લોસ્ટ - 38 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોસ્ટ - 38

પ્રકરણ ૩૮


"રાવિઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈ....." રાધિની ચીસના પડઘા હિમાલયની ખીણમાં પડ્યા અને હિમાલય પણ રડવા માંગતો હોય એમ વરસાદ ચાલુ થયો.
"હું તને સાચે પ્રેમ કરું છું રાવિ.... સાંભળે છે તું?" કેરિનએ રાવિને ગળે લગાવી અને તેની આંખોમાંથી આંસુનો ધોધ છૂટ્યો.
રાધિએ રાવિની આંખો બંધ કરી, તેના ચેહરા પર હાથ ફેરવ્યો અને તેનો હાથ ચુમ્યો,"હું તને ક્યારેય માફ નઈ કરું રાવિ, ક્યારેય નઈ."

"રાવિ ક્યાં છે?" જેવો રાધિએ ઘરમાં પગ મુક્યો કે તરત જિજ્ઞાસાએ પૂછ્યું.
રાધિએ પાછળ વળીને કેરિન તરફ જોયું, તેની ગોદમાં રાવિ આરામથી પોઢી હતી જાણે તેને કોઈની પરવા જ ન હોય.
કેરિનએ રાવિને આધ્વીકાની બાજુમાં સુવડાવી, રાવિનું લોહીલુહાણ શરીર જોઈને જિજ્ઞાસાએ રાધિ સામે જોયું,"શું થયું રાવિને?"

રાધિની આંખો ભરાઈ આવી, તેના હોઠ લાખ પ્રયત્ન છતાંય ખુલવાની ના પાડી ચુક્યા હતા અને તેનું ગળું રૂંધાઈ ગયું હતું.
"રાધિકા, દીકરા બોલ ને.... શું થયું છે?" જિજ્ઞાસા કદાચ જવાબ જાણતી હતી તેથી જ તેં રાધિના મોઢે તેની અપેક્ષા વિરુદ્ધનો જવાબ સાંભળવા માંગતી હતી.
"રાવિ..." રીનાબેનએ રાવિની નાડ તપાસી અને તેમણે પોક મૂકી.

રીનાબેનને રડતા જોઈને જિજ્ઞાસા સમજી ગઈ કે તેનો ડર સાચો હતો, તેની દીકરી રાવિ હવે આ દુનિયામાં નથી રહી. રાવિ આ દુનિયામાં નથી એ વિચારમાત્રથી જિજ્ઞાસાને આઘાત લાગ્યો અને તેં બેભાન થઇ ગઈ, રયાનએ જિજ્ઞાસાને સોફા પર સુવડાવી અને ડોક્ટરને ફોન કર્યો.

રાઠોડ હાઉસમાં રોકકળ મચી ગઈ હતી, પરિવારના પુરુષો અંતિમયાત્રાની તૈયારી કરી રહ્યા હતા, જિજ્ઞાસાની ખરાબ હાલત હોવાથી જિજ્ઞાસા પછી ઘરમાં મોટી હોવાને નાતે આસ્થા તેનું હૃદય કઠોર રાખીને બધાંને સંભાળી રહી હતી.
રાધિ અને કેરિન આવ્યાં ત્યારથી રાવિના શરીર પાસે ચુપચાપ બેઠાં હતાં. રાહુલ અને મીરા પણ રડ્યા વગર ચુપચાપ આધ્વીકા અને રાવિકાના પાર્થિવ દેહ પાસે બેઠાં હતાં.

"રાધિકા...." મેહુલ જીવનનો ફોન આવતાજ તેના પરિવારસહિત દોડી આવ્યો હતો.
"મેહુલ, મારી બેન...." રાધિએ રાવિ સામે આંગળી કરી.
મેહુલએ રાધિને ગળે લગાવી અને રાધિના આંસુઓનો બંધ તૂટી પડ્યો, તેં મેહુલને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
"રાવિ..... રાવિ...." રાધિનું હૈયાફાટ રુદન ફરી એકવાર બધાને રડાવી ગયું.
"બસ બેટા, રડ નઈ. તારી બેનને દુઃખ થશે, તું રડ નઈ." રાહુલએ રાધિના માથા પર હાથ ફેરવ્યો.

રાધિએ આંસુભરેલી આંખોથી રાહુલ સામે જોયું, રાહુલની આંખોમાં અપાર વેદના હતી પણ તેનો ચેહરો શાંત અને લાગણીવિહીન હતો.
બધાંએ ખુબ પ્રયત્ન કર્યા કે મીરા અને રાહુલ કઈ બોલે, રાવિને વિદાય આપે અથવા થોડું રડી લે પણ બન્ને ચુપચાપ રાવિ અને આધ્વીકાને જોઈને બેઠાં હતાં.

જિજ્ઞાસા ભાનમાં આવી ત્યારે રાવિકા અને આધ્વીકાની અરથીઓ તૈયાર થઇ ચુકી હતી, જિજ્ઞાસા દોડતી બન્ને પાર્થિવ દેહ પાસે આવી અને રાવિને ગળે લગાવીને બોલી,"હું તારી માં નથી એટલેજ તું ચાલી ગઈ મને છોડીને, મેં કહ્યું તું ને કે મત જા ભારત. તું ચાલી ગઈને તારી માં પાસે, તારી માસીને છોડીને."
જિજ્ઞાસાએ રાવિને સંભાળીને અરથી પર સુવડાવી અને આધ્વીકાના પાર્થિવ દેહ પાસે આવી,"મને માફ કરી દેજે મારી બેન, તને આપેલું વચન ન નિભાવી શકી હું."

રાવિકા અને આધ્વીકાની વિદાય રાઠોડ પરિવાર માટે ખુબજ પીડાદાયક હતી, આધ્વીકા અને રાવિકાની ચિતાને આગ દેતા એકવાર તો રાધિકાના હાથ ધ્રુજવા લાગ્યા હતા.
અંતિમ સંસ્કાર કરીને બધાં ઘરે પરત ફર્યા, ઘરમાં આવતાંજ જિજ્ઞાસાની નજર રાવિના ફોન ઉપર પડી.
"રાવિ હોત તો આટલીવારમાં કેટલાયે બિઝનેસ કોલ કરી ચુકી હોત." જિજ્ઞાસાએ રાવિનો ફોન એવી રીતે સંભાળીને પકડી રાખ્યો હતો જાણે એ રાવિ જ હોય.

"બંધ કરો તમારા નાટક દીદી." મીરાએ રાવિનો ફોન જિજ્ઞાસાના હાથમાંથી ઝુંટવી લીધો.
જિજ્ઞાસા સહિત સૌ કોઈ મીરાના આવા વર્તનથી ચોંકી ગયાં હતાં, કિશનએ મીરાના ખભા પર હાથ મુક્યો અને તેને શાંત થવાનું કહ્યું.
મીરાએ કિશનનો હાથ ઝાટકી નાખ્યો અને જિજ્ઞાસા સામે જોઈને ગુસ્સામાં બોલી,"કેટલા વિશ્વાસથી સોનુંદીદીએ તેમની ત્રણ વર્ષની દીકરી તમને સોંપી દીધી હતી અને તમે શું કર્યું? તમને બધીજ ખબર હતી, ખબર હતી કે રાવિ અહીં આવશે તો તેનાં જીવને જોખમ છે છતાંય તમે રાવિને નઈ રોકી. મરી ગઈ મારી રાવિ, મારી દીકરી."

"મીરા, રાવિ અમારી દીકરી પણ હતી." રયાનએ કહ્યું.
"તમારી એકજ દીકરી છે જીયા. રાવિ મારી બેનની દીકરી હતી, તમારી નઈ." મીરાએ રાડ પાડી.
"મીરા, તું આ બધું શું બોલે છે?" જીવનએ મીરાને શાંત કરવાનો પ્રયત્ન કર્યો.
"આ બધું તમારા ભાઈના કારણે થયું છે, તમારા ભાઈ જીગરના પાપની સજા મારી રાવિને મળી છે."

"મીરાઆઆઆ... ચૂપ થઇ જા નઈ તો..." જિજ્ઞાસાનો અવાજ ગુસ્સામાં થોડો ઊંચો થઇ ગયો હતો.
"તમે પણ બરાબરના ભાગીદાર છો એટલેજ મને ચૂપ કરાવવા માંગો છો, તમારા પતિની બેનને કારણે મારી બેન અને મારી દીકરી રાવિ મરી ગઈ."
"આધ્વીકા મારી બેન હતી મીરા અને રાવિ પણ મારી દીકરી હતી." જિજ્ઞાસાનો અવાજ તરડાઈ ગયો.

"આધ્વીકાદીદી અને રાવિ સાથે તમારે કોઈ સબંધ નથી, કોઈ સબંધ નથી સાંભળ્યું તમે બધાંએ?" મીરા ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
"માસી, શાંત થઇ જાઓ." રાધિએ મીરાને ગળે લગાવી.
"હા મિરું, પ્લીઝ શાંત થઇ જા." રાહુલએ મીરાના માથા પર હાથ મુક્યો.

"મીરા, ભગવાન ખાતર મારી વાત સાંભળ." જિજ્ઞાસાએ મીરાનો હાથ પકડવા તેનો હાથ આગળ કર્યો પણ મીરાએ તેનો હાથ પાછો લઇ લીધો,"મારે તમારી કોઈ વાત નથી સાંભળવી."
"મીરાબેન, તમે આવું કેમ..." ચાંદની કંઈક બોલવા જતી હતી પણ મીરાએ હાથ ઉપર કરીને તેને વચ્ચેજ અટકાવી દીધી, ચાંદની એમ માનીને ચૂપ થઇ ગઈ કે મીરા હાલ દુઃખી છે તેથી તેને હાલ કાંઈજ કેવાનો કોઈ મતલબ નથી.

મીરાએ દીવાલ પર લટકેલો આધ્વીકાનો ફોટો ઉતાર્યો, ફોટો પર લાગેલો હાર કાઢીને ફગાવી દીધો અને બધાં સામે જોઈને બોલી,"જીગર રાઠોડ અને મિત્તલ ચૌધરીને કારણે મેં મારી દીદી અને મારી રાવિને ખોઈ છે, હવે એ બન્નેના સબંધીઓ સાથે સબંધ રાખીને હું બીજા કોઈને ખોવા નથી માંગતી. હું મીરા રાઠોડ, જિજ્ઞાસા ચૌધરી, જીવન રાઠોડ અને ચાંદની રાઠોડ સાથેના મારા બધાજ સબંધો તોડું છું."

મીરાના શબ્દો રાવિના મુર્ત્યું પછી એક વધું ઘા સમાન સાબિત થયા, આધ્વીકા અને રાવિકાની અસ્થિઓ, રાવિકાની છેલ્લી નિશાનીઓ, રાધિકાને અને રાહુલને લઈને મીરા હંમેશા માટે મુંબઈ ચાલી ગઈ.
મીરાના આ નિર્ણયનો આઘાત જિજ્ઞાસાને સૌથી વધારે લાગ્યો, ત્રણ વર્ષની રાવિને જયારે આધ્વીકાએ તેના ખોળામાં મૂકી હતી ત્યારથી લઈને આજ દિવસ સુધી જિજ્ઞાસાએ રાવિને તેની સગી દીકરીની જેમ ઉછેરી હતી.

રાવિ ચાલી ગઈ છે એ હકીકત ગળા નીચે ઉતરે એ પહેલાંજ મીરાએ લીધેલ નિર્ણયની ફાંસ ગળામાં અટકી ગઈ હતી, જિજ્ઞાસાને આધ્વીકાથી વિશેષ લગાવ હતો અને એજ લગાવ તેની દીકરીઓ માટે પણ હતો.
પણ રાવિની અણધારી વિદાય અને રાધિનો વિયોગ જિજ્ઞાસાને અંદરથી તોડી ચુક્યો હતો, તેને ગળું ફાડીને રડવું હતું, બૂમો પાડી પાડીને તેનું દર્દ બધાંને કહેવું હતું પણ જાણે તેનું શરીર કોઈ બંધ પેટીમાં કેદ થઇ ગયું હતું.

રાવિની તીવ્ર યાદ આવતા જિજ્ઞાસાએ આકાશ તરફ જોયું અને તેની આંખો ભરાઈ આવી,"રાવિ, તને યાદ છે હું હંમેશા કે'તી કે જિજ્ઞાસા સોલંકી ક્યારેય કઈ નથી હારી... પણ આજે જિજ્ઞાસા હારી ગઈ બેટા. હું હારી ગઈ, આઈ એમ લોસ્ટ...."

ક્રમશ: