હોરર સ્ટોરી c___o_m__r_a_d_e દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હોરર સ્ટોરી

મમ્મી હજી કેટલી વાર છે? નવ વાગવા આવ્યા હજી સુધી નાસ્તો નથી બન્યો? રસોડા માંથી અવાજ આવ્યો અરે આ રહી તારી વોવ એને કે એ કરશે હવે અમે છુટા અમારી જવાબદારી માંથી અને હું જાવ છું તારી માસીને ત્યાં કાલે સવારે આવી જઈશ. તે જોતો રહ્યો એમ તેના મમ્મી જતા રહ્યા. થોડીક વાર તો એ પણ વિચાર માં પડી ગયો ચોવીસ વર્ષનો તો થઈ ગયો હતો પણ હજી તો તેની સગાઈ પણ નહોતી થઈ ત્યાં મમ્મી કેમ સીધું લગન નું કહે છે. હજી તો તે વિચાર માં હતો ત્યાં તેણે જોયું કે મોઢા સુધી ઘૂંઘટ તાણેલી તે સ્ત્રી ચા અને ભાખરી રાખી તેની બાજુ માં બેસી ગયી. તે ખુબજ હેબતાઈ ગયો કે એની સાથે આ શું થઇ રહ્યું હતી પહેલા મમ્મી જતી રહી અને હવે આ અજાણી સ્ત્રી તેની સાથે બેઠી હતી જે તેની પત્ની હતી અને તે તેને ઓળખતો પણ ન હતો. તેને મગજ પર જોર આપ્યું અને ગઈ કાલની ઘટના તેની નજર સમક્ષ ઘટી રહી હતી. તે અને તેના મિત્રો રાતે અવધ ગઢ ગયા હતા ત્યાંના લોકો નું કહેવું હતું કે તે ગઢ ની રાણી અકાળે મૃત્યુ પામી હતી. જે આજે પણ કોઈ વ્યક્તિ ની રાહ માં ત્યાજ રહે છે. તે બધા મિત્રો ચિકાર દારૂપીને આમથી તેમ તે ગઢ માં આટામારી કરી રહ્યા હતા. તેમાંથી થી એક મિત્ર એ તે રાણી ની તલવાર લઈને મ્યાન માંથી બહાર કાઢી અને આણે તેની પાસે થી તે તલવાર લઈને પોતાના અંગુઠા પર ચેકો મારી ને તલવાર ને લોહી ચખાડ્યું. તે રાણી ના રૂમ માં જઈને નશા માં બકવા લાગ્યો અને નશામાં ને નશામાં તેણે રાણી ની તસવીર પર તેના હાથ માંથી વહેતા લોહી ને તેની માંગ પર ભરી દીધું. મારી રાણી ચાલ મારી સાથે કહી ને તે ખુબ જોર થી હસવા લાગ્યો. થોડી વાર થઇ ત્યાં વળી પાછો રડવા લાગ્યો તેના મિત્રો ને કહેવા લાગ્યો યાર કયો ને તમારા ભાભી ને આપડી સાથે કેમ નથી આવતા ક્યારની ત્યાજ દીવાલે ચોંટેલી છે. ક્યારેક જોર થી હશે તો ક્યારેક જોર થી રડવા લાગે હવે ધીમે ધીમે તેના મિત્રો નો નશો ઉતરતો જતો હતો એટલે તે પરાણે તેને ગાડી માં બેસાડી ને લઈ ગયા. હવે તેને યાદ આવ્યું કે ગઈ કાલે શું થયું હતું. હવે તેના મોઢા નીચે કોળિયો ઊતરે તેમ ન હતો. તેણે ધીમા અવાજે તે સ્ત્રી ને પૂછ્યું કે તે કોણ છે? તેના પુછ્તાની સાથે જ ઘર નું વાતાવરણ બદલવા લાગ્યું સાવ ભેંકાર જેવું થઇ ગયું, પવન જોરથી ફૂકાવા લાગ્યો અને તે પવન સાથે તે સ્ત્રી નું ઘૂંઘટ પણ તેના ચહેરા પર થી હટી ગયું. તેનું તે બિહામણું મોઢું જોતા તેની રાડ ફાટી ગઈ તે ત્યાજ બેભાન થઇ ગયો. જોર જોર થી તેના કાન માં એક જ અવાજ સંભળાતો હતો જલદી ઊભો થા,જલ્દી ઊભો થા. ત્યાજ તેના શરીર પર ફૂલ ઠંડુ પાણી પડ્યું તે સફાળા બેઠો થઇ ગયો અને ઊંડા શ્વાસ લેવા લાગ્યો આંખો ચોળી ને જોયું તો નવ વાગવા આવ્યા હતા. તેની માં એ કહ્યું ઉઠ રોયા હવે આમ જોતો ખરી કેટલા વાગ્યા ઘડિયાળ માં એ. તમારા ઢયડા કરી કરી ને આમજ ઊકલી જવાની હું તો. નાસ્તો રેડી છે કરી ને જજે. તેને હાશકારો થયો હાસ સપનું હતું તેણે મિત્રો ને તે કહેવા ફોન લગાડ્યો કે તેની તબિયત ખરાબ હોવાને લીધે તે નહિ આવે. તેના એક પણ મિત્ર એ ફોન ઉપાડ્યો નહિ. તેણે વિચાર્યું કે કદાચ કામ માં હશે. તે ત્યાં સુધી માં ફટાફટ નોકરી એ જવા રેડી થઇ ગયો. હાથ માં ઘડિયાળ પહેરતા તેનું ધ્યાન અંગુઠા પર ગયું, જ્યાં સવાર થી હલકી હલકી બળતરા થતી હતી પણ આ બધા માં તેનું ધ્યાન ત્યાં ગયું જ નહિ. જેવો તેને અંગુઠો જોયો ત્યાં વળી તેનું માથું ભમવા લાગ્યું તેની નજર અંગુઠા પર પડેલ ઘાવ પર ત્યાજ ચોટી રહી.