ડૂબતી સંધ્યાનો સુરજ - ૧૦ Parthiv Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડૂબતી સંધ્યાનો સુરજ - ૧૦



" આજ જગ્યા એ..... સામે જ્યાં હું ઉભો હતો એજ જગ્યા એ થોડા દિવસો પહેલા એક ડાયનને મેં બચાવી હતી....." આ શબ્દ સાંભળી સંધ્યા જરા સ્તબ્ધ બની ગઈ . અને જાણે આગળની વાત સાંભળવા આતુર બની ગઈ . સૂરજે આગળ કહ્યું

" મેં એને બચાવી , બદલામાં મને શું મળ્યું ? મારી કલાસ વન ઓફિસરની નોકરી છીનવી લીધી , પ્રાઇવેટ કંપનીમાં નોકરી મેળવી જાત મહેનતથી આગળ આવ્યો , ત્યાં પણ લોકોની ઇર્ષાએ મને ચોરીના આરોપમાં ફસાવી માર માર્યો . જે ગામને એક અત્યાધુનિક સુવિધાથી સજ્જ બનાવવાનું , જીવનધોરણ ઊંચું લાવવાનું સ્વપ્ન જોયું હતું એજ ગામના લોકોએ ગધેડા પર બેસાડી ... મોઢું કાળું કર્યું અને જોડાનો હાર પહેરાવ્યુ ..... તેને મેં કોઈ પણ સ્વાર્થ વગર બચાવી અને એના બદલામાં ભગવાને મને આ ' સારા આશીર્વાદ આપ્યા ? '

" ત...તમે...... તમે એ...એ... ઘટના વિશે ...થોડું વિ....વીસ...વિસ્તારથી કેશો પ્લીઝ ? " ખબર નહીં કેમ પણ હવે સુરજ સડસડાટ બોલી રહ્યો હતો પરંતુ ધરતીનો અવાજ કાંપી રહ્યો હતો .

" લગભગ છ મહિના પહેલાની વાત છે , હું GPSC પ્રિલીમમાં પ્રથમ પ્રયત્નમાં પાસ થયો હતો અને ઇન્ટરવ્યુનો છેલ્લો રાઉન્ડ બાકી હતો . મને પૂરો ભરોસો હતો કે હું એમા પણ સરળતાથી પાસ થઈ જઈશ . જે દિવસે ઇન્ટરવ્યૂ હતું એ દિવસે મુશળધાર વરસાદ પડી રહ્યો હતો .હું મારા મિત્રનું બાઇક લઈને આજ રસ્તા પર જઇ રહ્યો હતો ત્યાં જ એક છોકરી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી હતી . મેં એને બચાવી જીવનનું મૂલ્ય સમજાવ્યું અને આ બધામાં થોડો વધારે સમય લાગી ગયો " સુરજ બોલી રહ્યો હતો અને સંધ્યાની આંખોમાંથી આંશુ નીકળવા લાગ્યા હતા . આ જોઈને સૂરજે પોતાની વાત અટકાવીને કહ્યું .

" બધું ઠીક તો છે ? હું શાંત થતો જાવ છુ મારો ગુસ્સો ઓછો થતો જાય છે પરંતુ તમે કેમ રડી રહ્યા છો ? " હવે જાણે સૂરજ તો સ્વસ્થ થઈ ગયો હતો પરંતુ સંધ્યાને કૈક થયું હતું

"કંઈ....કંઈ નહીં.... તા..તારીખ ...તારીખ અને સમય ... સમય કહી શકશો પ્લીઝ " સંધ્યા એ પૂછ્યું

" અમમમ્ , ૧૦ એપ્રિલ બાર થી બેની..... "

" સૂરજ..... થેન્ક યુ......થેન્ક યુ સો મચ ...ખૂબ ખૂબ આભાર ..... હુ તારી આભારી છુ સૂરજ.... " સૂરજની વાત અધવચ્ચે કાપતા સંધ્યાએ કહ્યું .

સંધ્યા સૂરજના ગળે મળીને ધોધમાર આંશુ વરસાવી રહી હતી .' ડૂબતા સૂરજને બચાવવા આવેલી સંધ્યા ' પોતે રડવા લાગી એનું કારણ સુરજ સમજી રહ્યો નહતો .

ખાસો સમય એમજ પસાર થયો . એક ખૂબસુરત છોકરી કે જેને સૂરજે ફિલ્મો માંજ જોઈ હતી...જેને સૂરજે પરીઓની કહાની માંજ સાંભળી હતી , એવી છોકરી પોતાના ગળે મળેલી છે આ જોઈને એનો આત્મહત્યા કરવાનો વિચાર ક્ષણિક રીતે ઉડનછુ થઈ ગયો.

આજુબાજુના લોકો આ કાળા કૃષ્ણ અને ગોરી રાધા સમી જોડીને જોઈ રહ્યા હતા અને અંદરો અંદર મસ્કરી અને કોમેન્ટ મારી રહ્યા હતા. થોડા સમય પછી સંધ્યાબોલી

" એને એનો પ્રિય વ્યક્તિ જ મરવા માટે છોડીને જતો રહ્યો હતો બરાબરને ? "

" જી હા ૧૦૦% . પરંતુ તમને કેમ ખબર પડી ? શુ તમને પણ એમનો ફોન આવ્યો હતો ? "

" ચાલ સમજાવું .... આમ પણ તે વચન માંગેલુ કે તારા પ્રશ્નના જવાબ મળ્યા પછી હું તને આત્મહત્યા કરવા માટે નહીં રોકુ પણ એના પહેલા પ્લીઝ ... તારો થોડો સમય આપીશ ? આમ પણ તું જીવન ટુકવવા જઇ રહ્યો છે તો સારું છે કે થોડો સમય મને આપ ...."

સૂરજ કહેવા માંગતો હતો કે એના ગળે મળ્યા પછી એનો આત્મહત્યા કરવાનો વિચાર દૂર ક્ષિતિજ પર ગાયબ થઈ ગયો હતો અને આગળ વધુ જીવવાની પ્રેરણા મળી હતી તેથી સૂરજે કહ્યું .

" ઠીક છે " આમ પણ તે આવી સુંદર છોકરીનો સાથ આસાનીથી છોડવા માંગતો નહતો .

સંધ્યા ઉભી થઇ અને પાછળ સુરજ પણ ઉભો થયો . હજી ઓર્ડર આવ્યો ન હતો છતાં સંધ્યા એ બિલના પૈસા ટેબલ પર મુખ્ય અને બીજી એક ગુલાબી નોટ મૂકીને નીચે લખ્યું

' ટીપ '

●●●●●●●●●●●●●●●●●●●●

રાત્રીનો સમય હતો . એસ.જી. હાઇવે પર રહેલી હરિયાળીના કારણે ગાંધીનગરની હદમાં પ્રવેશતા જ ઠંડક શરીરને ધ્રુજાવી દેતી હતી . પહોળા રસ્તાઓ , લીલા વૃક્ષો અને શાંત વાતાવરણ જાણે ગાંધીનગરની ઓળખ બની ગઈ હતી . ધરતીએ પોતાના પ્રિય રોયલ એનફીલ્ડની ચાવી સૂરજ તરફ લંબાવતા કહ્યું

" હુ મારૂ બુલેટ સામાન્ય સંજોગોમાં કોઈને ચલાવવા નથી આપતી , બસ તુ આજે કૈક ખાસ છે "

સૂરજે સંકોચ સાથે ચાવી હાથમાં લીધી . એને સમજ પડી રહી ન હતી કે અચાનક સંધ્યાને શુ થઈ ગયું છે ? , એને ચૂપચાપ ચાવી ભરાવી યુટર્ન મારી બાઇક સ્ટાર્ટ કરી

" ધક..ધક.ધક.ધક......" અવાજ આવી રહ્યો હતો સાથે સાથે સૂરજનું હૃદય જાણે બુલેટના અવાજ સાથે હરીફાઈ કરવા માંગતું હોય એમ ધબકી રહ્યું હતું , જાણે હમણાં બહાર આવી જશે !

સંધ્યા બુલેટ પાછળ બેઠી અને બુલેટ એક મોટા પરંતુ મીઠા અવાજ સાથે આગળ વધ્યું . અચાનક વધારે એક્સીલેટેર આપતા સંધ્યાએ સૂરજનો ખભો પકડી લીધો અને બુલેટ આગળ વધવા લાગ્યું . પાછળથી જરૂર મુજબ સંધ્યા સૂરજને દોરવી રહી હતી એના સિવાય એક પણ શબ્દ એ ઉચ્ચારી શકતી નહતી .

સરગાસણ , ઇન્ફોસિટી વટાવી બાઇક આગળ જઇ રહ્યું હતું . સંધ્યાની દોરવણી મુજબ હવે તેઓ સેક્ટર ૧૮ માં પહોંચ્યા અને બાઇક એક મકાન આગળ આવીને ઉભું રહ્યું .

એ મકાન મકાનથી વધુ આધુનિક જમાનાનો રાજમહેલ હતો . સફેદ આરસના પથ્થરો જેવી ટાઇલ્સ લગાવવામાં આવી હતી , દરેક બાલ્કનીમાં નાનામોટા ફૂલ-છોડના કુંડા મુકવામાં આવ્યા હતા . ઘરની શોભા વધારવા અલગઅલગ પ્રકારનું લાઇટિંગ કરવામાં આવ્યું હતું . લાકડાના દરવાજા ઉપરની નેમ પ્લીટ પર બોર્ડ લખેલું હતું 'ઉપાધ્યાય - ડીજીપી '

" આ નામ...? ક્યાંકતો વાંચ્યું હતું એ નામ પણ ક્યાં ? " સૂરજને યાદ આવી રહ્યું નહતું .

" હોર્ન માર " સ્વાતિએ કહ્યું અને સૂરજે એમજ કહ્યું અને એની થોડી જ ક્ષણોમાં દરવાજો ખુલ્યો અને બુલેટ અંદર લેવામાં આવ્યું . સુરજ આ મકાનને જોઈને અભિભૂત થઈ ગયો હતો અને વિચારી રહ્યો હતો કે ' આવડા મોટા મકાનમાં તો મારું અડધુ ગામ સમાઈ જાય , તો આ ઘરમાં કેટલા માણસો રહેતા હશે ? '

બાઇક પાર્ક કરવામાં આવ્યું પછી સૂરજે જોયું કે એ ઉભો હતો એની એક બાજુ એક રેન્જરોવેર ગાડી અને બીજી ઇનોવા ગાડી પાર્ક કરવામાં આવી હતી . ઇનોવા ગાડી પર લાલ અક્ષરે લખવામાં આવ્યું હતું

' Government of Gujarat '

અને બીજી તરફ એક ગાર્ડન હતો . જ્યાં પડેલા એક ટેબલ ઉપર કોઈ વ્યક્તિ બેઠું હતું

બુલેટ જેવું અંદર પ્રવેશ્યું એ માણસ નજીક આવ્યો આ માણસ ....!? ક્યાંક તો જોયો છે એ માણસને . પણ ક્યાં ? કોણ હતો એ માણસ ? સૂરજને યાદ આવી રહ્યુ નહતુ

સંધ્યા દોડીને એ માણસને ભેટીને રડવા લાગી ... " ડેડું....."

" શુ થયું બેટા કહેતો ખરી ..." સંધ્યાના પપ્પા બોલ્યા . સુરજ વિચારી રહ્યો હતો.... આ અવાજ....અવાજની અંદર રહેલી હૂંફ ....વાત કરવાનો આ લહેજો..... ક્યાં સાંભળ્યો હતો એ અવાજ ....?

અરે ...આ તો પેલા GPSC ભવન વાળા ઉપાધ્યાય સાહેબ .

" સાહેબ..... જય શ્રી કૃષ્ણ .... કેમ છો ઓળખાણ પડી સાહેબ ? " સૂરજે ઉપાધ્યાય સાહેબને પગે લાગતા કહ્યું .

"અમ્.... માફ કરશો મહાશય . તમારી ઓળખાણ ન પડી "

" સાહેબ ધોધમાર વરસાદ , GPSC ભવન ...મારુ ઇન્ટરવ્યૂ હતું ? મોડું થવાના લીધે બીજા કેન્ડીડેટ ની પસંદગી ...? "

" અચ્છા .... સૂરજ....સૂરજ પંચોલી..... તને કેમ ભૂલી શકુ બેટા . એ દિવસ ... એ દિવસતો.... " આટલી બોલી એ પોતાની દીકરી સંધ્યા તરફ જોવા લાગ્યા અને આગળ વાત ચાલુ કરી

" એ દિવસ એક જરૂરી કામ આવી જતા મારે નીકળવું પડેલું .પણ શારૂ કર્યું તું અહીંયા આવી ગયો , એ દિવસની અધૂરી વાત આજે પુરી કરીશું .પરંતુ તું અહીંયા....અહીંયા ક્યાંથી ...? "

આ સાંભળી સુરજ સંધ્યા સામે જોવા લાગ્યો . થોડી સ્વસ્થ થઈને સંધ્યા બોલી " પપ્પા .. એ દિવસ વિશે સુરજથી છુપાવવાની જરૂર નથી...કારણ કે .... કારણ કે ..... એ જ તો હતો જેને મને બચાવી હતી "

" શું....!!! આ સૂરજે જ તને બચાવેલી

" જી હા "

" તો તું જ છે ...તુ જ છે મારી ડૂબતી સંધ્યાનો સૂરજ "

થોડીવાર મૌન પથરાયું પછી આગળ ઉપાધ્યાય સાહેબે કહ્યું " સૂરજ.... હું પહેલેથી જ તારાથી પ્રભાવિત હતો . તે હવે મને તારો ઋણી બનાવી દીધો છે . બોલ હું તારા માટે શું કરી શકું છું ? "

" એક મિનિટ ...એક મિનિટ .... તો શું મારી દીકરીને લીધે જ તો .... એના લીધે જ તો તું ઇન્ટરવ્યુના સ્થળ પર મોડો નહોતો પડ્યોને ?

સૂરજ એક શબ્દ પણ ન બોલી શક્યો બસ આંખો નીચી કરી મૌન ઉભો હતો એ જોઈને સંધ્યાએ એની સાથે બનેલી બધી ઘટના કે જે સૂરજે કહેલી એના પિતાને સંભળાવી દીધી.

" ઓહ.... ડૂબતી સંધ્યાનો સુરજ કે ડૂબતા સૂરજની સંધ્યા !! એમના મોઢા માંથી ઉદગાર નીકળી ગયો " અને આગળ કહ્યું

" હું તને વચન આપું છું , કે તને મારાથી પણ મોટો ઓફિસર બનાવીશ " સંધ્યાના પિતાએ કહ્યું

( ક્રમશ )

આ લઘુકથા પૂર્ણતા તરફ આગળ વધી રહી છે . તમારા અભિપ્રાય આવકાર્ય છે .

એના ઇનામો કરતા મને એક પૂર્ણ લેખક તરીકે દરરજો મને એ મને વધુ પસંદ છે .

જો તમને વાર્તા ગમી રહી હોય તો કોમેન્ટ માં પ્રતિભાવ આપી તમારા મિત્રો , પરિવાર જનોને અવશ્ય મોકલો .

આભાર