અને તે.....(2) c___o_m__r_a_d_e દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અને તે.....(2)

એમા એટલું બધું શુ વિચારવાનું યાર મોકલી દે રીક્વેસ્ટ તમ તારે પછી જોયું જાશે.

                      (કોલેજ થી આવીને)
વોટ્સએપમાં મેસેજ તો કરું રીપ્લાય આપે છે કે નય?

ભવાની:- હાય, કેમ છો?
ધારા:- બસ, મજામાં
ભવાની:- કેવો ચાલે ઇન્ટિરિયર નો કોર્ષ?
ધારા:- 1 મિનિટ તમને કોને કીધું કે હું ઇન્ટિરિયર નો કોર્ષ કરું છું?
ભવાની:- અરે, ઇ તો માતૃભારતી પર તમે લખ્યું હતું એટલે ખબર પડી, બાકી હું કંઈ તમારી ઉપર નજર નથી રાખતો.
ધારા:- હમ્મ
ભવાની:- એક વાત કહેવાની હતી. અમારી કોલેજ મા ફેસ્ટિવલ છે, તો સિવિલ અને ઇન્ટિરીઅલ ને  બીજા ઘણા બધા સબ્જેક્ટ હશે અને સાહિત્ય ને લગતું પણ ઘણું હશે બીજા ઘણી કોલેજ ના વિદ્યાર્થી ઓ હશે જો તમારે આવું હોય તો આવજો.
ધારા:- ok મારી ફ્રેન્ડ પણ તમારી કોલેજ મા છે એટલે આવા નું થશે.
ભવાની:- મારો આજ no. છે જો ફ્રી થાવ તો કોલ કરજો.
ધારા:- ok
          By, good night
ભવાની:- By, good night

હાસ... કઈ તો દીધું હવે આગળ એની મરજી જો ફેસ્ટિવલ મા ભેગી થાય તો જ વાત કરવી છે. કાલે કોલેજ જઈ ને પ્રતિક ને પણ હજી વાત કરવી જોસે.

પ્રતિક:- આ પાચ મો ફોન કર્યો તને ? આયા ઘર ની નીચે રાહ જોવું છું ક્યારનો, હું નીકળું છું તારે આવું હોય તો આવી જાજે.
ભવાની:- સોરી ભાઈ બસ પાચ જ મિનિટ હમણાં આવ્યો.
પ્રતિક:- ખાલી પાચ મિનિટ એનાથી જો વધારે વાર લાગી ને તો હું નીકળી જવાનો છું.
ભવાની:- હવે ફોન મુક છાનીમાની હાલ. જો પોચી ગયો નીચે.

હા સાઈબ ઉપકાર તમારો હો પધાયરા તમે. હાલ ને હવે... મારે તને એક વાત કરવી છે ભાઈ એટલે બપોર પછી ઘરે આવજે.
કેમ તારો અવાજ એવો લાગે ભાઈ એવું હોય તો આજે કોલેજ બંક મારી દઇ. ના ના ભાઈ મેં કીધું ને તને બપોર પછી આવજે ઘરે કામ છે થોડુંક એટલે. ok ભાઈ તું કે એમ.

ગુડ મોર્નિંગ સ્ટુડન્ટસ

ગુડ મોર્નિંગ સર

પેલા એક અગત્ય નું એનાઉન્સમેન્ટ સાંભળી લ્યો. કાલે કોલેજ મા ફેસ્ટિવલ હોવાના કારણે આજે માત્ર બેજ લેકચર છે, જેથી તમને વધુ સમય મળે. લેકચર પૂરો થતાં તમે બધા જઈ શકો છો.
હાશ.. કેતો તો ને તને હું આના કરતાં બંક મારી દીધો હોત તો!
હવે બે લેકચર મા ક્યાં તારા બાપા નું કાઈ લૂંટાય ગયું. હું શું કવ તને એક વાત કરવી હતી!
અરે યાર સવાર નો લોય પી ગયો છો હો તું બક ને હવે તો સારું.
હું હમણાં થી એક છોકરી સાથે વાત કરું છું.? કાલે કદાચ તે આપણા ફેસ્ટિવલ મા પણ આવશે!
? શુ વાત કરે અલા સાચું કેસ કે...
અરે સાચું કવ છું ભાઈ તારા સમ બસ.
શુ નામ છે એનું? વાહ...
બધું ગોઠવી લીધું ને ભાઈ ને છેક હવે જાણ કરવા ની એમ ને.?
ના ભાઈ એવું નથી,આતો હું માતૃ એપ પર તેની લખેલી વાર્તા ઓ વાંચતો હતો તો તેમાંથી મેસેજ ચાલુ થયા અને ત્યાર બાદ હમણાં વાત થઈ.તેની કોક ફ્રેન્ડ પણ આપડી કોલેજ માં છે એટલે કાલે ફેસ્ટિવલ માં આવશે કદાચ!
વાંધો નય ભાઈ હિંમત રાખ જોયું જશે. સારું ચાલ હવે હું નીકળું પપ્પા ને દિલ્લી જવાનું છે તે નીકળે ઈ પેલા મળી લવ, અને હા કાઈ કામ હોય તો કે જે. ઠીક છે ભાઈ કાલે મળીયે.
શુ થયું ફોન આવ્યો ભાભી નો કાઈ કે મેસેજ કાઈ? ના યાર?..
અરે 12 થવા આવ્યા હવે તો ફેસ્ટિવલ પણ પૂરો થવા આવ્યો.હા યાર એક મિનિટ આવ્યો આવ્યો ભાઈ? મેસેજ આવ્યો ગેટ બાર desert*shake's માં બોલાવ્યો છે. તો હવે તું આયા મચ્છર માર હું ત્યાં જાવ છું. હા છટકો હવે તો ભાઈ ને એકલા મૂકી ને. એ નોતંકી મૂંક તારી બધી હાલ આવી ને બધી બ્રેકીંગ ન્યુઝ આપીશ શું થયું.

Hi ધારા
Hi
મેસેજ આવ્યો ખરી તમારો થોડી વાર તો લાગ્યું કે નય આવે પણ અંદર થી થયું કે ના આજે ભેગા તો થાસુ જ.
એવું એમ? કેમ લાગતું તું તમને એવું?
ઈ તો શુ ખબર. આ તો તમને ખોટું ના લાગે એટલે હું આવી તેનો બીજો મતલબ નો કાઢતા. please
Ok સારું. શુ ચાલશે તમારે?
હમ્મ, ચોકલેટ થિક સેક.
વેઈટર બે ચોકલેટ થિક સેક.
તને પણ ઇ જ ભાવે છે?
હા મારી ફેવરિટ છે. મને એમ થયું કે જો વળી તને એમ જણાવીશ તો તને લાગશે કે આ ફરી પાછો ચાલુ થઈ ગયો. વાંધો નય ચોઇસ સરખી પણ હોઈ શકે. હા કદાચ એટલે જ ભેગા થયા છીએ પસંદ નાપસંદ જાણવા. સર તમારો ઓર્ડર હા રાખી દે અને લખી રાખજે હું ને પ્રતીક આવસુ હમણાં  પાછા. Ok સર એન્જોય. તે કસું કહ્યું ભવાની વેઈટર આવ્યો તે પહેલાં? ના ના એમ નમ હું ને મારો  ફ્રેન્ડ હમણાં આવસુ ત્યારે હિસાબ કરી લેજે એમ કીધું ખાલી. Ok ચાલ by હવે હું નીકળું. અરે એક મિનિટ મારો ફ્રેન્ડ પણ પહોંચવા આવ્યો હું આ બાજુ બોલાવતાવું એને મોડું ના થતું હોય તો ઉભી રેજે. પ્રતીક આ બાજુ આવ અરે યાર ફેસ્ટિવલ તો પૂરો થઈ ગયો પણ મગજ ફરી ગયો ભાઈ. ક્યાં ભાભી અમારા? ચાલ ઓલી બાજુ મડાવું તને અરે યાર આટલી વાર માં ક્યાં નીકળી ગયી આ બાજુ જ હતી મેં તેને ઉભી રહેવા પણ કહ્યું. જવાદે ભાઈ પછી મડાવજે પેલા ચાલ જલ્દી જલ્દી હડી કાઢ ભાઈ મારો ફોન ત્યાં જ રહી ગયો આપડા ઓડિટોરિયમ મા પપ્પા ના ફોન પણ આવતા હશે. ચાલ ભાઈ ચાલ તો હાલ.
કઈ જગ્યા એ રાખ્યો હતો આપડા ટેબલ પર હતો ભાઈ. મળી ગયો. તું આયા ઉભો રે હું જરા હળવો થઈ ને આવું. પ્રતિક હવે વધારે વાર કરી છે ને તો હું નીકળી જઈશ. હું ગેટ પાસે ઉભો છું ત્યાં સુધી. એક મિનિટ ભવાની બારી ની બારે જોતો આટલો ધુવાળો સેનો દેખાય છે. પતિયા તને હજી મસ્તી સુજે છે.? સાચું કવ છું ભાઈ બારે તો જો પેલા. બાર નજર પડતા જ બને ના હાજા ગગડી જાય છે. થોડીક વાર પહેલા જે જગ્યા એ ભવાની અને ધારા એ મળ્યા હતા તે જગ્યા એ બૉમ્બ બ્લાસ્ટ થયો હતો. જો પ્રતીક નો ફોન ના ભૂલાણો હોત તો કદાચ તે બને પણ....