Featured Books
  • ભાગવત રહસ્ય - 104

    ભાગવત રહસ્ય-૧૦૪   દેવહુતિ કહે છે-આપ સત્સંગ કરવાની આજ્ઞા આપો...

  • ખજાનો - 71

    "ત્યાં સુધી મિત્રો સાંભળો અહીં જે દુકાનદાર છે તે મારો ખાસ મિ...

  • મૃગજળ

    આજે તો હું શરૂઆત માં જ કહું છું કે એક અદ્ભુત લાગણી ભરી પળ જી...

  • હું અને મારા અહસાસ - 107

    જીવનનો કોરો કાગળ વાંચી શકો તો વાંચજો. થોડી ક્ષણોની મીઠી યાદો...

  • દોષારોપણ

      अतिदाक्षिण्य  युक्तानां शङ्कितानि पदे पदे  | परापवादिभीरूण...

શ્રેણી
શેયર કરો

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 20

વન એન્ડ હાફ કેફે સ્ટોરી

Anand

|20|

બીજો દીવસ, દીવમાં

ધ સેન્ડ કેસ્ટલ


“એ... આ ચાલને જઈએ હવે.” પીયાએ મારા વાળમાં હાથ ફેરવતા મારા કાન પાસે આવીને ધીમેકથી કહ્યું. “ચલો...”

“સલુન...” એના શ્વવાસની હુંફાળી ગરમાહટ મારા કાન સોસરવી નીકળી ગઇ. “આ વાળુ મસ્ત છે જો અને ચેર પણ કેટલી મસ્ત છે જો ને... જઈએ હવે...” કહીને મને ઉભો કર્યો.

“ચલો...” એને ફરી પેલા વાળી જીદ્દ પકડી અને મારી સામે હોઠ બીડાવ્યાં. થોડીવાર એમના એમ રહી પછી જોર-જોરથી હસવા લાગી. “કેટલો ડરે છે એ... એ કાંઈ ખાઈ નો જાય તને... ડરપોક...” એનો આ અવાજ સાંભળવો મને બઉ ગમે.

“વાય...” કહીને મને પાછો એના ખોળામાં સુવડાવ્યો. “મારા બોયફ્રેન્ડ સાથે હું ગમે તેમ કરુ.” એની આંખોની મસ્તી મને કાંઈ અલગ જ લાગી.

“એમ...” મે કહ્યું. “ઓહ યેસ...” એને તરત જ સામો જવાબ આપ્યો. “ટુ ફની હા...” મે ફરી કહ્યું.

થોડીવાર હું એની આંખમાં જોઈ રહ્યો અને એ મારી આંખમાં જોઈ રહી. લાગ્યું એને કાંઈક કહેવુ છે. એની વાદળી મોહક આંખ જોઈને એના દીલની વાત મને સમજાઈ ગઈ. હવે જો એ કાંઈ નહી બોલેને તોય ચાલશે.

“એ...” એ એટલું બોલીને અટકી ગઈ એ હું એની આંખમાં જોઈ રહ્યો.

“કાંઈ નથી કહેવુ આપણે...” મે એક આંગળી એના હોઠ પર રાખી. “ઓકે. એવરીથીંગ વીલ ફાઈન. આઈ એમ હીઅર વીથ યુ... સાવ ચૂપ થઈ જા... ઓકે...”

કહીને મે એને ગળે લગાવી. રીલેશનશીપની ખબર નહી પણ જ્યારે વાત બે બેસ્ટફ્રેન્ડ અને બી.એફ.એફ. ની થાય ત્યારે એકાંતમાં ઘણી મોમેન્ટ આવી ઈમોશનલ થઈ જાય જ્યારે બેયના મનના બાકી બધાને લઈને ડર હોય એ સમી જાય અને દીલથી દીલની વાત ન કરવી હોય તોય થઈ જાય. એમને એકબીજાને કહેવાની જરુર પણ નથી પડતી કોઈવાર એ આંખથી જ સમજી લે છે.

“ચલ હવે સ્માઈલ કર. પીયાને આટલી શાંત ક્યારેય જોયી નથી. એટલે પીયા આટલી શાંત સારી ન લાગે. નક્કી તું પીયા તો નથી. “ મે એના ગાલ ખેંચતા કહ્યું.

“ના.” મે કહ્યું. “કેમ.” એને આશ્ચર્યથી મારી સામે જોયું. “મને તો તારી સામે જોયા જ કરવું છે ને તારી સાથે વાતો જ કર્યા કરવી છે.”

“પાક્કો વાળો બોયફ્રેન્ડ બની ગયો તું તો... આઈ એમ પ્રાઉડ ઓફ યું...” ઝુકીને એણે મારી તરફ જોયુ ત્યારે એના લહેરાતા વાળ મારી આંખ ઢાંકી ગયા અને એની સુગંધ મારા મનને એની તરફ લઈ જઈ રહી છે. મે એના વાળ સરખા કરીને મારી તરફ જુકેલો ચહેરો અને મને તાકીને જોઈ રહેલી આંખો જોઈ. “મને છોડીને ક્યારેય ચાલ્યો નહી જા ને.”

“સપનામાં પણ નહી.” મે એના ગાલ પર હાથ ફેરવ્યો. “નેવર.”

“તને મારા કરતા બી સારી છોકરી પ્રપોઝ કરશે તો...” એને સવાલ કર્યો.

“ખોટા...” વીચાર્યા વગર જ એને કહી નાખ્યું. “એની શું ગેરેંટી ? તુ મારો જ બી.એફ. રહીશ.”

“તારાથી સારી ગર્લ આ દુનીયામાં છે જ નહી. અને તુ તો મારી સાથે છે. તો મને બીજી ક્યાંથી મળવાની.” મે એના ચહેરા પર હાથ ફેરવતા કહી નાખ્યું.

“ટુ ચીઝી...મેન...” એણે ચહેરો હલાવીને મને ઈશારો કર્યો કે હું એની પાછળ પાગલ થઈ ગયો છું.

“તો કેસ્ટલ બનાવી આપ.” કહીને મને હળવેથી ધક્કો મારીને ઉભો કર્યો. “કેટલો સેન્ટી થઈ ગયો મારા માટે... સેન્ટી માસ્ટર... “ પછી એને મારુ ટી-શર્ટ સાફ કરી આપ્યું.

ચોમેર શું ચાલે છે એ એકેયને ખબર જ નથી. મે અને પીયા એ પાછળ નજર કરી તો બધા ઉંધે કાન મથી રહ્યા છે. મોટા ભુંગળેથી એક પછી એક રોમેન્ટીક ગીતો વાગે છે અને મહેરામણ જાણે આજે એના બાળપણના રંગે રંગાયુ છે. દુનીયાદારી અને લાઈફમાં કાંઈક બનવાની અને મોટા સપના પુરા કરવાની મનોકામના જાણે આજના દિવસ પુરતી બધાની પુરી થઈ ગઈ છે. “એ... આ બધા કેટલા હેપી છે... “. સ્ટીરીયામાં વાગતા ગીત સાથે આનંદમાં આવીને પીયા એ મારી સામે જોયુ. “હા... તારી જેમ. ઓલ થેન્કસ ટુ યુ.” મે એનો હાથ પકડીને એને બ્રીટીશરો એની રાણીને સન્માન આપવા જે રીતે જુકતા એ રીતે એની સામે જુક્યો. “માય લેડી. ઓલ થેન્કસ ટુ યુ.”

“મે તો કાંઈ જ નથી કર્યુ. તો મને થેન્કસ કેમ કે…” એને મારી સામે એવી જ વિશ્મયતાથી જોયુ જેવી રીતે પેલી વાર મળ્યા હતા. એનો સ્વભાવ અત્યારરે પણ નાનકડી, મસ્તીખોર અને ખુલ્લા મનથી જીવનારી નાનકડી છોકરી, નાનકડી પીયા જેવો જ છે.

“પછી...પછી બઉ કાં તને... પછી વાળો તેમાં...” કહીને આંખ બંધ કરીને હું પાગલ છું એવો ઈશારો કર્યો. “હો.” મે કહ્યું.

પીયાનું કહેવુ એવુ છે કે મને કાંઈ ખબર નથી પડતી પણ એ ક્યે છે એટલે માની લઇશ. આખરે એની વાત મારાથી ટાળી નથી શકાતી. કેમ એ મને અત્યારે ખબર નથી.

નદીનું પાણી કોઈની રાહ જોવાનું નથી. ઓલા ટાબરીયાવની બોટ હવે તો આરામથી પાણીમાં તરે છે. ટાઈમપાસ કરવા માટે પીયા મને ક્યારની ખીજાય છે; પણ મને એ ગમે છે કે એ મને ખીજાય છે.

એ મને નહી ખીજાય તો કોણ ખીજાશે. બાકી હું તો રહ્યો પાગલ પુરેપુરો

બેસમેન્ટ ફ્લોર બનાવવા માટે નો ખાડો હવે પુરો જ થવા આવ્યો. પીયા બધી બાજુ રેતી ખોદીને વચ્ચેના આઈલેન્ડ પર બેસી ગઇ. મે એને મારી તરફ લાવી અને વચ્ચેનો ખાડો સરખી રીતે કર્યો. “હવે...” પીયા એ મારી સામે જોયુ. પવન એટલો બધો છેકે એના વાળ ઘડી-ઘડી એની આંખ પર આવી જાય છે અને એ સરખા નથી કરી શકતી એટલે ચીડાયા કરે છે. બે-ત્રણ વાર મે એની સામુ જોયુ પછી મારાથી એની તકલીફ જોઈ ન શકાઈ. મે એની સામે જોયુ ત્યાં ફરી એના વાળ એના ચહેરાને ઢાંકી ગયા. આ વખતે એણે વાળ સરખા ન કર્યા એમની એમ ચીડાઈને મારી સામે જોતા બેસી રહી. “પીયું...” મે કહ્યું. “આર યુ ઓકે ?” મે ફરી પુછ્યું. એ કાંઈ બોલી નહી એટલે હું સમજી ગયો. જ્યારે-જ્યારે એ ચીડાઈ જાય ત્યારે કાંઈ બોલે નહી ખાલી હોઠ બીડાવીને બેસી જાય.

“આઈ થીન્ક યુ આર રાઇટ... આટલી સ્વીટ ગર્લ આમ ઈરીટેટ થાય એ કેમ ચાલે...” મે એના વાળ સરખા કરતા કહ્યું. એની વાદળી આંખો મારી સામે ગુસ્સામાં હોય એવી રીતે જોયા રાખે છે. ચહેરો થોડો જુકેલો છે. “તુ બોયકટ કરાવી લે...”

“એક છુટ્ટુ ફેંકીને મારીશને...” કહીને મને પાણી ઉડાડ્યુ. “કુલડાઉન... આઈ એમ જોકીંગ યાર... નથી કરવા આપણે હેરકટ. કુલડાઉન”. પછી નાના છોકરા જે રીતે કરે એ રીતે મારી સામે હાથ આગળ કરીને પર્સ મને આપ્યું. પહેલા તો હું સમજ્યો નહી પછી અચાનક શું સમજાયુને મે પર્સની ચેન ધીમેથી ઓપન કરી એમાંથી મને પીંક કલરની રીંગ મળી. મને સમજાયુ નહી એટલે મે એને આપી પણ એને મારા હાથ પર ધીમેથી મારીને એ લેવાની ના કહી. “કેમ...” મારાથી બોલાઈ ગયું.

એને ચહેરો એક તરફ ઝુકાવ્યો અને એના વાળ હવામાં ઝુલાવીને મારી સામે આંખથી ઈશારો કર્યો. હવે મને ડર લાગ્યો. મે માથું હલાવ્યું. એણે તરત જ મારી સામે હોઠ બીડાવ્યાં. એણે જીદ્દ પકડી અને મારે હવે એ પુરી કરવી પડશે.

એને વધારે જોરથી હોઠ બીડાવ્યાં અને “તો શું... જી.એફ. ની કેર કરવી એ કોઈ ક્રાઈમ નથી... ચલો... હું કાંઈ નથી સાંભળી લેવાની...”

“હા..... શરમ આવશે... મેલ ઈગો... રાઈટ...” કહીને એને મારી સામે જોયુ. “ઈટસ ઓકે હું જાતે કરી લઈશ. તુ હેરાન ન થા.” આ તીર સીધુ મારા દીલ પર વાગ્યું. એનો સીધો મીનીંગ એ થાય કે હું ડરપોક છું.

“ચલો... આગળ પાછળ નથી જોવાનું આપણે કોઈ તને ખાઈ નહી જાય... ચલો... ગુડબોયની જેમ.” કહીને એને ચહેરો પાછળ કર્યો જેથી એનો પાછળનો ભાગ મારી તરફ થયો. “એ...”

મારા ધબકારા વધવા લાગ્યા છે અને મારાથી બીજુ કાંઈ થઈ શકે એમ નથી.

“પણ...” બોલ્યો અને ફરી મને અટકાવ્યો. “પણ...પણ... કાંઈ નહી. ખોટા નાટક નહી કર...”

મારી પાસે કોઈ રસ્તો નહોતો. આજસુધી ક્યારેય પબ્લીક પ્લેંસમાં છોકરી સાથે આટલુ ઓપનલી રહ્યો નથી એટલે મને વધારે બીક લાગે છે. આ બધુ બોલવામાં કેટલુ સહેલું લાગે અને જ્યારે ખરેખર ગર્લફ્રેન્ડ સાથે હોય ત્યારે કેટલું અઘરુ લાગે. એક્સાઈટમેન્ટ બધી એકબાજુ પણ આ અજાણ્યાંની ધરતી પર જાણીતા જોઈ જશે એવો ડર મને આજે કેમ લાગે છે એ સમજાતુ નથી.

મારા તો ધબકારા વધી ગયા. મે એની તરફ ચાલવાનું શરુ કર્યું. હું એની પાસે ગયો. “એ...” એણે પ્રેમથી કહ્યુ અને મારી સામે જોયું. “આટલો ડરે છે શું કરવા...”.

“ના...એવું કાંઈ નથી.” મારાથી એની મેળે બોલાઈ ગયું. “જુઠ્ઠુ નહી બોલ. આઈ કે એવરીથીંગ. પણ તુ આટલું તો કરી શકે ને મારા માટે. તો ચલો...” એને ફરી કહ્યું. પેલા તો મે આંખ બંધ કરી દીધી. પહેલા તો કાંઈ સમજાયું નહી. મેં એના સોલ્ડર સુધી હવામાં લહેરાતા મુલાયમ વાળને મે હાથની હથેળીમાં રાખ્યાં. આવો અનુભવ મે આજ સુધી ક્યારેય નથી કર્યો. એની ઠંડક અને મોહક સ્પર્શ મને ગમવા લાગ્યો. બે કે ત્રણ વાર મે વાળ સરખા કરવાની કોશીશ કરી પણ આજ સુધી મે કોઈ છોકરી માટે આ નથી કર્યું એટલે મને થોડી શરમ આવે છે અને આવડતુ પણ નથી એ વાત પીયાને ખબર છે પણ દીલના અંદરના ખુણેથી મને ખબર છે કે એ મારો ડર દુર કરવા માંગે છે. પવન એટલો જોરથી ચાલે છે કે એના વાળ મારા હાથમાંથી લસરી જાય છે.

“આટલી વારમાં તો મારા હેર પાછા મીડબેક એ પહોંચી જાય એ... અને ફરી હેરકટનો ટાઈમ થઈ જાય...” એણે ધીમેકથી કહ્યું.

મે હથેળીમાં એના વાળ સરખા કરીને આંખ ઉપર આવી જતી લટ સરખી કરીને વાળ ભેગા કર્યાં. “ગુડ બોય...” અને બીજા હાથથી રીંગ લગાડવાની ટ્રાય કરી. એકવારમાં તો ન થયું. “અરે યાર આ નહી થાય મારાથી....” હું ઈરીટેટ થયો. “ટ્રાયના બાબા થઈ જશે.” એને મારો એક હાથ પકડી રાખ્યો. મે ફરી ટ્રાય કરી અને આંખ આગળ સરકીને આવી ગયેલા વાળ ફરીથી પોનીટેલમાં નાખીને રીંગ લગાવી દીધી. “ગુડબોય...” પીયા એ તરત જ મારી સામે ફરીને કહ્યું. સેકન્ડમાં જ જાણે એનો લુક સાવ બદલાઈ ગયો એટલે હું એની સામે એકધારો જોઈ જ રહ્યો. “ઓય પાગલ.” મને કાંઈ સંભળાયુ નહી. “ઓય હીરો.” કહીને પીયા એ મારા કાન પાસે બે વાર ક્લેપ કર્યું. “ક્યાં ખોવાયા ? એટલો બધો હોટ લાગ્યો મારો આ ન્યુ લૂક...” મારા મનનો સીધો સવાલ એને કરી નાખ્યો.

“હવે નીચે જોઈને બ્લશીંગ નહી કર. ઈટસ ઓકે. ન કે તો ચાલે.” એણે તરત જ કહ્યું.

“યુ...યુ...” બોલીને હું અચકાયો. “એ...” કહીને મારા હાથ પર એને હાથ મુક્યાં. “યુ પછી આગળ...”

“લુકીંગ ક્યુટ... એન્ડ હોટ... ” મે પુરુ કર્યું. એ પહેલા મને બીક હતી કે લુકીંગ હોટ કહીશ તો હું કેવો લાગીશ.

“સો સ્વીટ ઓફ યુ એ... ઓલ થેન્કસ ટુ યુ...” કહીને એને મીસ ઈન્ડીયાની જેમ હાથ લંબાવ્યાં. એનો મારા માટે આટલો સ્વિટ અને સુંદર ચહેરો મે પહેલીવાર જોયો. મને એની તરફ ખેંચીને ગળે લગાવ્યો અને કાનમાં “હા.... આ લેસનમાં બી તુ પાસ થઈ ગયો. મારો સ્કોલર સ્ટુડન્ટ બનવાનો તુ તો.”

એટલામાં અમારી પાછળ સ્પીકર માંથી અવાજ આવ્યો. “ક્યા બાત હૈ... ક્યા બાત હૈ... લગતા હૈ આજ તો એક સે બઢ કર એક કીલ્લે દેખને કો મીલને વાલે હૈ. મઝા હી આ ગયા દોસ્તો. ટાઈમ કો દેખતે રહીયેગા દોસ્તો બાઢ આને વાલી હૈ. યાદ રખીયેગા બડા કીલ્લા યાની મઝબુત હો એસા હર બાર નહી હોતા. છોટા વાલા ભી જીત શકતા હૈ. આખીર તક જો બચેગા વોહી વીનર હોગા દોસ્તો. જી હા...હરી અપ...”

આ સાંભળીને પાસે હતા એટલા લોકોમાં જાણે નવુ જોમ આવી ગયું. અત્યાર સુધી સાવ ધીમેથી કામ કરતા લોકો સુપર ફાસ્ટ જેટની જડપે કામ કરવા લાગ્યા. એ બધાને જોઈને પીયા એ મન કોણી મારી કે આપણે કેટલુ બધુ કામ બાકી છે.

નાઈલ નદી અડધાથી થોડી ઉપર સુધી પહોંચી છે અને ખુલ્લા આભને વાદળાઓ એ ઘડીક રોકી રાખ્યું છે. ઘડીકવાર તડકો લાગે છે અને ઘડીકમાં મેઘરાજના આગમનનું અંધારુ છવાઈ જાય છે. તડકો આવે ત્યારે થોડીવાર માટે ગરમી જેવુ લાગે છે અને વાદળછાયું થાય ત્યારે ઠંડકમાં મજા આવે છે. હું અને પીયા નાનપણની વાત કરતા તા કે આપણે નાના હોય ત્યારે બા-દાદા ને મમ્મી-પપ્પા આપણને કેવુ ક્યે. “આ વાદળા આમ ક્યાં હાયલા જાય આપણે પૂછીએ એટલે ક્યે કે એ પાણી ભરવા જાતા હોય. સફેદ વાદળા પાણી ભરીને પાછા આવે ત્યારે કાળા કલરના થઈ જાય” અને આપણે વીજળીના કડાકા અને ભડાકાથી બઉ બીતા હોય ત્યારે આપણને શું ક્યે ?” પીયાએ મને પુછ્યું “ભગવાન બેટ દડે રમતાં હોય એટલે અવાજ આવે.” વળી પાછા નાના ભટૂરીયા પુછે કે ક્યાં તો ક્યે “વાદળાની ઉપર રમતા હોય એટલે વીજળી થાય.” તો ફરી પુછે કે દડો નીચે નો પડી જાય ત્યારે દાત કાઢીને ક્યે કે “નો પડે ભગવાનના કેટલા બધા હાથ હોય.”

પછી વાતો કરતા અમે કામે વળગ્યાં. નીચેનું બેસમેન્ટ તૈયાર થઈ ગયુ એટલે મે ઈંટ રાખીને એને માટીથી ઢાંકીને દરવાજા અને અંદર જવાની સીકરેટ સીડી માટે ભોયરુ બનાવ્યુ. ઉપરના માળ માટે લાકડાના કટકા ગોઠવીને એની ઉપર છત બનાવી જેથી નીચેની જમીન સાથે ગ્રાઉન્ડ ફ્લોર સમતળ થઈ જાય. હું જે કરુ છુ એ પીયાને વધારે સમજાતુ નથી એટલે એ બસ ખાલી જોયા કરે છે અને હું કઉ એટલુ કામ કરી આપે છે. મને થોડી મીનીટ પેલા એવો ડર હતો કે કદાચ જો કીલ્લો નહી બને તો પીયા આગળ પોતે કેવો લાગશે પણ એવુ કાંઈ જ થયુ નહી.

મે આજુ બાજુ નજર ફેરવી કોઈ જમીન સરખી કરવામાં પડ્યાં છે અને કોઈ નીચેની દીવાલ બનાવવા જાય છે ત્યાં પડી જાય છે. એક-બે જણ અમારાથી આગળ છે અને થોડાક કપલ ટાઈમ પાસ કરે છે. “એ... આપણો ફોર્ટ બધાથી મોટો...” એનો ઉત્સાહ એના ચહેરા પરથી સાફ જોઈ શકાય છે. “યેસ... બનાવ્યો કોને...” મે કહ્યું. મહારાજાને રીસપેક્ટ આપે એવી રીતે એને બે હાથ જમીન પર મુક્યાં અને પછી મારી સામે માથુ જુકાવ્યું. “પ્લેઝર ઈઝ ઓલવેઝ માઈન... માય લેડી...”.

“હકન...” કહીને એ સરમાઈ ગઈ. અને રેતી ભરવા માટે એના તરફ ડોલ લંબાવી. કલર-કલરના રેકડા લઈને મોટી ટોપીવાળા મોટા ભટૂરીયાઓ આમથી તેમ દોડા-દોડી કરે છે. પીયા એ હાથ ઉંચો કરીને એકને રોક્યો અને ડોલ ભરી આપવા કહ્યું તો એણે ડોલ ભરવાને બદલે પોણો ભરેલો રેકડો ત્યાં જ ઠાલવી દીધો. અમે બેઈ એની સામે જોઈ રહ્યા ત્યાં પીયા એ કહ્યું “આટલી બધી... આઈ મીન ઈતની સારી...”

“મેમ મે કબ સે ઘુમ રહા હું મગર એક બાત બતાઉ...” રાહ જોતા એ અમારી સામે ઉભો રહ્યો. અમે બેય એ માથુ હલાવ્યું. “આપકા કીલ્લા સબસે બઢીયા હે મેમ... આજ કે વીનર તો આપ હી હોંગે... “ કહીને ખાલી રેકડો દોડાવીને નીકળી ગયો.

એની પાછળ સાયકલ પર પેડલ મારતો લાયબંબા વાળો આવ્યો. આગળ સાયકલ અને પાછળ નાનો ટાંકો. નળી કાઢીને અમારો ટાંકો ભરતો ગયો. આ ગજબનુ રમકડુ જોઈને અમને તો મજા પડી.

“ફીલ નાઈસ હા... મારા આર્કીટેક્ટ એ...” પીયાએ મારી આંખમાં જોઈને કહ્યું. “બાય ધ વે રીયા ઈઝ સ્વિટ. આઈ લાઈક હર.”

“અચાનક રીયા ક્યાંથી આવી તમારા મનમાં...” એને વાતની વચ્ચે રીયાનું નામ લીધુ એટલે મને આશ્ચર્ય થયું.

“એમજ.” થોડીવાર વીચાર્યા પછી એને કહ્યું. એમજ તો કોઈ છોકરી... કોઈ છોકરાને... કોઈના વીશે શું કરવા પુછે...? થોડીવાર લાગી મને આ વાતને સમજતા. એણે મારા વીશે કાંઈ ફીલ કર્યું ? મને ખબર છે પણ એ કહેશે નહી. આ ન કહેવાની વચ્ચે જ મોટા ભાગના ખોવાઈ જતા હોય છે. એને સામે બેસાડીને, એની આંખોમાં આંખ નાખીને એનો હાથ પકડીને દીલની વાત કહી દેવી જોઈએને... ભાર ઓછો થઈ જાય...

“ઇઝ સી ક્યુટ...?” એના પછીનો એનો સવાલ મને અંદરથી લાગ્યું એજ આવ્યો અને “સી ઈઝ યોર બીએફએફ ના...”

“યસ...સી ઈઝ ડેમ્ન ક્યુટ.” મે કહ્યું ત્યારે એને ન ગમ્યુ એ હું જોઈ શક્યો.

“ફોટો તો...એક મીનીટ...” મે ફોનમાં થોડીવાર આમતેમ કર્યુ પણ એને ખબર નહી આટલી બધી કેમ ઉતાવળ છે રીયાને જોવાની. કદાચ મારા મનમાં જે છે એવુ જ હોય. કદાચ એ કનફર્મ કરવા માંગે છે કે અમે રીલેશનશીપમાં તો નથી ને. અને મારી જાણ બહાર મારા આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. થોડીવાર પછી અમારા બેયનો એક ફોટો ફોન હાથમાં રાખીને એને બતાવ્યો એ ભેગો જ એને ફોન મારા હાથમાંથી ખેંચી લીધો અને એટલો ઝુમ કરીને અને ફેરવી-ફેરવી ને જોયો પછી હાશકારો થયો હોય એવી રીતે મને ફોન આપી દીધો. મને બીક હતી કે એનો હવે પછીનો સવાલ એ જ નીકળશે જે હું વીચારુ છું. ઈઝ સી યોર... અને હું એની આગળ ખોટું નહોતો બોલી શકવાનો... પણ એને કાંઈ પુછ્યું નહી. “સી ઈઝ ક્યુટ.” પછી મારી સામે જોઈને “બટ તારા જેટલી નહી...”. “બટર પોલીસ કરવામાં તને અને રીયાને કોઈ નો પહોંચે...”. “અરે સાચે ને બાબા... નો માન તો...”

કામ કરતાં-કરતાં અમે વચ્ચે કીલ્લાના અને અમારા ફોટોસ અમે ક્લિક કરતા જતા હતા. બેસમેન્ટની ઉપર મસ્ત લાકડાના માંચડા રાખીને અમે છત બનાવી. બધા કરતા અમારો કીલ્લો મોટો છે એટલે બધા વારાફરતી જોવા આવે છે અને દુર જઇને ચર્ચા કરે છે. એકાદની વાતો તો મે સાંભળી કે હમ બનાના છોડ દેતે હે વેસે ભી હમ જીતને વાલે કહાં ચે દેખો ઈનકા સાઈઝ એકબાર. અમારો કીલ્લો મજબુત હતો કારણ કે મે ફાઉન્ડેશન સાથે બનાવ્યો એમાં ઈંટો અને પથ્થર રાખ્યા છે જ્યારે બાકી બધા ખાલી રેતી ચણીને દિવાલો બનાવે છે. અમારો કીલ્લો અભેઘ્ય છે એવી આ બધાને ખબર નથી કારણકે મે પથ્થરની ઉપર રેતી નાખી દીધી છે એટલે જે જોવાનું હતુ એ કોઈના ધ્યાનમાં મને ખબર છે ત્યાં સુધી નથી આવ્યું.

“એ...આપણો કીલ્લો તો સુપર હીટ થઈ ગયો જો... બધે આપણી બેની જ ગોસીપ ચાલે છે જો.” એને ખુશ થઈને કહ્યું પછી એનાથી વધારે બોલાઈ ગયુ એવુ એને લાગ્યું એટલે “એટલે આઈ મીન આપણા ફોર્ટની... ગો..સીપ... થેન્કયુ...”.

ઉપરનો માળ બનાનવા માટેની રેતી આવી ગઈ છે એટલે જલ્દીથી અમે ઉપર જોઈતી વસ્તુઓ ગોઠવી અને દીવાલ બનાવવાનુ કામ ચાલુ કરી નાખ્યું. વીસેક મીનીટમાં તો અમે કીલ્લાને દીવાલથી મઢી નાખ્યો. એમના ફોટોગ્રાફર્સ વારે ઘડીએ આવીને ફોટોસ ક્લીક કરી જાય છે. એક બે લોકલ ન્યુઝ ચેનલ વાળા પણ લાઈવ ટેલીકાસ્ટ કરતા ફરે છે. પીયાને આ બધુ જોઈને બઉ મજા પડે છે. અત્યાર સુધીમાં મારા ના કહેવા છતા કેટલી બધી વાર મને આવીને થેન્કયુ કહી જાય છે.

“એ... આ બધા કેવા વોલ્ક કરવા નીકળે છે ચલને આપણે પણ જઈએ...” હું રેતીમાં બેઠો તો અને મારી સામે ઉભી છે. એને મારી તરફ એનો દેખાવડો હાથ આગળ કર્યો “ચલો...”. મને ઉભો થતા મારા રેતીવાળા કપડા જોઈને પોતાના સકાર્ફથી મારુ ટી-શર્ટ સાફ કરવા લાગી અને મને ખીજાઈ ગઈ. “કેટલો કેરલેસ છે હેં તુ. પોતાની તો કાંઈ પડી જ નથી ને. આમ જો તો તારા કપડાં. એ નહી કે એકવાર જોવાનુ પોતાની તરફ. બસ બીજાને ખુશ કરવામાં એટલું ખોવાઈ જવાનું કે પોતે તો કાંઈ નહી. પાગલ સાવ...પોતાને ખુશ કરવા માટે કાંઈ નહી. પછી એકલા બેસીને ઓવરથીંકીંગ કર્યા કરવાનું...”. મને બોલવાનો એકેય મોકો જ એને ન આપ્યો.

“નજીક આવ. ત્યાં આવીને શું ઉભો રહી ગયો. આગળ આવ.” કહીને મારુ ટીશર્ટ સાફ કરવા લાગી. એનો આ ચીડાયેલો નવો ચહેરો મે જોયા રાખ્યો. એના બધા લુક કરતા આ લુકમાં કાંઈક અલગ જ ક્યુટનેસ છે.

“પાછળ ફર.” એ જેમ ક્યે એમ હું કર્યા રાખુ છું. મારી કોઈ આટલી સંભાળ રાખે એ જાણીને અંદરથી આનંદ થાય છે. “ઈડીયટ સાવ... ક્યારેય નહી સુધરે ને...”. કહીને પ્રેમથી મારો કાન ખેંચ્યો. “ના...” મે કહ્યુ.

પછી અમે બેય કામ એક બાજુ પડતુ મુકીને વોલ્ક પર નીકળ્યા. નદીના પાળે-પાળે પથ્થરના રસ્તા પર અમે ચાલ્યાં જઈએ છીએ. એક પછી એક ભાત-ભાતના અને અવનવા કલરના મકાનો ની હારમાળા અમારી બાજુમાંથી રેલ્વેના ડબ્બાની જેમ પસાર થાય છે. મોજે સવારી કરીને આવતા અભેધ્ય પવનમાં આ નાનકડી માયાનગરીના મકાનોની છત પર ફરકતી ધજાઓનો ધીમો અવાજ વારે ઘડીએ ધ્યાન એની તરફ ખેંચે છે. દુનીયા આખીની મોહમાયાથી અલગ આ માયાનગરીએ પોતાની અલગ જ દુનીયા રચી છે. આજ સુધી મે આવી નગરી ખાલી સપનામાં જોયી છે. પણ આટલી બધી મહેનત અને પરીશ્રમ કરવા છતા દરીયાદેવના એક જ જપાટે આ આખી નગરી હતી નહોતી થઈ જવાની એ જાણ બધાને હોવા છતા બધા જાણે ભુલી ગયા છે.

નદીની પાળ પતવા આવી ત્યાં અમે ફરી પાછા દુકાનો પાસે આવી ગયા. હાથ પકડીને ચાલતાં-ચાલતાં ક્યારે આટલે દુર પહોંચી ગયા ખબર જ ન પડી. વાતો કરતા-કરતા ક્યારે રસ્તો પત્યો એ ધ્યાનમાં જ ન આવ્યું. “બસ પણ હવે ડેડ એન્ડ આવી ગયો. લેફ્ટ ચલ.” પીયાએ મને કહ્યું. ડાબે વળ્યાં ત્યાં ચા વાળાની દુકાન આવી. “નહીં હો. વીચારવાનુય નથી આપણે. આમ જો...આમ જો...સામે જો...છે જ નહી કાંઈ...” મારી આંખ આડો એને હાથ રાખી દીધો. એની જીદ્દ નક્કી હતી કે મને ચા નહી પીવા દેવાની અને મારે એની જીદ્દ માનવી પડવાની એ પણ નક્કી હતુ તોય મે બે વાર ટ્રાય કરી તો પણ એ ન માની એટલે મારે મારી જીદ્દ છોડવી પડી.

“એ... મને તારા સુપરનાનીને ક્યારે મળાવીશ...?” પીયાએ વચ્ચેથી સવાલ કર્યો.

“જોક નહી કર. સીરીયસલી કઉ છું...” ચાલતા-ચાલતા થોડીવાર અટકીને મારી સામે જોઈ રહી. “કાંઈ નહી...”

“અરે બાબા હું સાચે કઉ છું.” જોકે મે તો એમજ કહ્યું હતું. મારા નાની મળવાની પીયાને કેમ આટલી ઉતાવળ છે એ મને ન સમજાયું.

“આપણા એન્ગેજમેન્ટની વાત કરવા માટે...” એને બેધડક મારી આંખમાં જોઈને કહી નાખ્યુ અને હું અવાચક રહી ગયો. મારા પગ નીચેથી દરિયો નીકળી ગયો. આ વાતનો જવાબ મારે કેવી રીતે આપવો એ મને નથી ખબર. “હેં...” મારાથી મોઢામાંથી એટલુ જ નીકળ્યું.

“આપણા એન્ગેજમેન્ટની વાત કરવા...” એને મારા કાનમાં આવીને કહ્યું.

“સીરીયસલી...” હું તો એ જ વીચારમાં હતો કે એ મને રીજેક્ટ કરશે તો. મારી લાઈફની નાની પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા આવ્યો ત્યાં તો મોટી જાતે સોલ્વ થઈ ગઇ.

“હા...ને...” એના ચહેરા પરનો બદલાવ હું સાફ જોઈ શક્યો.

“કેમ નહી કરે મારી સાથે એન્ગેજમેન્ટ ?” અમારી આંખો એક થઈ. “બોલ. લાઈફનું સ્કેરી એડવેન્ચર કરીશ મારી સાથે ?” એને મને પ્રપોઝ કર્યુ કે આ પણ કોઈ લેશન હતું.

હું તો હજી શોકમાં જ છું. “સાચે...” મારાથી બોલાઈ ગયું.

“હવે મને નથી ખબર...” એને ચીડાઈને કહી નાખ્યું અને ચાલતી થઈ ગઈ.

“એ ઉભી તો રે...” એ આગળ ચાલતી થઈ ગઈ એટલે હું એની પાછળ દોડ્યો.

જાણે કોઈ સપનું મારી આંખ સામેથી થોડી સેકન્ડમાં પસાર થઈને નીકળી ગયું.

એને મારા માટે એક એવી વાત મુકી દીધી જેની મે કલ્પના પણ નહોતી. મને કાંઈ સમજાતુ નથી. એ આગળ નીકળી ગઈ એટલે હું ઝડપથી એની પાછળ ગયો. મે હાથ પકડ્યો પણ એને મારા હાથને ધક્કો માર્યો એટલે મે એના ખભ્ભે પરાણે હાથ વીંટાળ્યો. બે-ત્રણ વાર એને ધક્કો માર્યો પણ પછી એને પણ કાંઈ ન કર્યુ. “આ હેર ટાઈ ખેંચી લઈશ હો હવે રીસાણી ને તો. પછી મનાવવા નહી આવું.” મે એની પોની ટેલ ખેંચીને કહ્યું. “એમ... જોઉ કેમ નથી આવતો... ખેંચ્યુ ને તો તારે જ ફરીથી ટેલ બનાવી આપવી પડશે. વીચારી લેજે.” અને હું સમજી ગયો કે બધુ બરોબર ચાલે છે. “હું જ કાઢી નાખું ચલ તારુ કામ વધારીએ આપણે.” પછી લડતા ઝઘડતા અમે એક ચોકલેટ પાર્લર પાસે પહોંચ્યાં. એના ના કહેવા છતા હું એના માટે હોટ ચોકલેટ લઈને આવ્યો. “આ હોટ ચોકલેટ ખાઈને તમારા હોટ બ્રેઈનને કોલ્ડ કરો માતાજી.” મે હાથ જોડ્યાં. અને એને મારો કપ ખેંચી લીધો. પહેલા તો હું અચકાયો પછી એક આંખના ઈશારે મારો ડર એને દુર કર્યો. પછી એના કપમાં અમે બે સ્ટ્રો લગાડીને એક સાથે મજાથી પીધી.

થોડીવારમાં કોમ્પીટીશન પુરી થઈ જવી જોઈએ એવું લાગે છે. ટોપીના કહેવા પ્રમાણે કોમ્પીટીશનનો કોઈ નક્કી ટાઈમ નથી હોતો. જ્યાં સુધીમાં મોજા આવીને બધુ ધોવાય ન જાય ત્યાં સુધી ચાલતુ રહેતુ હોય. આજે ખબર નહી ક્યારે પુરી થાય. મને તો બસ પીયા સાથે વધારે ને વધારે ટાઈમ સ્પેન્ડ કરવો છે. મને એની સાથે રહેવાની મજા આવે છે. મને હવે કોઈ ઈનસીક્યોરીટી ફીલ નથી થતી. પીયા...

સોસયલ મીડીયાનો લવ ક્યારે ફેક નીકળે કાંઈ કહી ન શકાય. જેની સાથે વાત કરવી ગમે એની સાથે ઈમોશનલ અટેચમેન્ટ થઈ જાય અને ક્યારેક એક દીવસ અચાનક જ એ વ્યકિત તમને અજાણ્યાં કરીને ચાલી જવાની બીક આ આખો દીવસ ઓનલાઈન રહેતા લોકોને તો રેવાની. એટલે જ મને સોસયલ મીડીયાથી ચીડ થઈ ગઈ છે. જરુર હોય ત્યારે માણસો સંબંધ બનાવીને કહ્યા વગર ચાલ્યાં જાય. તમને પ્રેમ થઈ જાય એ માણસ સાથે અને એના માટે ખાલી ટાઈમ પાસ હોય. એકબીજાને મળીને, વાતો કરીને, ચહેરો જોયા વગર પ્રેમ કઈ રીતે થાય? થાય તોય ખબર કઈ રીતે પડે? પણ હું તો પીયાને જોઈ શકુ છુ. એટલે મારે ડરવાની જરુર નથી.

“ઓ હીરો ક્યાં ખોવાયો... કોને જોઈને બ્લશ કરે છે આટલો હેં...” પીયાએ મારી આંખ સામે બે વાર ક્લેપ કર્યું. “પેલી બઉ ક્યુટ લાગે છે નહી. કહેતો હોય તો વાત કરુ તારા માટે? નંબર લઈ આપું?”

“હા...યાર સાચે ક્યુટ છે જો...” એને ચીડવવા મે પણ કહ્યું. “લઈ આવને નંબર પ્લીઝ...પ્લીઝ...પ્લીઝ...જો ક્યારની મને નોટીસ કરે છે.”

“હા શું હા હેં...વીચારતો ય નહી. મને છોડીને તુ એ મંકીની સાથે જઈશ એમ. જઈને દેખાડ.” ચીડાઈને એ મારી સામે આવીને ઉભી રહી ગઈ. “તુ મારો બોય ફ્રેન્ડ છે અને મારો જ રહીશ આ વાત મગજમાં ફીટ કરી દેજે.” આ પોનીટેલ વાળી પીયાનું કાંઈ અલગ જ રુપ છે. થોડી સ્વિટ...થોડી અકડુ...થોડી વીયર્ડ અને થોડી ક્યુટ પણ ખરી. આ એવી મોમેન્ટ છે જ્યારે એ મારી સામે જીણી આંખ કરીને બે કમર પર હાથ રાખીને એમની એમ મારી સામે જોઈ રહી છે. એના આગળના થોડા સોર્ટ હેરની લટ પોનીટેલમાંથી લસરીને એની એક આંખને અડધી ઢાંકી ગઈ છે તોય એ મેડમને એ સરખી કરવાનો સમય નથી અને મારા પર ચીડાવાનો સમય છે.

મે એની લટ સરખી કરી કાન પાછળ કરી આપી. “ઈડીયટ...ચલ હવે લેટ થાય છે...” હું બસ એની પાછળ-પાછળ ચાલવા લાગ્યો.

ભાત-ભાતના કીલ્લા જોયા પછી અમારા મનમાં અમારા કીલ્લા પ્રત્યનો પ્રેમ વધી ગયો. અમે દોડીને અમારી જગ્યા એ પહોંચ્યાં. શાંત ગીતમાંથી જોશીલા ગીતો વાગવા મંડ્યા એમાંય અમારુ ધ્યાન ન રહ્યું.

નીચેનો માળ તૈયાર હતો હવે ખાલી બાકી રહ્યો ઉપરનો બનાવવાનો. લાકડીઓ અને સાંઠીઓથી સાચી છત બને એવી જ રીતે બરોબર ગોઠવીને અમે છત બનાવી. એના પછી મે ઉપરની દીવાલ બનાવવાનુ ચાલુ કર્યુ. પીયા મને સારી રેતી ભરીને આપતી જાય છે અને હું એનાથી ફટોફટ દીવાલ બનાવુ છું. નીચેનો માળ બનાવવામાં જેટલી વાર લાગી એના અડધાથી ઓછા ટાઈમમાં જ ઉપરની દીવાલો બની ગઈ. હવે બાકી રહી ઉપરની છત જે અડધી જગ્યાએ ઢાળવાળી અને અડધી જગ્યાએ સપાટ આવશે અને આ વાત પીયા માટે સર્પરાઇઝ છે એ ખાલી મને ખબર છે.

જલ્દીથી ઉપરનો માળ પતાવીને મે બીજી છત માટે સાંઠીઓ ગોઠવી દીધી. પીયાની નજર સામે ઘડીકમાંતો છતનુ સટ્રક્ચર ઉભુ થઈ ગયું. આડી સાંઠી જોઈને એને પેલા તો નવાઈ લાગી અને ઘડીભર સમજાયુ નહી કે મે આવુ કેમ કર્યું. જોતજોતામાં જ મે સાંઠી ઉપર પ્લાસ્ટીક અને કાગળથી મઢીને બેઝ બનાવ્યો અને વળતી ઘડીએ એની ઉપર રેતી લાગી ગઈ અને તૈયાર થઈ ગયો અમારો સેન્ડ કેસ્ટલ. ઢોળા વાળુ છાપરુ જોઈને પીયાનો ચહેરો જોવાલાયક હતો. મને ખબર છે એના માટે આ બધુ નાનકડી પીયાએ જોયેલા સપના જેવુ છે. એની ચારે બાજુ સીપાહીને જોવા માટેના વોચ ટાવર જેવા ચાર બગલા મુક્યાં. ચારેયની માથે ઘજા મુકાય એવા ઢોળા અને વચ્ચે બધાથી મોટો બગલો જ્યાં રાજા આવીને નજર માંડીને નગર જોઈ શકે. આ બધુ તો એના માટે અકલ્પનીય હતુ. એને આ બધી હકીકત છે એજ થોડીકવાર તો માનવામાં ન આવ્યું. બાકીનુ એક મોટુ સર્પરાઇઝ તો મે એના માટે બાકી રાખ્યુ. “પીયુ...” મે કહ્યું. “એ... આ બધુ... યુ આર...” એ રાજી થઈને આગળ કાંઈ બોલી ન શકી. “સર્પરાઈઝ તો બાકી છે ને પીયુ...” મે કહ્યું. “હેં...” . “આ વોટર બોટલ લઈ લે ચલ.” મે કહ્યું.

“કેમ ?” “સર્પરાઈઝ જોઈએ છે ને ?” “હકન.” કહીને એના ખભ્ભા ઉલાળ્યાં. “તો કઉ એમ કર.” “ચલ લઈ લીધી.” હવે જો આ જગ્યાએથી ડ્રોપ કર.” કહીને કીલ્લાના કોર્ટયાર્ડમાં મે એક કુવો એને બતાવ્યો. “કેમ પણ ? એ તો તુટી જાય...”. એના ચહેરાના હાવભાવ નાનકડી પીયા જેવા છે. જેમ રમકડુ તૂટવાની બીક હોય એમ પીયાને કીલ્લો તુટવાની બીક છે.

“ના બાબા આટલો બધો છે જો... પણ એનાથી શું થશે એ કે પહેલા.”

કીલ્લો સાવ તૈયાર જેવો જ છે. એને એ કુવો એટલો બધો ગમી ગયો કે પાણીના લીધે તુટી જાય તો એની એને બીક છે. મહામહેનતે મારા ચાર પાંચ વાર કહેવા પછી એ માની. એમાં પાણી એને તો નાખવુ જ નહોતું અને સાથે-સાથે મનેય નહોતું નાખવા દેવું. છેલ્લે એ માની ખરી.

પીયાએ જેવુ પાણી કુવામાં નાખ્યું કુવો પાણીથી ભરાવા લાગ્યો. દેખાવમાં તો આખો હાથ જઈ શકે એટલો ઉંડો છે એટલે બે કે ત્રણ વાર પાણી નાખ્યું ત્યાં કુવો ઉપર સુધી છલોછલ ભરાઈ ગયો. “એ... હું આયા સાડી પહેરીને પાણી ભરવા આવીશ પછી તુ મને ઉપરથી જોજે એટલે હું શરમાઈ જઇશ.”

“એ હો... તને સાડી પહેરતા આવડે પેલા ?” કહીને સાડી પહેરેલી પીયા કેવી લાગતી હશે એ વીચારમાં ખોવાઈ ગયો. પીયાને ખબર ન પડી શું થયુ. અમે શું કરતાતાં એ જોઈને કુતુહલતા વસ બે-ત્રણ જણ બીજા જોવા ઉભા રહ્યાં. થોડી સેકન્ડમાં કુવો ભરાયેલો રહેવાને બદલે ખાલી થવા લાગ્યો. બધા વીચારે કે પાણી ક્યાં ગયું.

થોડીવાર બધા જોતા રહ્યા ત્યાં જ ઉપરની છત પાસે કાંઈ અવાજ થયો અને ઉપરની છત પરના ફાઉન્ટીનમાંથી પાણી વહેવા લાગ્યું. નીચેના માળે નાનકડા ઝરણા જેવી દેખાતી જગ્યાંમાંથી પાણી વહેવા લાગ્યું અને અંદરના ફળિયામાં નાના-નાના તળાવો જેવા આકારો દેખાવા લાગ્યાં. પીયા તો પાણીને જતુ જોઈ જ રહી. ઘડી ભરમાં તો કીલ્લાની ફરતી બાજુની જગ્યાંમાં મહેલની નહેરોની જેમ પાણી ભરાઈ ગયું. અને બધા માળે ફાઉન્ટીન થવા લાગ્યા. ફરતી કોર નાના-નાના તળાવો બની ગયા. “ઓહ... માઈ... ગોડ... એ... આટલી ટાઈની વોટરબોડીઝ...” પીયાએ રાડ પાડી. “આ બધુ યાર તે કેવી રીતે અને ક્યારે કર્યું...” એ રેતીમાં ઉછળી પડી. એના ચહેરાના ભાવ હું ક્યારેય ન ભુલી શક્યો. પહેલેથી જ કેમેરા મે સેટ કરી રાખ્યો તો એમા અમારા એક્સપ્રેસન્સ રેકોર્ડ થઈ ગયા અને પાછળથી ખબર પડી કે આ બધુ લાઈવ ટેલીકાસ્ટ પણ થયુ છે.

જોનારાઓ માટે જાણે આ મકાનએ નવી જ દુનીયા રચી દીધી. બધા ઉભા રહીને એજ વીચારે છે કે પાણી નીચેથી ઉપર કઈ રીતે જાય પણ કેમ એ ખાલી મને એકને ખબર છે એનો મને આનંદ અને ગર્વ છે. આ અવર્ણનીય મારા નાનકડા કામે કીલ્લાને એટલો મોહક બનાવી દીધો કે માણસોના ટોળે-ટોળા એ કેસ્ટલને જોવા ઉમટી પડ્યાં છે. આખરે મારી મહેનત રંગ લાવી. બધાને અમારો કીલ્લો અને એની ખાસીયત જોવી છે. લોકો અમને મળવા માટે ટોળે વળ્યાં છે. ઉપરના માંચડેથી ટોપીવાળા પોતે માઈક લઈને નીચે શું થાય છે એ જોવા આવી ગયા છે. એના માણસો ધકામુકીથી કીલ્લાને નુકશાન ન થાય એનુ ધ્યાન સતત રાખે છે.

કાંઈપણ વીચાર્યા વગર પીયા દોડીને સીધા મારી પાસે આવી ને મને ગળે વળગી ગઈ અને એમનમ મને પકડી રાખીને મારી આંખમાં જોઈ રહી. હું એના શરીરની ગરમ હુંફ અનુભવી શક્યો. “યુ નો એ... યુ આર ધી બેસ્ટ... એન્ડ ધીઝ ઈઝ ધી બેસ્ટ સર્પરાઈઝ એવર...” એને મારા કાનમાં કહ્યું.

અમારી વાત પુરી થયા પહેલા તો લોકોના ટોળા વધવા લાગ્યાં. કોમ્પીટીશનમાં નથી એ લોકોને પણ જોવામાં કાંઈક અલગ જ રસ પડ્યો. મોટા ભુંગળેથી વાગ્યું “એસા કીલ્લા મેરી લાઇફમે મેને નહી દેખા દોસ્તો... આજ મોસમ સચમે બડા બેઈમાન હે દોસ્તો...સચમે...મીસ પીયા ઓર મીસ્ટર આનંદને યે પ્રુવ કર દીયા... ગોડ બ્લેસ યુ ટુ યારા...” અમે બેય વચ્ચે અને બધાએ ફરતી બાજુ અમને ઘેરી લીધા. પીયા તો એજ ધ્યાન રાખે છે કે અમારા કીલ્લાને હાથ લગાવીને કોઈ ખરાબ ન કરી નાખે. બધા કીલ્લાની સાથે અમારા બેયના ફોટોસ ક્લીક કરવા લાગ્યાં. અમે બેયએ કપલની જેમ મજાથી પોઝ આપ્યાં. ત્યાં અમારી ઉપર એક ડ્રોન ઉડતુ આવ્યું અને ઉપર જોઈને બેય એક સાથે બોલ્યાં. “ચીમ્બો.” અને હસી પડ્યાં.

“એ ઓલા દલિયામાં કાંઈક ગાજે... હવે આપલુ હુલયુ તલવાનુ...” એક ટાબરીયાએ જોરથી હાકલ પાડી અને ટોળા આખાનુ ધ્યાન એક બાજુ થયુ ત્યાં જ જોરદારનો પહેલો ઘુઘવાટો થયો અને પેલું મોજુ દુર-દુર ક્યાંક દેખાયું. “હા ઓયલો આવે...” બીજા ટાબરીયા એ બુમ પાડી. બધા એક સામટા હસી પડ્યાં અને ઉંઘમાંથી જાગ્યાં એમ દોડી પડ્યાં.

“પીયુ કેવો લાગ્યો કીલ્લો ?” મે એના કાન આગળ જઈને કહ્યું. “આટલો બધો સ્વીટ અને આટલો બધો ક્યુટ... તારી જેમ...” કહીને એને સ્માઈલ સાથે મારા ગાલ ખેંચ્યાં. “તો ચલ ફ્લેગ લગાવી દે અને તારુ નામ પણ લગાવાનુ છે એના પર. “ મે બેગમાંથી ફ્લેગનો થપ્પો કાઢીને એને આપ્યો. “આ બધું... અને એક મીનીટ આ તારુ-તારુ શું છે હેં... બેયનું નહીતર કોઈનું નહી લખાય. આ બધુ તારા લીધે થયુ છે અને મારુ એકનું નામ શુકામ...” એણે જીદ્દ પકડી. “અરે પીયું...તે બી તો મહેનત કરી છે એટલે ખાલી તારુ...”

“નો...”

“પણ...” મને વચ્ચેથી અટકાવ્યો અને “પણ... પણ... કાંઈ નહી. મોટા ફ્લેગમાં પીયાઝ કેસ્ટલ લખ્યું છેને... મને માર્કર આપ...” મે એને માર્કર શોધી આપી એટલે એને પીયાઝ કેસ્ટલમાં યા ની ઉપર આ કરી નાખ્યું. એટલે પીઆઝ કેસ્ટલ થયું. પી ફોર પીયા અને આ ફોર આનંદ એટલે થઈ ગયું પીઆઝ કેસ્ટલ.

“કેવુ લાગ્યું.” એણે મારી સામે જોયુ અને મોટી પ્લેટમાં પણ નામ ફેરવી નાખ્યું.

“સ્માર્ટ ગર્લ... મારી વન્ડર ગર્લ.” મે એની સામે જોયું. “બ્યુટીફુલ.”

“એ પછી કઈશ તુ પેલા લગાવી દે પછી ફોટો ક્લીક નથી કરવો.”. ચારે બાજુમાંથી બે ફ્લેગ એને મને આપ્યા અને બે એને રાખ્યાં. એ પહોંચાતી નહોતી તો હું ઉચકીને એને આગળ લઈ ગયો અને વચ્ચેનો યલો નામ વાળો મોટો ફ્લેગ અને નામની પ્લેટ અમે બેચ એ સાથે લગાડ્યા. “મેમ સ્માઈલ.” નેપાળીનો અવાજ કાને પડ્યો અને અમે બેય પોઝમાં ગોઠવાઈ ગયા. અમે બઉ બધી સેલ્ફીઝ અને ફોટોઝ પણ ક્લીક કર્યાં. એ શીવાયના બાકી બધાએ પણ અમારા ઢગલો ફોટોઝ પાડ્યાં એ તો અલગ. અમારા ફ્લેગ હવામાં ફર-ફર અવાજ કરતા ફરકવા લાગ્યાં અને આ જગ્યાંમાં અમારો કીલ્લો મહારાજાનો અને બાકીના બધા નગરના સેવકનાએ કીલ્લા હોય એવા લાગે છે. બધાની વચ્ચે અમારી ધજા ફરકવા લાગી પીઆઝ કેસ્ટલ.

અમારી જેમ બધા મોજાની રાહ જોતા ઉભા છે. ભુંગળામાં બોલનારની ઉત્સુકતા વર્તાઈ આવે છે. એને એક જ વાતમાં રસ છે કે કોનો કીલ્લો રેવાનો અને બાકી બધાને કે અમારો કીલ્લો કેટલી વાર ટકવાનો. બધાની રાહનો અંત હમણા થઈ જશે. “એ...” એને મારી સામે જોયુ અને મે એની સામે જોયું. “હાં...” “કાંઈ નહી એમજ...”. “એમજ... ડાયી થઈ ગઈ કે શું ?” “હાં... તારા માટે...”

બધા પાણીની રાહ જોતા ઉભા રહ્યાં. નાઇલ નદીના કાંઠા ચઢી ગયાં. દુકાનો વાળાની રોજની રમતમાં શરતો લાગશે કે કોણ ટકશે. બધા અનુમાન લગાવે છે. અમુક ટેબલ પર ચઢીને ઉભા છે. રેકડા લઈને ફરતા માણસો જ્યાં છે ત્યાં જ ઉભા રહી ગયા. ગીત થોડીવાર માટે બંધ થઈ ગયા અને જોરદાર વીજળીનો કડાકો સંભળાયો. પળવારમાં અંધારુ થઈ ગયું. વરસાદ આવશે એવુ લાગતુ નહોતુ. બધાને નવાઈ લાગી “લગતા હે આજ ઈન્દ્રદેવભી યે નઝારા મીસ નહી કરના ચાહતે...” દરીયો અને વરસાદ ભેગા થવાના આજે એટલે આજે દરીયાદેવ અને ઇન્દ્રદેવ એકસામટા રમવાના.

એકબાજુ રોમાંચક અને એકબાજુ રોમેન્ટીક મજાનું વાતાવરણ છે. વાદળા ઘેરાયા. નાઇલ નદી છલકાઈ અને ધડામ કરતો અવાજ થયો. કોઈએ હાકલ કરી કે દરીયા દેવ દીવાલે આવી ભટકાઈ ગયા. એની સાથે માણસોનો ઉલ્લાસ બમણો થયો.

આવા મસ્ત વાતાવરણમાં મારુ મન ય રોમેન્ટીક થઈ ગયુ છે. પીયાનો હાથ પકડીને મે એક પછી એક સ્ટેપ્સ કર્યા. મહેરામણ આખુ જાણે રંગમાં આવી ગયું. નાના મોજા ભટકાય એટલે બધા હુડીયા બોલાવે છે. બે અવાજ અને ત્રીજામાં દીવાલ સાથે લઈને દરીયાદેવ મોજે પલાણીને સીધા અંદર. બધા રાજીપામાં આઘા પાછા થવા લાગ્યાં. ત્યાં જ ઉપરથી પાણી આવીને એક જ સેકન્ડમાં મહેરામણ એ રચેલી નીર્જીવ કહેવાય એવી જીવતી નગરી પાણીમાં ગરકાઉ થઈ ગઇ. બધાના મનમાં એક જ સવાલ હતો કે કોનો કીલ્લો રહેશે. પાણી ધક્કો ખાઈ પાછુ ગયું ત્યાં તો વરસાદ મનમુકીને પલાણ્યો. ટોપીવાળા એ બટન દબાવ્યું ત્યાં શાંતીથી વહેતી નાઇલ નદી મોજે ચડીને હીલોળા લેવા લાગી. ઉપરથી મેઘરાજ, પાસેથી નાઈલ નદી અને સામેથી દરીયાદેવ આજે ગાંડી રમતે ચડ્યા છે.

પહેલું મોજુ પાછુ વળ્યું ત્યારે બધાના ચહેરા જોવા જેવા હતા. “એ...” પીયાએ બુમ પાડી. “પાર્ટી...” ત્યારે મને ખબર પડી ઘણા બધા કીલ્લા ધોવાઇ ને પડી ગયા. અમારો બીજા બેની જેમ ઉપરથી ધોવાયો. મોટી ધજા માંડ થોડી દેખાઈ ત્યાં બીજુ મોજુ આવી ગયું. મને બીક હતી કે પીયા ઉદાસ ન થઈ જાય ત્યાં મોજુ પાછુ વળ્યું પેલા તો બાકીના બે રહ્યાં તા એ પડેલા દેખાયા ત્યાં પીયા થોડી શાંત થઈ ગઇ.

અમને થયુ અમારો કીલ્લો પણ ગયો ત્યાં અમારી ધજાની ટોચ ફરકતી દેખાઈ. “એ...” પીયા એ જોરથી બુમ પાડીને મારા ગળે વળગી ગઇ ત્યારે મે આંખ ખોલી.

પાછળથી આવીને એક સરદારજી અને એની વાઈફે અમને બેયને ઉંચા કરીને એમના ખભ્ભે બેસાડીને નાચવા લાગ્યાં.

“ઓય એન્ડી પાજી તુસી ગ્રેટ હો... બલે...બલે...બલે...ઓય...યાહુ...યાહુ...યાહુ...આજ તો મેનુ જમકે ભંગડા કરના હોન્દા.” અમને જોઈને સરદારજી અને એના પત્ની એટલે હરખમાં હતા કે અમને ખભ્ભે બેસાડીને ભાંગળા કરતા બધાની વચ્ચેથી સવારી કરાવી. ભુંગળામાં પંજાબી ગીતો શરુ થયા અને બધુ ટોળું અમારી ફરતે નાચવા લાગ્યું. મારા અને પીયાના માથા બધા કરતા ત્રણ ફુટ ઉંચા દેખાઈ રહ્યા. હું પીયા સામે જોતો રહ્યો અને એ મારી સામે. બેય એકબીજાની એકપણ એક્સ્પ્રેસન મીસ થવા નથી દેવા માંગતા.

મોટા ભુંગળેથી અમારુ નામ અનાઉન્સ થયું અને અમને વીજેતા જાહેર કરવામાં આવ્યાં. મોટો ચળકતો સોનેરી કીલ્લો નાનકડી રેતી પર ચાલતી બે ગાડીની વચ્ચે અમારી તરફ આવતો દેખાયો ત્યારે ટોળાએ રસ્તો કરી આપ્યો અને એ સોનેરી કીલ્લો અમારા કીલ્લાની બરોબર બાજુમાં અડધા પગ જેટલા પાણીમાં ટેબલ રાખીને ગોઠવાયો.

ટોપી વાળાઓ એ અમને પીઆઝ કેસ્ટલ લખેલી સોનેરી ધજા આપી. અમે પહોંચાયા નહી એટલે સરદારજી અને એમની વાઈફ બે સ્ટુલ લઈ આવ્યાં. અમને બેયને માથે ચઢાવ્યાં અને અમે સોનેરી કીલ્લા પર સોનેરી ધજા લગાવી.

ઉપરથી ડ્રોન ઉડતું દેખાયું અને કેમેરાવાળાની લાઇનો લાગી. બઉ બધાએ મને કુવા વીશે સવાલો કર્યા. મે વીચારીને પીયાની સામે જોઈને એ બધાને કહ્યું. એ તો હું પછી કઈશ. આ બધુ લાઈવ ટેલીકાસ્ટ થયું અને એમાં લોકલ ના બદલે મોટી ન્યુઝ ચેનલવાળા પણ ક્યાંકથી આવી ગયા અને મને લાગ્યું કે હવે મને ફોન આવશે.

મે અને પીયા એ બેય કેસ્ટલ પાસે ઉભા રહીને કેટલાય કપલ ફોટોસ પડાવ્યાં. બઉ બધી સેલ્ફી લીધી. એક પછી એક કેટલાય સાથે ફોટો અને સેલ્ફી લીધી.

અમે બેય એકબીજાનો હાથ પકડીને પાણીના ઉંડાણ બાજુ વોલ્ક પર ચાલ્યાં. થોડા આગળ જઈને પાણી વધવા લાગ્યું ત્યારે અમે પાછળ ફરીને એકબીજાના ખભ્ભે માથુ નાખીને જોવા ઉભા રહ્યાં. ચા ના કપ અડધે પહોંચ્યા ત્યાં સુધીમાં માયાનગરી આખી પાણીમાં ઓગળી ગઇ અને અમારા કીલ્લાનો એક માળ અડધો દેખાતો રહ્યો. પલકારામાં જ ફરકતી ધજામાં લખેલા અક્સરો અમે બેય એ એકસાથે વાંચ્યાં અને હાથ ઉપર કર્યાં. પીઆઝ કેસ્ટલ. મીડીયાવાળા અને બાકી બધા અમારી બાજુ દેખાય ત્યાં સુધી કેમેરા તાકીને ઉભા રહ્યા અને લાઈવ ટેલીકાસ્ટ કરતાં રહ્યાં.

“એ... આપણી હીરો મોમેન્ટ...” પીયાનો અવાજ મોજા સાથે રેલાતો રહ્યો.

ડ્રોન થોડે સુધી અમારી નજીક ઉડતુ રહ્યુ. ચીંબો ટાવર પર જોતો ઉભો રહ્યો. બીજા ટાવર પર ટોપીવાળા અને સરદારજી અને એમના પત્ની અમારી સામે હાથ ઉંચા કરતા સાબાસી આપતા રહ્યાં. અમે પણ બેય હાથ ઉપર કરી આભાર વ્યક્ત કરતાં રહ્યાં.

અમે ચા પીતા, વાતો કરતાં હાથમાં-હાથ નાખીને કીનારે-કીનારે ચાલતા રહ્યા.


ક્રમશઃ