પ્રકરણ ૨૭
મેહુલએ રાધિનો આખો ચેહરો ચુમ્યો, છેલ્લે ગરદન ઉપર એક તસતસતું ચુંબન ચોડ્યું અને તેને કમરથી પકડીને તેની નજીક ખેંચી, "કરે છે ને? પ્રેમ?"
"પ્રેમ?" રાધિના ગાલ શરમથી લાલ થઇ ગયા હતા.
"સારું ચાલ મત આપ જવાબ, પણ એમ તો કે કે તું અચાનક અહીં કેવી રીતે? તું તો અમદાવાદ રે' છે ને?" મેહુલનો એક હાથ રાધિના ચેહરા પર ફરી રહ્યો હતો.
"રાવિ કે'તી હતી કે જીયા અને મેહુલ સાથે કામ કરશે એટલે મને ઈર્ષ્યા થઇ અને તારી પાસે આવી ગઈ હું અચાનક." રાધિએ મનોમન કહ્યું.
"કંઈ કીધું?" મેહુલએ તેનો કાન આગળ કર્યો.
"ના, છોડ મને." રાધિએ મેહુલને હળવો ધક્કો માર્યો.
"આ હાથ છોડવા માટે નથી પકડ્યો." મેહુલએ રાધિનો હાથ પકડીને તેને પોતાની તરફ ખેંચી, રાધિ મેહુલને અથડાઈ અને બન્ને નીચે પછડાયાં.
"તારા પગમાં વાક નથી કે શું?" રાધિએ ખોટો ગુસ્સો કર્યો.
"સારું છે ને નથી, હોત તો તું ક્યાંથી મળોત?" મેહુલએ તેના બન્ને હાથ રાધિની પીઠ પર વિંટાળ્યા અને બોલ્યો,'આઈ લવ યું રાધિકા."
"આઈ લવ યું ટું મેહુલ ફેહુલ." રાધિ હસી પડી.
"તું હસતી હોય ત્યારે બઉ વ્હાલી લાગે છે." મેહુલએ રાધિના હોઠ ચૂમી લીધા, રાધિએ તેના ચુંબનનો પ્રતિસાદ ચુંબનથી આપ્યો.
મેહુલએ તેને પોતાની તરફ ભીંસી, અને તેનું શરીર ચુમ્યું.
પહેલા પ્રેમનો પ્રથમ સ્પર્શ રાધિને મદહોશ બનાવી રહ્યો હતો, વર્ષોથી એક નાનકડી ચાલીમાં એકલી રહેતી જવાન છોકરી સમજીને તેના શરીર પર નજર ફેરવતા નફ્ફટ પુરુષોથી સાવ અલગ પુરુષો પણ આ દુનિયામાં હોય છે એ રાધિએ હવે જાણ્યું હતું.
"મેહુલ, મારે કંઈક વાત કરવી છે." રાધિ ઉઠીને સોફા પર બેઠી.
"બોલ ને, શું કેવું છે તારે?" મેહુલ તેની બાજુમાં બેઠો.
"હું રાઠોડ ખાનદાનની દીકરી અને રાવિકા રાઠોડની બેન છું એ ખરું, પણ હું હમેંશાથી રાઠોડ પરિવારનો ભાગ ન્હોતી." રાધિએ પૂર્વભૂમિકા બાંધી, મેહુલ તેની વાત સાંભળે છે એ ખાતરી કર્યાં પછી રાધિ આગળ બોલી, "હું ચિત્રાસણીના જંગલમાં ગામલોકોને મળી હતી, ત્યાંથી એ લોકો મને પાલનપુર બાળ સંરક્ષણ કેન્દ્રમાં લઇ ગયા. એના પછી હું અમદાવાદના એક અનાથાશ્રમમાં રહી અને અમુક વર્ષો પછી મેં મુંબઈની વાટ પકડી સારું ભવિષ્ય બનાવવા."
"તો તને ક્યારે ખબર પડી કે તું માત્ર રાધિકા નઈ પણ રાધિકા રાઠોડ છે?" મેહુલએ રાધિનો હાથ પકડ્યો.
"હમણાંજ થોડા સમય પહેલાં...." રાધિએ તેના સ્વપ્નને કારણે રાવિ સાથે થયેલી મુલાકાતથી લઈને આજ સુધી જે કંઈ બન્યું એ મેહુલને જણાવ્યું.
"મને દુઃખ થાય છે કે'તાં પણ હવે હું તને મારી ગર્લફ્રેન્ડ નઈ બનાવી શકું." મેહુલએ રાધિનો હાથ છોડી દીધો.
રાધિએ આ જ જવાબની આશા રાખી હતી, તેણીએ મેહુલ સામે જોઈને નકલી સ્મિત કર્યું અને ઉભી થઈને બારણા તરફ આગળ વધી.
"હું તને મારી ગર્લફ્રેન્ડ તો નઈ બનાવી શકું પણ હું તને મારી વાઈફ જરૂર બનાવીશ." મેહુલએ માંડ તેનું હસવું રોકી રાખ્યું હતું.
"યું મેહુલ ફેહુલ....." રાધિએ મેહુલ સામે જોયું, તેં તેના હાથ ફેલાવીને ઉભો હતો. રાધિ દોડતી જઈને મેહુલને વળગી પડી.
"તારા પાસ્ટ કે તારા પાછળ લાગતી રાઠોડ અટકથી મને કોઈ મતલબ નથી રાધિકા, મારા માટે તું ઈમ્પોર્ટન્ટ છે. માત્ર અને માત્ર તું, રાધિકા." મેહુલએ તેની ભીંસ વધારી.
"હું નીકળું છું, મારે જલ્દી ઘરે પહોંચવું પડશે." રાધિ હળવેકથી મેહુલથી અલગ થઇ.
"આટલી રાત્રે તું એકલી જઈશ? હું આવું છું તારી સાથે, ચાલ." મેહુલએ તેના કપડાં અને ગાડીની ચાવી કબાટમાંથી બહાર કાઢી.
"હું જતી રઈશ, તું ચિંતા ન કર." રાધિએ તેની શક્તિઓ વિશે હજુ વિગતવાર મેહુલને ન્હોતું જણાવ્યું.
"પણ હું તને મૂકી જઉં એમાં કોઈ વાંધો છે?" મેહુલ તૈયાર થયો અને રાધિને ખેંચીને પાર્કિંગમાં લઇ આવ્યો, તેને ગાડીમાં બેસાડી અને ગાડી ચાલુ કરી.
બન્ને ડ્રાઈવ કરીને મુંબઈથી અમદાવાદ પહોંચ્યાં, મેહુલએ રાધિને દેશમુખ નિવાસ આગળ ઉતારી, તેને આલિંગન આપ્યું અને ત્યાંથી નીકળી ગયો.
"તું સવાર સવારમાં ક્યાં ગઈ હતી બેટા?" રીનાબેનએ રાધિને સવાર સવારમાં ઘરમાં આવતાં જોઈને પૂછ્યું.
"મામીને મળવા ગઈ હતી, રાવિ ક્યાં છે?" રાધિએ રાવિને નાસ્તાના ટેબલ પર ન જોઈ એટલે પૂછ્યું.
"એરપોર્ટ ગઈ છે જીયાને લેવા." કેરિનએ જવાબ આપ્યો.
"જીયા આવે છે?" રાધિના ચેહરા પર થોડી ખુશી આવીને જતી રહી.
"વહિની આલી." મિથિલાએ હમણાંજ ઘરમાં પ્રવેશેલી રાવિને જોયી.
રાધિએ પાછળ ફરીને જોયું, રાવિ એક છોકરી સાથે ઘરમાં પ્રવેશી. તેં છોકરી જિજ્ઞાસા જેવી દેખાતી હતી તેથી રાધિએ અનુમાન લગાવ્યું કે આ જીયા જ હોવી જોઇએ.
કાળી આંખો, કમર સુધી ઝુલતા કાળા સ્ટ્રેટ વાળ, પાતળો બાંધો, વળાંકવાળું શરીર, ગોરો વાન અને યૌવનની ચરમસીમાએ પણ માસુમ લાગતો ચેહરો ધરાવતી જીયાનું રૂપ તેને કામણગારી યુવતીઓની હરોળમાં પ્રથમ ક્રમાંકે મૂકી શકે એમ હતું.
રાધિને જોઈને તેં હસી ત્યારે મોતી જેવા તેના દાંત જોઈને રાધિ મનોમન બોલી, "સુંદર છે, માસી જેવી જ."
"નમસ્તે!" જીયા આવતાંજ કેશવરામ અને રીનાબેનને પગે લાગી.
"ખુશ રહો!" રીનાબેન અને કેશવરામ એકીસાથે બોલ્યાં.
"આ કેરિન છે, આ મારી નણંદ મિથિલા, રીનામાં , કેશવબાબા અને આ રાધિકા." રાવિએ વારાફરતી બધાંનો પરિચય આપ્યો.
જીયાએ બધાંને ઔપચારિક સ્મિત આપ્યું અને રાધિ પાસે આવી, તેને ગળે લગાવી અને બોલી, "મારી રાવિ જેવી જ એક રાધિ છે એ મને ખબર ન'તી, મેં તારા વિશે જાણ્યું એના પછી મેં તને ખુબજ મિસ કરી છે દીદી."
"દીદી?" રાધિએ જીયાને તેનાથી અળગી કરી.
"હા, હું તમારા બન્ને કરતાં દોઢ વર્ષ નાની છું. આ રાવિ તો તેને દીદી કેવા જ નથી દેતી પણ તને તો હું દીદી કંઈ શકું ને?" જીયાએ ફરીથી એક મીઠું સ્મિત વેર્યું.
"તમે બધાં બેસો, હું નીકળું છું." કેરિનએ તેની બેગ લીધી અને ઓફિસ જવા નીકળ્યો.
"સાંજે જલ્દી આવજો જીજું." જીયાએ પાછળથી બુમ પાડી, કેરિનએ પાછળ વળીને હકારમાં માથું હલાવ્યું અને નીકળી ગયો.
"હું પણ નીકળું, દાદા આવે પછી આપણે ફરવા જઈશુ તાઈ. હું તમને તાઈ કહી શકું?" મિથિલાએ જીયા સામે જોયું.
જીયાએ હકારમાં માથું હલાવ્યું તો મિથિલા ખુશ થઈને જીયાને વળગી પડી અને બેગ લઈને નીકળી ગઈ.
"માં અમે મામાના ઘરે જવાનું વિચારીએ છીએ, તમે આવશો?" રાવિએ રીનાબેન સામે જોઈને પૂછ્યું.
"ના, હું અને કેશવ ઘરે રહીશું. તમે જઈ આવો બેટા, અમે ફરી ક્યારેક આવશું." રીનાબેનએ કહ્યું.
રાવિ, રાધિ અને જીયા ન્યું રાઠોડ હાઉસ આવ્યાં, જીયાને જોઈને આસ્થા ખુશ ખુશ થઇ ગઈ. નિવાસ-નિગમ કોલેજ ગયા હતા અને જીવન ઓફિસ ગયો હતો.
બધાંએ ભેગા મળીને આખો દિવસ ગપ્પા માર્યા અને બીજા દિવસે રવિવાર થતો હતો તેથી આખા પરિવારને અમદાવાદ આવવાનું નિમંત્રણ આપી દીધું.
ત્રણેય છોકરીઓ મોડી રાત્રે પાછી ફરી હતી, જીયા અને રાધિ રાધિના ઓરડામાં ગઈ અને રાવિ તેના ઓરડામાં આવી.
"આવી ગઈ." કેરિનએ રાવિનો હાથ પકડ્યો.
"હા, તું હજુ કેમ જાગે છે?" રાવિને કોણ જાણે કેમ પણ આજે કેરિનનો સ્પર્શ વિચિત્ર લાગ્યો.
"હું તારી રાહ જોઈ રહ્યો હતો, રાવિ...." કેરિનએ રાવિને તેની નજીક ખેંચી.
"તારે કાલે ઓફિસ જવાનું છે, ઊંઘી જા." રાવિએ કેરિનની પકડ છોડાવવાનો પ્રયત્ન કર્યો.
"તું મારાથી દૂર જવા મથે છે?" કેરિનએ તેની પકડ મજબૂત કરી.
રાવિએ કેરિન સામે જોયું, તેની આંખોમાં જોઈને તેં સમજી ગઈ કે કંઈક ગરબડ છે. તેણીએ કેરિનનું ગળું પકડ્યું અને તેને હવામાં ઉચક્યો, "કોણ છે તું?"
રાવિની નજરમાં માંડ પકડાય એટલી ઝડપે કોઈ કેરિનના શરીરમાંથી નીકળ્યું અને કેરિન ખાંસવા લાગ્યો.
"તું ઠીક છે?" રાવિએ કેરિનને નીચે ઉતાર્યો અને તેની નજીક ગઈ.
કેરિનએ તેને ધક્કો માર્યો અને ઓરડાની બહારની તરફ દોડ્યો, "કોણ છે તું? તું દૂર રે મારાથી. માં, બાબા, મિથિલા, રાધિ, જીયા બધાં ચાલો અહીંથી....... આ છોકરી નઈ કોઈ એલિયન છે......"
ક્રમશ: