અને તે.....(1) c___o_m__r_a_d_e દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અને તે.....(1)

ભવાની:- ખુબજ મજા પડી, માતૃ app પર તમારી સ્ટોરી (ઇન્તજાર) વાંચી ને.

રિધ્ધિ:- Thank You

ભવાની:- Hey, can i ask you a question?

રિધ્ધિ:- Ya Sure

ભવાની:- યાર, આ માતૃ એપ પર આપડે સ્ટોરી અપલોડ કરવી હોય તો, તેમાં પ્રોસેસ શુ છે? મારી સ્ટોરી પ્રતિલિપિ પર અપલોડ થાય છે, પણ માતૃએપ પર નથી થતી. Sorry તમને હેરાન કર્યા આવો પ્રશ્ના પૂછી ને પણ તમારી સ્ટોરી ના 19 પાર્ટ તેમાં રજૂ થયા છે તો, મને કાંઈક સજેશન મળે તમારી પાસે થી.

રિધ્ધિ:- Ya Sure
           I will tell you

ભવાની:- Thanks

રિધ્ધિ:- byy

ભવાની:- by

અરે યાર, આ તો Ya sure ને thanx ને ઈંગ્લીશ માંથી ઊંચા જ નથી આવતા. ક્યાંક આ મને ફ્લર્ટી તો નય સમજતા હોય ને યાર? એમાં સેનું ફ્લર્ટી યાર, તને તેમની સ્ટોરી પસંદ પડી અને તે રીવ્યુ આપ્યો તેમની સાથે વાત કરી. તે કાઈ ખોટું થોડી કેવાય? રાતના 12 વાગી ગયા છે, જો સુવા માં મોડું થાશે તો કાલે કોલેજે પણ મોડું થશે. સુયજા ભવાની હવે, પણ યાર gn નો મેસેજ  તો નાખવા દે વળી મને અકડું સમજશે.

Bhavani:- gn

હાસ મોકલી દીધો હવે નિરાત.

દીકરા ઉઠ હવે પછી કોલેજ જવા માં મોડું થશે.
હા મમ્મી ઉથીજ ગયો આતો ખાલી શવાસન ની પ્રેક્ટિસ કરતો હતો.? પપ્પા છેકે નીકળી ગયા?

એતો ક્યાર ના નીકળી પણ ગયા કંઈક કન્સ્ટ્રકશન સાઈટ જોવા જવાનું હતું તેવું કેહતા હતા.

મમ્મી સાઈટ તો આજે અમારે પણ જોવા જવાની છે.

લે તારે વળી શેની સાઈટ જોવા જવાનું?

અરે, મમ્મી હું સિવિલ એન્જીનીયરિંગ નું ભણું છું તો આ સાઇટ વિઝીટ ને એવું બધું તો આવે જ ને.

હજી તો 3જા સેમેસ્ટર મા છો તોય આવું બધું આવે?

હા આ બધા નું ચાલે તો તો માં ના પેટમાં બાળક હોય ત્યાર થી જ ચાલુ કરાવી દે, અભિમન્યુ ની જેમ. પણ આ બધા અભિમન્યુ  ફરજીયાત ના ધોરણે હશે. જેમ અભિમન્યુ ચક્રવ્યૂહ તોડવા માટે સક્ષમ ન હતો, તેમ છતાં લડ્યો હતો. તેની મરજી થી. તેવી દશા થાય પ્રેકટીકલ જીવન રૂપી ચક્રવ્યૂહ જ જો તોડતા ના આવડે તો તેમની હાલત માં અને અભિમન્યુ ની હાલત માં ફેર ના રહે. મોટા ભાગના એન્જિનયરો ની હાલત આજ કાલ આવીજ છે,કાતો દબાવ મા ને કાતો જોસ મા આવી ને એન્જિનિયરિંગ તો લે પણ એ કામ નું શુ? 10 માંથી 3 એવા હશે જેને ખરે ખર આ કરવું જ હોય.

મને ખબર છે દીકરા, કે તારા પપ્પા એ તને પરાણે સિવિલ કરાવ્યું છે, પણ તે કામ તો તને જ આવશે ને તેમાં કેટલી બધી કમાણી છે. આગળ જતા આપડી ઓફીસ પણ તારે જ સંભાળવાની છે. માં-બાપ હંમેશા સંતાન નું સારું જ ઈચ્છે, પણ તારી આવી ફિલોસોફી વાડી વાતો મને ક્યારેક ચિંતા માં મૂકી દે છે.

સોરી મમ્મા મારે લેટ થાય છે,જલ્દી નાસ્તો બનાવી દે એટલે હું કોલેજ જવા નીકળું.

તું રેડી થઈ ને નીચે આવ એટલે સર્વ કરી દવ.

(કોલેજ થી આવી ને)

કેવો રહ્યો આજ નો દિવસ.
અરે મજા પડી ગઈ મમ્મી પણ હું થાકી ગયો છું. મારે જમવું નથી અમે બધા એ ત્યાંજ નાસ્તો કરી લીધો હતો. હવે હું થોડીક વાર આરામ કરી લવ.

ઠીક છે પણ એક ગ્લાસ જ્યુસ પી લેજે.

Ok, મમ્મી.

સાચું ગરુત્વાકર્ષણ બળ તો આ બેડ પર જ છે બોસ, જે મને તેમાં સમાવી લેવા માટે આતુર છે. રાતે તો નીંદર જ સરખી નથી થઈ અત્યારે લાવ થોડીક નીંદર ખેંચી લવ. રાત પર થી યાદ આવ્યું ધારા નો મેસેજ આવ્યો હશે કે નય? જોવું તો ખરી.

રિધ્ધિ:- gm
          Jay shree krishna

કમ સે કમ આતો ગુજરાતી માં લખ્યું હોત યાર.

ભવાની:- hey, gm તમારી સ્ટોરી મેં રાતના 1 વાગ્યા ની આસ પાસ ચાલુ કરી હતી ને છેક 3:30 પુરી થઈ બોલો, પણ એનો લાસ્ટ પાર્ટ જલ્દી અપલોડ કરજો ને તો શુ નીંદર સરખી આવે. અધૂરી સ્ટોરી વાંચું ને તો શુ મગજ ચકરાવે ચડી જાય આગળ શુ થયું હશે, કેમ આવું થયું, એવા  વિચારો જ મન મા સતત ઘૂમ્યા કરે.

રિધ્ધિ:- thanx
          હું બને એટલો જલ્દી પ્રયત્ન કરીશ.

ભવાની:-ok, તમે મને માતૃએપ પર સ્ટોરી અપલોડ કરવાની રીત કહેવાના હતા ને? તો તેના વિસે જરાક......

રિધ્ધિ:- સોરી હું બીઝી હતી તેના કારણે ભૂલી ગય,પણ રાતે ચોક્કસ લિંક શેર કરી દઇસ. By

ભવાની:- ok
              No problem
               By

અરે યાર ખરી છે હો આ પણ. એક તો હું તેને કવ છુ કે આટલી મોડી રાતે મેં તેમની લખેલી સ્ટોરી વાંચી, તેની સાથે આ વાત શેર કરી અને એને શુ કીધું ખાલી thanx, ભારે અકડું યાર આ તો. માતૃએપ પર એમનું dp તો જોવા દે, મારી ઉંમર ના હશે કે મોટા કાદાચ એટલે પણ આવી રીતે વાત કરતા હોય એવું બની શકે? અરે યાર dp પરથી તો મારા જેવડા જ લાગે છે, 1-2 વરસ કદાચ આઘા-પાછા હોય. Oho ઇન્ટિરિયર ડિઝાઈનર છે, ક્યાં બાત મોહતરમા. Insta પણ વાપરે છે ક્યાં બાત. શુ હું એને રીક્વેસ્ટ મોકલું કે કેમ? વળી મને ફ્લર્ટી સમજ સે તો? શું કરું?