવણ્યાનાં ગ્રૂપનાં ટેબલ પાસે આવીને વિશાલ બધાંને ઉદ્દેશીને કહેવાં લાગ્યો.

“લાવણ્યા..! પ્રેમ...! કામ્યા...! નેહા...!” વિશાલ બધાંની સામે જોવાં લાગ્યો “આજે તમારે બધાએ મારી બર્થડે પાર્ટીમાં આવાનું છે...! ફૂડ ટ્રકપાર્કમાં...!”

“ઓહ wow….!” ત્રિશા ખુશ થઈને બોલી “જ્યાં આરવ ગાતો હોય છે ત્યાંજ ને...!?”

“હાં...! ત્યાંજ....!” વિશાલ સ્મિત કરીને બોલ્યો.

“પણ આજે તો ફ્રાઈડે છે....! અને આરવ તો વિકેન્ડમાંજ ગાય છેને...!?” લાવણ્યાએ વિશાલ સામે જોઈને પછી આરવ સામે જોયું.

“હાં...! તો મેં ક્યાં કીધું કે એ આજે મારી બર્થડે પાર્ટીમાં ગાવાનો છે...!?” વિશાલ ખભાં ઉછાળીને બોલ્યો “મેં તો બધાંને ખાલી એ જગ્યા ઝડપથી યાદ આવી જાય એટ્લે એવું કહ્યું...!”

“અરે કોઈ વાંધો નઈ...! અમે બધાં આઇશું...!” ત્રિશા એજરીતે ખુશ થઈને બોલી “એ બા’ને આ વર્ષની છેલ્લી પાર્ટી પણ થઈ જશે...! નઈ...!?”

ત્રિશાએ આંખો નચાવીને અંકિતા સામે જોયું.

“હાં....હાં....!કોલેજનાં લાસ્ટ ડેની પાર્ટી...!” બધાં હવે અંદરોઅંદર ચર્ચા કરવાં લાગ્યાં.



બીજાં ગ્રૂપનાં ફ્રેન્ડ્સને ઇનવાઈટ કરવાં માટે વિશાલ ત્યાંથી જતો રહ્યો. લાવણ્યા આરવ સામે દયામણી નજરે જોઈ રહી.

લાવણ્યાની જોડે બેઠેલી નેહા પણ આરવને જોઈ રહી હતી. જોકે આરવ કે લાવણ્યાનું ધ્યાન નેહા તરફ નહોતું.

***

“તું આજે વિશાલની બર્થડે પાર્ટીમાં જવાની છેને...!?” લાવણ્યા કોલેજનાં ગેટથી નજીક આવેલાં બસ સ્ટેન્ડ તરફ ચાલતી જઈ રહી હતી ત્યાંજ તેણીની પાછળથી અવાજ આવ્યો.

લાવણ્યાએ પલટીને પાછળ જોયું.

“આરવ...! તું....અ...! એક મિનિટ...!” આરવની નજીક જતાંજ લાવણ્યાને કઈંક સ્મેલ આવી અને તેણીએ નાક વડે એક-બેવાર સૂંઘી મોઢું બગાડ્યું.

“તું હજીપણ સ્મોક કરે છે...!?” લાવણ્યા ધમકાવતી હોય એમ હકથી બોલી “મેં તને કેટલીવાર ના પાડી છે...! કે તું સ્મોકીંગ છોડીદે- સ્મોકીંગ છોડીદે....તો પણ તું હજી બંધ કરતો નથી...! હમ્મ....! બોલ..!?”

જ્યારથી આરવ જીદ્દે ચઢ્યો હતો ત્યારથી તે સ્મોકીંગ પણ કરતો થઈ ગયો હતો. શરૂઆતમાં લાવણ્યાને આ વાતની ખબર નો’તી પડી. જોકે દિવાળી વેકેશનમાં લાવણ્યાની સોસાયટીની સામે ઊભાં-ઊભાં આરવને સ્મોક કરતો લાવણ્યા જોઈ ગઈ હતી અને એક બેસ્ટફ્રેન્ડની જેમ હકથી તેણીએ આરવને ધમકાવી નાંખ્યો હતો.

જોકે આરવે તો પણ લાવણ્યાની વાત કાને નો’તી ધરી અને સ્મોકીંગ ચાલુંજ રાખ્યું હતું.

“તું વિશાલની બર્થડે પાર્ટીમાં જવાની કે નઈ...!?” લાવણ્યાની વાતને ઈગનોર કરીને આરવ ભાવવિહીન સ્વરમાં બોલ્યો.

“હની....શાંતિથી વાત તો કર મારી સાથે....! બસ એકની એક વાત તું...!

“તું પાર્ટીમાં જવાની કે નઈ...!?” આરવે લાવણ્યાને ટોકીને વચ્ચે પૂછ્યું.

“આટલાં મહિનાથી તું...તું મારી જોડે આવુંજ બિહેવ કરે છે...! મારી સાથે સરખી વાત પણ નઈ કરતો...!”

“તું જઇશ ને....!?” આરવ રડું-રડું થઈ ગયો.

“આરવ.....! પ્લીઝ....!” આરવનાં ગાલે હાથ મૂકવા લાવણ્યાએ તેનો હાથ ઊંચો કર્યો.

“તું જવાનીજ... મને ખબર છે તું જવાની...!” આંખો લૂંછતો-લૂંછતો આરવ ઉતાવળા પગલે લાવણ્યાને વટાવીને ત્યાંથી જવાં લાગ્યો.

“આરવ...આરવ....ઊભો રે’ પ્લીઝ....” લાવણ્યા પણ રડી પડી અને આરવની પાછળ ઉતાવળાં પગલે દોડી “આ રીતે ના જઈશને...! પ્લીઝ....!”

બસસ્ટેન્ડ પાસે ઉભેલાં અક્ષયની બાઈકની પાછલી સીટ ઉપર આરવ કૂદીને બેસી ગયો. લાવણ્યા તેની જોડે પહોંચે એ પહેલાંજ અક્ષયે બાઈક મારી મૂકી.

“તું કાયમ આવુંજ કરે છે....! સરખી વાત તો કર...!” બસ સ્ટેન્ડ પાસે ઊભાં રહીને લાવણ્યા રડતાં-રડતાં બબડી.

***

“આરવ...! તું એ રખડેલની પાછળ-પાછળ ફરવાનું બંધ કરીશ કે નઈ...!?” નેહા ફોન ઉપર આરવ સાથે માથાકૂટ કરી રહી હતી.

કૉલેજથી નીકળી ગયાં પછી આરવને નેહાએ કેટલીયવાર કૉલ કર્યા હતાં. આરવે એકેય કૉલનો રિસપોન્સ નહોતો આપ્યો. છેવટે નેહાએ બેક ટુ બેક કૉલ કરવાં કંટાળીને આરવે તેણીનો કૉલ રિસીવ કર્યો હતો.

“મેં તને કેટલીવાર ના પાડી છે...! તું એનાં માટે આવાં વર્ડ્સ યુઝ ના કર..!” આરવ શક્ય એટલું શાંતિથી બોલ્યો.

“અને મેં તને કેટલીવાર કીધું...! કે આખી કૉલેજ એને એવીજ ગણે છે...!” નેહા ભારોભાર નફરતથી બોલી “એ ફાલતુંની પાછળ તારી લાઈફ વેસ્ટ કરવામાં તને શરમ નઈ આવતી...!? તું...તું....મારો ફિયાન્સ છે...! અને એની જોડે રખડી ખાય છે....! આ મારી ઇન્સલ્ટ છે....! ભાન પડે છે તને....! ક્યાં આપડે....અને ક્યાં એ નીચ હલ..!”

“બસ કર નેહા....શું બોલે જાય છે...!?” આરવ છણકો કરીને બોલ્યો.

“તું બસ કર હવે....!” ગુસ્સે થઈ ગયેલી નેહા ધ્રૂજવાં લાગી અને મોટેથી ઘાંટો પાડીને બોલવા લાગી “હું કઈં ના જાણું...! આજે મારે ફેંસલોજોઈએ...! કાં તો હું....! કાં તો એ રખડેલ...!”

“શું બોલે જાય છે તું....!? તને ભાન પડે છે...!?” આરવ પણ સામે એજરીતે ગુસ્સેથી બોલ્યો.

“તને ભાન પડે છે...!?” નેહાએ પણ વળતો એજ રીતે આપ્યો “આપડી એંગેજમેંન્ટ થઈ હોવાં છતાં...તું આવી રીતે બીજી જોડે રખડે છે...!”

“તું રખડે-રખડે છે બોલવાનું બંધ કરીશ...!” આરવ કરાંજીને બોલ્યો.

“નઈ બંધ કરું....! જ્યાં સુધી તું નક્કી નઈ કરે...! કે તારે કોણ જોઈએ ત્યાંસુધી હું બોલવાનું બંધ નઈ કરું...!” બંને ઝઘડવાં લાગ્યાં.

અગાઉ પણ તેઓ આજ વાતને લઈને ઘણીવાર ઝઘડી ચૂક્યાં હતાં. ક્યાંયસુધી નેહાએ એકની એક વાત પકડી રાખી.

“મેં કીધુંને તને....! મારે ફેંસલો જોઈએ એટ્લે જોઈએ...!” નેહા ફરીવાર ગુસ્સાંમાં બોલી.

“ફાઈન...! તો મારે મેરેજ નઈ કરવાં....!” આરવ ધડને બોલી ગયો.

“એટ્લે...!?” નેહા આઘાત પામી ગઈ હોય એમ હતપ્રભ થઈને બોલી “તું...તું સગાઈ તોડે છે એમ...!?”

“હાં...! હું આપડી સગાઈ તોડું છું...! અત્યારેજ....!” આરવ કઠોર સ્વરમાં બોલ્યો “હવે આપડાં વચ્ચે કોઈ રિલેશન નથી...! બાય...!”

****

“Sid”

JIGNESH

Instagram: sid_jignesh19

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED